LibreOffice-Suite-Base/C2/Introduction/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, લીબરઓફીસ બેઝ શું છે?
00:10 બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો છે:
00:12 બેઝ સાથે તમે શું સાથે શું કરી શકો?
00:14 રીલેશનલ ડેટાબેઝ બેઝિક્સ, નવો ડેટાબેઝ બનાવવો, નવું કોષ્ટક બનાવવું.
00:21 લીબરઓફીસ બેઝ એ લીબર સ્યુટનું ડેટાબેઝ ફ્રન્ટ-એન્ડ છે.
00:26 બેઝ એ માઈક્રોસોફ્ટ એક્સેસ ને સમાન જ છે.
00:30 બેઝ મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે, વિનામૂલ્ય અને ઉપયોગ કરવા અને વિતરણ કરવા માટે સ્વતંત્ર છે.
00:37 ચાલો બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો જોઈએ.
00:41 Microsoft Windows માટેની સિસ્ટમ આવશ્યકતાઓ નીચે પ્રમાણે છે.
00:46 Microsoft Windows 2000 (Service Pack 4 અથવા ઊંચી), XP, Vista, or Windows 7;Pentium-compatible PC હાર્ડ ડિસ્ક જગ્યા ઉપલબ્ધ;
01:02 Ubuntu Linux માટે, સિસ્ટમ આવશ્યકતાઓ અહીં છે.
01:06 Linux kernel version 2.6.18 અથવા ઊંચી;Pentium-compatible PC
01:15 Windows અને Linux બંને ના સંસ્થાપન માટે આપણને 256 MB RAM (512 MB RAM આગ્રહણીય છે) જરૂરી છે.
01:24 સિસ્ટમ જરૂરિયાતો વિશેની સંપૂર્ણ માહિતી માટે, http://www.libreoffice.org/get-help/system-requirements/ ની મુલાકાત લો.
01:30 તમારે Java Runtime Environment ને પણ સંસ્થાપિત કરવાની જરૂર રહેશે કે જે તમે નીચેની લીન્ક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો http://www.java.com/en/download/index.jsp.
01:38 કેન્દ્રમાં આવેલા 'Free Java Download' લખેલ લાલ બટન પર ક્લિક કરો.
01:44 જેવી ફાઇલ ડાઉનલોડ થઇ જાય, તે ઉપર બે વખત ક્લિક કરો અને સંસ્થાપન કરવા માટે સૂચનો અનુસરો.
01:52 ચાલો હવે લીબરઓફીસ બેઝ ના સંસ્થાપન માટે જોઈએ:
01:56 જો 'Complete' સંસ્થાપન વિકલ્પ સાથે તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કર્યું હોય,
02:03 તો, તમે તમારી સ્ક્રીનના ડાબા તળિયે start મેનૂ પર ક્લિક કરી લીબરઓફીસ બેઝ, વાપરી શકો છો.
02:12 'All Programs' પર ક્લિક કરો, અને પછી 'LibreOffice Sute' પર ક્લિક કરો.
02:21 જો તમે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત ન કરેલ હોય,
02:24 તમે ઓફીસીયલ વેબસાઇટ http://www.libreoffice.org મુલાકાત લઈ અને લીલા વિસ્તાર જે ઉપર 'Download LibreOffice' લખેલ છે તે પર ક્લિક કરી બેઝ સંસ્થાપિત કરી શકો છો.
02:37 વિગતવાર સૂચનો લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે.
02:43 યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે, બેઝ સંસ્થાપિત કરવા માટે આ 'Complete' વિકલ્પ નો ઉપયોગ કરવો.
02:50 ઠીક છે, ચાલો હવે આગામી વિષય પર જઈએ.
02:54 લીબરઓફીસ બેઝ સાથે તમે શું શું કરી શકો?
02:58 બેઝ સાથે, તમે સંગઠિત ડેટા સંગ્રહ કરી શકો છો.
03:03 ડેટા એન્ટ્રી અને ફોર્મ્સનો ઉપયોગ કરીને ડેટા જોઈ શકો છો.
03:08 પ્રશ્નો અને ડિઝાઇન ના ઉપયોગ થી માહિતી મેળવવી
03:12 અને સરસ, પ્રિન્ટર-રેડી રિપોર્ટો બનાવી શકાય છે.
03:17 બેઝ ડેટાબેઝોને વ્યવસ્થિત રાખવા માટે મદદ કરે છે.
03:21 કદાચ તમને ખબર હશે, ડેટાબેઝ એ ડેટા,ફોર્મ, ક્વેરી અને રિપોર્ટો નું એક જૂથ છે.
03:29 ઉદાહરણ તરીકે, બેઝ ગ્રાહક માહિતી માટેના ડેટાબેઝો એટલે કે Customer Information databases ને વ્યવસ્થિત કરવા માટે વાપરી શકાય છે,
03:37 વેચાણ ઓર્ડર અને ઇન્વૉઇસેસ ટ્રેક કરવા, વિદ્યાર્થીઓ ના ગ્રેડ ડેટાબેઝો જાળવવા અથવા લાઈબ્રેરી ડેટાબેઝ બનાવવા.
03:46 ચાલો હવે ડેટાબેઝો માટે અમુક પાયાગત વિશે શીખીએ.
03:51 ડેટાબેઝમાં કોષ્ટકો માં ડેટા સંગ્રહિત અને યોજવામાં આવે છે.
03:56 કોષ્ટકો પાસે પંક્તિઓ અને સ્તંભોમાં અલગ ટુકડાઓમાં ડેટા સંગ્રહિત થયેલા હોય છે.
04:03 આવા ડેટાબેઝ ને રીલેશનલ ડેટાબેઝ પણ કહેવામાં આવે છે જ્યાં કોષ્ટકો એકબીજા સાથે કૉલમની મદદથી સંબંધિત હોય છે.
04:15 ચાલો લાઈબ્રેરી માટે એક સરળ ડેટાબેઝ ધારો.
04:20 લાઈબ્રેરી પુસ્તકોનો સમૂહ હોય શકે છે.
04:23 અને પુસ્તકો લાઈબ્રેરીના સભ્યો ને આપી શકાય છે.
04:28 પુસ્તક ને શીર્ષક, લેખક, પ્રકાશક, પ્રકાશન વર્ષ અને ભાવ હોય શકે છે.
04:37 આને લક્ષણો એટલે કે characteristics અથવા ગુણધર્મો એટલે કે attributes કહેવામાં આવે છે.
04:42 એ જ રીતે, એક લાઈબ્રેરી સભ્યને નામ, ફોન નંબર અને સરનામું હોય છે.
04:48 અને લાઈબ્રેરી પુસ્તકો ફક્ત તેના સભ્યો ને જ આપી શકાય છે.
04:54 ચાલો હવે જોઈએ, આ ડેટાને અલગ કોષ્ટકોની પંક્તિઓ અને સ્તંભો તરીકે અલગ કેવી રીતે સંગ્રહ કરી શકાય છે.
05:02 દરેક પુસ્તક વિશેની માહિતી Books કોષ્ટકમાં સંગ્રહિત કરી શકાય છે,
05:08 તેના આ ગુણધર્મો સ્તંભો બને છે: book title, author, publisher, year of publication and price.
05:19 દરેક પુસ્તકને અલગ પાડવા માટે, ચાલો એક અનન્ય ઓળખકર્તા સ્તંભ એટલે કે unique identifier column, BookId ઉમેરીએ.
05:27 આ રીતે, આપણી પાસે બે સંપૂર્ણપણે અલગ પુસ્તકો સમાન શીર્ષક સાથે હોય શકે.
05:33 તે જ રીતે, Members કોષ્ટક પાસે Name અને Phone જેવી સ્તંભો હોઈ શકે,
05:40 અને દરેક સભ્ય ને અલગ રીતે ઓળખવા માટે Member Id. <pause>
05:47 અને આપણું ત્રીજુ કોષ્ટક BooksIssued માં, આપણે પુસ્તકો લીધેલ સભ્યો ને રાખી શકીએ છીએ.
05:55 આ કોષ્ટક book issued, the member, date of issue, date of return, actual date of return, whether checked in or not એનો ટ્રેક રાખશે.
06:09 ડેટાને એકબીજા સાથે જોડવા માટે આપણે આ કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ.
06:16 હવે આ આપણને 'રીલેશનલ ડેટાબેઝ' વ્યવસ્થિત કરવા માટે મદદ કરે છે.
06:22 રીલેશનલ ડેટાબેઝ પરના અદ્યતન વિષયો માટે, અમારા અન્ય ટ્યુટોરીયલો ને વેબસાઇટ http://spoken-tutorial.org ની મુલાકાત લઈ સંદર્ભ લો.
06:35 ઠીક છે, ચાલો હવે "લાઇબ્રેરી" કહેવાતા આપણા પ્રથમ બેઝ ડેટાબેઝ સાથે શરુ કરીએ!
06:43 નવો ડેટાબેઝ બનાવવા માટે, ચાલો પ્રથમ બેઝ પ્રોગ્રામ ખોલીએ.
06:50 પછી, સ્ક્રીનના તળિયે વિન્ડોવ્સના Start મેનૂ પર ક્લિક કરો, પછી All Programs ઉપર ક્લિક કરો , પછી LibreOffice Suite, અને LibreOffice બેઝ પર ક્લિક કરો.
07:08 "Database Wizard" શીર્ષક ધરાવતી એક પોપ અપ વિન્ડો ખૂલે છે.
07:13 નવો ડેટાબેઝ બનાવવા માટે next બટન પર ક્લિક કરો.
07:18 નીચેની વિન્ડોમાં Finish બટન પર ક્લિક કરો.
07:23 આ Save As વિન્ડો ખોલે છે.
07:26 આપણે લાયબ્રેરી ડેટાબેઝ બનાવી રહ્યા હોવાને કારણે, આપણે File Name લખાણ બોક્સમાં "Library" લખીશું.
07:36 અને પછી Save બટન પર ક્લિક કરો.
07:39 હવે આપણે અંદર છીએ.
07:42 આગળ, ચાલો ડેટા સંગ્રહ કરવા માટે કોષ્ટકો બનાવીએ.
07:46 નવું કોષ્ટક બનાવવા માટે, ડાબી બાજુ પર ડેટાબેઝ યાદીમાં "Tables" ચિહ્ન પર ક્લિક કરો.
07:54 જમણી તકતી પર Tast List માં 'Create Table in Design View' પર ક્લિક કરો. તે અન્ય વિન્ડો ખોલશે.
08:05 અહીં, Field Name હેઠળ પ્રથમ સ્તંભ તરીકે BookId ' લખો.
08:13 Field Type સ્તંભ ઉપર ખસવા માટે Tab કળ નો ઉપયોગ કરો.
08:18 BookId દરેક પુસ્તક માટે અલગ અલગ નંબર હોવાથી, નીચે આવતા યાદીમાંથી Field Type તરીકે Integer પસંદ કરો.
08:30 નીચે વિભાગમાં Field Properties બદલો.
08:36 AutoValue No થી Yes માં બદલો.
08:41 આ ફિલ્ડ હવે દરેક પુસ્તક ને અલગ રીતે ઓળખશે.
08:46 બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્ડને Primary Key પણ કહેવામાં આવે છે.
08:51 BookId ફિલ્ડમાં ડાબી તરફ પીળા કળ ચિહ્ન ની નોંધ લો.
08:58 ચાલો જોઈએ આપણે field names માટે field types કેવી રીતે પસંદ કરીશું.
09:05 field types text, integer, numeric, decimal અથવા date હોય શકે.
09:13 જે ફીલ્ડોમાં સામાન્ય જાણકારી હોય તે માટે text વાપરો, ઉદાહરણ તરીકે, name, title, address.
09:22 જે ક્ષેત્રો માત્ર નંબરો જ સમાવી શકે છે તે માટે Integer, numeric, decimal વાપરો,
09:25 ઉદાહરણ તરીકે, કિંમત માહિતી જેવી ફિલ્ડ માટે numeric વાપરો, વર્ષ માટે Integer વાપરો.
09:39 ચાલો હવે બાકીની ફીલ્ડો બનાવીએ.
09:43 Title Field type Text, Author
09:52 Field type Text, Published Year
10:00 Field type Integer,
10:05 Publisher
10:09 Field type Text,
10:11 Price
10:14 Field type Numeric,
10:18 લંબાઈ 5 અને દશાંશ સ્થળોને 2 થી બદલો.
10:25 Format example બટન ક્લિક કરો.
10:30 આ Field Format વિન્ડો ખોલશે.
10:33 Category List માંથી Currency અને Format List માંથી INR પસંદ કરો.
10:42 ચાલો રૂ.૧૨૩૪.૦૦ પસંદ કરીએ જેમાં બે દશાંશ સ્થળો છે.
10:54 નોંધ લો કે બે દશાંશ સ્થળોનો સમાવેશ સાથે કુલ લંબાઈ પાંચ છે.
11:02 OK બટન પર ક્લિક કરો. હવે આપણે Books કોષ્ટક માટે બધી કૉલમ બનાવી દીધેલ છે.
11:11 ચાલો હવે કોષ્ટક સંગ્રહો.
11:14 ફાઈલ મેનુ નીચે Save ચિહ્ન પર ક્લિક કરો.
11:20 Table name લખાણ બોક્સમાં 'Books' લખો.
11:25 નોંધ લો કે તે એ જ સ્થાને સંગ્રહવામાં આવેલ છે જ્યાં 'લાઈબ્રેરી' ડેટાબેઝ છે કારણ કે કોષ્ટકો ડેટાબેઝનો એક ભાગ છે.
11:36 અને OK બટન પર ક્લિક કરો.
11:39 આગામી ટ્યુટોરીયલમાં, આપણે Books કોષ્ટકમાં ડેટા ઉમેરીશું અને Members અને BooksIssued કોષ્ટકો બનાવીશું.
11:49 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:54 સારાંશ માટે, આપણે શીખ્યા:
11:58 લીબરઓફીસ બેઝ શું છે?
12:01 બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો
12:03 બેઝ સાથે તમે શું સાથે શું કરી શકો? રીલેશનલ ડેટાબેઝ બેઝિક્સ
12:08 નવો ડેટાબેઝ બનાવવો, નવું કોષ્ટક બનાવવું.
12:13 આ શ્રેણી માં આગામી ટ્યુટોરીયલ tables and relationships ઉપર છે.
12:18 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે
12:24 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:32 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
12:38 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
12:44 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
12:54 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya