Difference between revisions of "Inkscape/C2/Basics-of-Bezier-Tool/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| Border = 1 | Time | Narration |- | 00:00 | '''Inkscape''' માં “'''Basics of Bezier tool'''” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 485: | Line 485: | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | ચાલો સારાંશ લઈએ. | + | | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 541: | Line 537: | ||
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. |
− | '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. | + | |
|- | |- |
Latest revision as of 17:13, 27 February 2017
Time | Narration |
00:00 | Inkscape માં “Basics of Bezier tool” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું. |
00:08 | સીધી લાઈનો અને બંધ આકારો દોરવા |
00:11 | વળાંકવાળી લાઈનો દોરવી |
00:13 | નોડો ઉમેરવી, એડીટ કરવી, રદ્દ કરવી |
00:15 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું |
00:18 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ |
00:21 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:24 | આ ટ્યુટોરીયલને હું મહત્તમ રીઝોલ્યુશન મોડમાં રેકોર્ડ કરી રહ્યી છું. |
00:28 | જે કે તમામ ટૂલોને સમાવિષ્ટ કરવા માટે છે જેને ડેમોનસ્ટ્રેટ કરાશે. |
00:32 | ચાલો Inkscape ખોલીએ. |
00:35 | પહેલા ચાલો Bezier ટૂલ વાપરીને સીધી લાઈન દોરીએ. |
00:39 | Bezier ટૂલ Pencil ટૂલની તુરત નીચે આવેલું છે. |
00:42 | ચાલો તેના પર ક્લિક કરીએ. |
00:44 | ટોંચે ડાબી બાજુએ Tool controls bar માં આવેલ 4 વિકલ્પોનું અવલોકન કરો. |
00:48 | bezier curve દોરવાનાં 4 મોડો છે. |
00:51 | મૂળભૂત રીતે, Create regular bezier path વિકલ્પ સક્રીય છે. |
00:57 | કેનવસ પર એક વાર ક્લિક કરો અને કર્સરને બીજા છેડે ખસેડો. |
01:01 | ફરી એકવાર ક્લિક કરો. નોંધ લો દોરેલ લાઈન લીલા રંગે હાઈલાઈટ થઈ છે. |
01:07 | હવે લાઈનને પૂર્ણ કરવા માટે જમણું-ક્લિક કરો. |
01:11 | લાઈનનાં છેડે આવેલ બે પોઈન્ટોને nodes કહેવાય છે. તેમના વિશે વધારે આપણે સેજ પછીથી શીખીશું. |
00:17 | આગળ, ચાલો ત્રિકોણ દોરીએ. |
01:21 | પહેલા એક વાંકી લાઈન દોરો. એકવાર ક્લિક કરીને કોણ બનાવતી બીજી એક લાઈન દોરો. |
01:27 | હવે ત્રીજી લાઈન બનાવવા માટે હજી એક વાર ક્લિક કરો અને ત્રિકોણ પૂર્ણ કરવા માટે તેને શરૂઆતનાં node થી જોડાણ કરો. |
01:34 | આગળ, આપણે bezier ટૂલ વાપરીને વળાંકવાળી લાઈન દોરીશું. |
01:38 | સીધી લાઈન દોરવા માટે કેનવસ પર ક્લિક કરો. ફરીથી ક્લિક કરો, વળાંકની રચના કરવા માટે બટન પકડી રાખીને ડ્રેગ કરો. |
01:46 | વળાંક પૂર્ણ કરવા માટે જમણું-ક્લિક કરો. |
01:48 | એજ પ્રમાણે, કેનવસ પર બીજી કેટલીક વળાંકવાળી આકૃતિ બનાવો. |
01:55 | આ પગલાંઓ યાદ રાખો- ક્લિક કરો અને સીધી લાઈન દોરો. |
01:59 | ફરીથી ક્લિક કરો, વળાંક બનાવવા માટે બટન પકડી રાખીને ડ્રેગ કરો. |
02:03 | ત્યારબાદ વળાંકને પૂર્ણ કરવા માટે જમણું-ક્લિક કરો. |
02:06 | Ctrl + A દબાવો અને આગળ વધવા પહેલા કેનવસને સાફ કરો. |
02:11 | આગળ ચાલો બંધ વળાંકવાળો પાથ દોરતા શીખીએ. |
02:15 | પહેલા કેનવસ પર વળાંકવાળી લાઈન દોરો. |
02:18 | ત્યારબાદ આપણે માઉસ બટન મુક્ત કરીએ છીએ અને કર્સરને વળાંકવાળી લાઈનનાં છેડાની નોડથી દુર ખસેડીએ છીએ. |
02:23 | આપણને વળાંકવાળો પાથ લાલ રંગમાં દેખાય છે. |
02:27 | જો તમે એકવાર ક્લિક કરીને કર્સર ખસેડો છો તો, આપણને લાલ રંગમાં સીધો પાથ દેખાય છે. તેને વળાંક આપવા માટે ક્લિક કરીને ડ્રેગ કરો. |
02:36 | ફરીથી છેડાની નોડ પર જેમ આપણે ખસીએ છીએ તેમ લાઈન વળાંક લે છે. |
02:41 | ફરી એકવાર ક્લિક કરવાથી આપણને લાલ રંગમાં સીધો પાથ દેખાય છે. સીધી લાઈનને વળાંક આપવા માટે, ક્લિક કરીને ડ્રેગ કરો. |
02:50 | ફરીથી છેડાની નોડ પર જેમ આપણે ખસીએ છીએ તેમ લાઈન વળાંક લે છે. કર્સરને ખસેડીને પાછા શરૂઆતની નોડ પર જાવ અને પાથ બંધ કરો. |
02:59 | Tool controls bar પર જાવ. મોડનાં બીજા આઈકોન પર ક્લિક કરો. આ ગૂંચળાવાળા પાથો અને અનિયમિત આકૃતિઓ બનાવવામાં મદદ કરે છે. |
03:08 | કેટલીક અનિયમિત આકૃતિઓ દોરીએ અને પાથ બંધ કરીએ. |
03:15 | તે સર્પ આકાર જેવી દેખાતી આકૃતિમાં પરિવર્તિત થાય છે તે અવલોકન કરો. ચાલો અત્યારે હું કેનવસ સાફ કરું. |
03:22 | ત્રીજું આઈકોન ફક્ત સીધી લાઈનો જ બનાવે છે. તેના પર ક્લિક કરો અને canvas પર લાઈનો દોરો. |
03:29 | નોંધ લો આ મોડમાં આપણે વળાંકવાળી લાઈનો દોરી શકતા નથી. |
03:32 | આપણે ત્રિકોણો અથવા ચતુષ્કોણો દોરી શકીએ છીએ જેમાં સીધી ભુજાઓ હોય છે. |
03:40 | છેલ્લા આઈકોન પર ક્લિક કરો અને canvas પર દોરો. |
03:44 | આ મોડમાં, આપણે ફક્ત સમાંતર અને લંબ લાઈનો જ દોરી શકીએ છીએ એટલે કે કાં તો ઊભી અથવા આડી લાઈનો. |
03:52 | તો, આ મોડમાં આપણે ચોરસો અને લંબચોરસો દોરી શકીએ છીએ. |
03:58 | ચાલો હું દોરેલી તમામ આકૃતિઓ ભૂંસાવી નાખું. |
04:02 | Shape વિકલ્પ આપણને લાઈનો અથવા વળાંકો એક ચોક્કસ આકારમાં દોરવામાં મદદ કરે છે. |
04:07 | ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો. |
04:09 | અહીં 5 વિકલ્પો છે- None, Triangle in, Triangle out, Ellipse, From clipboard. |
04:18 | પહેલું વિકલ્પ જે કે None છે તે કોઈપણ અસર આપતું નથી. તેથી આપણે Triangle in પર જશું. |
04:25 | તેના પર ક્લિક કરો અને કેનવસ પર એક લાઈન બનાવો. |
04:28 | લાઈન અંદરની તરફ એક ત્રિકોણ આકારમાં પરિવર્તિત થાય છે. |
04:34 | આગળ Triangle out પર ક્લિક કરો અને કેનવસ પર એક લાઈન બનાવો. |
04:39 | હવે લાઈન બહારની તરફ એક ત્રિકોણ આકારની રચના થાય છે. |
04:43 | Ellipse પર ક્લિક કરો અને એક લાઈન દોરો. |
04:47 | લાઈન ellipse આકારમાં છે તેનું અવલોકન કરો. |
04:50 | આપણે છેલ્લા વિકલ્પ From clipboard વિશે આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. |
04:56 | હવે, ચાલો nodes ને ઉમેરતા, એડીટ કરતા અને રદ્દ કરતા શીખીએ. |
05:00 | આ Node ટૂલ વાપરીને કરી શકાય છે. |
05:03 | કેનવસ પરની લાઈનો રદ્દ કરો. |
05:06 | Tool controls bar માં જાવ. Mode ને regular path રાખો અને Shape ને None રાખો. |
05:13 | canvas પર પાછા આવીએ અને એક કામચલાઉ માનવ હથેળી દોરીએ. |
05:23 | હવે Node ટૂલ પર ક્લિક કરીએ. |
05:26 | નોંધ લો આ આકૃતિમાંની તમામ નોડો દૃશ્યમાન છે. |
05:30 | Tools Controls bar પર ધ્યાન આપો. |
05:33 | અહીં પહેલા આવેલ 6 આઈકોનો, nodes અને paths ને ઉમેરવાં તથા રદ્દ કરવાં મદદ કરે છે. |
05:38 | સારી રીતે સમજાય એ માટે ટૂલ ટીપનો સંદર્ભ લો. |
05:41 | કોઈપણ સેગમેંટ (ટુકડા) પર ક્લિક કરો. નોંધ લો બંને નોડ ભૂરા રંગમાં બદલાય છે. |
05:48 | ત્યારબાદ Add node વિકલ્પ પર ક્લિક કરો. |
05:52 | અવલોકન કરો, એક નવી નોડ પસંદ કરેલ સેગમેંટનાં નોડોની બરાબર વચ્ચે ઉમેરાઈ છે. |
05:58 | હવે નાનો સેગમેંટ પસંદ કરો અને ઉપર દર્શાવેલ પગલાંને દોહરાવો. |
06:04 | તમે જોશો કે એક નવી નોડ નાના સેગમેંટનાં મધ્યબિંદુએ ઉમેરાય છે. |
06:10 | હવે, નવી ઉમેરાયલી નોડને પસંદ કરો. |
06:13 | Delete node વિકલ્પ પર ક્લિક કરો. નોડ હવે રદ્દ થઇ ગયી છે. |
06:18 | હથેળી પરની કોઈપણ એક nodes પર ક્લિક કરો. |
06:21 | bezier handle દૃશ્યિત રહે એ માટે Tool controls bar પરનાં છેલ્લા એક આઇકોન પર ક્લિક કરો. |
06:27 | હવે પસંદ કરેલ સેગમેંટ માટે bezier handles દૃશ્યિત થાય છે. |
06:32 | જો નથી, તો ફક્ત સેગમેંટ પર ક્લિક કરો અને માઉસ બટન છોડ્યા વિના, તેને થોડું ખસેડો. |
06:37 | સેગમેંટ વળાંક લેશે અને bezier handles હવે દૃશ્યિત થશે. |
06:41 | પસંદ કરેલ node નું માપ બદલી કરવા કે તેને ફેરવવા માટે handles પર ક્લિક કરો. |
06:45 | એજ પ્રમાણે, બીજી અન્ય nodes ને પણ મોડીફાય કરો. |
07:04 | આગળ આવેલ આઈકોન nodes નાં જોડાણમાં મદદ કરે છે. |
07:07 | અવલોકન કરો, અહીં તર્જની આંગળી પર એક વધારાની node છે. |
07:11 | Shift કી વાપરીને વધારાની મધ્ય node અને ટોંચની node પસંદ કરો. |
07:18 | હવે join node આઈકોન પર ક્લિક કરો. નોડો હવે એકબીજાથી જોડાઈ ગયી છે તેનું અવલોકન કરો. |
07:25 | આગળ આવેલ આઈકોન પસંદ કરેલ nodes પર પાથ ભંગાણ કરવા માટે મદદ કરે છે. |
07:29 | ચાલો અત્યારે અંગુઠા અને તર્જની આંગળી વચ્ચેનું જોડાણ ભાંગીએ. |
07:33 | તો તેમની વચ્ચે જોડાણ કરનાર node પસંદ કરો અને break path આઈકોન પર ક્લિક કરો. |
07:40 | node નાંપસંદ કરીને પછી તેને ફરીથી પસંદ કરો અને તેને સેજ ખસેડો. |
07:46 | તમને જાણ થશે કે પાથ તૂટેલો છે અને nodes 2 અલગ નોડોમાં જુદી થયેલી છે. |
07:53 | તેનું જોડાણ કરવા માટે, એજ 2 nodes ને પસંદ કરો અને Tool controls bar માં આવેલ join selected end-nodes આઈકોન પર ક્લિક કરો. |
08:03 | નોંધ લો, આ 2 nodes વચ્ચે એક નવો પાથ બને છે. |
08:08 | પાથ અથવા સેગમેંટને રદ્દ કરવા માટે આગળ આવેલ આઈકોન એટલે કે Delete segment આઈકોન પર ક્લિક કરો. હવે પાથ રદ્દ થયો છે. |
08:17 | આ પ્રક્રિયાને અનડૂ કરવા માટે Ctrl + Z દબાવો. |
08:20 | ચાલો હું આ હાથને બાજુમાં મુકું. Node tool પર ફરી એકવાર ક્લિક કરો. |
08:26 | ચાલો Tool controls bar પર આગળનાં 4 આઈકોનોનો ઉપયોગ કરવાનું શીખીએ. |
08:30 | આ આઈકોનો પસંદ કરેલ નોડોને એડીટ કરવામાં મદદ કરે છે. |
08:34 | Bezier tool વાપરીને ઊંધો U આકાર દોરો. Node ટૂલ પર ક્લિક કરો. અહીં 3 nodes છે તેનું અવલોકન કરો. |
08:49 | ટોંચની નોડ પસંદ કરો અને Tool controls bar પર આવેલ Make selected nodes corner આઈકોન પર ક્લિક કરો. |
08:55 | આ તેને ખૂણાની નોડ બનાવે છે. |
08:58 | bezier handles પર ક્લિક કરો અને ફેરફાર જોવા માટે તેને ઉપર નીચે ખસેડો. |
09:03 | node ને લીસી બનાવવા માટે આગળનાં આઈકોન પર ક્લિક કરો. આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
09:11 | આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો જે node ને સપ્રમાણ બનાવે છે. |
09:16 | આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો જે node ને આપમેળે લીસી બનાવે છે. |
09:20 | આગળનાં 2 આઈકોનો ફક્ત સેગમેંટ પર જ કામ કરે છે. તેથી, U આકારનાં ડાબા સેગમેંટને પસંદ કરો અને પહેલા આઈકોન પર ક્લિક કરો. |
09:30 | જેમ કે ટૂલ ટીપ દર્શાવે છે, સેગમેંટ હવે એક સીધી લાઈનમાં બની ગયું છે. |
09:35 | bezier handle પર ક્લિક કરો અને તેને ખસેડવાનો પ્રયાસ કરો. તમે જોશો કે આપણે તેને વળાંક આપી શકતા નથી. |
09:44 | તેને ફરીથી વળાંકવાળી લાઈન બનાવવા માટે આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો. |
09:49 | હવે bezier handles ખસેડો અને હવે આપણે તેને વળાંક આકાર આપી શકીએ છીએ. |
09:54 | પસંદ કરેલ ઓબજેક્ટને path માં રૂપાંતરિત કરવા માટે આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો. |
09:58 | stroke to path માં રૂપાંતરિત કરવા માટે આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો. |
10:02 | strokes દૃશ્યમાન રહે એ માટે nodes ને ક્લિક કરીને ડ્રેગ કરો. |
10:08 | આગળ આવેલ 2 આઈકોનો પસંદ કરેલ nodes ને અનુક્રમે X અને Y દિશામાં ખસેડવામાં મદદ કરે છે. |
10:15 | અપ અને ડાઉન એરો પર ક્લિક કરો અને થયેલ ફેરફાર અવલોકન કરો. |
10:24 | આગળ આવેલ 2 આઈકોનો ફક્ત ત્યારે કામ કરશે જ્યારે પાથ ક્લિપિંગ અને માસ્કિંગ અસરો ધરાવે છે. |
10:29 | આ વિકલ્પોનું તમે પોતેથી અન્વેષણ કરી શકો છો. |
10:33 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા |
10:37 | સીધી લાઈનો અને બંધ આકારો દોરવા |
10:39 | વળાંકવાળી લાઈનો દોરવી |
10:41 | નોડો ઉમેરવી, એડીટ કરવી, રદ્દ કરવી |
10:43 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે. |
10:46 | bezier ટૂલ વાપરીને 5 પાંખડી, 1 ડાંખળી અને 2 પાંદડા ધરાવતું એક ફુલ બનાવો. |
10:52 | પાંખડીમાં ગુલાબી રંગ ભરો. |
10:54 | ડાંખળી અને પાંદડામાં લીલો રંગ ભરો. |
10:57 | પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
11:00 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે જુઓ. |
11:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:12 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
11:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:20 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
11:24 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
11:26 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |