LibreOffice-Suite-Base/C2/Modify-a-Report/Gujarati
From Script | Spoken-Tutorial
(Redirected from LibreOffice-Suite-Base/C2/Modify-a-Report /Gujarati)
Time | Narration |
---|---|
00:02 | લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે |
00:09 | રીપોર્ટના લેઆઉટ અને દેખાવ અને અનુભવ ને કસ્ટમાઇઝ કરી રીપોર્ટ ને સુધારો. |
00:16 | આ માટે, ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. |
00:23 | પાછલાં ટ્યુટોરીયલોમાં આપણે શીખ્યાં કે કેવી રીતે રીપોર્ટ બનાવવું. |
00:28 | અને આપણે ‘Books Issued to Members: Report History’ શીર્ષક સાથે એક રીપોર્ટ બનાવ્યો હતો.
હવે આપણે શીખીશું કે કેવી રીતે આ રીપોર્ટમાં સુધારાં કરવાં. |
00:40 | લાઈબ્રેરી ડેટાબેઝમાં, |
00:42 | ચાલો ડાબી પેનલ ઉપર આવેલા Reports આઇકોનને ક્લિક કરીએ. |
00:47 | જમણી પેનલ પર, રીપોર્ટોની યાદીમાં આપણે 'Books Issued to Members: Report History' રીપોર્ટ જોઈશું. |
00:57 | રીપોર્ટને ખોલી તેને બદલવાં અથવા ફેરફાર કરવાં માટે ચાલો આપણે તેના પર જમણું માઉસ બટન દબાવીને Edit ઉપર ક્લિક કરીએ. |
01:08 | હવે આપણે એક નવી વિન્ડો જોશું જેને રીપોર્ટ બિલ્ડર વિન્ડો કહેવાય છે. |
01:14 | આ સ્ક્રીન ત્રણ મુખ્ય વિભાગોથી બનેલ છે. |
01:19 | Page Header અને Footer વિભાગ જે ઉપર અને નીચે ને બનાવે છે |
01:26 | પછી Header વિભાગ |
01:29 | અને Detail વિભાગ. |
01:34 | આપણે record header અને footer વિભાગ પણ ઉમેરી શકીએ છીએ. |
01:39 | સફેદ જગ્યાની અંદર મુખ્ય સ્ક્રીન પર જમણું ક્લિક કરી અને ‘Insert Report Header/Footer’ ઉપર ક્લિક કરીને. |
01:51 | સ્ક્રીનની ડાબી બાજુએ નારંગી વિસ્તારમાં બે વખત ક્લિક કરી, આપણે આ વિભાગોનું સંકોચન અથવા વિસ્તરણ કરી શકીએ છીએ. |
02:00 | આપણે આગળ વધીએ એ પહેલા, જુઓ અહીં રીપોર્ટ ડીઝાઇન વિન્ડોની સ્ક્રીનશોટ છે. |
02:05 | આ પ્રમાણે દેખાવાં માટે આપણે આપણી રીપોર્ટ ડીઝાઇનમાં સુધાર કરીશું. |
02:11 | આપણે અમુક ટેક્સ્ટ લેબલો, ફોન્ટો, ફોર્મેટિંગ (બંધારણ) ઉમેરીશું અને વિવિધ વિભાગો વચ્ચે જગ્યા ગોઠવીશું. |
02:20 | ઠીક છે, હવે ચાલો આપણે થોડા રીપોર્ટ હેડરો અને ફૂટરો ઉમેરીએ. |
02:27 | આ કરવાં માટે, આપણે Label field આઈકોન ઉપર ક્લિક કરીશું. |
02:31 | રીપોર્ટ માં ટોચ ઉપર મેનુબાર ની નીચે Controls ટુલબાર મળે છે. |
02:40 | ચાલો આપણે તેને રીપોર્ટ હેડર વિસ્તારમાં દોરીએ, જેમ હમણાં બતાવવામાં આવી રહ્યું છે. |
02:48 | અને તેની પ્રોપર્ટીઝને જમણી બાજુએ મેળવવા માટે બે વખત લેબલ ઉપર ક્લિક કરો. |
02:55 | અહીં ચાલો ટાઈપ કરીએ ‘Books Issued to Members: |
03:00 | Report History’ લેબલની સામે
અને Enter દબાવીએ. |
03:07 | ચાલો આપણે ફોન્ટ શૈલીમાં પણ ફેરફાર કરીએ; આપણે પસંદ કરીશું Arial Black, Bold અને માપ ૧૨ |
03:17 | અને OK બટન ઉપર ક્લિક કરો. |
03:21 | પછી, ચાલો આપણે બીજું એક લેબલ રીપોર્ટ ફૂટરમાં ઉમેરીએ જેવું સ્ક્રીન પર બતાવ્યું છે |
03:31 | ઉદાહરણ તરીકે, ચાલો ટાઈપ કરીએ ‘Report Prepared by Assistant Librarian’ |
03:42 | અને પછી ફોન્ટ શૈલીને બદલીને Arial, Bold Italic અને માપ ૮ કરો. |
03:51 | Page Footer વિસ્તારમાં લેબલ ઉમેરવાં માટે આપણે આ જ પગલાઓ ફરીથી અનુસરીશું. |
03:59 | આ વખતે, આપણે લેબલ સામે ટાઈપ કરીશું ‘Nehru Library, New Delhi’ |
04:09 | અને ફોન્ટ શૈલીને બદલીને Arial, Bold Italic અને માપ ૮ કરો. |
04:20 | હવે ચાલો અંતરને બરાબર કરીએ. |
04:24 | Page Header અને Report Header વચ્ચે આવેલ ભૂખરી લીટી ઉપર બે વાર ક્લિક કરીને ચાલો આપણે પહેલા Page Header વિસ્તારને ઘટાડીએ; |
04:37 | અને આપણે તેને ક્લિક, ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વડે એકદમ ટોંચ ઉપર લઇ જઈશું. |
04:47 | ત્યારબાદ ચાલો આપણે Report header વિસ્તારને ઘટાડીએ. |
04:52 | Report header અને header વચ્ચે આવેલ ભૂખરી લીટી ઉપર બે વાર ક્લિક કરીને. |
05:01 | Report footer અને Page footer વચ્ચેની જગ્યાને ઘટાડવાં માટે આપણે એ જ પગલાંઓનું પુનરાવર્તન કરીશું. |
05:13 | પછી, ચાલો Header લેબલોને મધ્યમાં કરીએ. |
05:18 | આપણે આ, પહેલા Book Title ઉપર ક્લિક કરી બધા લેબલો ને પસંદ કરી કરીશું. |
05:26 | અને પછી Shift બટન દબાવવાં દરમ્યાન; બતાવ્યાં પ્રમાણે આપણે બાકીના લેબલો ઉપર ક્લિક કરીશું. |
05:35 | હવે ચાલો તેમને મધ્યમાં કરવા માટે આપણે ઉપર એરો વાળા બટનનો ઉપયોગ કરીએ. |
05:41 | આપણે હવે, હેડરનાં પુષ્ઠભાગમાં ઝાંખો વાદળી રંગ આપીશું. |
05:47 | આ કરવાં માટે, આપણે પ્રોપર્ટીઝમાં જઈશું અને અને Background transparent ને No માં બદલીશું, |
05:55 | અને ત્યારબાદ Blue ૮ ને પુષ્ઠભાગ રંગની યાદીમાંથી પસંદ કરીશું. |
06:03 | આપણે Detail section વિભાગ માટે પણ આ જ કરીશું. |
06:09 | આ માટે ચાલો આપણે પહેલા Detail અને report footer વિભાગો વચ્ચેની જગ્યાને વધારીએ. |
06:19 | અને પછી ફીલ્ડોને મધ્યમાં કરીએ. |
06:24 | બતાવ્યાં પ્રમાણે આપણે Detail વિભાગ માટે ઝાંખો ભૂખરો પુષ્ઠભાગ પસંદ કરીશું. |
06:32 | આગળ, આપણે Checked In ફીલ્ડ માટે ડેટા ફોર્મેટિંગ બદલીશું. |
06:39 | જો કે આ બુલિયન વેલ્યુ ૧ અથવા ૦ ધરાવે છે, તે True અથવા False બતાવશે. |
06:47 | આપણે આને બદલી કરીને સરળ Yes (હા) અથવા No (ના) વિકલ્પ દર્શાવવા માટે બદલીશું. |
06:53 | આ માટે, આપણે Detail વિભાગમાં જમણી બાજુએ આવેલ CheckedIn ફીલ્ડ પર બે વાર ક્લિક કરીશું. |
07:01 | હવે પ્રોપર્ટીઝ જે જમણી બાજુએ છે, એમાં ચાલો આપણે પહેલા Data (માહિતી) ટેબ ઉપર ક્લિક કરીએ. |
07:08 | ચાલો ડેટા ફીલ્ડ પછી આવેલ CheckedIn દર્શાવતાં બટન ઉપર ક્લિક કરીએ. |
07:15 | આ ફંક્શન વિઝાર્ડ કહેવાતી એક નવી પોપ-અપ વિન્ડો ખોલે છે. |
07:20 | અહીં, ચાલો પહેલા આપણે નીચે જમણી બાજુએ આવેલ ફોર્મ્યુલા ટેક્સ્ટ બોક્સને ખાલી કરીએ; |
07:27 | પછી Category ડ્રોપડાઉન ઉપર ક્લિક કરો, અને ત્યારબાદ ‘IF’ ઉપર બે વાર ક્લિક કરો. |
07:35 | હવે જમણી બાજુએ આપણે નવા કંટ્રોલો આવેલ જોઈ શકીએ છીએ. |
07:40 | ચાલો આપણે પહેલા જમણી બાજુએ ટેક્સ્ટ બોક્સ આગળ આવેલ Select આઇકોન ઉપર ક્લિક કરીએ. |
07:49 | અહીં આપણે CheckIn ઉપર બે વાર ક્લિક કરીશું. |
07:53 | પછી આપણે બીજાં ટેક્સ્ટ બોક્સમાં અવતરણ ચિન્હ અંદર Yes ટાઈપ કરીશું |
08:01 | અને ત્યારબાદ ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં No ટાઈપ કરીશું. |
08:11 | હવે આપણે પ્રોપર્ટીઝ વિભાગ અંદર જનરલ ટેબમાં જઈશું |
08:17 | અને નીચે તળિયે ફોર્મેટિંગ સામે આવેલ બટન ઉપર ક્લિક કરો. |
08:23 | અહીં આપણે Category યાદીમાં ‘Text’ ઉપર ક્લિક કરીશું |
08:28 | અને પછી OK બટન ઉપર ક્લિક કરીશું. |
08:32 | અને, હવે, આપણે રીપોર્ટને સંગ્રહિત કરીશું. |
08:36 | ઠીક છે, ચાલો આપણે સુધારાં કરેલ રીપોર્ટને રન કરીએ. |
08:41 | આ માટે, આપણે ઉપર આવેલ Edit મેનુ પર ક્લિક કરીશું અને પછી Execute Report ઉપર ક્લિક કરીશું. |
08:50 | અને અહીં આપણો સરસ લાઈબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકોનો રીપોર્ટ ઈતિહાસ છે. |
08:57 | સ્પેસીંગ, હેડરો, ફૂટરો, ફોન્ટો ની નોંધ લો. |
09:01 | અને CheckedIn ફીલ્ડ જે Yes અથવા No દર્શાવે છે. |
09:06 | અને આપણે રીપોર્ટને સુધારિત કરી નાખ્યું છે. |
09:11 | અહીં લીબરઓફીસ બેઝમાં રીપોર્ટો સુધારિત કરવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:17 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
09:20 | રીપોર્ટના લેઆઉટ અને દેખાવ અને અનુભવ ને કસ્ટમાઇઝ કરી રીપોર્ટ ને સુધારો. |
09:26 | મૌખિક ટ્યુટોરિયલ યોજના એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
09:48 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |