Python/C2/Other-types-of-plots/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Visual Cue Narration
0:01 નમસ્કાર મિત્રો Other types of plots પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:06 હજુ સુધી આપણે ફક્ત એક પ્રકારનાં આલેખને દોરવાનું જોયું.
0:10 એટલા માટે આ ટ્યુટોરીયલમાં આપણે કેટલાક વધુ પ્રકારનાં આલેખો તરફ જોઈશું.
0:16 At the end of this tutorial, you will be able to

અને આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ હશો

1. સ્કેટર આલેખ બનાવવું

2. પાઈ ચાર્ટો બનાવવા

3. બાર ચાર્ટો બનાવવા

4. લોગ-લોગ આલેખો બનાવવા

5. matplotlib મદદનો ઉપયોગ કરવો

0:29 તો ચાલો સ્કેટર આલેખથી શરૂ કરીએ
0:33 આ ટ્યુટોરીયલ શરૂ કરીએ એ પહેલા, અમે તમને "Loading data from files" અને "Plotting data" પરનાં ટ્યુટોરીયલ પૂર્ણ કરવાનું આગ્રહ કરીશું.
0:42 સ્કેટર આલેખમાં, ડેટા બિંદુઓનાં સંગ્રહ તરીકે પ્રદર્શિત થાય છે. જેમાં દરેક બિંદુ તેની સ્થિતિને અનુક્રમે આડી ધરી અને ઉભી ધરી પર નક્કી કરે છે.
0:54 આ પ્રકારનાં આલેખને સ્કેટર ચાર્ટ, સ્કેટર ડાયાગ્રામ અથવા સ્કેટર ગ્રાફ પણ કહેવાય છે.
1:01 આપણે આગળ વધીએ એ પહેલા, તમારા IPython ઇન્ટરપ્રીટરને ચાલુ કરો
1:06 તો ટાઈપ કરો ipython હાયફન pylab
1:13 કંપની A નાં નફાની ટકાવારીને વર્ષ 2000-2010 સુધી દર્શાવતો એક સ્કેટર આલેખ આલેખો.
1:22 કંપની A નાં નફાની ટકાવારીને વર્ષ 2000-2010 સુધી દર્શાવતો એક સ્કેટર આલેખ આલેખો.
1:33 ટાઈપ કરો cat સ્પેસ સ્લેશ home સ્લેશ fossee સ્લેશ other-plot સ્લેશ company-a-data.txt (એન્ટર) દબાવો
1:50 દરેક લાઈનમાં વેલ્યુઓનાં સેટ સહીત ડેટા ફાઈલ બે લાઈનો ધરાવે છે, પહેલી લાઈન વર્ષને રજુ કરે છે અને બીજી લાઈન નફા ટકાવારીને રજુ કરે છે.
2:02 સ્કેટર આલેખનાં નિર્માણ માટે, આપણને પહેલા loadtxt આદેશનાં મદદથી ફાઈલમાંથી ડેટા લોડ કરવાની જરૂર છે.
2:10 ટાઈપ કરો year,profit = loadtxt કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ other-plot સ્લેશ company-a-data.txt અલ્પવિરામ dtype=type કૌંસમાં int()બંધ કૌંસ enter દબાવો
2:52 loadtxt વેલ્યુને મૂળભૂત રીતે ફ્લોટમાં પરિવર્તિત કરે છે.
2:57 loadtxt માં આર્ગ્યુંમેંટ dtype=type કૌંસમાં int() બંધ કૌંસ વેલ્યુને ઇન્ટીજરમાં પરિવર્તિત કરે છે, કારણ કે આપણને આગળ ટ્યુટોરીયલમાં ડેટા ઇન્ટીજર તરીકે જોઈએ છે.
3:11 હવે સ્કેટર ગ્રાફને નિર્માણ કરવા માટે આપણે scatter() બંધ કૌંસ ફંક્શનનો ઉપયોગ કરીશું
3:18 ટાઈપ કરો scatter બંધ કૌંસમાં year અલ્પવિરામ profit અને enter દબાવો
3:32 નોંધ લો કે આપણે scatter() ફંક્શનમાં બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે, પહેલી X-ધરીમાં વેલ્યુ છે, વર્ષ, અને બીજી Y-ધરીમાં વેલ્યુ છે, નફો ટકાવારી.
3:57 લાલ હીરા ચિન્હો સાથે company-a-data.txt માં એજ ડેટાનો સ્કેટર આલેખ બનાવો.
4:09 અહીં વિડીઓને અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
4:17 હવે ચાલો બીજા પ્રકારનો આલેખ જોઈએ, એજ ડેટા માટે, એક પાઈ ચાર્ટ.
4:40 પાઈ ચાર્ટ અથવા વર્તુળ આલેખ એ વિભાગોમાં વહેંચાયેલ, પ્રમાણ દર્શાવનાર, એક વર્તુળાકાર ચાર્ટ છે.
4:49 company-a-data.txt ફાઈલમાંથી સમાન ડેટા સાથે, કંપની A ની નફા ટકાવારીને રજુ કરતો એક પાઈ ચાર્ટ આલેખો.
5:00 તો ચાલો એજ ડેટાને ફરીથી વાપરીએ જે પહેલા આપણે ફાઈલમાંથી લોડ કર્યો હતો.
5:11 pie() બંધ કૌંસ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે પાઈ ચાર્ટ આલેખી શકીએ છીએ
5:15 તો ટાઈપ કરો pie કૌંસમાં profit અલ્પવિરામ labels=year


5:29 નોંધ લો કે આપણે ફંક્શન pie() માં બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે.
5:33 પહેલી એ વેલ્યુઓ છે અને પછીની એ પાઈ ચાર્ટમાં વાપરવામાં આવનાર લેબલોનાં સેટ છે.
5:38 સમાન ડેટા સાથે એક પાઈ ચાર્ટ આલેખો દરેક વેજીસ માટે અનુક્રમે સફેદ, લાલ, કાળો, ગુલાબી, પીળો, ભૂરો, લીલો, શીયાન, પીળો, ગુલાબી અને ભૂરો રંગ આપો.
5:58 અહીં વિડીઓને અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
6:05 હવે ચાલો બાર ચાર્ટ પર જઈએ.
6:08 બાર ચાર્ટ અથવા કે બાર ગ્રાફ એ લંબચોરસ સ્તંભો ધરાવતો એક ચાર્ટ છે જેમાં સ્તંભોની લંબાઈ રજુ કરવામાં આવનાર વેલ્યુઓનું પ્રમાણ દર્શાવે છે.
6:19 company-a-data.txt' ફાઈલમાંથી સમાન ડેટા સાથે કંપની A ની નફા ટકાવારીને રજુ કરતો એક બાર ચાર્ટ આલેખો.
6:30 તો ચાલો એજ ડેટાને ફરીથી વાપરીએ જે પહેલા આપણે ફાઈલમાંથી લોડ કર્યો હતો.
6:34 bar() ફંક્શનનો ઉપયોગ કરીને આપણે બાર ચાર્ટ આલેખી શકીએ છીએ અને enter દબાવો.
6:44 તો તે કૌંસની અંદર તમે મૂકી શકો છો bar કૌંસમાં year અલ્પવિરામ profit
6:52 નોંધ લો કે ફંક્શન bar() ને લગભગ બે આર્ગ્યુંમેંટો જોઈએ છે એક એ X-ધરી પરની વેલ્યુ છે અને બીજી એ Y-ધરી પરની વેલ્યુ છે જે સ્તંભોની ઉંચાઈ નક્કી કરવા માટે ઉપયોગમાં આવે છે.
7:05 એક બાર ચાર્ટ બનાવો જે ભરેલ ન હોય અને જે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે ૪૫ ડીગ્રી ત્રાસી લાઈનોથી ભરાયો હોય.
7:17 ચાર્ટ માટે ડેટા company-a-data.txt ફાઈલમાંથી મેળવી શકાય છે.
7:26 ટાઈપ કરો bar કૌંસમાં year અલ્પવિરામ profit અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં સ્લેશ enter દબાવો
8:05 હવે ચાલો લોગ-લોગ આલેખ પર જઈએ.
8:10 લોગ-લોગ ગ્રાફ અથવા કે લોગ-લોગ આલેખ એ આંકડાકીય ડેટાનો એક બે-આયામી ગ્રાફ છે જે બંને આડી અને ઉભી ધરીઓ પર લઘુગુણકીય માપપટ્ટી ઉપયોગમાં લે છે. es.
8:24 ધરીઓનાં અરૈખિક માપનનાં લીધે, y = ax^b સ્વરૂપનું ફંક્શન લોગ-લોગ આલેખ પર સીધી લાઈનનાં રૂપમાં પ્રદર્શિત થશે
8:38 x માટે 1-20 નો y=5 ગુણ્યા x3 નો લોગ-લોગ ચાર્ટ આલેખો.
8:49 એ પહેલા કે આપણે વાસ્તવમાં આલેખવાનું શરૂ કરીએ ચાલો તે માટે જોઈતા પોઈન્ટો ગણતરી કરીએ.
8:54 x = linspace કૌંસમાં 1 અલ્પવિરામ 20 અલ્પવિરામ 100

y = 5 ગુણ્યા x ગુણ્યા 3

9:23 લોગ-લોગ ફંક્શનની વાક્યરચના આ રહ્યી.
9:28 હવે આપણે loglog() ફંક્શનનાં ઉપયોગ વડે લોગ-લોગ ચાર્ટ આલેખી શકીએ છીએ,
9:34 ટાઈપ કરો loglog કૌંસમાં x અલ્પવિરામ y enter દબાવો
9:48 સાદા આલેખ અને લોગ-લોગ આલેખ વચ્ચે તફાવત સમજવા માટે ચાલો ફંક્શન plot નાં ઉપયોગ વડે બીજો એક આલેખ બનાવીએ.
9:57 figure કૌંસમાં 2 ત્યારબાદ ટાઈપ કરો plot કૌંસમાં x અલ્પવિરામ y
10:24 તફાવત સ્પષ્ટ છે. તો આ હતો log-log() આલેખ.
10:33 હવે આપણે થોડા વધુ આલેખો જોઈશું અને એ સાથે જ જોઈશું કે ઇન્ટરનેટ પર matplotlib ની મદદ કેવી રીતે એક્સેસ કરવી.
10:43 matplotlib વિશે મદદ આપેલ વેબસાઈટથી મેળવી શકાય છે
10:55 વધુ આલેખો matplotlib.sourceforge.net સ્લેશ users સ્લેશ screenshots.html અને સાથે જ matplotlib.sourceforge.net સ્લેશ gallery.html પર પણ જોઈ શકાય છે.
11:13 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
11:20 ૧. scatter() ફંક્શનનાં ઉપયોગ વડે સ્કેટર આલેખ આલેખવો
11:22 ૨. pie() ફંક્શનનાં ઉપયોગ વડે પાઈ ચાર્ટ આલેખવો
11:25 ૩. bar() ફંક્શનનાં ઉપયોગ વડે બાર ચાર્ટ આલેખવો
11:28 ૪. loglog() ફંક્શનનાં ઉપયોગ વડે લોગ-લોગ ગ્રાફ આલેખવો
11:33 ૫. matplotlib ઓનલાઈન મદદ એક્સેસ કરવી. આભાર.
11:42 તો તમારી માટે ઉકેલવા હેતુ થોડા વધુ સ્વ:આકારણી પ્રશ્નો છે.
11:46 ૧. scatter x અલ્પવિરામ y અલ્પવિરામ color=blue marker= d અને plot x અલ્પવિરામ y અલ્પવિરામ color=b અલ્પવિરામ marker= d) આ એકસમાન છે.
12:04 True છે કે False?
12:07 ૨. ઉભી ત્રાસી લાઈનો સાથે બાર ચાર્ટ નિર્માણ કરવા માટે કયો સ્ટેટમેંટ રજુ કરી શકાય છે.
12:15 ૧. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ color=એકલ અવતરણમાં w અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં સ્લેશ
12:27 ૨. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં સ્લેશ સ્લેશ
12:38 ૩. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં બાર
12:52 ૪. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ color= એકલ અવતરણમાં w અલ્પવિરામ hatch= એકલ અવતરણ
13:02 અને હવે જવાબો,
13:06 ૧. False.
13:9 બંને ફંક્શનો એક પ્રકારનાં આલેખને નિર્માણ કરતા નથી.
13:13 ૨. bar કૌંસમાં x અલ્પવિરામ y અલ્પવિરામ fill=False અલ્પવિરામ hatch= એકલ અવતરણમાં બાર આ ઉભી ત્રાસી લાઈનો સાથે બાર ચાર્ટનું નિર્માણ કરવા માટે યોગ્ય વિકલ્પ છે.
13:31 આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું અને તમને તે ઉપયોગી રહ્યું.
13:34 આભાર!

Contributors and Content Editors

Jyotisolanki