Difference between revisions of "Scilab/C2/Iteration/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
|| '''Time''' | || '''Time''' | ||
|| '''Narration''' | || '''Narration''' | ||
− | |||
|- | |- |
Latest revision as of 15:21, 27 June 2014
Time | Narration |
00:02 | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. |
00:11 | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. |
00:17 | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. |
00:22 | મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. |
00:29 | ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 |
00:38 | તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. |
00:42 | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે |
00:51 | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. |
00:56 | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. |
01:01 | જોકે, તે 5 સમાન હોઈ શકે છે. |
01:04 | નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. |
01:09 | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. |
01:13 | શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે? |
01:15 | હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.
|
01:22 | for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન disp i for લુપનો અંત. |
01:28 | હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
01:34 | આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. |
01:37 | આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. |
01:42 | for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
01:45 | આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. |
01:50 | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. |
01:56 | ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. |
02:01 | ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. |
02:10 | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. |
02:18 | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. |
02:22 | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. |
02:27 | જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
02:30 | Break કમાંડ લુપને બંધ કરે છે. |
02:34 | જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. |
02:40 | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. |
02:45 | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. |
02:50 | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. |
02:56 | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
03:06 | પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે. |
03:10 | i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી. |
03:18 | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે. |
03:22 | break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી. |
03:25 | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે. |
03:32 | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી. |
03:38 | ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ. |
03:46 | આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે. |
03:51 | આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે. |
03:56 | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less |
04:06 | આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ. |
04:11 | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે. |
04:16 | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ. |
04:24 | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે. |
04:28 | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા. |
04:32 | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ. |
04:35 | નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે. |
04:44 | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે. |
04:48 | ચાલો હવે while લુપ જોઈએ. |
04:50 | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે. |
04:55 | લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય, |
04:58 | while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે. |
05:02 | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે. |
05:08 | હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ: |
05:15 | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે. |
05:19 | while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું. |
05:33 | આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર. |
05:39 | તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો. |
05:44 | અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:50 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [1]. |
06:00 | જોડાવા બદ્દલ આભાર. |