LaTeX-Old-Version/C2/Installing-MikTeX/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 વિન્ડોવ્સ ઉપર લેટેક સ્થાપિત કરતુ દર્શાવતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:08 શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ તૈયાર કરવા તેનો ઉપયોગ થાય છે.જો તમે ભવિષ્યમાં ઘણા ડોક્યુમેન્ટ બનાવવા માંગતા હોવ,તો હમણાંથી જ લેટેકનો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ.
00:19 જો તમે ઘણું બધું ગણિત સમાવવા માંગતા હોવ,તો લેટેકનો કોઈ મુકાબલો નથી.
00:27 એક ઓપરેટીંગ સિસ્ટમમાં બનાવેલ લેટેક ડોક્યુમેન્ટ,જેમકે વિન્ડોવ્સ લઈએ,તે લીનક્સ અને મેક જેવી અન્ય સિસ્ટમ ઉપર - અને ઊલટી રીતે પણ,કોઈ પણ બદલાવ કર્યા વગર ફરી ઉપયોગમાં લઇ શકાય છે.
00:44 આ ઉપરાંત,તે વપરાશકર્તા સમુદાયો ધરાવે છે જે તમારી શંકાઓ દુર કરવા મદદ કરે છે,ઉદાહરણ તરીકે "tug India" ઉપર જાઓ.
00:52 લેટેકના નિમ્નલિખિત મૌખિક ટ્યુ્ટોરીઅલો moudgalya.org ઉપર ઉપલબ્ધ છે.
00:58 વર્તમાનના ટ્યુ્ટોરીઅલને શીખતા પહેલા,ઉપરની યાદીમાંના પ્રથમ ટ્યુ્ટોરીઅલને જુઓ,જેનું નામ "what is compilation" છે.
01:06 વેબ શોધ માહિતીનું સર્વત્તમ પ્રાપ્તિસાધન છે.ભવિષ્યમાં લેટેકનું સમર્થન "http://fossee.in" ઉપર મળશે.નોંધ લો,તેમાં બે 'એસ' અને બે 'ઈ' છે.
01:22 FOSSEEનું પૂરું નામ છે-વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર.હવે હું સમજાવીશ કે વિન્ડોવ્સ ઓપરેટીંગ સિસ્ટમમાં લેટેકનો ઉપયોગ કેવી રીતે કરવો.
01:37 હું "મીક્ટેક"ના સંસ્થાપનથી ચાલુ કરીશ,જે લેટેકનું વિનામૂલ્યનું વિતરણ છે.પછી ટેકનીક-સેન્ટર,જે મીક્ટેક માટે એક મફત ફ્રન્ટ એન્ડ છે.
01:49 ટેકનીક-સેન્ટર દ્વારા સંકલન કેવી રીતે કરવું અને એડોબ રીડર દ્વારા અવલોકન કેવી રીતે કરવું તે હું બતાવીશ.હું "સુમાત્રા" નામના વૈકલ્પિક પીડીએફ રીડરથી પૂરું કરીશ,જે ફ્રી અને ઓપન સોર્સ છે.
02:04 મીક્ટેક વિન્ડોવ્સમાં લેટેકની એક પ્રખ્યાત સંસ્થાપના છે."miktex.org" ઉપર આવૃત્તિ ૨.૭ને શોધીએ.
02:18 તો ચાલો તેના ઉપર જઈએ.આ રહ્યું.તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
02:40 તેને ડાઉનલોડ કર્યા પછી,જો તમે શીખનાર છો તો તેનો ઘણીવાર ઉપયોગ કરવાના હોવાથી તેનો સંગ્રહ કરો.આ ફાઈલનું નામ અહીં આપેલ છે.તે ઘણી મોટી ફાઈલ છે,૮૩ મેગા બાઇટ્સ.
02:57 મીક્ટેકની પૂરી આવૃત્તિ ઘણી મોટી છે,૯૦૦ મેગા બાઇટ્સ જેટલી,તેથી અમે તેની સલાહ નથી આપતા.
03:04 જો તમે ઈન્ટરનેટ સાથે સારું જોડાણ ન ધરાવતા હોવ તો CDનો ઉપયોગ કરો.તે ભવિષ્યમાં "FOSSEE.in" ઉપર ઉપલબ્ધ થશે.
03:12 મેં આ સંસ્થાપના ફાઈલ મારી ડાઉનલોડ્સ ડિરેક્ટરીમાં સંગ્રહિત કરી જે હું હવે ખોલીશ.
03:21 મેં તેને પહેલેથી જ અહીં ડાઉનલોડ કરી દીધી છે.હું તેને દબાવી સંસ્થાપના શરુ કરું છું.
03:32 બધા મૂળભૂત જવાબો આપીએ,તે સંસ્થાપન કરવા લગભગ ૨૦ મિનીટ લે છે તેથી હું તેને અહીં નહીં બતાઉં.
03:41 મેં તેને અગાઉથી જ સંસ્થાપિત કરી દીધી છે;તે અહીં સંસ્થાપિત થયેલ છે.
03:47 હવે એડોબ રીડર,તે એક મફત વાંચક છે જેનો ઉપયોગ પીડીએફ ફાઈલો પ્રદર્શિત કરવા થાય છે.
03:56 તમારા સિસ્ટમ ઉપર અગાઉથી આ હોઈ શકે છે,જો એમ છે તો તમે આ બાકીની બારી અવગણી શકો છો.
04:03 જો તમારી પાસે તે ન હોય તો "adobe.com" ઉપર જઈ "free adobe reader" ડાઉનલોડ કરો.
04:11 મેં તેને મારી ડાઉનલોડ્સ ડિરેક્ટરીમાં ડાઉનલોડ કરી દીધી છે.તેથી તે અહીં છે.
04:21 બે વાર ક્લિક કરી સંસ્થાપિત કરીએ,મૂળભૂત જવાબો સ્વીકાર્ય છે.મેં અગાઉથી તે કરેલ છે.
04:29 પછી આપણે વિન્ડોવ્સમાં ટેકનીક-સેન્ટર સંસ્થાપિત કરીએ."texnic center.org" ઉપર જાઓ.નોંધ લો તેમાં બે 'c' છે.
04:43 ચાલો હું જોવું કે મારી પાસે તે છે કે નહીં.આ રહ્યું.મારી પાસે અહીં ટેકનીક-સેન્ટર ડાઉનલોડ ડિરેક્ટરી છે.
05:01 અને જો તમે અહીં નીચે જાઓ,ચાલો હું જોઉં,આપણે "texnic center.org" માં પાછા જઈ રહ્યા છીએ.
05:10 ચાલો ત્યાં જઈએ.આપણે આ કરી રહ્યા છીએ,ચાલો પાછા જઈએ-ઓહ અહીં જુઓ-અહીં ટેકનીક-સેન્ટર વેબ પૃષ્ઠ છે.
05:28 તમે જોઈ શકો છો કે તે ટેકનીક સેન્ટરની માહિતી આપી રહી છે.આપણાં લેટેક બ્રમાંડનું કેન્દ્ર અને વગેરે.
05:36 તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવું પડશે,આ પહેલાનું પૃષ્ઠ છે જે આપણી પાસે હતું.
05:45 જેવું તેના ઉપર જશો,ડાઉનલોડ પૃષ્ઠમાં પહેલી વસ્તુ ક્લિક અને ડાઉનલોડ કરવાની રહેશે.મેં અગાઉથી તે ડાઉનલોડ કરી દીધું છે.
06:00 જો તમારે તે જોવું હોય તો આ ડાઉનલોડ્સ ડિરેક્ટરી છે જેમાં મેં ડાઉનલોડ કર્યું છે.ઠીક છે,આપણે શું કરીએ,આપણે આના ઉપર પાછા જઈએ,ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીએ.
06:19 જેમ મેં પહેલા કહ્યું,તે તમને ડાઉનલોડ્સની યાદી ઉપર લઇ જશે.તમને "ટેકનીક-સેન્ટર ઇન્સ્ટોલર"ની જરૂર પડશે જે આ યાદીમાં પ્રથમ જ છે.
06:27 આને ક્લિક કરીએ,તમારે ડાઉનલોડ કરવા એક મિરર પસંદ કરવું પડશે.ડાઉનલોડ કર્યા પછી,તેને ભવિષ્યમાં ઉપયોગ કરવા સેવ કરીએ,જો તમે તેને ઘણીવાર સંસ્થાપિત કરવા માંગતા હોવ.
06:38 મેં કહ્યું તેમ મારી પાસે આ ડાઉનલોડ્સ ડિરેક્ટરીમાં મોજુદ છે.ચાલો તેના ઉપર બે વાર ક્લિક કરી અને મૂળભૂત જવાબો આપી તેને સંસ્થાપિત કરીએ.
06:47 તો ચાલો હું ત્યાં જાઉં.ડાઉનલોડ્સ ઉપર જઈએ.ઠીક છે,આગળ વધીએ.ચાલો આ "જીપીએલ એગ્રીમેન્ટ"ને સ્વીકારીએ.હવે આગળ વધીએ અને તેને સંસ્થાપિત કરીએ.હુમ્મ,તે સંસ્થાપિત થઇ રહ્યું છે.
07:29 પછી ટેકનીક-સેન્ટર સંસ્થાપિત થઇ ડેસ્કટોપ ઉપર એક શોર્ટકટ દેખાશે.તો ટેકનીક-સેન્ટર આઇકન ઉપર બે વાર ક્લિક કરી તેનો આરંભ કરીએ.
07:45 ઠીક છે,આ રહ્યું ડેસ્કટોપ.ચાલો હું તે આરંભ કરું.હું આને બંધ કરું.હવે આપણે શું કરીશું,આને રૂપરેખાંકિત કરીએ.તે જ્યાં ટેક વિતરણ સ્થિત છે તે જગ્યાએ પ્રવેશ કરવા કહે છે.
08:15 મને ખબર છે તે ક્યાં છે.તો ચાલો હું ત્યાં પ્રવેશ કરું:c કોલન,પ્રોગ્રામ ફાઈલ્સ,મીક્ટેક ૨.૭,મીક્ટેક,બિન(c: programfiles/miktex 2.7/miktex/bin). તમે આના માટે બ્રાઉઝ કરી ડિરેક્ટરીને સ્થાન નિર્ધારિત કરી શકો.
08:41 હવે હું પછીના પૃષ્ઠ ઉપર છું,આ "પોસ્ટ-સ્ક્રીપ્ટ-વ્યુઅર" છે,આને સ્વીકાર કરીશું,કશામાં પણ પ્રવેશ નહીં કરીએ.
08:49 અહીં હું શું કરીશ,જ્યાં મારું એડોબ રીડર સ્થિત છે તે ડિરેક્ટરીને બ્રાઉઝ કરી સંસ્થાપિત કરીશ.
09:06 તે પ્રોગ્રામ ફાઈલ્સમાં,એડોબ રીડર ૯.૦,રીડર(program files/adobe reader 9.0/ reader)તેના ઉપર ક્લિક કરું.હવે તે પસંદ થઇ ગયું છે,નેક્સ્ટ કરીએ.ફીનીશ.
09:33 બરાબર.ટેકનીક-સેન્ટર હવે રૂપરેખાંકિત થઇ ગયું છે.હવે હું આને થોડું નાનું કરી દઉં જેથી તમે બધું જોઈ શકો.
09:46 "આઈ ટી(IT)" અહીં આવી ગયું છે.ચાલો હું તેને થોડું મોટું કરું.હુમ્મ હવે તે ઉપયોગ માટે તૈયાર છે.હવે ચાલો અહીં પાછા ફરીએ.
10:07 તે એક ટીપ્પણી આપશે-તેને બંધ કરીએ.તે "રૂપરેખાંકિત મેનુ" ખોલશે અને લેટેક વિતરણ સંસ્થાપિત કરવા પૂછશે વળી તે મીક્ટેક માટે પણ સુચવશે.
10:16 આપણે તે અગાઉથી જ સ્વીકારી દીધું છે.આપણે "નેક્સ્ટ" બટન દબાવ્યું.હવે તમને મીક્ટેકની બાઈનરી ફાઈલ્સને સંગ્રહ કરવા ફોલ્ડરનું સરનામું પૂછવામાં આવશે.
10:27 આપણે તે પણ દાખલ કર્યું.મારી ડિરેક્ટરીમાં તે આ સ્થળે સ્થિત છે.મેં તે હાથથી દાખલ કર્યું છે."પી એસ ફાઈલ્સ"-અહીં કઈ પણ દાખલ નથી કરવાનું.પછી મેં બ્રાઉઝ કરી "એક્રોબેટ પીડીએફ રીડર"ને શોધી લીધું છે.
10:48 હવે આપણે ટેકનીક-સેન્ટરનો ઉપયોગ કરવા તૈયાર છીએ.તો તમે જો આ ન કર્યું હોય તો "moudgalya.org" પરના ‘what is compilation’ મૌખિક ટ્યુ્ટોરીઅલ જોઈ શકો છો.
11:00 હવે બાકીના ટ્યુ્ટોરીઅલમાં હું એમ માનીને ચાલીશ કે તમે આનું પરામર્શ કરેલ છે.તો ચાલો હવે ટેકનીક-સેન્ટર ઉપર જઈ ફાઈલ મેનુ ઉપર ક્લિક કરીએ.અને પછી આપણે શું કરીશું?
11:15 જો તમને ફાઈલ બનાવવી હોય તો,"ન્યુ" ઉપર ક્લિક કરી,ટાઈપ કરી,સેવ કરો.મારી પાસે અગાઉથી જ ફાઈલ 'hello.tex' છે,તેને લોડ કરીએ.તો આ આપણે કરીશું.
11:24 તો અહીં જાઓ,ફાઈલ->ઓપન.મારી પાસે તે લેટેક ફાઈલ્સમાં છે,hello.tex .તો ચાલો હું તેને ખોલું.હવે ચાલો અહીં પાછા આવીએ.
11:50 ટેકનીક-સેન્ટરની ઉત્તમ મદદ તેની સાથે જ આવે છે.અન્ય ઉત્તમ સ્તોત્ર છે "texnic center.org" જે મેં પહેલા જ બતાવી દીધું છે.
12:00 હવે "હેલ્પ" ઉપર જઈ,"કનટેનટ્સ" ઉપર દબાવીએ,ટેકનીક-સેન્ટર અને લેટેક માટે મદદ મેળવી શકીએ.મારો મતલબ છે ચાલો અહીં આવીએ,"help" છે,"કનટેનટ્સ".
12:16 તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બે વસ્તુઓ માટે મદદ છે.ટેકનીક-સેન્ટર અને લેટેક હેલ્પ ઈ-બૂક.
12:28 તો જો હું અહીં ક્લિક કરું,તો તમે ઘણી વિભિન્ન વસ્તુઓ જોઈ શકશો.તમે આને પણ કલોક કરી શકો છો,તમે ઘણી વસ્તુઓ જોઈ શકો છો,ઉદાહરણ તરીકે,તમે "લેટેક મેથ્સ" અને "ગ્રાફિક્સ" જોઈ શકો છો.
12:42 મેથ્સ (એટલેકે ગણિત)-તમે ઘણી બધી વસ્તુઓ મેળવી શકો છો,અપૂર્ણાંક,શ્રેણીકો અને અન્ય વિષયો પણ.આને બંધ કરીએ.
12:52 એડવાન્સ લેટેક એન્વાર્નમેંટ્સ,તમારી પાસે ગોઠવણી(એટલેકે અલાઈનમેંટ્સ),પર્યાવરણો(એટલેકે એન્વાર્નમેંટ્સ),એરેય,ચિત્રો,ગણિત અને અન્ય વિષયો પણ.
13:02 ચાલો આને પણ બંધ કરીએ.ચાલો હવે હું અહીં આવું.ટેકનીક-સેન્ટરની મદદ,તમને પ્રથમ મદદ તે અક્ષર,દેખાવ અને ટેકનીક-સેન્ટરને અનુભવ કરવાની આપે છે.
13:25 તે તમને ટેકનીક-સેન્ટરને રૂપરેખાંકિત કરવામાં મદદ કરે છે.કેટલીકવાર હાથ વડે અને વાસ્તવિક થતા અમલીકરણ વચ્ચે અસંગતતા હોય શકે છે,જો એમ થાય તો વેબ ઉપર શોધો અને ઉકેલો મેળવો.
13:37 ખરેખર તો,આ "ઓપન સોર્સ સોફ્ટવેર સિસ્ટમ્સ" માટે એક આદર્શ નિવેદન છે-કોઈને પૂછો,તેઓ જવાબ આપશે.
13:45 બીજી લેટેકને લગતી મદદ છે-તમારા અહેવાલને કેવી રીતે બંધારણ આપવું,ગણિતનો કેવી રીતે સમાવેશ કરવો,લીસ્ટ એન્વાર્નમેંટનો સમાવેશ કેવી રીતે કરવો?વગેરે..
13:52 અલબત્ત,વેબ શોધ પણ એક ઉત્તમ વિકલ્પ છે.હવે ચાલો અહીં પાછા જઈએ અને અક્ષર થોડા મોટા કરીએ.તો જાઓ,ટૂલ્સ->ઓપ્શન્સ->ટેક્સ્ટ ફોરમેટ.
14:19 તો જો હું પરિમાણ ૧૨ પસંદ કરું,તમે જોઈ શકો છો પરિમાણ મોટું થઇ ગયું છે.મેં અક્ષર થોડા મોટા કર્યાં.આપણે આ કર્યું. હવે તમે જો ઈચ્છતા હોવ તો એડિટરમાં લીટીના આકડાઓ સમાવી શકો છો.
14:44 તો ચાલો અહીં પાછા આવીએ,ટૂલ્સ->ઓપ્શન્સ->એડિટર->શો લાઈન નંબર્સ,બરાબર.તો તમે લીટીના આંકડાઓ જોઈ શકો છો.
15:03 તો હવે ચાલો આપણા ડોક્યુમેન્ટને સંકલન કરવા આગળ વધીએ.ઓપ્શન્સ પસંદ કરી,લેટેક ટુ પીડીએફ.હવે ચાલો લેટેક ટુ પીડીએફ કરીએ.પછી CTRL,SHIFT અને F5 કળો એક સાથે દબાવીએ.
15:27 તો ચાલો હું તે કરું.તો જો હું CTRL,SHIFT અને F5 કળો એક સાથે દબાઉં તો શું થાય?તે સંકલન કરશે અને પરિણામી પીડીએફ ફાઈલ દેખાય છે.તેમાં એક લીટી તો હાવી જ જોઈએ.ચાલો તે કરીએ,CTRL,SHIFT,F5.
15:48 તમે જોઈ શકો છો કે તે સંકલન કરી રહ્યું છે.અને તેણે પીડીએફ રીડર ખોલ્યું છે.તો ચાલો હું તેણે અહીં લઇ જાઉં.હું તેણે મોટું કરી શકું છું.તમે અહીં માત્ર એક લીટી જોઈ શકો છો.
16:06 તમે આ ફાઈલમાં બદલાવ લાવી શકો છો,સંકલન કરો અને પરિણામ જુઓ.તો ચાલો હું "hello.tex" અને "hello.pdf"ને બંધ કરું.તો આપણે આ પછી પણ કરી શકીએ.
16:19 હવે હું તમને એડોબ રીડરની એક ત્રુટી સમજાઉં.આ સમજાવવા,ચાલો હું ફાઈલ report.texને લોડ કરું,જેનો ઉપયોગ મેં મૌખિક ટ્યુ્ટોરીઅલ 'એહવાલ લેખન'માં કરેલ છે,તે પણ moudgalya.org ઉપર ઉપલબ્ધ છે.
16:32 તો ચાલો હું તે કરું.હવે હું આ બંધ કરીશ પણ report.tex ખોલીશ.તો ચાલો હું તેણે અહીં લઇ જાઉં,તો હું તેણે સારી રીતે જોઈ શકું.બરાબર તો હવે આપણે પહેલા શું કરીશું,પહેલા તેને સંકલન કરીએ,CTRL,SHIFT,F5 દબાવીએ.
17:06 તે સંકલન કરે છે,એક પૃષ્ઠ એહવાલ મળે છે.તો ચાલો હું તેને અહીં લઇ જાઉં.બરાબર.ચાલો હવે હું આને પણ થોડું મોટું કરું.હુમ્મ,શું થયા છે?
17:31 આ પત્યું.હવે આપણે આ ડોક્યુમેન્ટનો ક્લાસ બદલી એહવાલ કરીએ.અહીં તે લેખ છે,હું આને રદ કરું,અને તેને અહેવાલમાં પરિવર્તિત કરું.
17:46 તેને સંગ્રહ કરી,સંકલન કરીએ – બરાબર,હવે તે બે પૃષ્ઠોમાં દેખાય છે.પાછા જઈ તેને મોટું કરીએ.બીજા પૃષ્ઠ ઉપર જઈએ.બરાબર બીજા પૃષ્ઠ ઉપર છીએ.
18:14 જેમ આપણે જોયું તે બે પૃષ્ઠમાં વેહચાય છે અને યાદ કરાઉં કે આપણે બીજા પૃષ્ઠમાં જોઈ રહ્યા હતા.ઠીક છે ચાલો હવે તેનું ફરી સંકલન કરીએ.ફરી અહીં આવીએ.આને હવે બંધ કરીએ,આની જરૂર નથી.
18:36 ચાલો આ report.pdf ઉપર જઈએ.મતલબ મારે એમ કેહવું છે કે હું બીજા પૃષ્ઠ ઉપર જોઈ રહી છું.બરાબર અહીં તમે બીજું પૃષ્ઠ જોઈ શકો છો.
18:51 આપણે બીજું પૃષ્ઠ જોઈ રહ્યા છીએ,ચાલો હું અહીં પછી આઉં,ચાલો ફરી સંકલન કરીએ.Ctrl, shift, f5 – અને તમે જોઈ શકો છો કે પાછું પ્રથમ પૃષ્ઠ ઉપર જાય છે.
19:03 તે ફરી ખુલે છે પણ પ્રથમ પૃષ્ઠ બતાવે છે.તેથી મેં અહીં ઉલ્લેખ કર્યું,તે પ્રથમ પૃષ્ઠમાં ખુલે છે.આપણે બીજું પૃષ્ઠ જોઈ રહ્યા હતા,સંકલન થતા,તે પ્રથમ પૃષ્ઠ ઉપર જાય છે.
19:19 આ એક સમસ્યા છે,એડોબ રીડરને યાદ નથી રેહતું કે કયું પૃષ્ઠ જોવાય રહ્યું હતું!વિશાળ ડોક્યુમેન્ટ માટે આ એક મોટી સમસ્યા બની શકે છે.
19:27 જો તમે એડોબ રીડરનો ઉપયોગ કરો તો દરેક સંકલન પછી ફાઈલ હંમેશા પ્રથમ પૃષ્ઠમાં ખુલે છે.આ વિશાળ ડોક્યુમેન્ટ માટે એક સમસ્યા છે.
19:37 "પીડીએફ સુમાત્રા" આ સમસ્યાનું નિરાકરણ લાવે છે.સુમાત્રા આપોઆપ પીડીએફ ફાઈલને પણ તાજી કરે છે,વળી તે છેલ્લું જોવાયેલું પૃષ્ઠ પણ યાદ રાખે છે.
19:51 સુમાત્રા ફ્રી અને ઓપન સોર્સ છે.આ સુમાત્રા રીડરને શોધતા તે આપણને આ પૃષ્ઠ ઉપર લઇ જાય છે.હું તમને આ પૃષ્ઠ થોડા સમયમાં જ બતાવીશ.
20:01 બરાબર,અહીં તે છે.અને આ ડાઉનલોડ પૃષ્ઠ ઉપર જાઓ.અને તે તમને સંસ્થાપિત કરવાની ફાઈલ બતાવશે.તે લગભગ ૧.૫ MBની છે,જે મેં અગાઉથી જ ડાઉનલોડ કરી દીધી છે.
20:17 તો ચાલો હું આ બારી બંધ કરું.અહીં પાછા આવીએ.હવે આ પછીના પૃષ્ઠ ઉપર જઈએ.આ આઇકોન ઉપર બે વાર ક્લિક કરી,મૂળભૂત જવાબો આપી તેને સંસ્થાપિત કરીએ.
20:35 હવે હું તે કરું.હું ડાઉનલોડ્સ ઉપર જાઉં,મેં અગાઉથી જ સુમાત્રા ડાઉનલોડ કરી દીધું છે.ચાલો હું તેનું સંસ્થાપન કરું.હુમ્મ,થઇ ગયું.
20:54 બંધ કરીએ.સુમાત્રા સંસ્થાપિત થઇ ગયું છે.ચાલો હવે આના પછીના પૃષ્ઠ ઉપર જઈએ,મારા કમ્પ્યુટરમાં તે પ્રોગ્રામ ફાઈલ્સમાં સંકલિત થયું છે,Sumatra.pdf.
21:11 પહેલા તમારે ટેકનીક-સેન્ટરને કેહવું પડશે કે તેણે સુમાત્રાનો ઉપયોગ કરવો જોઈએ.તો બીલ્ડ ઉપર જઈએ,પછી આઉટપુટ ફાઈલ સ્પષ્ટ કરીએ,પછી આપણે આ બધું કરીશું.
21:22 પછી વ્યુઅર પર.તો તે અહીં છે.તો ચાલો તેણે સ્થાનીત કરીએ.ખરેખર આપણને આની પણ જરૂર નથી.તેને હું બંધ કરું છું.આ ટેકનીક-સેન્ટર છે,બીલ્ડ,આઉટપુટ ફાઈલ સ્પષ્ટ કરીએ,વ્યુઅર ઉપર જઈએ.
21:43 તો તે એડોબને ઈશારો કરે છે.માની લો કે મારે આ બદલવું છે.તો ચાલો અહીં પાછા જઈએ.અહીં જઈએ.
21:54 હવે અહીં જઈએ.પ્રોગ્રામ ફાઈલ્સમાં,આપને સુમાત્રા જોઈએ.આ રહ્યું.તમારે આનો ઉલ્લેખ કરવો પડશે.બરાબર.થઇ ગયું.
22:11 ઠીક છે,હવે તે સુમાત્રા દ્વારા સંકલન કરશે.આ આપણે કર્યું.આપણે બ્રાઉઝ કર્યું,હવે આપણે સુમાત્રાનો ઉપયોગ કરવા તૈયાર છીએ.
22:25 તો આપણે એડોબ રીડર બંધ કરીએ.તો ચાલો હવે report.texનું ctrl અને f7 એકસાથે દબાવી સંકલન કરીએ.
22:34 તો આપણે ctrl અને f7 દબાવી રહ્યા છીએ,પહેલા જેવું "Ctrl, shift, f5" નહીં.તો ચાલો ctrl f7 કરીએ,તમે જોઈ શકો છો તે સંકલિત થઇ ગયું છે.
22:47 હવે આગળ શું?ફાઈલ report.pdfને શોધીએ.તેને સુમાત્રા દ્વારા ખોલીએ.ચાલો લેટેક ફાઈલ ઉપર જઈએ.report.pdf અહીં છે.હું તેને સુમાત્રા દ્વારા ખોલું.
23:08 આ સુમાત્રા છે.હું એને થોડું ઉપર લઉં.ચાલો આના પછીના પૃષ્ઠ ઉપર જઈએ.બરાબર,આ પ્રથમ પૃષ્ઠ છે,બીજા પૃષ્ઠ ઉપર અહીંથી જઈએ.આ બીજું પૃષ્ઠ છે.
23:42 હવે આપણે શું કરીશું,આપણે બીજા પૃષ્ઠ ઉપર ગયા,હવે ચાલો લખાણમાં એક વાક્ય ઉમેરીએ.તો ચાલો હું એક વાક્ય ઉમેરું."એડેડ લાઈન",તેને સંગ્રહ કરીએ,પછી Ctrl F7.
24:03 અને તમે report.pdf માં જોઈ શકો છો,તમે જોઈ શકો છો કે પૃષ્ઠ આંક એનો એ જ છે.વાસ્તવમાં મેં આ કર્યું,આ પહેલેથી જ મોજુદ હતું,તો તમને વિશ્વાસ કરાવા,હું તેને નાનું કરું જેથી હું બંને સાથે જોઈ શકું.
24:23 ઠીક છે,હવે હું આને રદ કરું,સંગ્રહ કરું,Ctrl F7,સંકલિત થઇ ગયું છે.તેને ખોલીએ,તેમે જોઈ શકો છો કે તે જતું રહ્યું.
24:38 ખરેખર,હું શું કરી શકું,હું ચાલો જેમકે 'chapter-new' ઉપર જાઉં,તેને બંધ કરીએ.સંગ્રહ કરીએ.Ctrl F7
24:59 હવે ચાલો અહીં આવીએ,હવે આપણે અહીં ત્રણ પૃષ્ઠો જોઈ શકીએ છીએ પણ આપણે બીજા પૃષ્ઠ ઉપર છીએ કારણકે આપણે બીજા પૃષ્ઠથી ચાલુ કર્યું હતું.
25:05 હવે આપણે ત્રીજા પૃષ્ઠ ઉપર જઈએ,જો હું તેને ફરી સંકલિત કરું.અહીં પાછા આવીએ,તે બિલકુલ બદલાયું નથી.આ સુમાત્રાની ખાસીયત છે.
25:18 ઠીક છે,આપણે આ બધું કર્યું.તો ચાલો ફરી તે જોઈએ. પીડીફ ફાઈલ આપો આપ બદલાય છે,તમારે કાંઈ કરવાની જરૂર નથી.
25:25 મહત્વપૂર્ણ એ છે કે તે એ જ પૃષ્ઠ બતાવે છે.એક પરિશિષ્ટ(appendix) જોડીએ,ctrl f7થી સંકલન કરીએ,તે ત્રણ પૃષ્ઠો ધરાવે છે.તો આપણે ત્રીજા પૃષ્ઠ ઉપર જઈએ,તેને ફરી સનાકાલિત કરીએ,તે ત્રીજા પૃષ્ઠ ઉપર જ રહેશે.
25:38 તો હવે શું?આપણે માત્ર મીક્ટેકની પાયાની આવૃત્તિનું જ સંસ્થાપન કર્યું,લેટેક્ની માત્ર પાયાની આવૃત્તિ જ ઉપલબ્ધ છે.પણ તમે તેમાં પણ ઘણું બધું કરી શકો છો.
25:48 ઘણા પેકેજો,જે અહીં ઉપલબ્ધ નથી,તેમાંના થોડાક અહીં સૂચવેલ છે. અને બીમર જેવા ઉપયોગી પેકેજો પણ નથી.
25:57 આ અનુપલબ્ધ પેકેજોને જોડવાની પ્રક્રિયા હવે પછીની બારીમાં છે.જેવું પાયાનું મીક્ટેક સંસ્થાપિત કરો,તેને અપડેટ કરો.
26:06 વિન્ડોવ પડદાના નીચે ડાબી બાજુના ખૂણામાંના ટાસ્કબારના "સ્ટાર્ટ બટન"ને ક્લિક કરો.
26:12 પ્રોગ્રામ્સને ક્લિક કરો અને પછી મીક્ટેક ૨.૭. અપડેટને કલોક કરો,મિરર પસંદ કરો,પ્રોક્ષ ટી વગેરે.જરૂરીયાત મુજબ તે અપડેટ થઇ જશે.
26:22 પછી ટેકનીક-સેન્ટરનો ઉપયોગ કરો જેમ આ ટ્યૂટોરીઅલમાં સમજાવેલ છે.જયારે કોઈ પેકેજ અનુપસ્થિત હોય તો મીક્ટેકનું સંસ્થાપન પેકેજ તમને તેને સંસ્થાપિત કરવા સુચવશે.
26:32 તમે તેને ઇન્ટરનેટ ઉપરથી પણ સંસ્થાપિત કરી શકું છો.અથવા તેને CD વિતરણમાંથી પણ સંસ્થાપિત કરી શકો.પણ પહેલા તમારે તેને હાર્ડડિસ્ક ઉપર કોપી કરી પછી સંસ્થાપન કરવું પડશે.
26:45 CDમાંથી તેને સંસ્થાપિત કરવામાં થોડી મુશ્કેલી છે.આનાં માટે હાર્ડડિસ્ક ઉપર લગભગ ૧ GBની જરૂર પડશે.
26:55 જો તમને પ્રશ્નો હોય તો કોઈ પણ સંકોચ વિના તમે ઉપયોગકર્તા સમૂહને સંપર્ક કરી શકો છો.ઉદાહરણ તરીકે,TUG ઇન્ડિયા.
27:01 અમે FOSSEE.in દ્વારા પણ તમને મદદ પુરીપાડવાનો પ્રયત્ન કરીએ છીએ.ભવિષ્યમાં અમે લેટેકના બીજા ઘણા મૌખિક ટ્યુ્ટોરીઅલો બનાવવાની આશા રાખીએ છીએ.
27:12 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey