C-and-C++/C2/Tokens/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | tokens ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. |
00:12 | આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. |
00:15 | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:33 | ચાલો પરીચય વડે શરૂઆત કરીએ |
00:37 | ટોકન એ Data types, Variables, Constants અને Identifiers માટે એક સામાન્ય શબ્દ છે |
00:46 | ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. |
00:49 | મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે |
00:53 | ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ Tokens .c છે એની નોંધ લો. |
01:04 | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું. |
01:09 | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. |
01:16 | આ આપણું મેઈન ફંક્શન છે. |
01:20 | અહીં, int એક keyword છે |
01:22 | કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે. |
01:26 | a એક ઇન્ટેજર વેરીએબલ છે |
01:29 | અમે તેને 2 વેલ્યું અસાઇન કરી છે. |
01:32 | આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે. |
01:35 | જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે. |
01:43 | અહીં, b એક કોન્સટન્ટ છે. |
01:46 | આપણે b ને 4 વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે. |
01:53 | const કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે. |
01:58 | કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ. |
02:06 | Keywords સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી |
02:11 | Keywords' variable નામો તરીકે વાપરી શકાતા નથી |
02:15 | C માં 32 કી વર્ડો છે |
02:18 | કેટલાક નામ છે, auto, break, case, char,enum extern, વગેરે. |
02:28 | Constants, Constants સ્થાયી વેલ્યુઓ છે. |
02:34 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. constants બે પ્રકારનાં છે, Numeric constants અને Character constants. |
02:45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
02:47 | અહીં, ફ્લોટ', વેરીએબલ c નો ડેટા ટાઇપ છે. |
02:52 | અમે તેને 1.5 વેલ્યુ અસાઇન કરી છે |
02:57 | Data type નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે. |
03:05 | અહીં, d એક variable છે |
03:07 | Char અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે character સાથે કામ કરી રહ્યા છીએ |
03:13 | પરીણામ સ્વરૂપે, d, વેલ્યુ 'A' ને સંગ્રહીત કરનારું એક character variable છે |
03:20 | આ જોવું સરળ છે કે int, double float અને char એ ડેટા ટાઇપ છે |
03:30 | a, c અને d variables છે |
03:36 | હવે સ્લાઈડો પર પાછા આવીએ. |
03:38 | આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું |
03:48 | ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ |
03:51 | આને int તરીકે જાહેર કરાય છે |
03:53 | જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે %d ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
04:01 | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f વાપરીશું |
04:09 | કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે char અને %c વાપરીશું |
04:15 | અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે double અને %lf ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
04:25 | હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું |
04:29 | Integer ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -32,768 થી 32,767 |
04:34 | Floating point ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 3.4E +/-38 |
04:39 | Character ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -128 થી 127 |
04:42 | અને Double ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 1.7E +/-308 |
04:48 | વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. |
04:56 | હવે આપણે વેરીએબલો પર જઈશું. |
05:00 | વેરીએબલ એક ડેટા નામ છે. |
05:03 | તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. |
05:06 | વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે. |
05:10 | variable ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ |
05:15 | આપણે variables ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ |
05:19 | ઉદાહરણ છે john, marks, sum વગેરે. |
05:24 | હવે પ્રોગ્રામ પર પાછા જઈએ. |
05:27 | અહીં, printf આ ફંક્શન માટે એક identifier નામ છે |
05:32 | આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો identifiers વિશે જાણીએ. |
05:38 | Identifiers એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે |
05:41 | identifier અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે |
05:46 | મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે |
05:51 | પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. |
05:55 | હવે પ્રોગ્રામ પર પાછા આવીએ |
05:58 | અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ. |
06:05 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે save પર ક્લિક કરો. |
06:10 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06:12 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
06:21 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc tokens.c -o tok, Enter દબાવો |
06:30 | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./tok |
06:35 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
06:39 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે. |
06:44 | અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. |
06:48 | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:54 | આનું કારણ છે કે આપણી પાસે અહીં %.2f છે. |
06:59 | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. |
07:04 | ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે. |
07:09 | ચાલો %.2f ને %.3f થી બદલીએ. |
07:16 | હવે Save પર ક્લિક કરો |
07:20 | ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
07:29 | અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
07:33 | હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝેક્યુટ કરીશું. |
07:37 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
07:40 | હું અહીં અમુક વસ્તુઓને બદલીશ |
07:42 | પહેલા તમારા કીબોર્ડ પર shift+ctrl+s કી એકસાથે દબાવો. |
07:50 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો |
07:58 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ |
08:03 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો અને Save પર ક્લિક કરો. |
08:11 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો |
08:15 | કારણ કે C++ માં આપણે cout<< function નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ |
08:21 | Search for and replace text પર ક્લિક કરો. |
08:28 | અહીં ટાઈપ કરો, printf ખુલ્લું કૌંસ “(” |
08:33 | અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, |
08:35 | cout અને બે ખુલ્લા એન્ગલ કૌંસ “<<”. હવે Replace All પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો. |
08:45 | આપણને format specifier /n ની જરૂર નથી |
08:50 | તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો. |
08:54 | અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
09:01 | Save પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો |
09:06 | બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો. |
09:09 | અને ડબલ અવતરણ ચિહ્નમાં \n ટાઈપ કરો. Save પર ક્લિક કરો. |
09:20 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
09:24 | કમ્પાઈલ કરવાં માટે, g++ tokens.cpp -o tok 1 ટાઈપ કરો |
09:35 | અહીં આપણી પાસે tok1 છે |
09:36 | કારણ કે આપણે ફાઈલ tokens.c માટે આઉટપુટ પેરામીટર tok ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે Enter દબાવો |
09:48 | એક્ઝેક્યુટ કરવાં માટે, ./tok1 ટાઈપ કરો. Enter દબાવો |
09:55 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
09:59 | હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
10:03 | પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું b ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ. |
10:13 | Save પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
10:15 | ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10:22 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. |
10:26 | આપણને tokens. cpp ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. |
10:32 | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ b માટેનું એસાઈનમેંટ. |
10:36 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
10:40 | આનું કારણ છે કે b એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. |
10:46 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. |
10:49 | તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ. |
10:54 | આ રદ્દ કરો. Save પર ક્લિક કરો. |
10:57 | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
11:01 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. |
11:09 | હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું. |
11:12 | પ્રોગ્રામ પર પાછા જઈએ. |
11:15 | ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. Save પર ક્લિક કરો. |
11:21 | એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
11:25 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
11:28 | આપણને tokens. cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. |
11:34 | A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ. |
11:40 | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. |
11:47 | અને અહીં આપણે d ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. |
11:53 | એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. |
11:59 | Save પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ. |
12:02 | ટર્મીનલ પર પાછા આવીએ |
12:04 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
12:06 | પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. |
12:14 | હવે સ્લાઈડો પર પાછા આવીએ સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, |
12:18 | ડેટા ટાઇપ દા. ત. int, double, float વગેરે. |
12:24 | વેરીએબલો દા. ત. int a=2; |
12:29 | Identifiers દા. ત. printf() અને |
12:34 | Constant દા. ત. double const b=4; |
12:40 | એસાઈનમેંટ રૂપે સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક C પ્રોગ્રામ લખો. |
12:45 | સંકેત: Simple Interest = principal * rate * time / 100 |
12:51 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
12:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
12:57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
13:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
13:03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
13:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
13:11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13:30 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
13:35 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |