Difference between revisions of "Java/C2/For-Loop/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
  
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-

Revision as of 12:46, 23 June 2014



Time Narration
00:02 જાવામાં for લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, જાવામાં for લુપ કેવી રીતે વાપરવું,
00:12 આ ટ્યુટોરીયલ માટે આપણે
  • Ubuntu 11.10,
  • JDK 1.6 અને
  • Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:24 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો અને if સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
00:40 અહીં for લૂપ માટે સિન્તેક્ષ છે.
00:44 તે ઈનીશ્યલાઈઝેશન, લૂપ કન્ડીશન અને ઇન્ક્રીમેન્ટ ધરાવે છે.
00:51 તે પછી for બ્લોક છે જે લૂપ કન્ડીશન સાચી હોય ત્યાં સુધી એક્ઝીક્યુટ કરે છે.
01:00 હવે, ચાલો એક ઉદાહરણ Eclipse માં પ્રયાસ કરીએ.
01:04 eclipse પર જાઓ.
01:07 આપણી પાસે ForLoopDemo નામનો ક્લાસ પેહલાથી જ છે.
01:12 ચાલો મેઈન મેથડ અંદર for લુપ ઉમેરીએ.
01:17 તો મેઈન ફન્કશન અંદર, ટાઇપ કરો int i સેમી કોલન'
01:24 પછી for કૌંશ અંદર i ઇકવલ ટુ 0 સેમી કોલન i લેસ ધેન 10 સેમી કોલન i ઇકવલ ટુ i પ્લસ 1.
01:45 આ સ્ટેટમેન્ટ લૂપ કેવી રીતે આગળ વધશે તે નક્કી કરે છે.
01:53 i =0 લુપ માટે શરુઆતની કન્ડીશન છે.
01:58 આ કન્ડીશન વેરિયેબલ ઇનીશ્યલાઈઝ કરવા માટેની પરવાનગી આપે છે.
02:05 i<10 એ લુપ રનીંગ કન્ડીશન છે.
02:09 જો કન્ડીશન true હોય તો બ્લોક એક્ઝીક્યુટ કરવામાં આવશે.
02:14 નહી તો તે અવગણવામાં આવશે.
02:17 એનો અર્થ એ છે કે, જયારે i 10 કરતા વધુ અથવા સમાન બને છે ત્યારે , બ્લોક એક્ઝીક્યુ થશે નહી.
02:25 પછી i= i+1 , જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે.
02:32 અહીં, i ની વેલ્યુ 0 થી શરુ થાય છે.
02:35 તે 10 બને ત્યાં સુધી લૂપની દરેક પુનરાવૃત્તિ માટે તેમાં 1 દ્વારા વધારો કરે છે.
02:42 ચાલો હવે i સાથે કંઈક કરીએ.
02:46 તો ઓપન અને ક્લોસ કર્લી કૌંશ લખીએ.
02:49 કર્લી કૌંશ અંદર ટાઇપ કરો, System dot out dot println અને print i ઇન ટુ i.
03:06 આ 0 થી 9 સુધી દરેક નંબરનો વર્ગ પ્રિન્ટ કરશે.
03:11 ચાલો આઉટપુટ જોઈએ.
03:13 તો પ્રોગ્રામ save અને run કરો.
03:17 આપણે જોઈ શકીએ છીએ, લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે.
03:23 નંબરનો વર્ગ દરેક પુનરાવૃત્તિ માં પ્રિન્ટ કરવામાં આવેલ છે.
03:28 હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડીજીટ નંબરોને પ્રિન્ટ કરીએ.
03:37 તો, i ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ.
03:42 તો i ઇકવલ ટુ 0 ને i ઇકવલ ટુ 10 થી બદલો.
03:48 અને i લેસ ધેન 10 ને i લેસ ધેન 100 થી બદલો.
03:54 પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું.
04:03 તો ટાઇપ કરો,
04:04 if કૌંસ અંદર i mod 3 ડબલ ઇકવલ ટુ 0 or કૌંસ અંદર i mod 5 ડબલ ઇકવલ ટુ 0.
04:32 આ સ્ટેટમેન્ટ i 3 અથવા 5 દ્વારા વિભાજીત છે કે નહી તે ચકાસે છે.
04:38 પછી, કર્લી કૌંસ અંદર આપણે i ની વેલ્યુ પ્રિન્ટ કરીશું.
04:50 હવે, ચાલો આઉટપુટ જોઈએ.
04:52 તો પ્રોગ્રામ સેવ અને રન કરો.
04:56 આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે. આ રીતે આપણે જાવામાં for લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ.
05:11 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:14 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાં for લુપ કેવી રીતે વાપરવું
05:20 એસાઈનમેન્ટ માટે, ત્રણ આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવામાં આવે છે, જો તેના અંકોના સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે.
05:29 ઉદાહરણ તરીકે, 153 ઇકવલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન.
05:36 આવા દરેક 3 આંકડાના નંબરો શોધો.
05:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
05: 42 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, spoken-tuitorial.org/what is a spoken-tuitorial?
05:49 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
05:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:01 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06:04 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:10 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:20 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
06:28 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble