PHP-and-MySQL/C3/MySQL-Part-5/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 mySQL ભાગ ૫ માં તમારું સ્વાગત છે. વપરાશકર્તાને આપણી માહિતી એકો કરવા માટે અને આમાંથી પરિણામો પ્રદર્શિત કરવા માટે, આપણને "while" સ્ટેટમેંટનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
0:12 મેં ઉલ્લેખ કર્યા પ્રમાણે, આપણે એક રો વેરીએબલ બનાવ્યો છે અને એ છે "=mysql_fetch_assoc".
0:19 આ આપણી "extract" ક્વેરીમાંથી એક એસોસીએટીવ અરે બનાવે છે જે અહીં છે.
0:25 તો આપણે "people" કોષ્ટકમાં બધું જ પસંદ કરી રહ્યા છીએ અને તેને "id" નાં ચઢતા ક્રમમાં ગોઠવી રહ્યા છીએ.
0:33 આપણા WHILE ની અંદર આપણે row ને એક અરે તરીકે લખ્યું છે અને આ એક એસોસીએટીવ અરે છે, row[0] એ ખોટું હશે કારણ કે આ સંખ્યાત્મક છે.
0:46 આ સંખ્યાત્મક id ટેગો છે અને આને બદલે આપણે આપણા fieldnames ને વાપરીશું, જો કે આ એસોસીએટીવ છે.
1:00 તો, 0 1 2 3 4 ના બદલે, આપણે વાસ્તવિક નામ વાપરીશું.
1:07 ચાલો આમાંથી વેરીએબલો બનાવીએ. ચાલો હું id લખું અને પછી firstname equals, આપણે બધે જ સમાન સ્ટ્રક્ચર વાપરી રહ્યા છીએ.
1:16 તો આ કોપી અને પેસ્ટ કરવું અત્યંત સરળ છે.
1:19 ચાલો આ edit કરીએ.
1:24 તો આપણી પાસે ૫ એકસાથે છે.
1:28 તો આ પાંચ છે અને ચાલો આ થોડું બદલીએ. આ એક આળસભર્યું કાર્ય છે!
1:33 પણ આ રીતે કરવાથી આ ખુબ જ ઝડપી છે.
1:36 તો lastname અને આપણી પાસે date of birth છે. આપણી પાસે gender પણ છે.
1:47 આપણી પાસે આપણો તમામ ડેટા છે અને હવે આપણે આ કેવી રીતે વાપરીશું?
1:51 આપણને "echo" કમાંડ વાપરવાની જરૂર છે.
1:55 આ સમયે, આની વચ્ચે એક લૂપ હોઈ શકે છે. તેથી જે કઈ પણ આપણે એકો કરીશું તેનું પુનરાવર્તન થશે.
1:59 આપણી પાસે દરેક રેકોર્ડ છે અને તે બરાબર પણ છે. આપણે આ કોડને પુનરાવર્તીત કરીશું.
2:03 ઉદાહરણ તરીકે, હું અહીં text લખું છું. હાલમાં અહીં ૪ રેકોર્ડો છે.
2:12 આ પુષ્ઠને રીફ્રેશ કર્યા પછી, તમને text ૪ વખત એકો થયેલ દેખાવું જોઈએ.
2:17 ૪ વખત ટાઈપ કરવાથી, આ કોડનો અંશ અહીં પ્રત્યેક લૂપ દર્શાવે છે.
2:23 તેથી ઉદાહરણ તરીકે આપણે id કે firstname અથવા બીજા કઈને સમાવેશ કરી શકીએ છીએ, જે આપણે આપણા એસોસીએટીવ અરેના ઉપયોગ દ્વારા ડેટાબેઝમાંથી કાઢયું હતું.
2:33 હવે હું લખીશ firstname lastname was born on dob, જન્મ તારીખ માટે, and is અને હું gender અહીં મુકીશ.
2:49 આપણી લાઈન બ્રેકને ન ભૂલી, હું પુષ્ઠને રીફ્રેશ કરીશ.
2:55 પછી આપણી પાસે આપણા ડેટા નું સમૂહ છે જે વેરીએબલ નામોનાં ઉપયોગ વડે સ્ટ્રક્ચર થયેલ છે.
3:02 આપણે બરાબર ક્રમમાં આપ્યું છે અને આપણી પાસે જે રેકોર્ડ છે તે દરેક માટે તેનું પુનરાવર્તન પણ થયું છે.
3:06 ઠીક છે, આપણે આપણા કોષ્ટકનાં બધા કન્ટેન્ટને આ એસ્ટેરિસ્ક દ્વારા જાહેર થયેલ, સ્ટાર વાપરીને આપી દીધા છે, જ્યાં આ પ્રત્યેક એકલ ડેટા અથવા દરેક રેકોર્ડને ભેગા કરે છે.
3:20 હવે ચાલો હું આ કરું. હું લખીશ IF gender==F ત્યારબાદ gender=female.
3:36 આની વાસ્તવિક સ્પેલિંગ અને પછી ચાલો આપણે લખીએ 'else gender=male. આ ફક્ત વેલ્યુ પર આધાર રાખી વેરીએબલને ફરી લખવા સમાન છે.
3:50 જો આપણે હમણાં રીફ્રેશ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ male male અને female female માં બદલાઈ ગયું છે. આપણી પાસે આ ડેટાને રજૂ કરવાનો અમુક રસપ્રદ માર્ગ પણ છે.
3:59 આ સમયે હું people કોષ્ટકમાંથી પસંદ કરી રહ્યો છું અને id દ્વારા ચઢતા ક્રમમાં ગોઠવી રહ્યો છું.
4:06 હું ઉતરતા ક્રમ id માં પણ ગોઠવી શકું છું. તમે જોઈ શકો છો કે આ ડેટા ને આ પ્રકારે બદલી દે છે.
4:16 આપણે આ firstname દ્વારા પણ ક્રમમાં ગોઠવી શકીએ છે. આ આને ઉતરતા શબ્દરચના ક્રમમાં મુકશે અને ascending આને ચઢતા શબ્દરચના ક્રમમાં મુકશે.
4:32 તો આપણને મળ્યું A D E અને K.
4:34 તમે આ સરનેમ સાથે પણ કરી શકો છો.
4:36 તમે આ કોઈની પણ સાથે કરી શકો છો. જન્મ તારીખ સાથે પણ, જ્યાં સુધી તમે આનો અહીં સમાવેશ કરી રહ્યા છો.
4:44 બીજી એક કરવાની વસ્તુ છે કે, ચાલો હું આને id પર પાછું લઇ જાઉં અને આને ઉતરતા ક્રમે કરું. આપણે આ લીમીટ ૧ નો ઉપયોગ કરી શકીએ છીએ અથવા આપણે લીમીટ ૨, ૩, કે ૪ લખી શકીએ છીએ.
4:57 હવે હું આ હેતુ બદ્દલ લીમીટ ૧ કરીશ.
4:59 હવે ચાલો ૧ લઈએ જેથી કરીને પુષ્ઠનાં વપરાશકર્તાને આ કોષ્ટકમાં દાખલ કરેલ છેલ્લા વ્યક્તિની જાણ થાય.
5:10 તેથી હું અહીં "echo" લખીશ.
5:13 echo last person to be inserted into table was અને હું આ આમ જ રાખીશ અને એક લાઈન બ્રેક ઉમેરીશ.
5:28 હું ફર્સ્ટ અને લાસ્ટ નેમ એકો કરીશ. ઠીક છે?
5:33 તો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી ગૂંચવણ છે.
5:37 Last person to be inserted. હા, આ ખરેખર કામ કરે છે!
5:40 આ પહેલાથી જ "limit" કમાંડમાં ટાઈપ થયેલ છે.
5:42 મેં શું કર્યું છે કે આને id નાં ઉતરતા ક્રમમાં ૧ દ્વારા લીમીટ કર્યું છે - id ઇન્ક્રીમેન્ટલ (વધતું જનારું) છે - મને સૌથી ઉપર ૪ મળ્યું છે અને જો આપણે આને ૧ વડે લીમીટ કરી રહ્યા છીએ, તો ૪ એક માત્ર રેકોર્ડ છે જે પસંદ થયેલ છે.
6:02 એટલા માટે, પાછલા દર્શાવ્યા રેકોર્ડ પ્રમાણે, કોષ્ટકમાની છેલ્લી વ્યક્તિ, પોતાની વેલ્યુ એકો કરશે.
6:09 "while" ફક્ત ૧ ડેટા વેલ્યુ પાછી આપશે.
6:12 જો કે આપણે અહીં ૧ ડેટા વેલ્યુ પાછી આપી રહ્યા છીએ, આપણે આના લીધે મૂંઝવણમાં મુકાયા છીએ.
6:17 આ એક કમાંડ છે , "select * from people", "order by id decs" બીજું છે અને "limit 1" બીજું એક છે.
6:26 આપણે અલ્પવિરામ કે બીજું કઈ વાપરી નથી રહ્યા. આ ફક્ત એટલું જ છે કે આપણે આપણી ક્વેરી અંદર આપણા કોડને કેવી રીતે લખી શકીએ છીએ.
6:36 સારું, આ કોડને ચકાસવા માટે, હું php myadmin માં "insert" ફંક્શનનાં ઉપયોગ વડે દાખલ કરીશ અને હું બીજા એક રેકોર્ડને દાખલ કરીશ.
6:44 ઉદાહરણ તરીકે, ચાલો ટાઈપ કરીએ "David Green" અને આપણી જન્મ તારીખ કઈ પણ હોઈ શકે છે.
6:53 આપણે અહીં શું ટાઈપ કરીએ છીએ એ ખરેખર મહત્વપૂર્ણ નથી. આપણે લખીશું male.
7:00 હું અહીં નીચે આવું છું અને આ ડેટા ને સોપીંશ.
7:02 બ્રાઉઝ પર ક્લિક કરો અને અહીં આપણને એક નવી વેલ્યુ મળે છે.
7:03 જયારે આપણે અહીં પાછા આવીને રીફ્રેશ કરીએ છીએ, આ "David Green" માં બદલાઈ જશે.
7:11 જો તમારી પાસે એક વેબસાઈટ છે જેમાં તમે વિડીયો અથવા વ્યક્તિગત ચિત્રોને મૂકી રહ્યા છો, તો આ ખરેખર ઉપયોગી છે.
7:18 તમે વપરાશકર્તાએ દાખલ કરેલી છેલ્લી વસ્તુના સ્થાને મૂકી શકો છો.
7:21 અથવા કદાચ છેલ્લી વ્યક્તિ જે તમારી વેબસાઈટ પર નોંધાઈ છે અથવા કઈ પણ.
7:26 આને ઉપયોગ કરવાની શક્યતાઓ અનંત છે.
7:28 સામાન્ય રીતે કેવી રીતે ડેટાને એકો કરવું અને કેવી રીતે તેને ફક્ત mysql ક્વેરી વાપરીને મેનીપ્યુલેટ કરવું.
7:35 આવનારા ભાગમાં, આપણે આપણા વપરાશકર્તાને પરવાનગી આપીશું કે જે ડેટાને તેઓ દર્શાવવા માંગે છે તેને સ્પષ્ટરૂપે દર્શાવી શકે.
7:45 આપણે અમુક html ફોર્મો બનાવીશું અને તેને આ કરવા માટે સક્રિય કરીશું.
7:50 આ તેમને ડેટાબેઝ કે કોષ્ટકમાંથી તેમને જોઈતું નામ પસંદ કરવા દેશે.
7:55 તો, આવનારા ભાગમાં મારી સાથે જોડાવો.
8:03 હમણાં માટે આવજો. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali