Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Query-Wizard/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Visual Cues !Narration |- ||00:02 ||લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું …') |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | ! | + | !Time |
!Narration | !Narration | ||
|- | |- |
Latest revision as of 15:51, 28 February 2017
Time | Narration |
---|---|
00:02 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે ક્વેરી વિઝાર્ડના ઉપયોગ વડે સાદી ક્વેરીઓ બનાવવી, ક્ષેત્રો પસંદ કરવાં, ક્ષેત્રોના વર્ગીકરણ ક્રમને સુયોજિત કરવું અને ક્વેરી માટે શોધનાં માપદંડ અથવા કંડીશન (શરતો) પૂરી પાડવી. |
00:24 | ચાલો સૌપ્રથમ જાણીએ ક્વેરી શું છે. |
00:29 | ક્વેરીનો ઉપયોગ ડેટાબેઝમાંથી અમુક ચોક્કસ માહિતી મેળવવા માટે થઇ શકે છે. |
00:35 | બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપેલ માપદંડો સાથે બંધબેસતા અમુક ડેટા માટે ડેટાબેઝને "query" કરી શકીએ છીએ. |
00:48 | ઉદાહરણ તરીકે, ચાલો આપણે આપણા પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. |
00:56 | આપણે પુસ્તકો અને સભ્યો વિશેની માહિતીને આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં સંગ્રહિત કરી હતી. |
01:04 | હવે આપણે બધાજ લાઈબ્રેરીના સભ્યો માટે લાઈબ્રેરી ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ. |
01:12 | અથવા આપણે જે બધી પુસ્તકો લાઈબ્રેરીમાં નથી એના માટે ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ. |
01:21 | ચાલો જોઈએ કે બેઝનાં ઉપયોગથી આપણે એક સાદી ક્વેરી કેવી રીતે બનાવી શકીએ. |
01:30 | આપણું ઉદાહરણ એ છે કે લાઈબ્રેરીના બધાજ સભ્યોની એમના ફોન નંબરો સાથે યાદી બનાવવી. |
01:44 | આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ. હજી સુધી તમને કદાચ ખબર પડી જ ગઈ હશે કે આને કેવી રીતે ખોલાય છે. |
01:51 | ચાલો ડાબી પેનલ ઉપર આવેલાં Queries આઇકોનને ક્લિક કરો. |
01:57 | જમણી પેનલ ઉપર, આપણને ત્રણ વિકલ્પો દેખાય છે. |
02:03 | આપણે પહેલા સાદી ક્વેરી બનાવી રહ્યા હોવાને કારણે, આપણે સરળ અને ઝડપી પદ્ધતિ પસંદ કરીશું. |
02:11 | અને આ ક્વેરી વિઝાર્ડના ઉપયોગ દ્વારા કરી શકાય છે. |
02:17 | જટિલ ક્વેરીઓ બનાવવાં માટે, બેઝ આપણને અત્યંત સરળ વિકલ્પો પુરા પાડે છે જેમ કે 'Create Query in Design View' |
02:28 | અને 'Create Query in SQL view', જેના વિશે આપણે પછીથી શીખીશું. |
02:35 | હમણાં માટે, ચાલો 'Use Wizard to Create Query' ઉપર ક્લિક કરીએ. |
02:43 | હવે, આપણને ટોચ ઉપર Query Wizard લખેલું એક પોપ-અપ વિન્ડો દેખાય છે. |
02:50 | ડાબી બાજુએ, આપણે ૮ પગલાઓ જોઈએ છીએ જે મારફતે આપણે જઈશું |
02:57 | આપણે પગલું ૧ 'Field Selection' ઉપર છીએ. |
03:03 | જમણી બાજુએ, આપણે જોશું લેબલ Tables નીચે એક ડ્રોપ ડાઉન બોક્સ આવેલું છે. |
03:11 | અહીં આપણે ડેટા, જે આપણને આ ક્વેરી પાસેથી જોઈએ છે,તેના સ્ત્રોતને પસંદ કરીશું. |
03:21 | આપણી ઉદાહરણ ક્વેરી લાઈબ્રેરીના દરેક સભ્યોની યાદી મેળવવા વિષે હોવાને કારણે, આપણે ડ્રોપ ડાઉન બોક્સમાંથી Tables: Members ઉપર ક્લિક કરીશું. |
03:35 | હવે, ડાબી બાજુએ આવેલ ક્ષેત્રોની યાદીમાંથી 'Name' ક્ષેત્ર ઉપર બે વાર ક્લિક કરો અને તેને જમણી બાજુએ આવેલા લીસ્ટ (યાદી) બોક્સ તરફ ખસેડો. |
03:49 | પછી, ડાબી બાજુએ આવેલા 'Phone' ક્ષેત્ર ઉપર ક્લિક કરો અને તેને જમણી તરફ ખસેડો. |
04:00 | નોંધ લો કે આપણે બધાજ ક્ષેત્રોને જમણી બાજુએ ખસેડવા માટે જમણી તરફ નિર્દેશ કરી રહેલા બે એરો ચિન્હનો ઉપયોગ કરી શકીએ છીએ. |
04:09 | ચાલો હવે નીચે આવેલા Next બટન ઉપર ક્લિક કરીએ. |
04:15 | હવે આપણે પગલું ૨ - 'Sorting Order' માં છીએ. |
04:20 | આપણી ક્વેરીનું પરિણામ સભ્યોની અને તેમના ફોન નંબરો ની યાદી છે, તેથી આપણે તેને તે રીતે જ રાખીશું, |
04:30 | અથવા આપણે યાદીને સભ્યોના નામ પ્રમાણે ગોઠવી શકીએ છીએ. |
04:36 | બેઝ વિઝાર્ડ, આપણને પરિણામમાં એક સમયે ૪ ક્ષેત્રો સુધીનું વર્ગીકરણ કરવા માટેની પરવાનગી આપે છે. |
04:45 | હમણાં માટે, ચાલો સૌથી ઉપરનાં ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીએ, |
04:51 | અને Members.Name ઉપર ક્લિક કરો. |
04:55 | જો આપણે નામોને ચઢતા અથવા ઉતરતા ક્રમમાં વર્ગીકરણ કરવા ઈચ્છીએ તો આપણે તે પણ પસંદ કરી શકીએ છીએ. |
05:03 | ચાલો Ascending (ચઢતો ક્રમ) વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
05:07 | અને આગળના પગલાં તરફ વધીએ. |
05:11 | પગલું ૩ - 'Search Conditions'. |
05:16 | જો આપણે અમુક શરતો દ્વારા આપણા પરિણામ ને સુયોજિત કરી મર્યાદિત કરવા ઈચ્છતા હોઈએ તો આ પગલું મદદરૂપ થશે. |
05:22 | ઉદાહરણ તરીકે, આપણે આપણા પરિણામ ને ફક્ત R અંગ્રેજી મૂળાક્ષર વડે શરૂ થતા હોય એ જ સભ્યો સાથે સુયોજિત કરી શકીએ છીએ. |
05:34 | તે માટે, આપણે Fields ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ Members.Name ઉપર ક્લિક કરીશું. |
05:45 | હવે, Condition ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો. |
05:51 | અહીં વિવિધ કંડીશન ની નોંધ લો; |
05:58 | ચાલો 'Like' ઉપર ક્લિક કરીએ. |
06:02 | વેલ્યુ ટેક્સ્ટ બોક્સ (મુલ્ય લખાણ બોક્સ)માં, ચાલો ‘કેપિટલ R' અને ‘percentage symbol (%)’ ટાઈપ કરીએ. |
06:13 | આ રીતે આપણે સાદી અને જટિલ શરતો આપણી ક્વેરીમાં લાવી કરી શકીએ છીએ. |
06:22 | ચાલો હવે બધાજ સભ્યોને યાદી બતાવવા માટે વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાંથી 'R%' રદ્દ કરીએ અને Next બટન ઉપર ક્લિક કરીએ. |
06:37 | નોંધ લો કે આપણે પગલું ૭ ઉપર આવ્યા છીએ . |
06:43 | કારણકે આપણે એક કોષ્ટકમાંથી સાદી ક્વેરી બનાવી રહ્યા છીએ. |
06:50 | અને આપણી આ ક્વેરી વિગતો આપશે ન કે સાર. |
06:57 | Summary queries, aggregate ફંક્શન (વિધેયો) અને grouping દ્વારા ડેટા પ્રદર્શિત કરે છે. |
07:05 | કેટલાક ઉદાહરણો છે, બધાજ સભ્યોની ગણતરી, અથવા બધી પુસ્તકોની કિંમતોનો સરવાળો. |
07:13 | આ વિશે વિગતમાં આપણે પછીથી શીખીશું. |
07:17 | ઠીક છે, હવે અહીં, ચાલો એલયાસીઝ (ઉપનામો) સુયોજિત કરીએ; |
07:23 | એનો અર્થ છે કે, ચાલો પરિણામી યાદીમાં સરળ અને વર્ણનાત્મક લેબલો અથવા શીર્ષકો પુરા પાડીએ. |
07:32 | તેથી 'Name' ફિલ્ડ (ક્ષેત્ર) 'Member Name' એલીયાઝ ધરાવી શકે અને 'Phone' ફિલ્ડ (ક્ષેત્ર) 'Phone Number' એલીયાઝ ધરાવી શકે. |
07:46 | તો ચાલો આ નવા એલીયાઝને બે લખાણ બોક્સોમાં ટાઈપ કરીએ અને Next બટન દબાવીએ. |
07:57 | હવે આપણે ૮માં પગલાંમાં છીએ - છેલ્લું પગલું. |
08:03 | અહીં ચાલો આપણી સાદી કવેરીને એક સરસ વર્ણનાત્મક નામ આપીએ. |
08:09 | ચાલો લેબલ 'Name of the Query’ સામે 'List of all members and their phone numbers' ટાઈપ કરીએ. |
08:20 | હવે નોંધ લો કે આપણને વિઝાર્ડમાં અમારી પસંદગીઓ નું ઓવરવ્યૂ દેખાય છે. |
08:27 | અને અહીંથી આગળ આપણે કેવી રીતે વધવા માંગીએ છીએ? |
08:31 | ચાલો ઉપર જમણી બાજુએ આવેલાં 'Display Query' વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી Finish બટન પર ક્લિક કરીએ. |
08:40 | વિઝાર્ડ વિન્ડો બંધ થઇ ગઈ છે અને 'List of all members and their phone numbers' શીર્ષક ધરાવતી નવી વિન્ડો દેખાય છે. |
08:52 | નોંધ લો કે આપણે તે દરેક ચાર સભ્યો જોઈ શકીએ છીએ જેમને આપણે વાસ્તવમાં Members કોષ્ટકોમાં તેમના ફોન નંબરો સાથે દાખલ કર્યા હતા. |
09:04 | તે ઉપરાંત, આપણે જોઈ શકીએ છીએ કે, આ યાદી અંગ્રેજી મૂળાક્ષરોનાં ચઢતા ક્રમમાં ગોઠવાયેલ છે. |
09:13 | તો આ છે આપણી પહેલી સાદી ક્વેરી. |
09:17 | અંતે, અસાઇનમેન્ટ છે. |
09:20 | એક ક્વેરી બનાવો જે બધીજ પુસ્તકોની યાદીને ચઢતા ક્રમમાં બતાવે. |
09:28 | બધાજ ક્ષેત્રોનો સમાવેશ કરો. |
09:31 | તેને ‘List of all books in the Library’ નામ આપો. |
09:38 | અહીં લીબરઓફીસ બેઝમાં વિઝાર્ડના ઉપયોગ વડે ક્વેરી બનાવવાનું શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:45 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: વિઝાર્ડના ઉપયોગ વડે સાદી ક્વેરીઓ બનાવવી, ક્ષેત્રો પસંદ કરવાં, ક્ષેત્રોના વર્ગીકરણ ક્રમને સુયોજિત કરવું અને ક્વેરી માટે શોધનાં માપદંડ અથવા કન્ડીશન પૂરી પાડવી. |
10:00 | મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:11 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
10:17 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
10:22 | IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |