Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | |'''Time | + | |'''Time''' |
|'''Narration''' | |'''Narration''' |
Latest revision as of 16:42, 18 June 2014
Time | Narration |
00:07 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:11 | આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે. |
00:16 | આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું. |
00:30 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, |
00:32 | આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું. |
00:38 | કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું; |
00:43 | અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું. |
00:50 | હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:54 | જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
01:02 | મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે. |
01:11 | હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ. |
01:15 | 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ. |
01:21 | મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો. |
01:25 | કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો. |
01:29 | જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે. |
01:36 | નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
01:45 | આ Camera View છે. |
01:49 | ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે. |
01:55 | ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે. |
02:01 | રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે. |
02:05 | બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે. |
02:11 | ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. |
02:15 | Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ. |
02:20 | તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે. |
02:26 | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો. |
02:36 | મેં આ સ્થાન પસંદ કર્યું છે. |
02:40 | Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ. |
02:46 | કેમેરો નવા સ્થાન પર ખસે છે. |
02:49 | 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે. |
02:54 | બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે. |
03:03 | હવે આપણે આ જોઈશું. |
03:05 | કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો. |
03:10 | અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો. |
03:17 | યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે. |
03:22 | પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું. |
03:26 | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ. |
03:32 | હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો. |
03:42 | મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે. |
03:53 | ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ. |
03:58 | આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે. |
04:04 | હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું. |
04:09 | પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે. |
04:15 | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X ડબાઓ. |
04:22 | પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે. |
04:26 | બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે. |
04:31 | આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું. |
04:38 | હવે માઉસ ઉપર અને નીચે ખસેડો. |
04:42 | કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે |
04:47 | હવે, Y ને બે વાર દબાવો. |
04:51 | પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે. |
04:56 | બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે. |
05:00 | હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
05:05 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે. |
05:12 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
05:16 | આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે. |
05:21 | પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો. |
05:25 | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો. |
05:43 | બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ. |
05:53 | પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ. |
05:59 | હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે. |
06:11 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
06:15 | કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું. |
06:24 | G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
06:35 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે. |
06:42 | હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો. |
06:48 | કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે. |
06:53 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
06:59 | બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે. |
07:05 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
07:10 | હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો. |
07:14 | પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને. |
07:19 | ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો |
07:30 | ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ. |
07:40 | ડાબી તરફ ખસેડવા માટે A દબાવો. |
07:51 | જમણી તરફ ખસેડવા માટે D દબાવો.
|
08:02 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
08:05 | બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને. |
08:13 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
08:18 | ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. |
08:25 | શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો. |
08:30 | ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો. |
08:38 | શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો. |
08:43 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
08:49 | કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું છે . |
08:59 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
09:04 | D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
09:13 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે. |
09:28 | કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
09:33 | હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે. |
09:38 | અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:43 | હવે એક નવી ફાઇલમાં, |
09:45 | કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો |
09:54 | અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો. |
10:00 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:08 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
10:30 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:33 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:38 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:45 | જોડાવા બદ્દલ આભાર. |
10:47 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |