Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Creating-a-presentation-document/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '=Resources for recording= Creatingapresentation {| border=1 || Visual Cues || Narration |- ||00:00 ||લીબરઓફીસ ઈમ્પ…')
 
(Resources for recording)
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
  
 
{| border=1
 
{| border=1
|| Visual Cues
+
|| Time
 
|| Narration
 
|| Narration
  

Latest revision as of 15:16, 27 March 2017

Resources for recording

Creatingapresentation

Time Narration
00:00 લીબરઓફીસ ઈમ્પ્રેસ- પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ બનાવતા અને પાયારૂપ ફોર્મેટિંગ બતાવતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: ઈમ્પ્રેસ વિન્ડોના ભાગો,સ્લાઈડ ઇન્સર્ટ એટલેકે દાખલ અને કોપી કેવી રીતે કરવી,ફોન્ટ એટલેકે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ.
00:21 અહીં આપણે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ.
00:29 ચાલો આપણું 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામનું પ્રેઝન્ટેશન જે આપણે આગળના ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું તે ખોલીએ.
00:35 ચાલો સ્ક્રીન ઉપર શું છે તે જોઈએ.
00:39 મધ્યમાં,આપણે જોઈએ છીએ તે છે 'વર્કસ્પેસ',જે આપણી કામ કરવાની જગ્યા છે.
00:44 જેમ તમે જોઈ શકો છો,"વર્કસ્પેસ" પાંચ ટેબ્સ ધરાવે છે જેમને "વ્યુ બટન્સ" કહેવાય છે.
00:49 વર્તમાનમાં "નોર્મલ ટેબ" પસંદ થયેલ છે.
00:52 વ્યક્તિગત સ્લાઈડ્સ બનાવવા માટેનો આ મુખ્ય દેખાવ એટલેકે "મેઈન વ્યુ" છે.
00:55 "આઉટલાઈન" વ્યુ વિષય શીર્ષકો,આઉટલાઈન ફોરમેટમાં દરેક સ્લાઈડ માટે બુલેટ અને નંબરવાલી યાદી બતાવે છે.
01:03 "નોટ્સ" વ્યુ તમને દરેક સ્લાઈડમાં નોંધ ઉમેરવા પરવાનગી આપે છે જે પ્રેઝન્ટેશન બતાવતા દરમ્યાન દેખાતી નથી.
01:10 "હેન્ડઆઉટ" વ્યુ,વક્તવ્ય - અહેવાલ માટે સ્લાઈડ્સને પ્રિન્ટ એટલેકે છાપવા માટે પરવાનગી આપે છે.
01:14 અહીં આપણે દર પૃષ્ઠ પર જેટલી સ્લાઈડ છાપવા માંગતા હોઈએ તે માટે સ્લાઈડના આંક પસંદ કરી શકીએ છીએ.
01:19 "સ્લાઈડ સોર્ટર" વ્યુ સ્લાઈડના થંભનેઇલ્સ એટલેકે સ્લાઈડને નાના ચિહ્ન રૂપે દેખાડે છે.
01:23 ચાલો ફરી "નોર્મલ" વ્યુ બટન ઉપર ક્લિક કરીએ.
01:26 સ્ક્રીનની ડાબી બાજુએ,તમે "સ્લાઈડ્સ" ફલક એટલેકે પેન જોઈ શકો છો.તે તમને પ્રેઝન્ટેશનમાં રહેલ સ્લાઈડ્સને નાના ચિહ્ન રૂપે દેખાડે છે.
01:34 જમણી બાજુએ,તમે "ટાસ્ક" પેન જોઈ શકો છો,જે પાંચ વિભાગો ધરાવે છે.
01:40 "લેયઆઉટ" વિભાગ પૂર્વ-પેકેજ ગોઠવણીઓ ધરાવે છે.
01:43 આપણે તેને સીધી રીતે અથવા આપણી જરૂરીયાત પ્રમાણે તેને બદલી વાપરી શકીએ છીએ.
01:48 આપણે આ બધા વિભાગો આ ટ્યુટોરીયલની શાખાઓ મારફતે ઊંડાણથી સમજીશું.
01:53 ચાલો હવે સ્લાઈડ કેવી રીતે દાખલ કરવી તે શીખીએ.બીજી સ્લાઈડને "સ્લાઈડ્સ" પેનમાં,તેને ક્લિક કરી પસંદ કરીએ.
02:02 હવે આપણે "ઇન્સર્ટ" અને "સ્લાઈડ" ઉપર ક્લિક કરીએ.
02:05 આપણે જોઈ શકીએ છીએ કે બીજી સ્લાઈડ પછી એક ખાલી સ્લાઈડ દાખલ થઇ છે.
02:10 સ્લાઈડમાં શીર્ષક ઉમેરવા,"ટેક્સ્ટ બાર" જે કહે છે 'ક્લિક ટુ એડ ટાઈટલ' તેના ઉપર ક્લિક કરીએ.
02:17 હવે લખીએ "શોર્ટ ટર્મ સ્ત્રેટર્જી" અને ટેક્સ્ટ બોક્સની બહાર ક્લિક કરીએ.
02:23 તો આ પ્રમાણે શીર્ષક ઉમેરી શકાય છે.
02:26 સ્લાઈડની બે રીતે નકલ થઇ શકે છે.
02:30 ચાલો તો પ્રથમ માર્ગ જોઈએ;"ઇન્સર્ટ" પર ક્લિક કરી "ડુપ્લીકેટ સ્લાઈડ" ઉપર ક્લિક કરીએ.
02:35 આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઈડની નવી પ્રતિકૃતિ જે આપણે પહેલા સ્લાઈડ બનાવી હતી તેના પછી દાખલ કરાઈ છે.
02:42 અન્ય રીતે,"વર્કસ્પેસ"માં,"સ્લાઈડ સોર્ટર" ટેબ ઉપર ક્લિક કરી સ્લાઈડ સોર્ટર વ્યુ ઉપર જઈ.
02:50 હવે સાતમી સ્લાઈડની માઉસનું જમણું બટન દબાવી,કન્ટેકસ્ટ મેનુમાંથી "કોપી" પસંદ કરી નકલ કરીએ.
02:57 છેલ્લી સ્લાઈડ ઉપર જમણું બટન દબાવી,પેસ્ટ ઉપર ક્લિક કરીએ.
03:01 "આફ્ટર" પસંદ કરી,"ઓકે" ક્લિક કરીએ.
03:04 તો તમે હવે પ્રેઝન્ટેશનના અંતે આ સ્લાઈડની નકલ બનાવી છે.
03:09 ચાલો હવે ફોન્ટ એટલેકે અક્ષરો અને ફોન્ટ ફોરમેટ કરવાની રીતો જોઈએ.
03:15 "લોંગ ટર્મ ગોલ" દ્વારા નિર્દેશિત સ્લાઈડને બે વાર ક્લિક કરી પસંદ કરીએ.
03:20 હવે "બોડી" ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને બધા લખાણને પસંદ કરીએ.હવે તેને રદ કરીએ.
03:24 રદ થયું હવે લખીએ "રીડ્યુસ કોસ્ટ્સ રીડ્યુસ ડીપેન્ડન્ટ ઓન ફયુ વેન્ડર્સ ડાયલોગ કસ્ટમાઈઝ એપ્લીકેશન"
03:37 ફોન્ટ ટાઈપ અને ફોન્ટ સાઈઝ બદલવા એ જેમ લીબરઓફીસ રાઈટરમાં જોયું હતું તેવું જ છે.
03:43 લખાણની એક લીટી પસંદ કરીએ."ટેક્સ્ટ ફોરમેટ" ટૂલ બારમાં,ફોન્ટ ટાઈપને "અલ્બાની" થી "એરિઅલ બ્લેક" કરીએ.
03:52 અને ફોન્ટ સાઈઝ "32" થી "40".
03:56 બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ.
03:59 નોંધ લો કે ફોન્ટ બદલાઈ ગયા છે.
04:02 ક્લિક કરી મેઈન મેનુમાં ફોરમેટમાં ફોન્ટ બદલીએ અને કેરેક્ટર ઓપ્શનમાં પણ.
04:09 આ એક સંવાદ બોક્સ ખોલે છે જેમાં આપણે આપણી જરૂરીયાત મુજબ ફોન્ટ,સ્ટાઈલ અને સાઈઝ સેટ કરી શકીએ.
04:14 ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ.
04:19 ફોન્ટનો રંગ બદલવા,આપણે ' ડેવલોપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ'થી નિર્દેશિત સ્લાઈડ પસંદ કરીએ.
04:25 બોડી ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી બધા લખાણને પસંદ કરીએ.
04:30 ફોન્ટ કલર ચિહ્ન ઉપર નીચે દિશા દર્શાવતું બટન દબાવી અને જે ગમે તે રંગ પસંદ કરીએ.
04:37 હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ.
04:40 રંગમાં આવેલ બદલાવ જુઓ.
04:43 બોલ્ડ, ઇટાલિક્સ અને અંડરલાઈન જેવા ફોર્મેટિંગ લીબરઓફીસ રાઈટર ડોક્યુમેન્ટ્સમાં હતા એ સમાન જ છે.
04:50 'રેકમેન્ડેશન' થી નિર્દેશિત થયેલ સ્લાઈડને પસંદ કરીએ.
04:53 "બોડી" ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને લખાણની એક લીટી પસંદ કરીએ.
04:58 હવે "બોલ્ડ"," ઇટાલિક્સ" અને " અંડરલાઈન" ચિહ્નો ઉપર ક્લિક કરીએ.
05:03 હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ.
05:06 લખાણમાં આવેલ બદલાવ જુઓ.
05:08 અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:11 સારાંશ માટે, આપણે આ ટ્યુટોરીયલમાં શીખ્યું: ઈમ્પ્રેસ વિન્ડોના ભાગો,સ્લાઈડ ઇન્સર્ટ એટલેકે દાખલ અને કોપી કેવી રીતે કરવી,ફોન્ટ એટલેકે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ.
05:24 આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો.
05:28 નવું પ્રેઝન્ટેશન બનાવો.
05:31 ત્રીજી અને ચોથી સ્લાઈડ વચ્ચે એક સ્લાઈડ ઉમેરો.
05:35 પ્રેઝન્ટેશનના અંતે ચોથી સ્લાઈડની નકલ ચોટાડો.
05:39 બીજી સ્લાઈડમાં ટેક્સ્ટ બોક્સ બનાવો અને થોડું લખાણ લખો.
05:45 લખાણનું ફોરમેટ ફોન્ટ સાઈઝ "32" કરી બદલો.
05:49 લખાણ "બોલ્ડ"," ઇટાલિક્સ"," અંડરલાઈન" અને રંગ ભૂરો કરો.
05:56 આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
05:59 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:02 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:07 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે.
06:12 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
06:16 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
06:23 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે
06:27 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:35 આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
06:45 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું.
06:51 આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, Nancyvarkey