Ruby/C3/Object-Oriented-Concept-in-Ruby/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 Ruby માં Object Oriented Concept પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખીશું
00:08 classes, objects બનાવવું
00:10 Ruby માં methods (મેથડો) વ્યાખ્યિત કરવાના વિવિધ માર્ગો.
00:13 અહી આપણે વાપરી રહ્યા છીએ. Ubuntu આવૃત્તિ 12.04
00:16 Ruby 1.9.3
00:19 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Linux નાં આદેશો, Terminal (ટર્મિનલ) અને Text-editor (ટેક્સ્ટ-એડિટર) નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:24 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:28 શરૂઆત કરવા પહેલા, યાદ કરો કે આપણે “ttt” નામની એક ડીરેક્ટરી પહેલા બનાવી હતી.
00:33 ચાલો એ ડીરેક્ટરી પર જઈએ.
00:35 ruby hyphen tutorial અને classes ડીરેક્ટરી પર જઈએ.
00:41 Ruby એક object oriented ભાષા છે.
00:44 વેલ્યુંથી લઈને string અથવા ક્રમાંક Ruby માં આ બધુજ કઈ ઓબજેક્ટ છે.
00:49 class (ક્લાસ) એ સંદર્ભિત data (ડેટા) અને functions (ફંક્શનો) નો સંગ્રહ છે.
00:53 તેને માહિતી વ્યવસ્થિત રાખવા માટે રાખી શકાવાય છે.
00:56 objectclass નું ઇનસ્ટેનશીએશન છે.
01:00 class ની વ્યાખ્યા class કીવર્ડથી શરુ થાય છે.
01:05 તેની આગળ class નું નામ આવે છે.
01:08 તેને “end” દ્વારા સીમાંકિત કરાય છે.
01:11 ચાલો class નાં ઉદાહરણ જોઈએ.
01:14 class Product (ક્લાસ પ્રોડક્ટ)
01:16 ruby code (રૂબી કોડ), end (એન્ડ)
01:20 ક્લાસનું નામ કેપિટલ અક્ષરથી શરુ થવું જોઈએ.
01:24 એકથી વધારે શબ્દ ધરાવતા નામ camelcased હોવા જોઈએ.
01:28 ઉદાહરણ તરીકે,
01:30 UserInformation (યુઝરઇન્ફોર્મેશન)
01:32 ProductInformation (પ્રોડક્ટઇન્ફોર્મેશન)
01:34 અનુગામી ફાઈલ નામોમાં શબ્દો જુદા કરવા માટે અન્ડરસ્કૉર રહેશે:
01:37 user underscore information
01:40 product underscore information
01:45 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલોમાં બતાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
01:48 તેને class_definition.rb નામ આપો.
01:52 મારી પાસે ક્લાસનાં અમલીકરણનાં કાર્યરત ઉદાહરણ છે.
01:57 તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરી શકો છો.
02:02 આ ઉદાહરણમાં મેં Order નામનું ક્લાસ વ્યાખ્યિત કર્યું છે.
02:05 હવે ક્લાસને ઉપયોગી બનાવવા માટે ચાલો અમુક વેરીએબલો ઉમરીએ.
02:11 ત્યારબાદ મેં “myinstance” આ ઇન્સટન્સ વેરીએબલ વ્યાખ્યિત કર્યું છે.
02:15 અને મેં તેને એક વેલ્યુ આપી છે.
02:18 મેં “myclassvar” નામનો ક્લાસ વેરીએબલ પણ વ્યાખ્યિત કર્યો છે.
02:21 અને તેને એક વેલ્યુ આપી છે.
02:24 ચાલો હવે આ ક્લાસને ઉપયોગી બનાવવા માટે અમુક કોડ ઉમેરીએ.
02:30 ટાઈપ કરો puts Order dot instance underscore variables.
02:36 આ લાઈન પહેલા, નવી લાઈન માટે ઉમેરો puts અમુક અક્ષરો slash n.
02:43 ચાલો તેને કોપી કરી તેને ઉમેરાયેલી આ લાઈન નીચે પેસ્ટ કરી સેવ કરીએ.
02:51 ચાલો હવે આ કોડ એક્ઝીક્યુટ કરીએ.
02:53 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો.
02:56 ruby space class underscore definition dot rb
03:02 અને આઉટપુટ જુઓ.
03:05 તમને પોતે વ્યાખ્યિત કરેલું ઇન્સટન્સ વેરીએબલ દેખાશે.
03:09 હવે ચાલો ટાઈપ કરીએ puts Order dot class underscore variables
03:15 ડીમાર્કેશનને કોપી કરી, લાઈનની નીચે પેસ્ટ કરો અને તેને સેવ કરો.
03:21 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને પહેલાની જેમ ફાઈલ એક્ઝીક્યુટ કરીએ.
03:26 તમે જોશો કે ક્લાસ વેરીએબલ જે તમે વ્યાખ્યિત કર્યો હતો, તે પણ દેખાય છે.
03:32 હવે તમે પોતાનો ક્લાસ લખવામાં સમર્થ છો.
03:35 આગળ, ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે.
03:40 ઓબજેક્ટ એ ક્લાસનું એક ઇન્સટન્સ છે.
03:43 જેનો એ અર્થ થાય છે કે ઓબજેક્ટ ક્લાસમાંથી બનેલ છે.
03:46 ક્લાસમાં વ્યાખ્યિત કરેલ પ્રોપર્ટીઓ અને મેથડો ઓબજેક્ટમાં હોય છે.
03:52 એક ઓબજેક્ટ તમે કેવી રીતે ડીકલેર કરો છો.
03:54 new keyword વાપરીને આપણે ક્લાસનો ઓબજેક્ટ ડીકલેર કરીએ છીએ.
03:58 અહીં આપણે Product class નો ઓબજેક્ટ ડીકલેર કરી રહ્યા છીએ.
04:02 અહીં એક ઓબજેક્ટ બને છે.
04:05 product = Product.new
04:09 આ પ્રક્રિયાને ઓબજેક્ટનું initialization (ઇનીશલાઈઝેશન) કહેવાય છે.
04:12 આ ઓબજેક્ટ એ type: Product છે.
04:16 હવે ચાલો જોઈએ કે initialize (ઇનીશલાઈઝ) મેથડ શું છે.
04:20 ઓબજેક્ટ બનતી વખતે initialize method બોલાવવામાં આવે છે.
04:26 object પર new બોલાવતી વખતે, આપણે initialize method આવ્હાન કરીએ છીએ.
04:31 initialize મેથડ parameters ની યાદી લઇ શકે છે.
04:37 અન્ય Ruby મેથડની જેમ જ, તેની આગળ “def” કીવર્ડ મુકાય છે.
04:43 ચાલો ઉદાહરણ તરફે જોઈએ.
04:46 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
04:50 અને તેને object undescore initialize dot rb નામ આપો.
04:55 મારી પાસે object initialization કોડનું કાર્યરત ઉદાહરણ છે.
05:00 તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.
05:04 અહીં મેં “Order” નામનો એક ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.
05:08 ત્યારબાદ મેં argument વગર, initialize method વ્યાખ્યિત કર્યું છે.
05:13 “I have created an object” આ મેસેજ દર્શાવવા માટે મેં puts મેથડ વ્યાખ્યિત કર્યું છે.
05:20 આગળ, મેં વ્યાખ્યિત કર્યું છે Order dot new.
05:24 આનાથી initialize મેથડ આવ્હાન થશે.
05:27 terminal પર જાવ અને ટાઈપ કરો
05:31 ruby space object underscore initialize dot rb
05:36 અને આઉટપુટ જુઓ.
05:39 તમને “I have created an object” આ મેસેજ દેખાશે.
05:43 હવે ચાલો gedit પર જઈએ અને method (મેથડ) માં એક argument (આર્ગ્યુંમેંટ) ઉમેરીએ.
05:48 ચાલો puts માં સુધાર કરીએ.
05:51 આ પસાર થયેલ argument ની વેલ્યુ દર્શાવવું જોઈએ.
05:55 આગળ ચાલો ટાઈપ કરીએ
05:56 Order dot new(“I have created an object”).
06:04 અહીં આપણે નવા મેથડને એક આર્ગ્યુંમેંટ આપી છે.
06:08 આર્ગ્યુંમેંટ initialize method પર પસાર થાય છે.
06:13 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
06:16 ruby space object underscore initialize dot rb
06:20 અને આઉટપુટ જુઓ.
06:22 તમને “I have created an object” આ મેસેજ પ્રીંટ થયેલ દેખાશે.
06:29 હવે, તમને object initialization નો અર્થ શું થાય છે તેની જાણ પડી ગઈ હશે.
06:33 યાદ કરો કે Ruby માં methods એ એવા ફંક્શનો છે જેને class ભજવે છે.
06:39 ક્લાસમાં આવેલ દરેક method ને “def” અને “end” બ્લોક અંતર્ગત વ્યાખ્યિત કરાય છે.
06:45 વધારે શબ્દ ધરાવતા method નામને underscore થી જુદું પાડવામાં આવે છે.
06:48 અમુક કેરેક્ટર જેને આપણે method નામ સાથે જોડાણ કરી શકીએ છીએ તે છે:
06:54  ? (question-mark)
06:56 = (equal to)
06:58 દરેક કેરેક્ટર method ને અમુક અર્થ આપે છે.
07:02 ચાલો કેટલાક ઉદાહરણો તરફે જોઈએ.
07:05 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
07:09 અને તેને class underscore methods dot rb નામ આપો.
07:14 મારી પાસે class methods કોડનું કાર્યરત ઉદાહરણ છે.
07:17 તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.
07:21 અહીં મેં “Animal” નામનો ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.
07:23 ત્યારબાદ મારી પાસે બે મેથડો છે “breathe” અને “walk” .
07:28 તે બંને “def” અને “end” કીવર્ડો વડે વ્યાખ્યિત કરાયા છે.
07:32 ત્યારબાદ મેં object Animal ઈનીશલાઈઝ કર્યું છે.
07:36 મેં તેને “animal” નામના વેરીએબલને એસાઈન કર્યું છે જેમાં “a” અક્ષર નાનો છે.
07:40 ત્યારબાદ મેં અનુક્રમે “breathe” અને “walk” મેથડો આવ્હાન કર્યા છે.
07:48 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
07:51 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
07:53 ruby space class underscore methods dot rb
07:58 અને આઉટપુટ જુઓ.
08:00 તમે જોશો કે આપેલ લાઈનો:
08:02 “ I breathe” , “ I walk”
08:04 પ્રીંટ થયેલી છે. આ એટલા માટે કારણ કે તમે “breathe” અને “walk” આ બંને મેથડોને આવ્હાન કર્યા છે.
08:10 આ મેથડો અંતર્ગત વ્યાખ્યિત થયેલ “puts” સ્ટેટમેંટ તમે જોયેલ પરિણામ આપે છે.
08:16 આગળ, ચાલો જોઈએ કે પાછળ જોડેલા question mark સહીત મેથડો કેવી રીતે બનાવવા.
08:21 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
08:25 અને તેને નામ આપો class underscore methods underscore with underscore trailing underscore characters dot rb
08:35 મારી પાસે question mark કોડ સહીત class methods નું કાર્યરત ઉદાહરણ છે.
08:40 તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.
08:45 અહીં મેં ઉદાહરણ તરીકે પહેલાની જેમ જ સમાન ક્લાસ લીધો છે.
08:48 અહીં breathe method પાછળ જોડાણ કરેલ “question mark (?)” ધરાવે છે.
08:52 આવા મેથાડો રીતે boolean values પર્તાવવા માટે વપરાય છે.
08:55 આ રૂબીનાં method નામકરણ રુપાંતરણ પર આધારિત છે.
09:00 'મેથડ animal dot breathe question-mark ડીકલેર કરવાથી આવ્હાન થાય છે.
09:06 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
09:09 ruby space class underscore methods underscore with underscore trailing underscore characters dot rb અને આઉટપુટ જુઓ.
09:22 તમને આઉટપુટ “true” તરીકે દેખાશે
09:26 આગળ, ચાલો “walk” નામનું બીજું એક મેથડ વ્યાખ્યિત કરીએ.
09:30 ચાલો તેની બાજુમાં equal-to sign “=(value)” મુકીએ.
09:36 ચાલો animal dot walk બોલાવીને આ મેથડ આવ્હાન કરીએ.
09:41 ત્યારબાદ ચાલો આ મેથડને એક્ઝીક્યુટ કરીએ.
09:44 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો ruby class underscore methods underscore with underscore trailing underscore characters dot rb
09:52 અને આઉટપુટ જુઓ.
09:56 તે એક “undefined method” એરર આપશે.
09:59 આ એટલા માટે કારણ કે equal to sign નો જુદો જ અર્થ છે.
10:03 આનો ઉપયોગ method ને વેલ્યુ એસાઈન કરવા માટે થાય છે.
10:08 તો, ચાલો આ વખતે મેથડને સેજ જુદી રીતે આવ્હાન કરીએ.
10:13 ટાઈપ કરો puts animal dot walk equal to “ hops”
10:17 હવે ચાલો તેને બીજો એક અવસર આપીએ.
10:20 ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ જ આદેશ રન કરો અને આઉટપુટ જુઓ.
10:27 તમે જોશો કે શબ્દ “hops” પ્રીંટ થાય છે.
10:30 આ ડેમોનસ્ટ્રેટ કરે છે કે મેથડ પછી આવેલ equal to sign એટલે કે એસાઈનમેંટ.
10:36 હવે તમે પોતાના મેથડો લખતા શીખી ગયા હોવા જોઈએ.
10:42 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-
10:44 classes કેવી રીતે ડીકલેર કરવા
10:46 class નાં objects કેવી રીતે બનાવવા
10:48 રૂબીમાં methods વ્યાખ્યિત કરવાનાં વિવિધ માર્ગો.
10:52 એસાઈનમેંટ તરીકે:
10:54 'એક class Product વ્યાખ્યિત કરો.
10:56 “myvar” ની વેલ્યુઓ મેળવવા અને “myvar” માટે વેલ્યુઓ સુયોજિત કરવા માટે તમે વાપરી શકો એવા methods વ્યાખ્યિત કરો.
11:01 વેલ્યુઓ સુયોજિત કરવા માટે, 'method ને “=” ચિન્હ વાપરીને વ્યાખ્યિત કરો.
11:05 ક્લાસ અને સેટનાં ઓબજેક્ટને ઇન્સ્ટન્ટીએટ કરો અને ઉપર આપેલ બે મેથડો વાપરીને વેલ્યુઓ મેળવો.
11:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
11:14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
11:24 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:30 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
11:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:39 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:46 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:56 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya