PHP-and-MySQL/C2/Echo-Function/Gujarati
From Script | Spoken-Tutorial
(Redirected from PHP-and-MySQL/C2/Echo-Function /Gujarati)
Time | Narration |
---|---|
0:00 | પીએચપીના મૂળભૂત ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:05 | હું "ઇકો" ફંક્શન કેવી રીતે વાપરવું અને તમારા ટૅગ્સ કેવી રીતે સુયોજિત કરવા તે સમજાવા જઈ રહી છું. |
0:10 | તમારા માંથી જેઓ "એચટીએમએલ" (HTML) સાથે પરિચિત હશે તેઓ જાણતા હશે કે તમારું પૃષ્ઠ શરૂ અને અંત કરવા માટે આ એચટીએમએલ ટૅગ્સ વપરાય છે. |
0:17 | તેઓ એચટીએમએલ પૃષ્ઠમાં મહત્વપૂર્ણ નથી. જો એચટીએમએલ એક્સટેન્શન તેને મળ્યું હોય, તો તે ઠીક છે. |
0:25 | જો કે પીએચપીમાં, ટૅગ્સ જરૂરી છે. આ શરૂ થાય છે અને આ અંત થાય છે. |
0:30 | મૂળભૂત રીતે તે માટે આ પ્રમાણભૂત સંકેત છે. |
0:34 | જો કે, આપણું લખાણ અહીં વચ્ચે આવશે. |
0:39 | હવે, મેં મારી ફાઈલ અગાઉથી જ "હેલોવલ્ડ.પીએચપી" (helloworld.php) તરીકે સંગ્રહી છે. |
0:43 | તો ચાલો, તેનો સંગ્રહ કરીએ અને અહીં અંદર જોઈએ. |
0:47 | ઠીક છે, આ ક્ષણે તે પૃષ્ઠ પર કંઈપણ નથી, પરંતુ આપણી પાસે પૃષ્ઠનું સુયોજન છે. તે એકદમ ઠીક છે. |
0:54 | "ઇકો" ફંક્શન આ રીતે કામ કરે છે: આપણી પાસે ઇકો છે, કેટલાક અવતરણચિહ્નો છે અને એક લાઇન ટર્મીનેટર છે જે અર્ધવિરામ ચિહ્ન છે. |
1:04 | અને આપણું લખાણ અહીં વચ્ચે આવે છે. ચાલો તેનો સંગ્રહ કરીએ અને રીફ્રેશ કરીએ. તમે જોઈ શકો છો. |
1:07 | ઠીક છે, અને આ ખૂબ જ ઉપયોગી છે - તમે "ઇકો" ફંક્શન આ રીતે લખી શકો છો, |
1:17 | જયારે તમે તમારું એચટીએમએલ લખાણ ઇકો ફંક્શનની અંદર લખો છો ત્યારે આ બીટ્સ અહીં લાઈન બ્રેક નથી દર્શાવતું (અને માત્ર તમારી જાણકારી માટે, જો હજુ સુધી તમે એચટીએમએલ ના શીખ્યા હોઉં તો આ ઓછામાં ઓછું બેઝિક્સ શીખી લો, કારણ કે આપણે તેનો ખૂબ ઉપયોગ કરીશું). |
1:34 | તેના માટે તમારે પોતાનું એચટીએમએલ ઉમેરવું પડશે. તેથી લાઈન બ્રેક માટે <બીઆર> અને પછી 'ન્યુ લાઈન'. |
1:43 | આપણે આ રીફ્રેશ કરીશું અને તમે જોઈ શકો છો! આપણા એચટીએમએલનો સમાવેશ થયો છે. |
1:48 | ઠીક છે, તમારી જાણકારી માટે, આ એક વસ્તુ છે જેમાં ઘણાં લોકો સંચાલન કરે છે : 'ઈમેજ સોર્સ ઇક્વલ', અને અહીં તમારી ફાઈલ આવશે. |
1:57 | જો કે, આ ક્ષણે આપણને 'ઇકો' મળ્યું છે. |
2:01 | આ બતાવે છે કે આપણે આઉટપુટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અહીં આ આપણા આઉટપુટનો અંત બતાવે છે. |
2:07 | આપણે તેનો અંત અહીં નહીં કરીએ; આપણે તેનો અંત અહીં કરીશું. |
2:11 | તેથી તેના બદલે, આપણને "વિપરીત અલ્પવિરામ" ની જરૂર પડશે. |
2:14 | સામાન્ય રીતે, તે આપણું ચિત્ર ત્યાં બતાવશે. |
2:17 | ત્યાં કોઈ સ્પષ્ટ કરેલ ફાઈલ નથી, પરંતુ તમને ચિત્ર મળે છે. |
2:21 | તેથી, ચાલો હું તમને બતાવું કે જો આપણે આ અંદર મુકીએ તો શું થશે અને પછી હું આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીશું. |
2:28 | આપણને 'પાર્સ એરર' મળી છે. |
2:31 | અંત કરવા માટે આપણને અલ્પવિરામ અથવા અર્ધવિરામની જરૂર પડશે, જે સાબિત કરે છે કે આપણને અહીં આવતા, આ પછી અર્ધવિરામની જરૂર છે. |
2:40 | પરંતુ ખરેખર રીતે, તે સાચું નથી. |
2:42 | તેથી, તેમને માત્ર વિપરીત અલ્પવિરામ તરીકે રાખો. |
2:45 | ઠીક છે, આ છે મૂળભૂત ઇકો ફંક્શન અને પીએચપી ટેગ. આશા છે, તે શીખી તમને આનંદ થયો હશે. |
2:50 | આઈઆઈટી-બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર.આભાર! |