Difference between revisions of "Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:34 |
||તમે File અને New Tab પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો. | ||તમે File અને New Tab પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો. | ||
Revision as of 12:28, 27 February 2017
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સ ના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે આ વિશે શીખીશું; ટેબ્ડ બ્રાઉઝિંગ, ઑફલાઇન સમાવિષ્ટો સંગ્રહવા, બ્લોકીંગ પૉપ-અપ્સ |
00:13 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું. |
00:21 | મોઝીલા ફાયરફોક્સ તમને એક જ બ્રાઉઝર વિન્ડો અંદર અલગ અલગ ટેબોમાં ઘણાબધા વેબ પૃષ્ઠો લોડ કરવા માટેની પરવાનગી આપે છે. |
00:29 | ટેબ બ્રાઉઝિંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘણી બ્રાઉઝર વિન્ડો પ્રદર્શિત કરવાની જરૂર દૂર કરે છે. |
00:36 | અને તેથી તે તમારા ડેસ્કટોપને અસ્તવ્યસ્તતાથી મુક્ત રાખવામાં મદદ કરે છે. |
00:40 | દરેક ટેબ જ્યારે પ્રદર્શિત થાય છે, તે બ્રાઉઝરનો સમગ્ર જોવાનો વિસ્તાર વાપરે છે. |
00:45 | તે વારંવાર ખોલેલા બ્રાઉઝર વિન્ડો નું વારંવાર માપ અને સ્થાન બદલવા માટેની જરૂરિયાત દૂર કરે છે. |
00:52 | ટેબ્ડ બ્રાઉઝિંગ ટાઇલ્ડ-વિન્ડો બ્રાઉઝિંગ કરતા ઓછી મેમરી અને ઓપરેટિંગ સિસ્ટમ સ્રોતો વાપરે છે, |
01:00 | જે વપરાશકર્તાઓને એક સમયે ઘણા ટેબો ખોલવા માટેની પરવાનગી નથી આપતું. |
01:05 | ધારો કે, તમે કોઈ ચોક્કસ વેબપેજ પર છો. |
01:08 | અહીં એક લીંક છે - "Firefox for Desktop". |
01:11 | તમે આ લિંક નવી ટેબમાં ખોલી શકો છો. |
01:14 | આવું કરવા માટે, લીંક ઉપર જમણું ક્લિક કરો. |
01:17 | સંદર્ભ મેનુ માં, ‘Open link in new tab’ પર ક્લિક કરો. |
01:21 | નોંધ લો કે એક જ બ્રાઉઝર વિંડોમાં વર્તમાન ટેબની જમણી તરફ નવી ટેબ ખુલે છે. |
01:28 | તેથી, તમારી વિન્ડો બંધ અથવા ખસેડવા વિના, તમે એક જ વિન્ડોમાં અન્ય વેબપેજ ખોલી શકો છો. |
01:34 | તમે File અને New Tab પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો. |
01:40 | આ માટેની શોર્ટકટ કળો Ctrl + T છે. |
01:40 | નોંધ લો કે જ્યારે તમે નવી ટેબ ખોલો છો, તો નવી ટેબ તરત જ સક્રિય બને છે. |
01:50 | હવે URL bar પર જાઓ અને 'www.google.com' લખો. |
01:56 | હવે તમારી પાસે 3 ટેબો હશે, દરેક અલગ વેબ પૃષ્ઠો સાથે! |
02:01 | તમે સૌથી જમણા ટેબના, જમણી બાજુ પરના '+' બટન પર ક્લિક કરીને પણ એક નવી ટેબ ખોલી શકો છો. |
02:08 | આપણે આપણી જરૂરીયાતો મુજબ ટેબોને ગોઠવી પણ શકીએ છીએ. |
02:11 | ફક્ત ટેબ પર ક્લિક કરી, અને માઉસ બટન છોડ્યા વગર, તેને જરૂરી સ્થાન પર ખસેડો |
02:17 | હવે માઉસ બટન છોડો. |
02:20 | ટેબ હવે જરૂરી સ્થાન પર છે. |
02:23 | ચાલો કેટલીક મૂળભૂત ક્રિયાઓ જોઈએ કે જે મોઝીલા ફાયરફોક્સ આપણને કરવા માટે પરવાનગી આપે છે. |
02:29 | ચાલો સર્ચ એન્જિન "Google" થી બદલીએ. |
02:32 | Search Bar માં 'email Wikipedia' લખો અને Search Bar માં જમણી તરફ magnifying glass ઉપર ક્લિક કરો. |
02:40 | સંબંધિત વિકિપીડીયા પૃષ્ઠ પ્રથમ શોધ પરિણામ છે. |
02:44 | ચાલો લીંક પર ક્લિક કરીને આ પૃષ્ઠ ખોલીએ. |
02:48 | હવે, File અને પછી "Save Page As" પર ક્લિક કરો. |
02:52 | ચાલો 'search.html' નામ સાથે ફાઈલ ડેસ્કટોપ ઉપર સંગ્રહીયે. |
02:59 | હવે File અને New Tab પર ક્લિક કરીને ચાલો બ્રાઉઝર વિન્ડોમાં નવી ટેબ ખોલીએ. |
03:05 | હવે આપણે સંગ્રહેલું પૃષ્ઠ આ નવી ટેબ વિન્ડોમાં ખોલીએ. |
03:10 | File અને Open File પર ક્લિક કરો. |
03:12 | Browse કરો અને સંગ્રહિત ફાઈલ ખોલો. |
03:17 | આ URL bar માં, તમે જોઈ શકો છો કે અડ્રેસ ઈન્ટરનેટ અડ્રેસ નથી પરંતુ તમારા કમ્પ્યુટર પરનું એક સ્થાનિક સ્થાન છે. |
03:25 | હવે તમે જયારે ઑફલાઇન હોઉં તો પણ આ પૃષ્ઠ વાંચી શકો છો. |
03:29 | પોપ અપ્સ એક વિન્ડો છે જે તમારી પરવાનગી વગર આપોઆપ દેખાય છે. |
03:34 | ફાયરફોક્સ, Preferences વિન્ડો અંદર આવેલ Content ટેબ મારફતે પોપ-અપ્સ અને પોપ-અન્ડર્સ બન્ને નિયંત્રિત કરવા માટેની પરવાનગી આપે છે. |
03:42 | વિન્ડોઝ પર, આ Options વિન્ડો અંદર હશે. |
03:46 | મૂળભૂત રીતે, Pop-up blocking ચાલુ છે. |
03:50 | Edit અને Preferences પર ક્લિક કરો. |
03:52 | વિન્ડોઝ વપરાશકર્તાઓ Tools અને Options પર ક્લિક કરો. |
03:56 | 'Content' ટેબ માં, પ્રથમ વિકલ્પ, ‘Block pop-up windows’ મૂળભૂત રીતે ચેક રાખવામાં આવેલ છે. |
04:02 | જો નહિં હોય, તો આ વિકલ્પ ચેક કરો. |
04:05 | આ સંવાદ બોક્સના વિવિધ વિકલ્પો અન્ય ટ્યુટોરીયલમાં ચર્ચા કરવામાં આવશે. |
04:11 | Close બટન પર ક્લિક કરો. |
04:13 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
04:16 | અહીં આપણે શું શીખ્યા તેનું સારાંશ છે: |
04:19 | ટેબ્ડ બ્રાઉઝિંગ, ઑફલાઇન સમાવિષ્ટો સંગ્રહવા, બ્લોકીંગ પૉપ-અપ્સ |
04:25 | આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો. |
04:29 | નવી ટેબ ખોલો. |
04:30 | સર્ચ એન્જિન 'Google' થી બદલો. |
04:33 | 'The history of email' માટે શોધો. |
04:36 | પ્રથમ પરિણામ સંગ્રહ કરો અને ઑફલાઇન ડોક્યુમેન્ટ તરીકે જોવા માટે નવી ટેબમાં ખોલો. |
04:43 | સર્ચ એન્જિન 'bing' થી બદલો. |
04:46 | ફરીથી,'The history of email' માટે શોધો. |
04:49 | 'History of Email & Ray Tomlinson' સંગ્રહો અને તેને ઑફલાઇન ડોક્યુમેન્ટ તરીકે જોવા માટે નવી ટેબમાં ખોલો. |
04:58 | નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
05:02 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
05:04 | જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
05:09 | મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટ નું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
05:14 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
05:18 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
05:25 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
05:29 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
05:37 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
05:48 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
05:53 | જોડવા બદલ આભાર. |