Difference between revisions of "Gedit-Text-Editor/C3/Default-plugins-in-gedit/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | '''gedit Text editor''' માં '''Default Plugins''' પરનાં '''Spoken Tutorial''' માં સ્વાગ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | ચાલો જોઈએ - ડોક્યુમેન્ટમાં ફોન્ટનું માપ વધારવું અથવા ઘટાડવું અને બેકગ્રાઉન્ડનાં રંગને બદલવું કેવી રીતે | + | | ચાલો જોઈએ - ડોક્યુમેન્ટમાં ફોન્ટનું માપ વધારવું અથવા ઘટાડવું અને બેકગ્રાઉન્ડનાં રંગને બદલવું કેવી રીતે. |
|- | |- |
Latest revision as of 15:06, 11 July 2017
Time | Narration |
00:01 | gedit Text editor માં Default Plugins પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે gedit Text editor માંનાં અમુક મૂળભૂત plugins વિશે શીખીશું, જેમ કે- Sort, Change Case, Spell checker અને Insert Date and Time. |
00:23 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ gedit Text editor 3.10 |
00:34 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:40 | Plugin એક સોફ્ટવેર કમ્પોનેન્ટ છે જે એપ્લિકેશનમાં એક વિશિષ્ટ ફીચર ઉમેરે છે. |
00:46 | તે વધારાની કાર્યક્ષમતા પ્રદાન કરે છે. |
00:49 | ચાલો gedit Text editor ખોલીએ. |
00:53 | gedit Text editor માં, કેટલાક plugins મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે. |
00:59 | મૂળભૂત plugins જોવા માટે, Main menu માંથી, ક્લીક કરો Edit અને Preferences. |
01:06 | દ્રશ્યમાન થયેલ Preferences ડાયલોગ બોક્સમાં, Plugins ટેબ પર ક્લીક કરો. |
01:12 | સંસ્થાપિત થયેલ મૂળભૂત plugins ની યાદી, અહીં દર્શાવાયી છે. |
01:18 | નોંધ લો કેટલાક પ્લગઈનો મૂળભૂત રીતે, ચેક થયેલા છે. |
01:23 | આનો અર્થ એ છે કે તે સક્રિય થયેલ છે, અને આપણે તેને વાપરી શકીએ છીએ. |
01:28 | જો તમને એડિટર પર અહીં દર્શાવ્યા છે એ પ્રમાણે પ્લગઈન દેખાતા નથી તો, તમે તેને સરળતાથી સંસ્થાપિત કરી શકો છો. |
01:36 | તમે તેવું Ubuntu Software Center વાપરીને કરી શકો છો. |
01:40 | gedit Preferences બોક્સનાં Close બટન પર ક્લીક કરો. |
01:45 | હવે, કમ્પ્યુટર ડેસ્કટોપનાં ટોંચે ડાબે ખૂણે આવેલ Dash Home આઇકોન પર ક્લીક કરો. |
01:52 | Search box માં, Ubuntu Software Center ટાઈપ કરો. |
01:57 | Ubuntu Software Center આઇકોન દ્રશ્યમાન થાય છે. તેના પર ક્લીક કરો. |
02:03 | Search box માં, gedit ટાઈપ કરો. |
02:07 | Text Editor icon પર ક્લીક કરો. ત્યારબાદ ક્લીક કરો More Info. |
02:14 | gedit Text editor માટે ઉપલબ્ધ Add-ons જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
02:20 | આપણે વધારાના plugins નું વિકલ્પ જોઈ શકીએ છીએ. |
02:24 | આપણી જરૂરિયાત અનુસાર આને વાપરી શકાવાય છે. |
02:28 | A set of gedit plugins for developers અને Set of plugins for gedit જો પહેલાથી ન પસંદ થયેલ હોય તો તેના માટે ચેક બોક્સો પસંદ કરો. |
02:40 | Apply Changes button પર ક્લીક કરો. |
02:43 | પ્રોમ્પ્ટ કરવા પર એડમીનનો પાસવર્ડ દાખલ કરો. Authenticate પર ક્લીક કરો. |
02:51 | હવે, સામાન્ય રીતે વપરાતા plugins આપણી યાદીમાં ઉમેરાશે. |
02:57 | Ubuntu Software Center ને બંધ કરો. |
03:00 | આગળ આપણે અમુક plugins ને સક્રિય કરીશું. |
03:04 | Main મેનુમાંથી, ક્લીક કરો Edit અને ત્યારબાદ Preferences. |
03:09 | Plugins ટેબમાં, આ ફીચરોને સક્રિય કરવા માટે Change Case, Sort અને Spell checker ચેક બોક્સોને ચેક કરો. |
03:21 | Close પર ક્લીક કરો. |
03:24 | ફરી એકવાર, મેનુ બારમાં Edit ક્લીક કરો. |
03:28 | આપણે જોઈ શકીએ છીએ કે plugins આપણી મેનુ યાદીમાં ઉમેરાઈ ગયા છે. |
03:33 | ચાલો હું પહેલા બનાવેલું એક ડોક્યુમેન્ટ Fruits.txt ખોલું. |
03:40 | Fruits.txt ફાઈલ એ આ ટ્યુટોરીયલ સહીત Codefile લીંકમાં ઉપલબ્ધ છે. |
03:48 | તે ટેક્સ્ટ ડોક્યુમેન્ટને ડાઉનલોડ કરો અને વાપરો. |
03:51 | ચાલો જોઈએ - ડોક્યુમેન્ટમાં ફોન્ટનું માપ વધારવું અથવા ઘટાડવું અને બેકગ્રાઉન્ડનાં રંગને બદલવું કેવી રીતે. |
03:59 | મેનુ બારમાંથી, ક્લીક કરો Edit અને Preferences. |
04:03 | ત્યારબાદ Font & Colors ટેબ પર ક્લીક કરો. |
04:08 | “Use the system fixed width font” બોક્સ જો પહેલાથી ચેક થયેલ હોય તો, તેને અનચેક કરો. |
04:14 | છેલ્લે, Editor font બટન પર ક્લીક કરો. |
04:18 | અહીં, આપણે વિભિન્ન ફોન્ટનાં નામો જોઈ શકીએ છીએ. |
04:22 | તમને જે વાપરવું છે તે ફોન્ટનું નામ પસંદ કરો. |
04:26 | નીચે જમણી બાજુએ, એક minus અથવા plus ચિન્હવાળું બટન છે. |
04:31 | આનો ઉપયોગ ફોન્ટનાં માપને વધારવા કે ઘટાડવા માટે થાય છે. |
04:36 | હું ફોન્ટનું માપ 20 જેટલું વધારીશ. |
04:39 | ફોન્ટનાં માપને સુયોજિત કરવા માટે Select બટન ક્લીક કરો. |
04:43 | બેકગ્રાઉન્ડનાં રંગને બદલવા માટે, Color Scheme વિકલ્પમાં Cobalt પર ક્લીક કરો. |
04:49 | તરત જ, તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ રંગ ભૂરો થઇ જાય છે. |
04:54 | સામાન્ય સેટિંગ પર પાછા જવા માટે Classic પર ક્લીક કરો. |
04:58 | ત્યારબાદ Close પર ક્લીક કરો. |
05:01 | આગળ, ચાલો જોઈએ sort વિકલ્પ કેવી રીતે કામ કરે છે. |
05:05 | Main menu માંથી, ક્લીક કરો Edit અને Sort. |
05:09 | Sort ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:12 | આપણા ડોક્યુમેન્ટમાં, આપણે 'Oranges' બે વખત ટાઈપ કર્યું છે. |
05:17 | Remove duplicates બોક્સને ચેક કરો. |
05:20 | ડોક્યુમેન્ટમાં જો કોઈ શબ્દ બે વાર આવેલ હોય તો, તે તેને નીકાળી દેશે. |
05:25 | Ignore case ચેકબોક્સને પણ ચેક કરો. |
05:29 | હવે Sort પર ક્લીક કરો. |
05:32 | નોંધ લો યાદીમાંનાં શબ્દો હવે વર્ણમાળાનાં અક્ષરોનાં ક્રમમાં ગોઠવાઈ ગયા છે. |
05:38 | સાથે જ નોંધ લો કે Oranges શબ્દને મળતો બનાવટી શબ્દ નીકળી ગયો છે. |
05:44 | આગળ, ચાલો Change Case વિકલ્પ કેવી રીતે વાપરવો તે જોઈએ. |
05:49 | પહેલા ટેક્સ્ટની એ લાઈનને પસંદ કરો જેનાં અક્ષરને કેપિટલ કે નાના તમે બદલવા ઈચ્છો છો. |
05:55 | અહીં, હું સમગ્ર ડોક્યુમેન્ટને પસંદ કરીશ. |
05:59 | Main menu માંથી, ક્લીક કરો Edit અને Change Case. |
06:03 | આપણે આપેલમાં બદલી કરવાના વિકલ્પો જોઈ શકીએ છીએ
|
06:25 | હવે હું Title Case પસંદ કરીશ. |
06:29 | ડોક્યુમેન્ટમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
06:32 | બીજા વિકલ્પોને અજમાવી જુઓ અને સંદર્ભિત આઉટપુટનું પોતેથી અન્વેષણ કરો. |
06:38 | આગળ આપણે spell check વિકલ્પ જોશું. |
06:42 | આ ડોક્યુમેન્ટમાં, Oranges શબ્દને દર્શાવ્યા પ્રમાણે ખોટી રીતે લખો. |
06:48 | Main મેનુમાંથી, પસંદ કરો Tools અને Highlight Misspelled Words. |
06:54 | નોંધ લો, ખોટી સ્પેલિંગ ધરાવતો શબ્દ હવે લાલ રંગે અંડરલાઈન થયો છે. |
07:00 | કર્સરને શબ્દ પર મુકો અને તેના પર જમણું-ક્લીક કરો. |
07:05 | Spelling Suggestions ક્લીક કરો. |
07:08 | યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. સ્પેલિંગ હવે સુધારાઈ ગયી છે. |
07:14 | આપણે સમગ્ર ડોક્યુમેન્ટ માટે પણ સ્પેલ ચેક કરી શકીએ છીએ. |
07:18 | દર્શાવ્યા પ્રમાણે હું grapes અને apples શબ્દને ખોટી રીતે લખીશ. |
07:24 | Main મેનુમાંથી, પસંદ કરો Tools અને Check Spelling. |
07:29 | Check Spelling ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે, જે ડોકયુમેન્ટમાં ખોટી જોડણી ધરાવતા શબ્દોને હાઈલાઈટ કરેલ દર્શાવે છે. |
07:36 | સાથે જ તે યોગ્ય સ્પેલિંગ પણ દર્શાવે છે. |
07:39 | યોગ્ય શબ્દને Suggestions યાદીમાંથી પસંદ કરો અને ક્લીક કરો Change. |
07:45 | અહીં, આપણી પાસે બે ખોટી જોડણી ધરાવતા શબ્દો છે. યોગ્ય શબ્દ પસંદ કરો અને તેને બદલો. |
07:51 | બહાર નીકળવા માટે Close ક્લીક કરો. |
07:54 | કેટલીક વાર, આપણે ફાઈલ ક્યારે બની અથવા મોડીફાઈ થયી, તેની તારીખ અને સમયને રેકોર્ડ કરવા ઇચ્છીએ છીએ. |
08:03 | આ માટે, ચાલો Insert Date and Time કહેવાતા plugin ને સક્રિય કરીએ. |
08:09 | Main menu માંથી, ક્લીક કરો Edit અને Preferences. |
08:14 | દ્રશ્યમાન થયેલ Preferences ડાયલોગ બોક્સમાં, Plugins ટેબ પર ક્લીક કરો. |
08:20 | Insert Date and Time ચેકબોક્સને ચેક કરો. Close ક્લીક કરો. |
08:26 | હવે, મને ડોક્યુમેન્ટની પહેલી લાઈનનાં તારીખ અને સમય દાખલ કરવો છે. |
08:32 | કર્સરને પહેલી લાઈન પર મુકો. |
08:35 | Main menu માંથી, ક્લીક કરો Edit અને Insert Date and Time પસંદ કરો. |
08:41 | વિવિધ તારીખ અને સમયનાં ફોર્મેટ સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08:46 | હું બીજા ફોર્મેટને પસંદ કરીશ. |
08:48 | ત્યારબાદ Insert પર ક્લીક કરીશ. |
08:51 | આપણે જોઈ શકીએ છીએ કે તારીખ અને સમય ત્યાં દાખલ થઇ ગયા છે, જ્યા આપણે કર્સર મૂક્યું છે. |
08:59 | આ સાથે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા* gedit Text editor માનાં મૂળભૂત plugins જેમ કે Sort, Change Case, Spell checker ,Insert Date and Time. |
09:16 | અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે. Fruits.txt ડોક્યુમેન્ટ ખોલો, ફોન્ટને Italic માં બદલો અને ફોન્ટનું માપ 24 કરો. ટેક્સ્ટ ફાઈલનાં કન્ટેન્ટને Upper case માં બદલો. |
09:34 | આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
09:42 | Spoken Tutorial Project ટીમ: વર્કશોપોનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે. |
09:48 | વધુ જાણકારી માટે, અમને લખો. |
09:51 | તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ આ ફોરમમાં પોસ્ટ કરો. |
09:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
10:09 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |