LibreOffice-Suite-Draw/C2/Common-editing-and-print-functions/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 લીબરઓફીસ ડ્રોમાં કોમન એડિટીંગ અને પ્રિન્ટિંગ ફંકશન્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો કેવી રીતે:
00:10 ડ્રો પેજ માટે માર્જિન સેટ કરો
00:13 પેજ નંબર, તારીખ અને સમય દાખલ કરો
00:16 ક્રિયાઓ અન્ડું અને રીડુ કરો.
00:18 પેજનું નામ બદલો
00:20 અને પેજ પ્રિન્ટ કરો
00:22 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00:33 'WaterCycle ફાઇલ ખોલો અને 'WaterCycle આકૃતિ ધરાવતું પેજ પસંદ કરો.
00:40 આ ડ્રોઈંગ માટે Page Margins સુયોજિત કરો.
00:44 Page Margins શા માટે જરૂરી છે?
00:46 Page Margins એ જગ્યા નક્કી કરશે જેમાં પેજ અંદર ઓબ્જેક્ત્સ મૂકવામાં આવશે.
00:43 ઉદાહરણ તરીકે, આપણે ચિત્ર પ્રિન્ટ કરી તેને ફાઇલ કરવાની જરૂર છે.
00:57 માર્જિન્સ ખાતરી કરે કે બાજુઓ પર પર્યાપ્ત જગ્યા છે,
01:01 તેથી જયારે તેને પ્રિન્ટ કરીશું તો આકૃતિનો ભાગ કપાતો કે છુપાતો નથી.
01:07 Page Margins સેટ કરો અને પછી WaterCycle ચિત્ર પ્રિન્ટ કરો.
01:11 ધારો કે, કાગળ માપ જે આપણે આ આકૃતિ પ્રિન્ટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, તે પ્રમાણભૂત માપ નથી.
01:18 તે Width (પહોળાઈ) 20 cms છે અને Height (ઊંચાઈ) 20 cms ધરાવે છે.
01:23 તેને Bottom માર્જિન 1.5 cms ની પણ જરૂર છે.
01:29 આ માપ સુયોજિત કરવા માટે ,Main મેનુ માંથી,'Format પસંદ કરો અને Page પર ક્લિક કરો.
01:35 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
01:38 Page ટેબ પસંદ કરો.
01:41 Width ક્ષેત્રમાં, વેલ્યુ "20" દાખલ કરો અને Height માં ક્ષેત્રમાં "20" દાખલ કરો.
01:47 Margins હેઠળ, Bottom ક્ષેત્રમાં, 1.5 દાખલ કરો.
01:54 જમણી તરફ, તમે ડ્રો પેજનું પૂર્વદર્શન જોશો.
01:58 આ પૂર્વાવલોકન ડ્રો પેજમાં થયેલ ફેરફારો દર્શાવે છે.
02:02 OK પર ક્લિક કરો.
02:04 ડ્રોઈંગ કેવું દેખાય છે ?
02:06 તે પેજની બહાર ફેલાયું છે!
02:08 આનો અર્થ એ પણ થાય છે કે જ્યારે તે મુદ્રિત થશે, ચિત્રનો અમુક ભાગ ગાયબ થઇ જશે.
02:14 તમારે તે ખાતરી કરવી જોઈએ કે:
02:15 આકૃતિઓ હંમેશા માર્જિન અંદર હોય છે.
02:18 જ્યારે તમે દોરો છો, ડ્રોઇંગનો કોઈ ભાગ માર્જિનની બહાર ફેલાવું ન જોઈએ.
02:23 તેથી, ચિત્ર બનાવવા પહેલા પેજ માર્જિન સેટ કરવું સારો અભ્યાસ છે.
02:29 ફરીથી, Main મેનુ માંથી,Format પસંદ કરો અને Page ક્લિક કરો.
02:35 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
02:38 Page ટેબ પર ક્લિક કરો.
02:40 Format ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો.
02:45 આ મૂળ માર્જીન છે જે આપણે નક્કી કર્યી હતી .
02:48 OK પર ક્લિક કરો.
02:52 આકૃતિ માર્જિન અંદર મૂકવામાં આવેલ છે.
02:55 ડ્રો પેજમાંથી તમે Page setup સંવાદ બોક્સ પણ ઍક્સેસ કરી શકો છો,
03:00 પેજ પર જમણું ક્લિક કરી અને Context મેનુ ની મદદથી.
03:05 Cancel પર ક્લિક કરો અને સંવાદ બોક્સમાંથી બહાર નીકળો.
03:09 હવે, પેજ નંબરો, તારીખ, સમય અને લેખક નામ દાખલ કરો.
03:15 WaterCycle આકૃતિ સાથેનું પેજ પસંદ કરો અને પેજ નંબર દાખલ કરો.
03:21 Main મેનુ પર જાઓ,Insert પસંદ કરો અને Fields ક્લિક કરો.
03:27 Fields ની યાદીઓ પ્રદર્શિત થાય છે.
03:31 Fields , ડ્રો દ્વારા આપોઆપ જનરેટ થતી વેલ્યુઝ સમાવે છે.
03:35 આપણે ફક્ત ડ્રો દ્વારા જનરેટ થતી Field અને value દાખલ કરવાની જરૂર છે.
03:41 Page number પર ક્લિક કરો.
03:43 ડ્રો પેજ ઉપર નંબર 1 સાથેનું ટેક્સ્ટ બોક્સ દાખલ થયું છે.
03:48 ચાલો આ ટેક્સ્ટ બોક્સનું માપ સમાયોજન કરીએ અને તેને થોડુ નાનું કરીએ.
03:55 હવે, બોક્સને ડ્રેગ કરો અને પેજના જમણા તળિયેના અંતે મૂકો.
04:01 નંબર બોક્સ સરળ રીતે ખસેડવા માટે, નંબર બોક્સ પસંદ કરો અને Shift કી દબાવો.
04:07 હવે તેને વધુ નીચે ખસેડો.
04:11 ચકાસો જો આગામી નંબર આ ડ્રો ફાઈલ ના બીજા પેજ પર દાખલ કરવામાં આવેલ છે કે નહી.
04:17 અહીં પેજ નંબર નથી!
04:20 પેજ નંબર ફક્ત એ જ પેજમાં દાખલ થયા છે, જ્યાં ફિલ્ડ દાખલ કરી હતી!
04:26 હવે જાણીએ પેજ નંબર ફોર્મેટ કેવી રીતે બદલવું.
04:30 Main મેનુ માંથી,Format પર ક્લિક કરો અને Page પસંદ કરો.
04:36 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
04:39 Page ટેબ પર ક્લિક કરો.
04:41 Layout settings હેઠળ, Format પસંદ કરો.
04:45 ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી a,b,c પસંદ કરો.
04:49 OK પર ક્લિક કરો.
04:52 પેજ નંબર 1, 2, 3 થી a, b, c માં બદલાઈ ગયેલ છે.
04:58 તેવી જ રીતે, તમે તેને કોઈપણ ફોરમેટમાં બદલી શકો છો.
05:01 હવે તારીખ અને સમય કેવી રીતે દાખલ કરવું તે શીખીએ.
05:05 તમે ડ્રો પેજ પર 'Date અને Time સ્ટેમ્પ્સ પણ દાખલ કરી શકો છો.
05:10 તમે તે Insert અને Fields પર ક્લિક કરી, કરી શકો છો.
05:14 એક છે Date (fixed) અને Time (fixed).
05:18 બીજું છે Date (variable) અને Time (variable).
05:23 Date (fixed) અને Time (fixed) વિકલ્પો વર્તમાન તારીખ અને સમય દાખલ કરે છે.
05:29 આ તારીખ અને સમય વેલ્યુઝ અપડેટ કરવામાં આવશે નહીં.
05:33 બીજી બાજુ, આDate (variable) અને Time (variable) વિકલ્પો,
05:37 જ્યારે તમે ફાઈલ ખોલો છો, આપોઆપ રીતે સુધારાશે.
05:42 અહીં Time (variable) દાખલ કરો.
05:46 હવે, બોક્સને ડ્રેગ કરો અને પેજ નંબર ઉપર જમણા તળિયેના અંતે મૂકો.
05:56 જ્યારે પણ તમે ડ્રો પેજ ખોલશો, દાખલ કરેલ સમય વર્તમાન સમયથી અપડેટ કરવામાં આવશે.
06:03 હવે લેખક જેમણે આ ફાઈલ બનાવી છે તેમનું નામ દાખલ કરો.
06:08 અહીં, આપણે લેખકનું નામ “Teacher. A. B.” તરીકે પેજ એક પર સુયોજિત કરીશું.
06:17 તેથી પેજ એક પર જાઓ.
06:19 Main મેનુ પર જાઓ, Tools પર ક્લિક કરો અને Options પસંદ કરો.
06:24 Options સંવાદ બોક્સ દેખાય છે.
06:27 Options સંવાદ બોક્સમાં, LibreOffice પર ક્લિક કરો, અને પછી User Data. Options પર ક્લિક કરો.
06:34 સંવાદ બોક્સની જમણી બાજુ પર, તમે યુઝર ડેટાની જાણકારી દાખલ કરી શકો છો.
06:40 તમે તમારી જરૂરીયાતો મુજબ અહીં વિગતો દાખલ કરી શકો છો.
06:44 First/Last Name/Initials માં, ચાલો અનુક્રમે Teacher, A, and B ટેક્સ્ટ દાખલ કરીએ.
06:53 OK પર ક્લિક કરો.
06:55 હવે,Main મેનુ માંથી,Insert ક્લિક કરો, Fields પસંદ કરો અને Author પર ક્લિક કરો.
07:02 નામ Teacher A B ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરાયું છે.
07:07 આ બોક્સને ડ્રેગ કરો અને ડ્રો પેજના જમણે તળીયે Time ફિલ્ડ ની ઉપર મૂકો.
07:15 હવે, જો આપણે ડ્રો પેજમાં ઉમેરેલા ફિલ્ડ્સને રદ કરવા ઈચ્છીએ તો શું?
07:21 ફક્ત ટેક્સ્ટ બોક્સ પસંદ કરો અને Enter કી દબાવો.
07:25 Author Name. ફિલ્ડ રદ કરો
07:28 અને જો આ ક્રિયા અન્ડું કરવા ઈચ્છીએ તો શું?
07:31 સરળ છે, તમે Ctrl અને Z કીઓ એકસાથે દબાવીને કોઈપણ ક્રિયા અન્ડું કરી શકો છો.
07:38 ક્રિયા જે છેલ્લે કરવામાં આવી હતી, જે છે, Author ફિલ્ડ રદ કરવું, તે પૂર્વવત્ થઇ છે.
07:45 ફિલ્ડ ફરી દૃશ્યમાન છે.
07:48 આપણે Main માંથી પણ ક્રિયાઓ અન્ડું અથવા રીડુ કરી શકીએ છીએ.
07:53 Main મેનુ માંથી, Edit પસંદ કરો, અને Redo પર ક્લિક કરો.
07:57 Author’s નું નામ હવે દૃશ્યમાન નથી!
08:00 તો Ctrl + Z કીઓ દબાવો અને તમામ ફિલ્ડ્સ જે દાખલ કરેલ હતી તેને અન્ડું કરો.
08:06 તમે અન્ડું અને રીડુ આદેશો માટે કી બોર્ડ પરથી શોર્ટ કટ કીઓ વાપરી શકો છો.
08:13 ક્રિયા અન્ડું કરવા માટે Ctrl અને Z કીઓ એકસાથે દબાવો.
08:18 ક્રિયા રીડુ કરવા માટે Ctrl અને Y કીઓ એકસાથે દબાવો .
08:23 આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઈનમેન્ટ કરો.
08:26 લેખકનું નામ બદલો અને તેને સંગ્રહ કરો.
08:29 હવે પેજ પર વધુ બે એરોઝ ઉમેરો.
08:33 પેજ નંબર દાખલ કરો અને પેજ 2 પર તારીખ દાખલ કરો.
08:38 હવે છેલ્લી પાંચ ક્રિયાઓ અન્ડું અને રીડુ કરો.
08:42 ચકાસો જો Undo અને Redo વિકલ્પો બધી ક્રિયાઓ પૂર્વવત્ કરે છે અથવા અમુક ક્રિયાઓ રદ કરી શકાતી નથી.
08:51 આ પેજનું નામ " 'WaterCycleSlide'" આપો.
08:54 પેજીસ પેનમાં સ્લાઇડ પસંદ કરો, જમણું ક્લિક કરો અને Rename Page પસંદ કરો.
09:00 Rename Slide સંવાદ બોક્સ દેખાય છે.
09:03 Name ફિલ્ડમાં, WaterCycleSlide” નામ દાખલ કરો.
09:08 OK પર ક્લિક કરો.
09:10 હવે, આ પેજ ઉપર કર્સર મૂકો.
09:14 શું તમે “WaterCycleSlide” નામ અહીં પ્રદર્શિત થાય છે તે જોઈ શકો છો?
09:18 પેજ સાથે સંબંધિત નામ આપવું એ સો અભ્યાસ છે.
09:23 હવે, પ્રિન્ટીંગ વિકલ્પો સુયોજિત કરીએ અને WaterCycle આકૃતિ પ્રિન્ટ કરીએ.
09:28 Main મેનુમાં, File પર ક્લિક કરો અને પછી Print પર ક્લિક કરો.
09:33 Print સંવાદ બોક્સ દેખાય છે.
09:36 General અને Options ટેબ્સ હેઠળના સેટિંગ્સ વિશે જાણવા માટે,
09:41 લીબરઓફીસ રાઈટર શ્રેણીમાં Viewing and printing Documents પરનું ટ્યુટોરીયલ જુઓ.
09:48 ડાબી બાજુ પર તમે પેજ પૂર્વદર્શન વિસ્તાર જોશો.
09:53 જમણી બાજુનું“Print 'સંવાદ બોક્સ ચાર ટેબોનો સમાવેશ કરે છે:
09:58 General, LibreOffice Draw,Page Layout,Options
10:04 ચાલો લીબરઓફીસ ડ્રોના વિશિષ્ટ વિકલ્પો જોઈએ.
10:09 LibreOffice Draw ટેબ પર ક્લિક કરો.
10:13 Page name અને Date and Time બાજુના બોક્સોને ચેક કરો.
10:17 આ ચિત્ર સાથે પેજ નામ, તારીખ અને સમય પ્રિન્ટ કરશે.
10:23 ચિત્ર પ્રિન્ટ કરવા માટે Original colors અને Fit to printable page પસંદ કરો.
10:29 કમ્પ્યુટરમાંથી WaterCycle ચિત્ર પ્રિન્ટ કરવા માટે Print પર ક્લિક કરો.
10:34 જો તમે તમારું પ્રિન્ટર બરાબર રીતે રૂપરેખાંકિત કરેલ છે, તો તમારું ચિત્ર પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ.
10:40 અહીં લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:45 આ ટ્યુટોરીયલમાં, તમે શીખ્યા કે કેવી રીતે:
10:48 ડ્રો પેજ માટે માર્જિન સેટ કરવું
10:50 અને પેજ નંબર, તારીખ અને સમય દાખલ કરવું
10:54 ક્રિયાઓ અન્ડું અને રીડુ કરવી
10:57 પેજનું નામ બદલવું અને પેજ પ્રિન્ટ કરવું
11:01 અહીં તમારા માટે એક અસાઈનમેન્ટ છે.
11:03 બે વધુ પેજીસ ઉમેરો.
11:06 દરેક પેજ માટે અલગ માર્જિન સેટ કરો અને લેબલ અને આમંત્રણ પત્ર જે તમે પહેલાંના ટ્યુટોરીયલ માં બનાવ્યા હતા તેને પ્રિન્ટ કરો.
11:14 દરેક પેજમાં Page count ફિલ્ડ દાખલ કરો અને અવલોકન કરો શું થાય છે.
11:21 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
11:28 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
11:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:34 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
11:37 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:41 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
11:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
11:52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:59 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12:10 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya