Java/C3/Static-Blocks/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Static blocks પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે: static blocks શું છે
00:10 કેવી રીતે static blocks જાહેર કરવા અને કેવી રીતે static blocks વાપરવા.
00:16 અહીં આપણે વાપરી રહ્યા છીએ: Ubuntu 14.04 JDK 1 .7 અને Eclipse 4.3.1
00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java અને Eclipse IDE નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
00:34 સાથે જ તમને Java માં instance variables, static variables અને static methods ની જાણકારી હોવી જોઈએ.
00:43 જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
00:48 ચાલો static blocks વિશે શીખીએ.
00:52 Static block નો ઉપયોગ મોટાભાગે static variables ની વેલ્યુઓને ઇનીશલાઈઝ (પ્રારંભિત) કરવા માટે થાય છે.
00:59 એક static block ને static કીવર્ડ વાપરીને ઘોષિત કરાય છે.
01:03 class મેમરીમાં લોડ થાય ત્યારે Static blocks ને એક્ઝીક્યુટ કરાવાય છે.
01:08 પ્રોગ્રામમાં જો static blocks હોય તો, તેનું constructors ની પહેલા આવ્હાન થાય છે.
01:14 એક static block અંતર્ગત આપણે instance variables ને એક્સેસ કરી શકતા નથી.
01:19 હવે, આપણે Eclipse પર જશું અને StaticBlockDemo નામનો એક નવો પ્રોજેક્ટ બનાવીશું.
01:26 આ પ્રોજેક્ટ અંતર્ગત, આપણે Static Blocks નાં ઉપયોગને ડેમોનસ્ટ્રેટ કરવા માટે જરૂરી classes બનાવીશું.
01:33 src ફોલ્ડર પર જમણું ક્લિક કરો અને ક્લિક કરો New-> Class.
01:38 class નું નામ StudentEnroll તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
01:44 હવે StudentEnroll ક્લાસને રજુ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
01:49 નોંધ લો અહીં બે static variables count અને orgname છે.
01:54 હવે Source પર ક્લિક કરો -> અને પસંદ કરો Generate Constructor using Fields.
02:00 ઉત્પન્ન થયેલ કોડમાંથી super કીવર્ડ રદ્દ કરો.
02:04 જયારે પણ constructor નું આવ્હાન થાય ત્યારે આપણે મેસેજને પ્રિંટ કરવા ઈચ્છીએ છીએ.
02:09 તો આ constructor અંતર્ગત, “Constructor invoked” પ્રિંટ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
02:15 હવે આપણે વેરીએબલો (ચલો) ની વેલ્યુઓને પ્રિંટ કરવા માટે આ ક્લાસમાં એક મેથડ showData( ) ઉમેરીશું.
02:21 તો આપેલ કોડ ટાઈપ કરો.
02:23 હવે આપણે count અને orgname ની વેલ્યુઓને ઇનીશલાઈઝ (પ્રારંભિત) કરવા માટે એક static block ઉમેરીશું.
02:29 આપેલ કોડ ટાઈપ કરો.
02:32 વેરીએબલો orgname અને count static variables છે.
02:36 છગડીયા કૌંસ અંતર્ગત આવેલ આ કોડનો બ્લોક જે static કીવર્ડ આગળ પૂર્વગ થયેલ છે એ એક static block છે.
02:42 static blockcount અને orgname માટેની વેલ્યુઓને અનુક્રમે 100 અને IITM તરીકે ઇનીશલાઈઝ કરે છે.
02:51 static block અંતર્ગત, “static block-1 is invoked” પ્રિંટ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
02:58 હવે આપણે main method ધરાવતું વધુ એક class ઉમેરીશું.
03:03 તો default package પર જમણું ક્લિક કરો, ક્લિક કરો New-> Class અને ત્યારબાદ નામ Demo તરીકે ટાઈપ કરો.
03:11 class અંતર્ગત આપણી પાસે main મેથડ છે.
03:15 ટાઈપ કરો main અને ત્યારબાદ main method ઉત્પન્ન કરવા માટે Ctrl+space દબાવો.
03:21 આપણે StudentEnroll class નો એક ઓબજેક્ટ બનાવીશું.
03:25 ઓબજેક્ટ s1 બનાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
03:29 હવે વેલ્યુઓ પ્રિંટ કરવા માટે ચાલો showData મેથડને આવ્હાન કરીએ.
03:33 ટાઈપ કરો s1.showData() semicolon
03:38 હવે ચાલો Demo પ્રોગ્રામ રન કરીએ.
03:41 આપણે અવલોકન કરી શકીએ છીએ કે static blockconstructor પહેલા આવ્હાન થયું છે.
03:46 count and orgname ની વેલ્યુઓ static block માં વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે ઇનીશલાઈઝ થઇ છે.
03:53 હવે ચાલો StudentEnroll class પર પાછા ફરીએ.
03:57 ચાલો જોઈએ કે static block અંતર્ગત આઈડીની વેલ્યુ ઇનીશલાઈઝ કરવા પર શું થાય છે.
04:03 static block અંતર્ગત ટાઈપ કરો, id equals IT01 semicolon
04:10 આપણે જોઈ શકીએ છીએ કે એક એરર ઉદ્ભવે છે.
04:13 તે દર્શાવે છે કે એક instance variable ને static block અંતર્ગત એક્સેસ કરી શકાતું નથી.
04:19 હવે ચાલો આ લાઈનને કમેંટ (ટીપ્પણી) કરીએ અને આગળ વધીએ.
04:25 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
04:27 એક class બહુવિધ static blocks ધરાવી શકે છે.
04:30 આવા કિસ્સામાં તેને ફક્ત એક વાર કોલ (આવ્હાન) કરાય છે જે પ્રમાણેનાં ક્રમમાં તે સોર્સ (સ્ત્રોત) કોડમાં દૃશ્યિત થાય છે.
04:37 તેને ચકાસવા માટે Eclipse પર પાછા ફરીએ.
04:40 ચાલો હયાત વાળા પછી હજુ એક static block ને સમાવિષ્ટ કરીએ.
04:45 આપેલ કોડને ટાઈપ કરો.
04:47 static block count અને orgname માટેની વેલ્યુ અનુક્રમે 200 અને IITB તરીકે ઇનીશલાઈઝ કરે છે.
04:57 static block અંતર્ગત આપેલ કોડ ટાઈપ કરો.
05:01 હવે ચાલો ફરીથી Demo પ્રોગ્રામ રન કરીએ.
05:04 આઉટપુટ માંથી, આપણે તપાસ કરી શકીએ છીએ કે બીજું static block એ પહેલા પછીથી આવ્હાન થાય છે.
05:10 static variables count અને orgname ની વેલ્યુઓ બીજા static block દ્વારા અપડેટ (સુધારિત) થઇ છે.
05:18 તે અનુક્રમે 200 અને IITB છે.
05:22 ચાલો સારાંશ લઈએ.
05:24 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા: static block શું છે. static block ને કેવી રીતે ઘોષિત કરવું અને વ્યાખ્યાયિત કરવું અને static blocks ને કેવી રીતે આવ્હાન અને એક્ઝીક્યુટ કરાય છે.
05:37 એસાઈનમેંટ માટે, આ એસાઈનમેંટ એ Static Methods એસાઈનમેંટનું અનુસંધાન છે.
05:44 તમે Static Methods એસાઈનમેંટ પૂર્ણ કર્યું છે તેની ખાતરી કરી લો.
05:48 પહેલાની જેમ આ સ્લાઈડમાં ઉલ્લેખિત કરેલ CarService ક્લાસ ડીઝાઇન કરો.
05:54 instance variables અને static variables ને ઓળખો.
05:58 instance variables માટે વેલ્યુઓ ઇનીશલાઈઝ કરવા માટે એક constructor વ્યાખ્યાયિત કરો.
06:03 static variables ની વેલ્યુઓ ઇનીશલાઈઝ કરવા માટે એક static block વ્યાખ્યાયિત કરો.
06:08 સાથે જ main method ધરાવતો એક Demo ક્લાસ બનાવો.
06:12 મેઈન (મુખ્ય) મેથડ અંતર્ગત, CarService નાં અમુક ઓબજેક્ટો બનાવો અને show( ) મેથડ આવ્હાન કરો.
06:19 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ Spoken Tutorial Project નો સારાંશ આપે છે.
06:24 કૃપા કરી તે ડાઉનલોડ કરીને જુઓ.
06:27 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
06:35 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
06:39 Spoken Tutorial Project ને ફાળો એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
06:46 આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:50 Dept. of Information Technology, Amal Jyothi College of Engineering : દ્વારા આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે.
06:58 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki