Health-and-Nutrition/C2/Laid-back-hold-for-breastfeeding/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ધવડાવવા માટેની Laid-back પકડ પરના Spoken Tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદ કરવી
00:15 ધવડાવવા પહેલા માતાની તૈયારી અને laid-back પકડની રીત .
00:22 ચાલો શરુ કરીએ.
00:24 દુનિયાભરમાં, માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરી ધવડાવે છે.
00:31 પહેલાના ટ્યુટોરીયલમાં ચર્ચા કર્યા પ્રમાણે- માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં-
00:39 માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમ્યાન આરામદાયક સ્થિતિમાં રહે.
00:47 બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય

અને તે પૂરતું દૂધ મેળવે.

00:55 ચાલો આમાંની એક પકડ જે કે Laid-back પકડ કહેવાય છે તેના વિશે શીખીએ.
01:00 Laid-back પકડનો ત્યારે ઉપયોગ કરાવાય છે જ્યારે- cross cradle અથવા cradle પકડનો ઉપયોગ કરીને બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડાવવામાં મુશ્કેલી થતી હોય છે.
01:10 અથવા કે માતાની છાતી મોટી હોય.
01:13 કે પછી માતાને પીઠનો દુખાવો હોય.
01:16 અથવા માતા જ્યારે થાકેલી હોય .
01:19 તેના બાળકને ધવડાવવા પહેલા, માતાએ તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા જોઈએ.

અને તેના હાથને યોગ્ય રીતે સુકાવવા જોઈએ.

01:27 ત્યારબાદ તેણે ઉકાળીને ઠંડુ પાડેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
01:32 ધવડાવનારી માતાઓ દિવસદીઠ આશરે ૭૫૦ થી ૮૫૦ મિલીલીટર દૂધનું ઉત્પાદન કરે છે.

તેથી, તેમણે તેમની રોજની પાણી પીવાની માત્રા વધારવું .

01:44 આગળ, માતાએ જે છાતીથી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી.
01:50 તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે.
01:55 ત્યારબાદ, માતાએ જમીન અથવા પલંગ પર આરામદાયક રીતે આડા પડવું .
02:01 માતાના માથા, ગરદન અને પીઠની ઉપરના ભાગને તકિયા દ્વારા સારી રીતે આધાર મળવો જોઈએ.
02:07 હવે જો કે માતા તૈયાર છે તો, ચાલો જોઈએ કે બાળકને યોગ્ય રીતે કેવી રીતે પકડવું .
02:13 જે બાજુએથી માતા ધવધાવશે તે બાજુના હાથથી માતાએ બાળકને પકડવું
02:20 તેના બીજા હાથના અગુંઠા અને આંગળીઓ વડે બાળકના માથાના નીચેના ભાગને પકડવું.
02:27 આ ચિત્રમાં દર્શાવેલ માતા, તેના બાળકને તેની જમણી છાતીથી ધવડાવશે.
02:32 તેથી, તે તેના બાળકના શરીરને પકડવા માટે તેના જમણા હાથનો ઉપયોગ કરે છે.
02:38 તે તેના ડાબા હાથના અંગુઠા અને આંગળીઓનો ઉપયોગ તેના બાળકના માથાના નીચલા ભાગને પકડવા માટે કરે છે.
02:46 આગળ, ચાલો બાળકના માથાને પકડવા માટે માતાના અંગુઠા અને આંગળીઓને મુકવાની યોગ્ય સ્થિતિ જોઈએ.
02:54 માતાનો અંગુઠો બાળકના એક કાનની પાછળ, અને બાકીની આંગળીઓ બીજા કાનની પાછળ આવવી જોઈએ.
03:02 તેણે તેની આંગળીઓને અથવા અંગુઠાને બાળકના કાન પાછળથી સરકાવીને ગરદન પર મુકવી ન જોઈએ.
03:08 તેણે તેના હાથ વડે બાળકના માથાના પાછળના ભાગ પર દબાણ આપવું ન જોઈએ.

આનાથી બાળક ધાવણ વખતે આરામદાયક સ્થિતિમાં રહેશે.

03:20 આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું છે તે શીખીએ.
03:25 બાળકને માતાના શરીર પર એ રીતે ગોઠવવું જોઈએ કે બાળકનું પેટ માતાના પેટ પર હોય
03:32 અને બાળકનું માથું માતાની છાતીની નજીક હોય.
03:38 બાળક અને છાતી વચ્ચે ઓછું અંતર રહેવાથી બાળકને છાતી સુધી પહોંચવામાં મદદ મળશે.
03:44 અને તેનાથી બાળક માટે ઊંડાણપૂર્વક જોડાવામાં સરળતા રહેશે.
03:49 ત્યારબાદ, બીજું મહત્વનો મુદ્દો, એ છે કે જેમાં બાળકના સંપૂર્ણ શરીરને આધાર મળ્યો છે.
03:56 તમે નોંધ લીધી હશે કે- જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે, આપણું માથું, ગરદન અને શરીર હંમેશા એકસમાન દિશામાં હોય છે.
04:05 એજપ્રમાણે- બાળકનું માથું, ગરદન અને શરીર ધાવતી વખતે હંમેશા સમાન દિશામાં હોવું જોઈએ.
04:14 આનાથી બાળક માટે દૂધને ગળવું સરળ રહેશે.
04:19 યાદ રાખો, બાળકને માતાના શરીર પર કોઈપણ દિશામાં ગોઠવી શકાવાય છે, જ્યાં સુધી કે - બાળકના શરીરના આગળના સંપૂર્ણ ભાગને માતાના શરીરના આગળના ભાગ પર મૂકેલું હોય છે.
04:32 અને બાળક છાતી સુધી સરળતાથી પહોંચી શકતું હોય .
04:38 હવે આપણે બાળકના શરીરને ગોઠવવાના ત્રીજા મુદ્દા પર આવીએ છીએ.
04:42 માતાએ તેના બાળકના સંપૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ.
04:47 નહી તો, બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડાવામાં ખુબ મહેનત કરવી પડશે.
04:54 આગળ, ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ તરફે જોઈએ.
04:59 બાળકનું નાક હંમેશા સ્તનની ડીંટડીની રેખામાં હોવું જોઈએ.
05:04 અને તેની દાઢી આગળ પડતી અને છાતીના અત્યંત નજીક હોવી જોઈએ.
05:09 આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં areola ના નીચેની બાજુનો ભાગ મોઢામાં લેશે.
05:16 અને તેથી, વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જડબાનો ઉપયોગ કરશે.
05:21 કૃપા કરી નોંધ લો- Areola એ સ્તનની ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે.
05:27 હવે, બાળક laid back પકડમાં છે અને ધાવવા માટે તૈયાર છે.
05:34 આ પકડમાં, બાળક કુદરતી રીતે માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે.
05:40 બાળકનું છાતીથી ઊંડાણપૂર્વક જોડાવું સમાન શ્રેણીના અન્ય વિડિઓમાં સમજાવવામાં આવ્યું છે.
05:49 જેમ જ બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાય છે તેમ- માતા બાળકના માથાને તેના હાથને મુક્ત કરી શકે છે.

અને તેના બંને હાથનો ઉપયોગ બાળકના શરીરને આધાર આપવા માટે કરી શકે છે.

06:02 આ સ્થિતિમાં, માતાએ આડા પડ્યા રહીને, આરામદાયક રહીને ધવડાવવું જોઈએ.
06:07 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:10 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki