LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો:
00:11 ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું.
00:14 હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું
00:17 ઓબ્જેક્ટો ગોઠવવા.
00:19 ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા
00:21 જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો
00:24 એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો
00:28 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
00:37 ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો.
00:42 હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો.
00:47 પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
00:54 પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
01:02 પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ!
01:05 આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે?
01:08 કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે!
01:13 વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો.
01:17 એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ.
01:21 વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
01:26 કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
01:30 હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો.
01:37 ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ.
01:41 ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C
01:44 ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V
01:47 ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X
01:50 વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો.
01:55 વાદળ કોપી થયેલ છે.
01:57 પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો.
02:02 હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો.
02:08 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
02:11 ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો.
02:14 પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો.
02:18 પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો.
02:22 કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો.
02:25 ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો.
02:31 ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો.
02:36 આ વાદળનું કદ ઘટાડીએ.
02:38 તો, પ્રથમ તેને પસંદ કરો
02:40 હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે.
02:43 આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય.
02:50 હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો.
02:57 તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો.
03:00 આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો.
03:04 હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો.
03:07 નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે.
03:14 હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો.
03:25 જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે.
03:32 ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે.
03:38 આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા.
03:42 ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું.
03:47 એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ.
03:52 લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો.
03:59 ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ.
04:03 નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે.
04:09 "Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે.
04:16 હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ.
04:20 વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4.
04:29 નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો.
04:36 તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો.
04:44 હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો.
04:49 તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો.
04:55 "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો.
04:58 વાદળ 4 હવે સૂર્ય પાછળ છે.
05:02 "Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે.
05:07 હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો.
05:12 કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો.
05:18 વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે.
05:23 "Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે.
05:28 સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે.
05:32 ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો.
05:40 “Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે.
05:44 પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો.
05:52 “Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે.
05:57 હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો.
06:01 વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે.
06:07 આગળ વાદળો ના નંબરો રદ કરો.
06:10 આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
06:23 આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો.
06:26 વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો.
06:32 દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો.
06:38 તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે.
06:44 સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો.
06:53 આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો.
06:59 આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું.
07:05 Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
07:11 આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે.
07:15 વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો.
07:21 ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો.
07:28 પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો.
07:35 તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે!
07:39 ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે.
07:42 Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો.
07:45 પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો.
07:51 હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો.
08:01 તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે!
08:04 આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું.
08:09 આકાર પસંદ કરો.
08:11 કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો.
08:15 પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ.
08:19 હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો.
08:22 આપણે વૃક્ષ દોર્યું છે!
08:25 વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો.
08:28 ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા!
08:32 અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે.
08:38 ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ.
08:41 ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું.
08:47 જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે.
08:53 પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે.
08:58 પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો.
09:02 કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો.
09:05 હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય.
09:11 તમે ડોટેડ લંબચોરસ જોશો.
09:14 ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે.
09:20 વૈકલ્પિક રીતે, તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો.
09:28 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Group" પસંદ કરો.
09:32 હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો.
09:36 હેન્ડલ્સ એ રીતે દેખાય છે, જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે.
09:40 આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે.
09:45 તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે , વૃક્ષ પસંદ કરો, જમણું ક્લિક કરો અને "Ungroup" પસંદ કરો.
09:52 ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે.
09:56 તેમને ફરીથી જૂથમાં કરો.
09:58 Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો.
10:03 જમણું ક્લિક કરો અને "group" પસંદ કરો.
10:06 ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે.
10:10 તેથી કોપી માટે Ctrl અને C. પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને V.
10:17 હવે, ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે. આપણે શું કરીશું?
10:23 હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ.
10:30 group પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
10:33 “Enter Group” પસંદ કરો.
10:35 નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે.
10:39 માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે.
10:43 ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો.
10:51 આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl + 'Z' દબાવીએ.
10:56 હવે, આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે.
11:02 તો આપણે જૂથનું "Edit" મોડ બંધ કરવું પડશે.
11:05 જૂથ બંધ કરવા માટે, જમણું ક્લિક કરો અને "Exit group" પસંદ કરો.
11:13 આપણે હવે જૂથ માટે "Edit" મોડમાંથી બહાર છીએ.
11:16 વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો.
11:21 કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે.
11:24 તીર અંદરની તરફ ડ્રેગ કરો.
11:26 અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે!
11:29 ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ.
11:32 વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને C અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને V.
11:39 આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે.
11:41 હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું.
11:45 બધા વૃક્ષો માટે આ પગલું ભરો.
11:51 હવે યાદ રાખો, દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે.
11:55 દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે.
11:58 આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે.
12:01 ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ.
12:04 પાણીની અસર આપવા માટે, આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું.
12:12 ત્રિકોણ દોરવા માટે, “Drawing” ટૂલબાર માંથી "Basic shapes" પસંદ કરો.
12:18 નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Right Triangle" પસંદ કરો.
12:24 તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો.
12:28 હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો.
12:34 "Drawing" ટૂલબાર માંથી, "Curve" પસંદ કરો. હવે, “Freeform Line, Filled” પર ક્લિક કરો
12:42 પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો.
12:49 ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય.
12:56 ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે, ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ.
13:03 ડ્રોઈંગ ટૂલબારમાંથી, Select પર ક્લિક કરો.
13:07 હવે કર્સરને પેજ પર ખસેડો, ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો.
13:16 જમણું ક્લિક કરો અને Group પસંદ કરો.
13:18 હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે.
13:23 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
13:26 તમારી જાતે આ ચિત્ર બનાવો.
13:30 ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:33 આ ટ્યુટોરીયલમાં, તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા. તમે :
13:39 ઓબ્જેક્ત્સ Cut, copy, paste કરતા,
13:42 હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા,
13:46 ઓબ્જેક્ત્સ ગોઠવતા,
13:48 ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા,
13:50 જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા,
13:53 એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા.
13:57 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
14:01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
14:04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
14:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14:11 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
14:14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
14:18 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
14:24 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
14:28 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
14:36 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14:47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya