Joomla/C2/Creating-Articles-in-Joomla/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Creating Articles in Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:

Article Manager

નવું article બનાવવું

article ને એડીટ કરવું

article ની કોપી (નકલ) બનાવવી અને

article ને રદ્દ કરવું

00:22 આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરીશું:

Ubuntu 14.04

Joomla 3.4.1,

XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP.

00:40 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી સિસ્ટમમાં Joomla 3.4.1 સંસ્થાપિત છે કે નહી તેની ખાતરી કરી લો.
00:49 ચાલો પહેલા Joomla એડમીનીસ્ટ્રેટીવ (વહીવટી) પેનલ ખોલીએ.
00:54 તો ચાલો બ્રાઉઝર પર જઈએ અને ટાઈપ કરીએ http:double slash localhost slash joomla slash administrator.
01:08 એન્ટર દબાવો.
01:10 તમારું User Name અને password દાખલ કરો અને Log in બટન પર ક્લિક કરો.
01:16 હું admin તરીકે મારું username અને admin123 તરીકે password દાખલ કરીશ.
01:25 Log in પર ક્લિક કરો.
01:28 આપણે હવે Joomla Control Panel પર છીએ.
01:32 આપણે સ્ક્રીનની ડાબી-બાજુએ Control Panel મેનુ જોઈ શકીએ છીએ.
01:39 ચાલો Article Manager પુષ્ઠ પર જઈએ.
01:43 Article Manager પુષ્ઠ પર પહોંચવા માટે 2 માર્ગો છે.
01:47 Joomla Control Panel માં Article Manager મેનુ પર ક્લિક કરો.
01:53 અથવા ટોંચના મેનુમાં Content પર ક્લિક કરો અને પછી Article Manager પર ક્લિક કરો.
02:02 અહીં ટૂલબાર પર કેટલાક બટનો છે તેની નોંધ લો.
02:07 તમે આનો ઉપયોગ articles ને બનાવવા, મોડીફાય કરવા અને રદ્દ કરવા માટે કરી શકો છો.
02:13 એ સાથે જ તમે તેને આર્કાઇવ, પ્રકાશિત તથા અપ્રકાશિત કરી શકો છો.
02:19 ચાલો હવે article કેવી રીતે બનાવવું છે તે શીખીએ.
02:23 Article Manager પુષ્ઠ પરથી, Joomla માં article બનાવવાની 2 રીતો છે.
02:30 Article Manager page નાં ટૂલબાર પર New બટન પર ક્લિક કરો.
02:36 અથવા ટોંચે આવેલ મેનુમાં Content પર ક્લિક કરો, ત્યારબાદ Article Manager અને પછી સબ-મેનુ Add New Article.
02:47 હું ટોંચે ડાબી બાજુએ ટૂલબારમાં New બટન પર ક્લિક કરીશ.
02:53 આપણે હવે નવા article ક્રીએશન (બનાવટ) પુષ્ઠ પર છીએ.
02:58 આ પુષ્ઠ ટૂલબાર પર અમુક બટનો ધરાવે છે.
03:03 પૃષ્ઠના શીર્ષકની નીચે આવેલ પેનલમાં કેટલાક ફીલ્ડો (ક્ષેત્રો) માટે વેલ્યુઓ પૂરી પાડવામાં આવશે.
03:10 એક article બનાવતી વખતે Title અને Category અનિવાર્ય ફીલ્ડો (ક્ષેત્રો) છે.
03:17 આ બધાને અત્યંત પરિચિત કાળા એસ્ટરિક્સ દ્વારા સૂચવવામાં આવે છે.
03:24 ચાલો હવે એક article બનાવીએ.
03:27 article નાં શીર્ષક તરીકે ટાઈપ કરો Sodium.
03:32 આપણે ટેક્સ્ટ બોક્સ: Article Text માં અમુક ટેક્સ્ટ મુકીશું.
03:37 તમે અહીં તમારી પસંદની કોઈપણ ટેક્સ્ટ મૂકી શકો છો.
03:41 હું મારા Gedit ટેક્સ્ટ એડીટરમાની ટેક્સ્ટને કોપી કરીશ અને તેને Article text માં પેસ્ટ કરીશ.
03:51 આગળ, સ્ક્રીનની જમણી-બાજુએ આવેલ કેટેગરી (શ્રેણી) ફીલ્ડ પસંદ કરો.
03:57 ફીલ્ડની મૂળભૂત વેલ્યુ છે Uncategorised.
04:00 તેને એવું જ રહેવા દઈએ.
04:04 અહીં Featured કહેવાતું એક ફીલ્ડ છે, જે કે એક ટૉગલ બટન છે, Yes અને No વિકલ્પો સાથે.
04:12 એક featured article એ છે જે વેબસાઈટનાં homepage પર પ્રદર્શિત થશે.
04:19 હું Featured મેનુમાં Yes પસંદ કરીશ.
04:24 ચાલો હવે આર્ટીકલ (લેખ) ને સંગ્રહો અને બંધ કરો.
04:28 પુષ્ઠની ટોંચે ડાબા ખૂણે ટૂલબાર પર જાવ.
04:33 અહીં વિવિધ save વિકલ્પો આવેલ છે.
04:37 આપેલ વિકલ્પોમાંથી, હું Save & Close પર ક્લિક કરીશ.
04:43 Save & Close વિકલ્પ article ને સંગ્રહીત કરશે અને આપણને Article Manager પર પાછું લઇ જશે.
04:51 ચાલો આપણું વેબપેજ ખોલીએ અને આપણે બનાવેલું article જોઈએ.
04:57 એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર ટોંચે જમણી બાજુએ, એક લીંક છે Digital India. તેના પર ક્લિક કરો.
05:06 આ એ સાઈટ નામ છે જે આપણે વેબસાઈટ માટે આપ્યું છે, Joomla નાં સંસ્થાપન વખતે.
05:14 આપણે હવે આપણા હોમપેજ પર છીએ અને તમે Sodium આર્ટીકલ (લેખ) જોઈ શકો છો જે આપણે homepage પર બનાવ્યો છે.
05:24 ચાલો બ્રાઉઝર વિન્ડોને બંધ કરીએ અને પાછા એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર જઈએ.
05:30 હવે ચાલો હયાત article ને એડીટ કરવાનું શીખીએ.
05:34 આપણે article ને એડીટ કરીશું જે આપણે અત્યારે બનાવ્યું છે.
05:40 Article Manager માં article બદ્દલ જુઓ અને તેના શીર્ષક પર ક્લિક કરો.
05:47 અત્યારે, આપણી પાસે ફક્ત એક article છે. તો આપણે article Sodium પર ક્લિક કરીશું.
05:54 આનાથી આપેલ શીર્ષક ધરાવતું પુષ્ઠ ખુલે છે: Article Manager: Edit Article.
06:01 હું ટેક્સ્ટની શરૂઆતમાં એક લાઈન ઉમેરવા જઈ રહ્યી છું:
06:06 Sodium is one of the essential minerals required by our body.
06:12 આ વખતે article માં ફેરફારોને સંગ્રહવા માટે ચાલો બીજું વિકલ્પ પસંદ કરીએ.
06:19 ટૂલબારમાં Save પર ક્લિક કરો.
06:24 આનાથી article સંગ્રહીત થશે અને Edit Article સાથે પુષ્ઠ લોડ થશે.
06:30 જે કે દર્શાવે છે કે, article હજુ સુધી એડીટ માટે ખુલ્લું છે.
06:35 ચાલો વેબસાઈટ પર જઈએ અને આપણા ફેરફારોને ચકાસીએ.
06:40 પુષ્ઠની ટોંચે જમણી બાજુએ આવેલ Digital India લીંક પર ક્લિક કરો.
06:45 article એડીટ કરેલ છે તે જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો.
06:50 બ્રાઉઝર વિન્ડોને બંધ કરો અને એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર પાછા જાવ.
06:57 હયાત article ની કોપી (નકલ) બનાવવા માટે, અહીં ટૂલબારમાં એક Save as Copy વિકલ્પ છે.
07:06 ચાલો તેને અજમાવીએ.
07:08 Save as Copy બટન પર ક્લિક કરો.
07:11 આનાથી એક નવું article બને છે, જે કે આપણા મૂળ Sodium, ની એક કોપી (નકલ) છે.
07:19 નોંધ લો સિસ્ટમે કોપી કરેલ article માટે, એક નવું શીર્ષક, Sodium (2) ઉત્પન્ન કર્યું છે.
07:29 ચાલો કોપી કરેલા article ને આપણા પસંદનું એક શીર્ષક આપીએ.
07:35 Title ટેક્સ્ટબોક્સમાં, ટાઈપ કરો Benefits of Sodium.
07:43 હવે Published તરીકે સ્થિતિ પસંદ કરો. ત્યારબાદ ટૂલબારમાં Save & Close વિકલ્પ પર ક્લિક કરો.
07:56 આપણે Article Manager પુષ્ઠ પર પાછા આવ્યા છીએ.
08:00 અહીં જુઓ; આપણને આપણી યાદીમાં Benefits of Sodium નામનું એક નવું article મળ્યું છે.
08:09 વેબપેજ પર જઈને તપાસો કે આપણી પાસે homepage પર 2 articles છે કે નહી.
08:16 ટોંચે જમણી બાજુએ Digital India લીંક પર ક્લિક કરો.
08:21 2 articles: Sodium અને Benefits of Sodium જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો.
08:29 અહીં તમારી માટે એક નાનું એસાઈનમેંટ છે.
08:32 ટ્યુટોરીયલને અટકાવો અને આ કરો.
08:35 શીર્ષક Benefits of Sodium પર ક્લિક કરો.
08:39 ટેક્સ્ટનાં અંતમાં XYZ નું જોડાણ કરો.
08:44 આ વખતે ટૂલબારમાંથી છેલ્લું આઇકોન, Close પસંદ કરો.
08:50 Article Manager માં, ફરીથી Benefits of Sodium ખોલો.
08:56 આ ચકાસો કે, આ વખતે ફેરફારો સંગ્રહાયા ન હતા.
09:01 ફરીથી Close પર ક્લિક કરીને article ને બંધ કરો.
09:06 હવે એડમીનીસ્ટ્રેટીવ પેનલ પર પાછા જાવ.
09:10 હવે આપણે Joomla માં article કેવી રીતે રદ્દ કરવું તે જોશું.
09:15 જો કે આપણી પાસે બે articles છે, Benefits of Sodium અને Sodium, ચાલો આમાંથી એકને રદ્દ કરીએ.
09:24 પહેલા, article Sodium ની ડાબી બાજુએ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો.
09:31 ટૂલબારમાં, Trash: બટન પર ક્લિક કરો.
09:36 Article Manager માં ચકાસો કે article Sodium યાદીમાં હવે હયાત નથી.
09:44 article કાયમી રૂપે રદ્દ થઇ ગયું છે.
09:48 વેબપેજ પર જાવ અને article ઉપલબ્ધ છે કે નહી તે ફરીથી ચકાસો.
09:54 ટોંચે જમણી બાજુએ Digital India લીંક પર ક્લિક કરો.
09:59 જુઓ આપણી પાસે અહીં ફક્ત 1 article છે - Benefits of Sodium.
10:07 ચાલો રીકેપ કરીએ (સંક્ષેપમાં જાણીએ). આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:

Article Manager

article બનાવવું

article ને એડીટ કરવું

article ની કોપી (નકલ) સંગ્રહીત કરવી અને

article ને રદ્દ કરવું.

10:23 અહીં તમારી માટે 2 નાના એસાઈનમેંટો છે.
10:27 નીચે સૂચવેલ પ્રમાણે બે નવા articles બનાવો.
10:32 Create New Article પુષ્ઠ પર જાવ તે માટે ક્લિક કરો Content પર ત્યારબાદ Article Manager અને પછી સબ-મેનુ Add New Article.
10:44 નવા article ને Vitamin A શીર્ષક આપો.
10:48 category તરીકે પસંદ કરો Uncategorised.
10:53 આ ટ્યુટોરીયલમાં આપવામાં આવેલ assignment-text ફાઈલમાંથી ટેક્સ્ટનો પહેલો બ્લોક (ખંડ) Article Text માં કોપી-પેસ્ટ કરો.
11:03 Save and New વિકલ્પ પર ક્લિક કરો.
11:06 શું થાય છે તેનું અવલોકન કરો.
11:09 નવા મેળવેલ article ને શીર્ષક Iron આપો.
11:14 category તરીકે પસંદ કરો Uncategorised.
11:18 આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવેલ assignment-text ફાઈલમાંથી ટેક્સ્ટનાં બીજા બ્લોક (ખંડ) ને Article Text માં કોપી-પેસ્ટ કરો.
11:28 Cancel આઇકોન પર ક્લિક કરો.
11:31 શું તમને હવે Article Manager માં Iron મળ્યું છે?
11:36 શા માટે અને શા માટે નહી તે સમજો.
11:40 આ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.
12:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આધાર NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે.
12:13 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya