LaTeX-Old-Version/C2/MikTeX-Updates/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લેટેકના વિતરણ,મીક્ટેકને અપડેટ અને અનુપસ્થિત પેકેજોનો સમાવેશ કેવી રીતે કરવો તે સમજાવતા આ ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:10 ડેસ્કટોપ ઉપર તમે ટેકનીક-સેન્ટર જુઓ.જો તમને ટેકનીક-સેન્ટરને સંસ્થાપિત કરતા ન આવડતું હોય તો,મારું મૌખિક ટ્યુ્ટોરીઅલ "વિન્ડોવ્સ ઉપર લેટેકનું સંસ્થાપન અને તેને કેવી રીતે ચલાવવું" નિહાળો.
00:22 આ ટ્યુ્ટોરીઅલમાં વિન્ડોવ્સ ઉપર મીક્ટેકને સંસ્થાપિત કેવી રીતે કરવું તે સમજાવેલ છે.હમણાં સુધી મેં બનાવેલ બધા ટ્યુ્ટોરીઅલમાં
00:30 રેકોર્ડ કરેલા ટ્યુ્ટોરીઅલની લંબાઈ મેં કમ્પ્યુટર ઉપર વિતાવેલા સમય જેટલો જ સમય ધરાવે છે.
00:37 આ ટ્યુ્ટોરીઅલમાં,ઉદાહરણો પ્રદશિત કરેલ છે જેના માટે નેટવર્કનો વપરાશ જરૂરી છે.
00:43 જો બેન્ડવિથ નિર્બળ હોય તો કેટલીક ડાઉનલોડ પ્રક્રિયાઓ ઘણો સમય લઇ લે છે.
00:48 જેને લીધે,મને જ્યારે જરૂર લાગશે હું રેકોર્ડીંગ બંધ કરી દઈશ.
00:55 બીમરનો ઉપયોગ કરતી એક ફાઈલ તમે અહીં જોઈ શકો છો.આ રહી અહીં.
01:02 જો તમે બીમર વિશે જાણતા ન હોવ તો મારા દ્વારા તેના માટે બનાવેલા મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર તમે જોઈ શકો છો.
01:09 ચાલો હું આ ફાઈલને Ctrl અને F7 કળો એકસાથે દબાવી સંકલિત કરું.
01:23 મીક્ટેક ફરિયાદ કરે છે કે બીમર અનુપસ્થિત છે.
01:27 હું બતાવીશ કે આ સમસ્યા કેવી રીતે ઉકેલવી.પહેલી વસ્તુ છે મીક્ટેકને અપડેટ કરવું.
01:34 આ તમે બે પ્રકારે કરી શકો જે હું બતાઉં છું."સ્ટાર્ટ" દબાવી,"પ્રોગ્રામ્સ" ઉપર જઈએ.
01:47 મીક્ટેકમાં બે વિકલ્પો છે,પહેલો છે સીધું અપડેટ કરવું અને બીજું છે બ્રાઉઝ પેકેજો દ્વારા.
01:57 તમે અપડેટ ઉપર જઈ શકો છે અને તમે આને જેમકે "રીમોટ પેકેજ રીપોઝીટરી" પસંદ કરી શકો છો.
02:12 સામાન્ય રીતે હું "ઇનરિયા(inria)"નો ઉપયોગ કરું છું,હકીકતમાં,મેં તેનો ગયા સમયે ઉપયોગ કર્યો હતો તેથી તે આ વિકલ્પ સ્વરૂપે દેખાય છે.
02:19 શરૂઆતમાં,તમે માત્ર આ બે જ બટનો જોઈ શકો છો.
02:22 સૌથી નજીકના પેકેજ રીપોઝીટરીનો ઉપયોગ કરો,અને બીજું એ છે કે ચાલો હું એક દુરનું પેકેજ રીપોઝીટરી પસંદ કરું.
02:28 જો આપણે આ કરીએ,તો તે પહેલા આપણે ઈન્ટરનેટ જોડાણ માટેના સેટિંગ કરી દેવા પડશે.
02:34 જોડાણના સેટિંગ પહેલા સેટ થઇ જવા જોઈએ.તેથી આપણે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી શકીએ.એડ્રેસ.પોર્ટ.
02:44 તે પ્રમાણીકરણ માંગે છે,તેથી હું અહીં ક્લિક કરીશ.હવે જો હું આ પસંદ કરું,તે નામ અને પાસવર્ડ પૂછશે,તે આપીએ.
02:58 તો હું આ માહિતી દાખલ કરું.ઠીક છે.તો હું જે ચાહું તેનો ઉપયોગ કરી શકું,જે પણ હું પસંદ કરું જેનાથી હું માહિતગાર છું,તો આ અગાઉથી જ પસંદ થયેલ છે
03:19 તો ચાલો તેને પસંદ કરીએ.આ અપડેટ પ્રક્રિયા સમય લેશે કારણકે તે સંપૂર્ણ પેકેજ માહિતી ડાઉનલોડ કરશે.
03:33 આને લીધે,હું રેકોર્ડીંગ અહીં થોડીક વાર અટકાવી દઈશ.લગભગ પાંચ મિનીટમાં તે કહેશે કે વર્તમાનના કોઈ અપડેટ ઉપલબ્ધ નથી કારણકે મેં ફક્ત અપડેટ કર્યું છે.
03:47 અન્યથા તે શું કરશે!તે પેકેજોની એક યાદી આપશે અને પેકેજો પસંદ કરવાની સલાહ આપશે.
03:56 મેં જ્યારે આ પહેલી વાર કર્યું હતું,મને બધા પેકેજો ધરાવતી એક યાદી મળી હતી,બધા પેકેજો પસંદ કરલા હતા,મારે માત્ર સંપૂર્ણ અપડેટ જ કરવાનું હતું.
04:05 તમારે રોજ આ અપડેટ કરવાની જરૂર નથી.ક્યારેક જ અપડેટ કરો તો ઘણું છે.
04:11 બરાબર.તો ચાલો પાછા ફરીએ.હું ફરી એકવાર પાછી જાઉં.
04:22 હવે CD/DVD વિતરણ દ્વારા અથવા જો તમારી પાસે સ્થાનિક(લોકલ) પેકેજ રીપોઝીટરી હોય તો તમારા પાડોશી નેટવર્કમાંથી પણ અપડેટ કરવું શક્ય છે.
04:34 તમે તેનો પણ ઉપયોગ કરી શકો.ઠીક છે,ચાલો હું આને કેન્સલ કરું.
04:41 બીમરનો સમાવેશ કેવી રીતે કરવો તે હજી સુધી અમે સમજાવેલ નથી.આપણે અપડેટ દ્વારા આપણા મીક્ટેક વિતરણ(distribution)ને નવીનતમ બનાવ્યું.
04:53 મેં હમણાં જ કહ્યું કે આ કરવાના બે માર્ગો છે,હવે હું જે બતાવીશ તે બીજો માર્ગ છે."પ્રોગ્રામ્સ" ઉપર જઈએ,મીક્ટેક.
05:03 તેમાં,"બ્રાઉઝ પેકેજીસ". આ પણ થોડોક સમય લે છે,લોડ કરવા થોડીક સેકન્ડો લે છે.
05:17 આ જાણીતા પેકેજોની એક યાદી આપે છે અને તેઓ ક્યારે પેકેજ થયા હતા તે બતાવે છે.
05:23 આ સ્તંભ ઘણું મહત્વનું છે,તે સૂચવે છે કે આ પેકેજ તમારી સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે કે નહીં.
05:31 ચાલો નીચે જઈએ અને જોઈએ કે બીમર ઉપલબ્ધ છે!તમે બીમર જોઈ શકો છો-આ સ્તંભ ખાલી છે-સૂચવી રહ્યું છે કે આપણી પાસે બીમર નથી.
05:44 ઠીક છે,આમાં આગળ જતા પહેલા,ચાલો "ટાસ્ક" ઉપર જઈ,"અપડેટ વિઝાર્ડ"– આપણે પહેલા જોયું તે સમાન જ પૃષ્ઠ અહીં જોઈએ છીએ.
06:01 તમે એ જ વસ્તુ કરી શકો,તમે જોડાણ સ્થાપિત કરી શકો.ખાતરી કરો કે તમારું જોડાણ,તમારું પ્રોક્સી,બધું બરાબર હોય અને પછી તમને ગમતું પેકેજ પસંદ કરી આગળ વધો.
06:13 આપણે હમણાં અપડેટ નથી કરી રહ્યા તેથી આપણે આ નહીં અનુસરીએ.તમારે ધ્યાન રાખવું પડશે કે કેટલીક દૂરની સાઈટો કદાચ કામ ન કરી રહી હોય.
06:26 તેમાંની થોડીક સાઈટો માટે પ્રયત્ન કરવો પડશે જ્યાં સુધી તે કામ ન કરતી થાય અને જ્યાં સુધી તમે તે સહેલાઈથી ન કરી શકો.
06:34 જેવું તમે તે સહેલાઈથી કરી શકો ત્યારે તમારે તેનો વારંવાર ઉપયોગ કરવો.ઠીક છે,હું આને રદ કરું.
06:40 હમણાં આપણે શું કરવા માગીએ છીએ,આપણે કરવા ઇચ્છીએ છીએ,હું આને પસંદ કરું.તેને પસંદ કરતા જ તે સક્રિય થઇ ગયું.
06:50 હવે જો હું "સંસ્થાપન" કરવા કહું,તે કહે છે કે આ સંસ્થાપના અપડેટ થશે,એક પેકેજ સંસ્થાપિત થશે.
07:01 ચાલો તે કરીએ.ઠીક છે,તે કહે છે કે પ્રોક્સી પ્રમાણીકરણ જરૂરી છે.ચાલો આ બંધ કરીએ.
07:11 અહીં આ કરવું પડશે-આ કદાચ રીફ્રેશ થઇ રહ્યું છે,તે થોડોક સમય લેશે-આપણે શું કરીશું-આપણને આ રીપોઝીટરી ઉપર જઈ,પેકેજ રીપોઝીટરીને બદલવું પડશે.
07:30 આપણને આ ફરી કરવું પડશે,કનેક્શન સેટીંગ્સ,તે પહેલેથી જ છે.બરાબર.અને તે પાસવર્ડ પણ માંગે છે.
07:42 ચાલો તે આપીએ.બરાબર.'ઇનરિયા' પહેલેથી જ પસંદ થયેલ છે.ચાલો હું આ સમાપ્ત કરું.
08:04 થોડાક સમય પછી,મને આ એરર સંદેશ મળે છે કે કંઈક એવું છે જે અપડેટ નથી થઇ શકતું,તો તેનો કાંઈ વાંધો નથી.
08:10 તો આપણે શું કરીએ,પ્રયત્ન કરીએ કે આપણે તે કાંઈ પણ કરીને સંસ્થાપિત કરી શકીએ.બીમર ઉપર જઈએ,તે અહીં છે.
08:23 આ પસંદ કરીએ.આને દબાવીએ.હુમ્મ,હવે તે સંસ્થાપન શરુ કરે છે.તે થોડીક મીનીટમાં બીમર ડાઉનલોડ કરી દે છે.તો આને આપણે બંધ કરી શકીએ.
08:45 હવે ચાલો તપાસીએ જેમકે ઉદાહરણ તરીકે તે હવે આ પૃષ્ઠ અપડેટ કરી રહ્યું છે.
08:55 તેને અપડેટ થવા દઈએ,ત્યાં સુધીમાં આપણે અહીં આવી અને તેને CTRL+F7 દ્વારા સંકલિત કરીએ.
09:05 ઠીક છે,મને યાદ નથી કે ગયા વખતે મેં શું કર્યું હતું.મારા ખ્યાલથી આને આપણે રદ કરી દેવું જોઈએ.તો આ વર્તમાનના સંકલનનું પરિણામ છે.
09:22 ઠીક છે,ચાલો હું આને સમજાઉં,ચાલો આને બંધ કરીએ અને CTRL+F7 દબાવીએ.
09:34 અગાઉ આપણને ફરિયાદ મળી હતી કે બીમર મળ્યું નથી;હવે તે કહે છે કે હજુ બીજું કંઈક અનુપલબ્ધ છે.
09:41 હવે તે બીમર માટે ફરિયાદ કરતુ નથી.તમે નીચે સ્ક્રોલ કરી બીમર તપાસો.
09:54 નીચે બીમર ઉપર જઈએ અને તમે જોઈ શકો છો કે તે ૫ નવેમ્બરે સંસ્થાપિત થઇ ગયું છે.બરાબર,તો હવે આપણે શું કરીએ!ચાલો આ ફરિયાદને જોઈએ.
10:13 અને તે ખરેખર તેને સીધું સંસ્થાપિત કરવાનો વિકલ્પ આપે છે,તો આપણી પાસે તે કરવાના બે માર્ગો છે.
10:17 પહેલો માર્ગ છે તેને અહીં સંસ્થાપિત કરવું અને બીજું આના દ્વારા કરવું. ચાલો જોઈએ કે આપણે આનો પ્રયત્ન કરીએ તો શું થાય.
10:24 તે પ્રમાણભૂતતા માટે પૂછે છે.
10:35 અગાઉની પદ્ધતિથી વિપરીત,મતલબ આપણે જયારે આ કર્યું હતું,તે આપણને કોપીઈંગ વગેરે બતાવતું હતું,હવે બધી વસ્તુ પૃષ્ઠભૂમિ(બેકગ્રાઉન્ડ)માં થાય છે.
10:45 તો ચાલો થોડીક રાહ જોઈએ.
10:48 તે ડાઉનલોડ થઇ ગયું છે અને હવે કહે છે કે "xcolor.sty" અનુપસ્થિત છે.શું તે સંસ્થાપિત થવું જોઈએ?
10:55 આપણે આગળ વધવાનું કહીશું.અને તે પૃષ્ઠભૂમિમાં સંસ્થાપિત કરી રહ્યું છે.હવે તે કહે છે કે અનુવાદક અનુપસ્થિત છે,ચાલો તેનું પણ સંસ્થાપન કરીએ.
11:10 હવે ઘણી મીનીટો પછી પણ કઈ દ્રશ્યમાન થયું નથી.ચાલો અહીં જઈએ અને જોઈએ કે વર્તમાન સ્થિતિ શું છે.
11:22 ચાલો અહીં રીસેટ કરીએ.અને પછી તપાસીએ કે આપણે જે પેકેજોને સંસ્થાપિત કરવા માંગીએ છીએ તે પહેલેથી જ સંસ્થાપિત છે.
11:29 જોઈ શકાય છે કે બીમર અહીં પહેલેથી જ મોજુદ છે,જેવું પહેલા જોયું.હવે આપણને બીજી વસ્તુઓ જોવી પડશે ,જેના નામ-પીજીએફકોડ,એક્સકલર અને ટ્રાન્સલેટર છે.
11:59 જોઈ શકાય છે કે પીજીએફ આજે જ સંસ્થાપિત થયું છે,પછી,આપણે ટ્રાન્સલેટર શોધી રહ્યા છીએ,તે પણ સંસ્થાપિત થઇ ગયું છે.
12:17 એક્સકલર જોઈએ,તે પણ ચકાસીએ,એક્સકલર,તે પણ સંસ્થાપિત થઇ ગયું છે.બધા પેકેજો સંસ્થાપિત થઇ ગયા છે તેમ લાગે છે,હવે સંકલન કરીએ,CTRL અને F7.
12:40 તે કામ કરી રહ્યું છે.ઠીક છે,આપણે શું કરીશું,હવે આને બંધ કરીએ.આની જરૂર નહીં પડે.
12:48 મેં જે ફાઈલ બનાવી છે તે ખોલીશ,તે લેટેક ફાઈલ્સમાં છે.અને ફાઈલ છે "MikTeX update.tex".
13:03 તો હું MikTeX update.tex શોધી રહી છું.આ રહી ફાઈલ જે હું શોધી રહી છું.તો ચાલુ હું એને સુમાત્રામાં ખોલું.
13:21 બરાબર છે,આપણે અહીં છીએ.ચાલો હું આને થોડું નાનું કરું.હવે તેને અહીં લઇ જાઉં. તેને મોટું કરીએ તો શું થાય છે તે જોઈએ.
13:42 હું આ બંધ કરું.અવશ્ય તમે જોઈ શકો છો આ તારીખ ચોથી નવેમ્બર છે,હું આના માટે ગઈ કાલે પણ પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે ગઈ કાલે થયું નહીં.
13:54 તો હું શું કરીશ, આને બદલી પાંચ કરીશ.તેને સંગ્રહિત કરીએ.CTRL F7.બરાબર,તે અપડેટ થઇ ગયું છે.હવે નીચે જઈએ.
14:14 તો અહીં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ માટે સ્વીકૃતિ આપેલ છે.આ ટ્યુ્ટોરીઅલ બનાવવા માટેનું નાણાં ભંડોળ " ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન" તરફથી મળ્યું છે.
14:24 આ મિશન માટેની વેબસાઈટ "sakshat.ac.in" છે.આ મૌખિક ટ્યુ્ટોરીઅલ માટે હું kannan@iitb.ac.in ઉપર તમારી પ્રતિક્રિયા મેળવવાની ઈચ્છા રાખું છું.
14:35 ભવિષ્યમાં અમે આ મૌખિક ટ્યુ્ટોરીઅલ પ્રવૃત્તિને spoken tutorial. Org દ્વારા અનુબદ્ધ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
14:42 હું ધ્યાન દોરવા માંગું છું કે ઘણા અપડેટ થયા,ઘણા અલગ - અલગ પેકેજોને સંસ્થાપિત થવામાં બહું વધારે સમય નથી લાગ્યો.
14:51 કદાચ થોડીક મીનીટો પણ પ્રારંભિક અપડેટ ઘણો સમય લઇ શકે છે.
14:56 ઉદાહરણ તરીકે,અહીં હું મીક્ટેક ૨.૭નો ઉપયોગ કરી રહી છું,અને જો હું તેને પ્રથમ વખત અપડેટ કરવાનો પ્રયત્ન કરું તો તે લગભગ ૨૦ મિનીટ લેશે અથવા અડધો કલાક.
15:08 તે તમારા મીક્ટેકની આવૃત્તિ ઉપર આધારિત છે.તે કદાચ થોડો સમળ પણ લે,પ્રારંભમાં તે થોડો સમય અને થોડોક પ્રયત્ન લે છે.
15:17 વળી,જો તમારું ઈન્ટરનેટ થોડું ઝડપી હોય તો અલગ-અલગ પેકેજો વધારે સમય નહીં લે.
15:24 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey