LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Setting Preferences પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા:

Properties, Versions બનાવવું, color/grayscale/black-and-white માં જોવું.

00:18 અહી આપણે વાપરી રહ્યા છીએ : Ubuntu Linux આવૃત્તિ 10.04 અને આપણા operating system તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4.
00:29 ફાઈલ '3D ObjectsChart' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ.
00:40 ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ.
00:45 આવું કરવા માટે Main menu થી , File પસંદ કરો અને Properties પર ક્લિક કરો.
00:50 તમે Properties ડાઈલોગ બોક્સ જોઈ શકો છો.
00:56 General ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે.
01:02 નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી
01:09 આગળ Description ટેબ પર ક્લિક કરો.
01:13 અહી આપણે આપણી જરૂરિયાત મુજબ Title, Subject, Keywords અને Comments ઉમેરી શકીએ છીએ.
01:20 આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે.
01:25 Title ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો.
01:30 Subject ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો.
01:37 Keywords માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects".
01:42 છેલ્લે Comments ફિલ્ડમાં ટાઈપ કરો  : "Learning about File Properties".
01:48 ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે.
01:54 Description ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો.
02:00 ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું,
02:05 ડોક્યુમેન્ટનું એડિટર,
02:07 ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે.
02:11 ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે.
02:17 Properties ડાઈલોગ બોક્સમાં , Custom Properties પર ક્લિક કરો.
02:23 અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: Name, Type અને Value.
02:30 નીચે જમણી બાજુએ Add બટન પર ક્લિક કરો.
02:33 હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો.
02:40 હવે Name ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Date Completed વિકલ્પ પસંદ કરો.
02:46 Type ડ્રોપ-ડાઉન માં આપણે, Date Time પસંદ કરીશું.
02:51 Value ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે,
02:55 હવે તારીખ બદલશું નહી.
02:57 Time શેત્રમાં 10:30:33. ઉમેરો.
03:05 હવે તેમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું.
03:09 હવે એક અન્ય field ઉમેરી Add પર ક્લિક કરો.
03:14 તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો.
03:21 Name ડ્રોપ ડાઉનમાં , Checked by પસંદ કરો.
03:25 Type ફિલ્ડમાં Text પસંદ કરો.
03:29 Value, માં ટેક્સ્ટ “ABC” ઉમેરો.
03:33 OK પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો.
03:39 હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ.
03:44 Main menu પર જાવ , File પર ક્લિક કરો અને Properties પસંદ કરો.
03:51 Properties ડાઈલોગ બોક્સ માં ,Custom Properties પર ક્લિક કરો.
03:55 પ્રથમ વિશેષતા Checked by કાઢો.
04:01 જમણી બાજુએ Remove Property બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે.
04:07 OK પર ક્લિક કરો.
04:11 તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો. આ ફિચરને Versions કહેવાય છે .
04:17 ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો.
04:22 બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો.
04:24 તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ.
04:31 હવે Versions વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ.
04:33 Main menu પર થી , File પર જાવ અને Versions પર ક્લિક કરો.
04:39 તમે Versions ડાઈલોગ બોક્સ જોઈ શકો છો.
04:42 Save New Version બટન પર ક્લિક કરો .
04:47 Insert Version Comment ડાઈલોગ બોક્સ તમે જોશો.
04:51 હવે ક્મ્નેટ "Version One" ટાઈપ કરો.
04:55 OK પર ક્લિક કરો અને પછી Close પર ક્લિક કરો.
05:00 હવે શીર્ષક "Geometry in Two D Shapes and Three D Shapes" માં ટેક્સ્ટ બદલીએ.
05:07 હવે ટેક્સ્ટનો રંગ ભૂરો કરીએ.
05:18 હવે Versions વિકલ્પનો ઉપયોગ કરીને ફાઈલને સેવ કરીએ.
05:22 Main menu, થી File પર જાવ અને Versions પર ક્લિક કરો.
05:26 Save New Version બટન પર ક્લિક કરો.
05:30 Insert Version Comment ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:34 કમેન્ટ Version Two ટાઈપ કરો.
05:36 OK પર ક્લિક કરો .
05:40 અહી બે વર્જન યાદી બધ્ધ છે - Version One અને Version Two.
05:46 આપણે જાણીએ છીએ કે કાળા રંગના ફોન્ટના સાથે Version One એક ફાઈલ છે.
05:51 અને શીર્ષક ના ભૂરા રંગના ફોન્ટ ના સાથે Version Two એક ફાઈલ છે.
05:54 હવે Version One પસંદ કરો અને Open પર ક્લિક કરો.
06:00 આપણે શીર્ષકના કાળા રંગના ફોન્ટના સાથે વર્જનને જોઈ શકીએ છીએ.
06:05 દરકે વખતે જયારે તમે દરો ફાઈલ બંદ કરો છો તો તમે વર્જનની સ્વયંસંચાલિત સેવિંગને સક્રિય કરી શકો છો.
06:11 આવું કરવા માટે File અને પછી Versions પર ક્લિક કરો .
06:15 હવે એક ચેક બોક્સ વિકલ્પ આવે છે જે દેખાડે છે "Always save a version on closing".
06:23 ચેક બોક્સ પર ટીક કરો.
06:24 આ ખાતરી કરશે કે દરેક વખતે જયારે તમે ડ્રો ફાઈલ બંદ કરો છો તો એક નવું વર્જન સેવ થાય છે.
06:34 તમે તમારી ડ્રો ફાઈલ માટે જોવાની પસંદગીઓ ને પણ સેટ કરી શકો છો.
06:38 તમે તમારી ડ્રોઈંગ ને Color, Gray scale અથવા Black and White માં જોઈ શકો છો.
06:44 મૂળભૂત રીતે આપણે ડ્રો ફાઈલને કલરમાં જોઈએ છીએ.
06:48 વ્યુને Gray Scale. થી બદલીએ.
06:53 View, પર ક્લિક કરો Color/Grayscale પર ક્લિક કરો અને Gray Scale પસંદ કરો.
06:59 તમે જોશો કે ઓબ્જેક્ટ હવે ગ્રેમાં દેખાય છે.
07:03 હવે વ્યુંને Black અને White માં બદલીએ.
07:08 Main Menu થી , select View પસંદ કરો , Color/Grayscale પર ક્લિક કરો અને Black and White પસંદ કરો.
07:17 તમે જોશોકે ઓબ્જેક્ટસ હવે બ્લેક અને વાઈટ માં દેખાય છે.
07:25 તમે વ્યુને ફરી રંગીન કરી શકો છો.
07:29 આવું કરવા માટે View, પર ક્લિક કરો Color/Grayscale પર ક્લિક કરો અને Color પસંદ કરો.
07:36 ડ્રોઈંગ ફરીથી રંગીન દેખાય છે.
07:43 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:45 આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ પ્રીફ્રેન્સ સેટ કરતા શીખ્યા

Draw file ની વિશેષતાઓ, Draw file ના વ્રજનસ બનાવવા. ડ્રોઈંગને color/grayscale/black-and-white માં જોતા.

07:59 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
08:02 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
08:06 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.

જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.

08:21 વધુ વિગતો માટે આપેલ પર સંપર્ક કરો.:contact at spoken hyphen tutorial dot org.
08:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
08:33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : htpp://spoken-tutorial.org/NMEICT-Intro
08:54 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya