Health-and-Nutrition/C2/How-to-bathe-a-newborn/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 નવજાત શિશુંને કેવી રીતે સ્નાન કરાવવું છે તેના પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું - સ્નાન પહેલા અથવા સ્નાન બાદ માતા અથવા સંભાળકર્તા માટે સલામતી ટિપ્સ,
00:15 બાળકને તેનું પહેલું સ્નાન ક્યારે આપવું છે,

સ્પોન્જ સ્નાન,

00:20 નિયમિત સ્નાન,

પારંપરિક સ્નાન,

00:23 પહાડી વિસ્તારોમાં અથવા ઠંડા પ્રદેશોમાં બાળકને સ્નાન આપવું અને

Cradle cap.

00:32 તમામ માતાપિતા નવજાત શિશુંને કેવી રીતે સ્નાન કરાવવું છે તેના માટે ઉત્સુક હોય છે.
00:37 બાળકને સ્નાન કરાવતી વખતે ખુબ કાળજી રાખવી જરૂરી છે.
00:42 એક ખોટા પગલાંથી નવજાત શિશુંને ઘણી ઈજા પહોંચી શકે છે.
00:46 આપણે શરુ કરીએ એ પહેલા, બાળકને સ્નાન કરાવતી પહેલા અનુસરવામાં આવનાર સલામતી ટિપ્સને જાણવું જરૂરી છે -
00:54 માતા અથવા પરિવારના સભ્યે - બાળકને અડકતા પહેલા હાથના નખો વ્યવસ્થિત કાપેલા હોવા જોઈએ અને
01:02 કોઈપણ વીંટી, બંગડીઓ અથવા ઘડિયાળ પહેરેલી ન હોવી જોઈએ.
01:07 આનાથી બાળકને ઈજા પહોંચવાની સંભાવના ઘટશે.
01:11 તો, બાળકને પહેલું સ્નાન ક્યારે આપવું જોઈએ?
01:16 માતા બાળકને પ્રસુતિ થયાના 48 કલાક બાદ સ્પોન્જ સ્નાન આપવાનું શરુ કરી શકે છે.
01:22 યાદ રાખો જ્યાં સુધી નાળ ન ખરે ત્યાં સુધી ફક્ત સ્પોન્જ સ્નાન જ આપવું જોઈએ.
01:29 નાળ ખર્યા બાદ, માતા અથવા અન્ય પરિવારના સભ્ય બાળકને નિયમિત સ્નાન આપવું શરુ કરી શકે છે.
01:38 જો કે, બાળકનું જન્મ વજન ઓછું હોવાના કિસ્સામાં, જ્યાં સુધી તેનું વજન વધીને 2 કિલોગ્રામ સુધી ન થાય ત્યાં સુધી તેને ફક્ત સ્પોન્જ સ્નાન જ આપવું જોઈએ.
01:49 ચાલો જોઈએ કે સ્પોન્જ સ્નાન કેવી રીતે આપી શકાય છે.
01:53 શરુ કરતા પહેલા, ખાતરી કરી લો કે ઓરડાની બારીઓ બંધ હોઈ તે પુરતું હુંફવાળું છે કે.
02:00 સ્પોન્જ સ્નાન આપવા માટે અત્યંત નરમ, સ્વચ્છ, અને નાનું કપડું તૈયાર રાખો.
02:07 બાળકને સલામત, સપાટ સપાટી પર મુકવું જોઈએ.
02:12 સમતલ એ સૌથી સલામત રહેશે.
02:15 બાળકને કોઈ ઊંચા સ્થાને મુકશો નહી.
02:19 સ્નાન માટે લેવામાં આવનાર પાણીનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવું જોઈએ.
02:26 માતાએ પોતાની કોણી અથવા કાંડાનો ઉપયોગ કરીને પાણીનું તાપમાન તપાસવું જોઈએ.
02:32 સ્નાન કરાવતી વખતે, પહેલા સફાઈ માટે સાબુવાળા પાણીનો ઉપયોગ કરો.
02:37 સાબુવાળું પાણી બનાવવા માટે હંમેશા મૃદુ, રંગહીન અને વાસરહિત સાબુ અથવા બેબી સોપનો ઉપયોગ કરો.
02:45 ત્યારબાદ સાફ પાણીનો ઉપયોગ સાબુને નિકાળવા માટે કરો.
02:50 પાણીમાં નાના, નરમ કપડાને બોળીને વધારાના પાણીને દબાવીને બહાર કાઢો.
02:56 હવે બાળકની આંખો અંદરના ખૂણેથી બહારની કિનારીઓ સુધી લૂછો.
03:02 શરીરના અન્ય ભાગોને લુછવા માટે સમાન કપડાનો ઉપયોગ ન કરો.
03:06 શરીરના અન્ય ભાગોને સાફ કરવા માટે હંમેશા નવિન (સ્વચ્છ) અને નરમ કપડાનો ઉપયોગ કરો.
03:12 સાથે જ, આપેલ પર કરચલીઓને સાફ કરવાનું ભૂલશો નહી-

બગલો,

કાનની પાછળનો ભાગ,

03:18 ગળા ફરતેનો ભાગ,

હાથ અને પગની આંગળીઓ વચ્ચેનો ભાગ અને જનનાંગ ભાગ.

03:25 હવે જો કે આપણે સ્પોન્જ-સ્નાન ચર્ચા કરી લીધું છે, તો ચાલો નિયમિત સ્નાન વિશે શીખીએ.
03:31 કૃપા કરી યાદ રાખો; નાળ ખર્યા બાદ તમામ તંદુરસ્ત બાળકોને નિયમિત સ્નાન આપવું જોઈએ.
03:39 નિયમિત સ્નાન દરમિયાન, જો તમે બાથટબ વાપરી રહ્યા હોવ તો - પહેલા, બાથટબમાં 2 ઇંચ સુધી સાબુનું પાણી ભરો.
03:48 સાબુનું પાણી બનાવવા માટે, અગાઉ સમજાવ્યા પ્રમાણે કોઈપણ મૃદુ રંગહીન અને વાસરહિત સાબુ અથવા બેબી સોપ વાપરો.
03:58 ચોખ્ખા પાણીથી ભરેલા અન્ય ટબને તૈયાર રાખો.
04:03 ત્યારબાદ, બંને ટબમાના પાણીનું તાપમાન પોતાની કોણી વડે તપાસ કરો.
04:09 પાણીના તાપમાનની સંતુષ્ટિ કરી લીધા બાદ, ખુબ કાળજીપૂર્વક બાળકને એ ટબમાં મુકો જેમાં સાબુનું પાણી છે, એ વાતની ખાતરી કરી લો કે તેના માથાને હંમેશા આધાર આપેલો હોય.
04:22 બાળક પહેલાથી ટબમાં હોય તો વધારાનું પાણી ઉમેરશો નહી.
04:27 શરુ કરવા માટે- પહેલા, બાળકના માથાને વાસરહિત અને રંગહીન બેબી શેમ્પુ અથવા સાબુ વડે ધુવો.
04:35 ત્યારબાદ હળવેથી સ્વચ્છ પાણી રેડીને સાબુને સાબુને કાઢો.
04:39 આગળ, કરચલીવાળા સ્થાન અને નેપ્પી ભાગ સહીત અન્ય શરીરને સાફ કરો જે કે વધુ સંદુષિત હોય છે.
04:47 અંતમાં, સાફ પાણીથી બાકી શરીરને હળવેથી ધોઈ લો.
04:53 બીજી તરફ - જો માતા અથવા સંભાળકર્તા બાળકને પારંપારિક ભારતીય પદ્ધતિથી સ્નાન આપવા ઈચ્છતા હોય તો એકબીજાને સમાંતર રહે એ રીતે પોતાના પગ ફેલાવીને જમીન પર બેસો.
05:06 ત્યારબાદ, બાળકને પોતાના પગ પર મૂકો.
05:09 બાળકનું માથું માતા અથવા સંભાળકર્તાના પગ નજીક હોવું જોઈએ.
05:14 બાળકના પગ માતા અથવા સંભાળકર્તાના ઉદર (પેટ) નજીક હોવું જોઈએ.
05:20 હવે બાળક સ્નાન કરાવવાની સ્થિતિમાં યોગ્ય રીતે છે.
05:24 સ્નાન કરાવ્યા બાદ, નરમ અને સાફ ટોવેલ વડે બાળકને તુરત કોરું કરો.
05:30 અગાઉ સમજાવ્યા પ્રમાણે કરચલીવાળા ભાગને કોરું કરવાનું યાદ રાખો.
05:35 સાથે જ ટેલ્કમ પાઉડર કે બેબી પાવડરનો ઉપયોગ કરવાનું ટાળો.
05:40 બેબી પાવડરથી નવજાત શિશુંઓને શ્વાસ લેવાની તકલીફ ઉદ્દભવે છે.
05:45 આંખોમાં સૂરમાં કે કાજળ લગાડવી નહી.
05:49 સૂરમાં કે કાજળના વાપરથી સીસાનાં ઝેરની અને નવજાત શિશુંઓને ચેપની સંભાવના રહે છે.
05:56 રસપ્રદ રીતે, પહાડી વિસ્તારો અથવા ઠંડા પ્રદેશોમાં રહેતા બાળકોની વિશેષ કાળજી રાખવી જોઈએ.
06:04 આવી જગ્યાએ રહેતા બાળકો માટે, નાળ ખર્યા પહેલા દરરોજ ઝડપી સ્પોન્જ સ્નાન આપી શકાય છે.
06:11 જ્યારે કે, બાળકને કોરું કર્યા બાદ તુરત, માતાએ અથવા સંભાળકર્તાએ બાળકને ચામડીથી ચામડીનો સંપર્ક આપવો જોઈએ.
06:20 આનાથી બાળકને થતું નિમ્ન શરીર તાપમાનનું જોખમ ઘટશે.
06:25 કૃપા કરી નોંધ લો શેમ્પુ લગાડવું અઠવાડિયામાં બે વાર કરવું જોઈએ.
06:30 શેમ્પુ દરરોજ લગાડવો નહી કારણ કે તેનાથી ખોપરીના સુકાપણાની સમસ્યા થશે.
06:35 તેવું પણ થઇ શકે છે નવજાત શિશુંના ખોપરી પર પોપડા રૂપી ચામડીઓ અથવા ભીંગડાઓ હોઈ શકે છે.

આને Cradle cap તરીકે ઓળખવામાં આવે છે.

06:45 આ પેચ (ચીન્ગડા) અથવા ભીંગડા ફરતે અમુક લાલાશ હોઈ શકે છે.
06:50 નોંધ લો કે Cradle cap વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી.
06:54 તે આપમેળે જતું રહે છે અને કોઈ સારવાર કરવાની જરૂર હોતી નથી.
06:59 બેબી ઓઈલ ભીંગડાને પોચા બનાવવામાં મદદ કરી શકે છે.
07:04 તેલ લગાવતી વખતે, ઓછી માત્રામાં તેલ ભીંગડા પર મળો.
07:09 વધુ પડતું તેલ ચોપડવાથી સ્થિતિ ખરાબ થઇ શકે છે.
07:12 ત્યારબાદ, બાળકના વાળને એક કે બે કલાકમાં મૃદુ આંસુ-મુક્ત બેબી શેમ્પુ વડે ધુવો.
07:20 તેના પછી, એક કલાક બાદ બ્રશ વડે ભીંગડા કાઢી દો જેથી વધુ ભીંગડા ન થાય.
07:27 ભીંગડાને કદીએ ખેંચવું નહી, તેનાથી ખોપરીનો ઘા કે આગળ જતા ચેપ થઇ શકે છે.
07:33 નવજાત શિશુંને કેવી રીતે સ્નાન કરાવવું છે તેના પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636