Netbeans/C2/Handling-Images-in-a-Java-GUI-Application/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો.
00:02 Handling Images in a Java GUI Application using Netbeans IDE પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:10 અમે એ માનીને ચાલીએ છીએ કે તમને Netbeans (નેટબીન્સ) પર કામ કરવાની સામાન્ય જાણકારી છે.
00:15 સાથે જ એ માનીએ છીએ કે તમે JFrame ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો.
00:22 જો નથી, તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો.
00:29 આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે.
00:34 અને સેમ્પલ GUI એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે.
00:39 demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું
00:52 જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે getResource() મેથડ.
00:59 આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ GUI બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું,
01:07 અને એક સાદી Jframe બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક Jlabel હશે.
01:13 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું -
01:15 application form (એપ્લીકેશન ફોર્મ) બનાવવાનું,
01:18 ઈમેજ માટે package (પેકેજ) ઉમેરવાનું,
01:20 Label (લેબલ) પર ઈમેજ દર્શાવવાનું.
01:22 માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું .
01:25 એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી.
01:28 હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે IDE પર જઈએ.
01:33 ફાઈલ મેનુમાંથી, New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો.
01:37 Categories (કેટેગરીઝ) અંતર્ગત, Java (જાવા) પસંદ કરો, Projects (પ્રોજેક્ટ્સ) અંતર્ગત Java Application (જાવા એપ્લીકેશન) પસંદ કરીને Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01:46 Project Name (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો.
01:54 Create Main Class (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.
01:58 એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય.
02:03 Finish ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે.
02:08 આ વિભાગમાં, આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં Jlabel (જેલેબલ) ઉમેરીશું.
02:14 ચાલો સૌપ્રથમ હું Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવું.
02:17 Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો.
02:23 Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો New (ન્યુ), Jframe form (જેફ્રેમ ફોર્મ).
02:30 Class Name (ક્લાસ નેમ) ફિલ્ડમાં, ImageDisplay (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો.
02:37 Package (પેકેજ) ફિલ્ડમાં, org.me.myimageapp ટાઈપ કરો.
02:45 અને Finish ક્લિક કરો.
02:48 હવે ચાલો Jlabel (જેલેબલ) ઉમેરીએ.
02:52 આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં Label (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને Jframe (જેફ્રેમ) પર ડ્રેગ કરો.
03:01 હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ.
03:06 જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો.
03:15 તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે.
03:19 Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, org.me.myimageapp નોડ પર જમણું-ક્લિક કરો અને New > Java Package (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો.
03:30 New Package Wizard (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, org.me.myimageapp આગળ .resources ટાઈપ કરો.
03:40 જેથી હવે નવા પેકેજનું નામ org.me.myimageapp.resources કહેવાશે.
03:47 Finish ક્લિક કરો.
03:49 Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ org.me.myimageapp.resources પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ.
03:59 આ એપ્લીકેશનમાં, ઈમેજ Jlabel (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે.
04:04 ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ.
04:08 GUI designer (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો.
04:14 વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, Icon (આઇકોન) પ્રોપર્ટી પર જાવ.
04:23 ellipsis (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો.
04:30 Icon (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, Import to Project (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો.
04:34 ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ.
04:42 Next ક્લિક કરો.
04:45 વિઝાર્ડનાં Select Target Folder (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, Resources (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો.
04:49 અને Finish ક્લિક કરો.
04:52 જેમ તમે Finish ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે.
04:57 તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી JAR (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે.
05:07 અહીં OK પર ક્લિક કરો.
05:11 અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને Clean and Build (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો.
05:18 હવે તમે Files (ફાઈલ્સ) મેનુમાં જઈને, build (બીલ્ડ) ફોલ્ડરની અંદર,
05:29 dist (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, jar (જાર) ફાઈલ જોઈ શકો છો.
05:33 ઈમેજ એક્સેસ કરવા માટે imagedisplay (ઈમેજડિસ્પ્લે) ક્લાસમાં કોડ બનાવે છે.
05:38 તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે.
05:43 આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો.
05:48 Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, પ્રોપર્ટી પસંદ કરો
05:56 અને jLabel1 રદ્દ કરો.
06:04 લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ GUI બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે.
06:10 જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો.
06:15 આથી આ ટેક્સ્ટની જરૂર નથી.
06:18 હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ.
06:26 GUI Designer જીયુઆઈ ડીઝાઇનરમાં, Source (સોર્સ) ટેબ ક્લિક કરો.
06:30 Generated Code (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો.
06:33 GUI Designer જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે Generated Code (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો.
06:42 અહીં, આ કીલાઈન છે.
06:49 jLabel1 આઇકોન પ્રોપર્ટી માટે તમે Property editor (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, IDEsetIcon મેથડ બનાવી છે.
06:57 તે મેથડનાં પેરામીટરમાં getResource() મેથડને ImageIcon નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે.
07:10 એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો.
07:19 Events > Mouse > mouseClicked પર ક્લિક કરો.
07:24 વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે.
07:28 અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો.
07:33 GUI માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું.
08:00 પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે.
08:05 સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી Jframe (જેફ્રેમ) બનાવી છે.
08:12 અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે.
08:15 અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે.
08:24 કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું.
08:36 import javax.swing.*;
08:45 અને import java.awt.*; નો સમાવેશ કરો
08:53 જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે.
08:59 ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ.
09:02 ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે.
09:07 ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ.
09:12 પહેલા, આપણને પ્રોજેક્ટનાં Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે.
09:16 જ્યારે તમે Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો.
09:21 વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે JAR ફાઈલમાં Main class આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે.
09:33 અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ImageDisplayApp પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને Properties (પ્રોપર્ટીઝ) પસંદ કરો.
09:41 Project Properties (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ Run (રન) કેટેગરી પસંદ કરો.
09:47 Main Class (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, Browse (બ્રાઉઝ) બટન ક્લિક કરો.
09:51 org.me.myimageapp.ImageDisplay પસંદ કરીને Select Main Class (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો
10:01 અહીં OK ક્લિક કરો.
10:05 હવે Project (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, Clean & Build (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો.
10:11 તમે Files વિન્ડોમાં, એપ્લીકેશનની Build (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો.
10:20 Build (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે.
10:23 dist (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી JAR (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે.
10:32 હવે ટૂલ બારમાંથી Run (રન) પસંદ કરો.
10:34 ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે.
10:39 હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ.
10:42 અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે.
10:50 હવે, એસાઈનમેંટ!
10:54 આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક GUI બનાવો,
11:01 દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ.
11:12 મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે.
11:17 ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટ રન કરીએ.
11:20 તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ.
11:26 મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે.
11:34 તો, સારાંશમાં,
11:36 આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું ,
11:39 ઈમેજ માટે પેકેજ ઉમેર્યું.
11:41 ઈમેજને લેબલ પર દર્શાવી.
11:44 અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ .
11:49 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
11:53 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:56 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
12:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:11 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
12:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
12:23 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
12:30 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
12:42 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
12:46 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya