Java/C3/Subclassing-and-Method-Overriding/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Subclassing અને Method overriding પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: subclassing ,extends કીવર્ડ અને method overriding.
00:15 અહીં આપણે વાપરી રહ્યા છીએ: Ubuntu Linux આવૃત્તિ 12.04 , JDK 1.7 , Eclipse 4.3.1
00:25 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમને સામાન્ય Java અને Eclipse IDE નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:32 જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:37 સૌ પહેલા, આપણે subclassing શું છે તે શીખીશું.
00:41 આ હયાત class માંથી એક નવો class બનાવવાની એક રીત છે.
00:46 નવો class જે બનાવેલ છે તે subclass અથવા derived class અથવા child class છે.
00:53 પહેલાથી હયાત class ને superclass અથવા base class અથવા parent class કહેવાય છે.
01:00 હવે, ચાલો હું તમને subclass બનાવવાનું શીખવું. મેં MyProject નામથી પહેલાથી જ એક project બનાવ્યો છે.
01:10 તેમાં મેં Employee નામનો એક class બનાવ્યો છે.
01:15 આ ધરાવે છે variables, name અને email_address.
01:19 class માટે setter અને getter methods પણ ધરાવે છે.
01:24 આ એક method "getDetails()" ધરાવે છે. આ method દ્વારા "name" અને "email_address" પાછું મળે છે.
01:31 હવે, ચાલો Manager class પર આવીએ.
01:35 આ ધરાવે છે variables, name, email_address અને department.
01:40 આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક variablesEmployee અને Manager class આ બંને માટે સામાન્ય છે.
01:47 name અને email_address Employee class માં ઉપલબ્ધ છે. આપણે જોઈ શકીએ છીએ કે તે Manager class માં પણ છે.
01:57 આમ, Manager class ને Employee class નો એક subclass બનાવી શકાય છે.
02:03 આ માટે, આપણને Manager class માં અમુક ફેરફારો કરવા પડશે.
02:08 public class Manager બાદ, ટાઈપ કરો: extends Employee.
02:14 હયાત class માંથી એક subclass બનાવવા માટે આપણે extends કીવર્ડ વાપરીએ છીએ.
02:21 બંને class માં સામાન્ય રહેલ variables રદ્દ કરો.
02:26 તો, Manager class માંથી name અને email_address રદ્દ કરો.
02:32 સાથે જ એનું setter અને getter method રદ્દ કરો.
02:37 class 'Manager' માં, આપણી પાસે ફક્ત એક જ વેરીએબલ department રહેશે.
02:43 આપણી પાસે department માટે પણ setter અને getter method છે.
02:59 આ પ્રકારે, 'Manager' class એ 'Employee' class નાં સભ્યોને ઇનહેરીટ (વારસાઈ આપવી) કરે છે.
02:55 એક class ને બીજામાંથી વિસ્તારિત કરવાની આ રીતને single inheritance કહેવાય છે.
03:02 મેં TestEmployee નામનો બીજો એક class પણ બનાવ્યો છે.
03:08 main મેથડ અંતર્ગત, આપણે Manager ક્લાસનું object બનાવીશું.
03:14 તો, main method અંતર્ગત, ટાઈપ કરો: Manager manager બરાબર new Manager કૌંસ.
03:23 આગળ, આપણે Manager ક્લાસનાં setter મેથડો કોલ (આવ્હાન કરવું) કરીશું.
03:28 તો, ટાઈપ કરો, manager dot setName કૌંસ અને બમણા અવતરણમાં Nikkita Dinesh
03:38 ત્યારબાદ ટાઈપ કરો: manager dot setEmail કૌંસ અને બમણા અવતરણમાં abc at gmail dot com.
03:49 ત્યારબાદ ટાઈપ કરો, manager dot setDepartment કૌંસ અને બમણા અવતરણમાં Accounts.
03:57 તમે કોઈપણ name, email address અને department વાપરી શકો છો.
04:02 હવે, Manager ઓબજેક્ટ વાપરીને ચાલો getDetails() મેથડ કોલ કરીએ.
04:08 તો, ટાઈપ કરો: System.out.println કૌંસમાં manager dot getDetails.
04:17 હવે, ચાલો પ્રોગ્રામને save કરીને run કરીએ.
04:21 આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે:Name: Nikkita Dinesh , Email: abc@gmail.com
04:30 અહીં, 'Manager' class નો ઓબજેક્ટ getDetails() મેથડને કોલ કરે છે.
04:36 હવે, Manager ક્લાસ પર આવીએ.
04:39 આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ getDetails() મેથડ નથી.
04:43 પણ, હજીપણ આપણને આઉટપુટ મળે છે. આ એટલા માટે કારણ કે, Manager classEmployee class વિસ્તારિત કરે છે.
04:52 Manager ક્લાસ એ આપમેળે Employee ક્લાસનાં વેરીએબલો (ચલો) અને method ને ઇનહેરીટ કરે છે.
04:59 તો, તે parent class માં તપાસ કરે છે જે છે Employee.
05:04 ચાલો Employee ક્લાસ પર આવીએ. તે અહીં getDetails() મેથડ શોધે છે.
05:11 નોંધ લો આપણે department પાછું આપ્યું નથી. પરિણામ સ્વરૂપે, તેણે આઉટપુટમાં department પ્રિંટ કર્યું નહોતું.
05:20 હવે, ચાલો getDetails મેથડને private માં બદલીએ. ફાઈલને Save કરીએ.
05:27 આપણે જોઈ શકીએ છીએ કે આપણને TestEmployee class માં કમ્પાઈલેશન એરર મળે છે.
05:34 તે દર્શાવે છે "The method getDetails() from the type Employee is not visible".
05:40 આનો અર્થ એ થાય છે કે getDetails() મેથડને એક્સેસ કરી શકાતું નથી.
05:45 એટલા માટે આપણે getDetails() મેથડને 'private' તરીકે જાહેર કર્યું છે.
05:52 એક subclass પોતાના superclass નાં private સભ્યોને ઇનહેરીટ કરતુ નથી.
05:58 Subclass superclass નાં private સભ્યોને સીધે સીધું એક્સેસ કરી શકતું નથી.
06:04 સુપરક્લાસ public અથવા protected મેથડો ધરાવી શકે છે.
06:09 method તેમનાં private field એક્સેસ કરી શકે છે.
06:13 method મારફતે subclass પણ private field એક્સેસ કરી શકે છે.
06:18 તો, ચાલો તેને ફરી પાછું public માં બદલીએ.
06:21 હવે, ચાલો Manager ક્લાસમાં getDetails મેથડ સમાવિષ્ટ કરીએ.
06:27 method પાછું આપશે name, email_address અને department.
06:33 તો, ટાઈપ કરો: public String getDetails કૌંસમાં.
06:39 method ની અંદર, ટાઈપ કરો: return કૌંસમાં Name પ્લસ getName() પ્લસ slash n પ્લસ Email પ્લસ getEmail() પ્લસ slash n પ્લસ Manager of પ્લસ getDepartment() અર્ધવિરામ. ફાઈલને Save કરો.
07:07 નોંધ લો હવે, આપણી પાસે 'Manager' અને 'Employee' class બંનેમાં getDetails મેથડ છે.
07:15 બંને classes માં method ની name, return type અને argument list સમાન છે.
07:22 subclass માનું method parent class માં method ને override કરે છે એવું કહેવાશે જો:name ,return type ,argument list એકસમાન મેચ (મેળ ખાવું) થાય છે.
07:33 Manager ક્લાસ પર પાછા આવીએ.
07:36 getDetails() method ની પહેલા, ટાઈપ કરો: @Override.
07:43 આ એક override annotation છે. આ દર્શાવે છે કે methodsuperclass માંનાં method ને override કરવા હેતુ છે.
07:53 હવે, ચાલો જોઈએ કે annotation શું છે.
07:57 Annotations: શરુ થાય છે at (@) ચિન્હ અક્ષરથી પ્રોગ્રામ વિશે ડેટા આપે છે.કોડનાં ઓપરેશન (કામગીરી) પર સીધે સીધી કોઈ અસર ધરાવતું નથી.
08:10 method જો @Override વડે એનોટેટ (ટીપ્પણી) કર્યું હોય તો, કમ્પાઈલર error ઉત્પન્ન કરશે જો: methodsuperclass માં જાહેર કરેલ method ને override કરે છે.
08:23 method signature એ તેનાં પોતાના superclass માં વિભિન્ન છે.
08:28 હવે, ચાલો પાછા IDE પર આવીએ. Manager class પર પાછા આવીએ.
08:34 at (@) ચિન્હ અક્ષર કમ્પાઈલરને દર્શાવે છે કે annotation શું અનુસરે છે.
08:42 અહીં, તે દર્શાવે છે કે getDetails() મેથડ એ overridden છે.
08:48 ચાલો TestEmployee class પર આવીએ.
08:51 ફિલ્ડ (વિસ્તાર) ને સંગ્રહો અને પ્રોગ્રામ run કરો.
08:55 આપણને આપેલ પ્રમાણે output મળે છે: Name: Nikkita Dinesh ,Email: abc@gmail.com ,Manager of Accounts
09:05 અહીં, Manager class નો object getDetails() method કોલ (આવ્હાન કરવું) કરે છે.
09:11 પરંતુ આ વખતે, તે પોતે Manager class નાં method ને કોલ કરે છે.
09:16 આ રીતે, આપણે subclass દ્વારા parent class નાં method ને override કરીએ છીએ.
09:23 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: Subclassing અને Method Overriding.
09:31 assignment તરીકે, એક class Vehicle બનાવો જે કે run મેથડ ધરાવે જે પ્રિંટ કરે “The Vehicle is running.”
09:40 સાથે જ એક ક્લાસ Bike બનાવો જે run મેથડ ધરાવે જે પ્રિંટ કરે “The Bike is running safely.”
09:48 આઉટપુટ હોવું જોઈએ “The Bike is running safely.”
09:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.

વધુ વિગતો માટે, અમને contact at spoken hyphen tutorial dot org પર લખો.

10:21 Spoken Tutorial પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT- Intro
10:42 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki