Git/C3/Working-with-Remote-Repositories/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Working with Remote Repositories પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં, આપણે આપેલ શીખીશું - Remote repository શું છે અને
00:12 Remote repository સાથે ડેટાને કેવી રીતે સિંક્રનાઇઝ કરી શકાય છે.
00:16 આ ટ્યુટોરીઅલ માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 14.04
00:22 Git 2.3.2
00:25 gedit Text Editor અને
00:28 Firefox web browser
00:30 તમે તમારી પસંદનું કોઈપણ એડીટર અને વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:36 આ ટ્યુટોરીઅલ માટે, તમને ચાલુ Internet જોડાણની જરૂર છે.
00:41 સાથે જ તમને સામાન્ય Git કમાંડોની જાણકારી હોવી પણ જરૂરી છે.
00:46 જો નથી તો, સંદર્ભિત Git ટ્યુટોરીઅલો માટે, દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
00:52 ચાલો પહેલા સમજીએ કે Remote repository શું છે.
00:56 એક repository જેને ઇન્ટરનેટ અથવા કે કોઈપણ નેટવર્ક પર હોસ્ટ કરવામાં આવે તેને Remote repository કહેવાય છે.
01:04 આ કેન્દ્રિય repository વાપરીને, આપણે કોઈપણ સમયે, વિશ્વમાં કોઈપણ જગ્યાએથી, પ્રોજેક્ટમાં સહયોગી થઇ શકીએ છીએ.
01:13 માનો કે, ઉદાહરણ તરીકે, અહીં 3 વપરાશકર્તાઓ છે જે સંયુક્ત રીતે સમાન repository માં કામ કરવા ઈચ્છે છે.
01:21 Git તમને તેમની લોકલ (સ્થાનિક) સિસ્ટમમાં Remote repository ની એક કોપી (નકલ) લેવાની પરવાનગી આપે છે.
01:28 આવું clone કમાંડ ઉપયોગ કરીને થશે.
01:31 ત્યારબાદ તેઓ લોકલ repository સાથે ઓફલાઇન કામ કરી શકે છે.
01:36 કાર્ય સમાપ્ત થયા બાદ, તેમણે તેને ફરીથી મુખ્ય repository માં સિંક્રનાઇઝ કરવું પડે છે.
01:43 આવું Push અને pull કમાંડો ઉપયોગ કરીને થશે.
01:48 તમને સંપૂર્ણ પ્રક્રિયા આ ટ્યુટોરીઅલનાં અંતમાં સમજાશે.
01:53 પહેલા આપણે આપણી પહેલા બનાવેલી GitHub repository ને ખોલીશુ.
01:59 જમણી બાજુએ, આપણે આ repository નું URL જોઈ શકીએ છીએ.
02:05 ચાલો આ URL ને કોપી કરીએ.
02:08 લોકલ repository' બનાવવા માટે URL વાપરીને આપણે આ repository ની કોપી બનાવવા જઈ રહયા છીએ.
02:16 ચાલો terminal ખોલીએ.
02:18 ચાલો હમણાં સમજીએ કે બે વપરાશકર્તાઓ સમાન Remote repository માં કેવી રીતે કામ કરી શકે છે.
02:24 આ માટે, મેં મારા Desktop પર User1 અને User2 નામની બે ડિરેક્ટરીઓ પહેલાથી જ બનાવી છે.
02:33 આવું તમારા Desktop પર પણ કરો.
02:36 સમાન terminal માં, હું ડિરેક્ટરીઓને 2 જુદા જુદા ટેબોમાં ખોલીશ.
02:43 પહેલા ટેબમાં, ટાઈપ કરો cd space User1
02:49 બીજું ટેબ ખોલવા માટે, File menu પર ક્લીક કરો અને Open Tab પસંદ કરો.
02:55 બીજા ટેબમાં, ટાઈપ કરો cd User2
03:00 ચાલો User1 ટેબ પર જઈએ.
03:03 હવે ચાલો Remote repository ની એક કોપી બનાવીએ.
03:08 ટાઈપ કરો git space clone અને ત્યારબાદ કોપી કરેલ URL ને પેસ્ટ કરો સ્પેસ અને આ કમાંડની અંતમાં એક ડોટ (ટપકું) ટાઈપ કરો.
03:17 Dot દર્શાવે છે કે આપણે repository ને સમાન directory અંતર્ગત એટલે કે User1 માં કોપી કરવા જઈ રહયા છીએ.
03:25 નહી તો, તે stories નામની repository સહીત એક નવી directory બનાવશે.
03:31 હવે Enter દબાવો.
03:33 clone કમાંડ સમગ્ર કેન્દ્રીય ફોલ્ડરને કોપી કરશે અને તેને લોકલ repository બનાવશે.
03:40 ls ટાઈપ કરો. તમે જોઈ શકો છો કે Remote repository નાં કંટેન્ટો (ઘટકો) અહીં કોપી થઇ ગયા છે.
03:48 આગળ, વધુ સારી રીતે સમજાય એ માટે હું આ repository નું user name અને email id બદલીશ.
03:55 ડેમોનસ્ટ્રેશન માટે - મેં પહેલાથી જ વધુ બે GitHub users - priya-spoken1 અને kaushik-spoken બનાવ્યા છે.
04:04 હું તેમને અહીં વાપરીશ.
04:14 ચાલો Git log તપાસીએ.
04:16 તમે Remote repository નાં સમાન commits જોઈ શકો છો.
04:21 એજ પ્રમાણે, હું બીજા ટેબમાં આવેલ directory User2 અંતર્ગત repository ને clone કરીશ.
04:28 User1 માટે પહેલા જેવું કર્યું હતું એ પ્રમાણે જ હું અહીં પણ user name અને email id બદલીશ.
04:35 આગળ, ચાલો સમજીએ કે આ વપરાશકર્તાઓ Remote repository માં કેવી રીતે કામ કરશે.
04:41 માનો કે, User1 lion-and-mouse.html નામની ફાઈલ પર કામ કરી રહ્યો હશે.
04:48 ફાઈલ બનાવવા માટે, ટાઈપ કરો gedit lion-and-mouse.html.
04:54 હું પહેલા સંગ્રહીત કરેલા, મારા Writer document માંથી, અમુક ટેક્સ્ટ આ ફાઈલમાં કોપી અને પેસ્ટ કરીશ.
05:02 એજ પ્રમાણે, તમે તમારી ફાઈલમાં કેટલાક કંટેન્ટ ઉમેરી શકો છો.
05:06 ચાલો ફાઈલને staging area માં ઉમેરીએ.
05:11 ટાઈપ કરો git add lion-and-mouse.html
05:17 આગળ ચાલો નવી ઉમેરેલી ફાઈલને commit કરીએ.
05:21 ટાઈપ કરો git commit hyphen m અવતરણમાં Added lion-and-mouse.html.
05:29 આગળ આપણે લોકલ repository ને મુખ્ય Remote repository સાથે સિંક્રનાઇઝ કરવી પડશે.
05:35 repository ને સિંક્રનાઇઝ કરતા પહેલા, આપણે remotes વિશે શીખીશું.
05:40 Remote repository નાં URL ને Remote કહેવાય છે.
05:45 આપણે URL ને હુલામણું નામ આપી શકીએ છીએ.
05:49 ઘણી બધી Remote repositories પર કામ કરતી વેળાએ આપણને આ ઉપયોગી રહેશે.
05:54 જ્યારે આપણે repository સિંક્રનાઇઝ કરીએ છીએ ત્યારે, પૂર્ણ URL ટાઈપ કરવાના બદલે, આપણે ફક્ત હુલામણું નામ વાપરી શકીએ છીએ.
06:01 Remote નું મૂળભૂત હુલામણું નામ હંમેશા origin રહે છે.
06:06 હવે ચાલો Remote કેવી રીતે ઉમેરવું એ શીખીએ.
06:10 આપણા terminal પર પાછા આવીએ.
06:13 ટાઈપ કરો git remote. તમે જોઈ શકો છો કે મૂળભૂત Remote નામ એ origin છે.
06:20 આગળ ચાલો Remote માં હુલામણું નામ કેવી રીતે ઉમેરવું એ જોઈએ.
06:25 ટાઈપ કરો git remote add stories અને Remote repository નું URL ટાઈપ કરો.
06:32 અહીં હું Remote ને stories તરીકે નામ આપીશ જે કે Remote repository નું નામ છે.
06:38 હવે Enter કી દબાવો.
06:41 ફરીથી Remote યાદીને તપાસવા માટે, ટાઈપ કરો git remote.
06:46 તમે જોઈ શકો છો કે યાદીમાં Remote ઉમેરાઈ ગયું છે.
06:50 હવે આપણે લોકલ repository ને મુખ્ય Remote repository સાથે સિંક્રનાઇઝ કરીશું.
06:55 આવું કરવા માટે, ટાઈપ કરો git push stories master
07:00 અહીં storiesRemote નામ છે અને masterbranch છે જ્યાં આપણે ફેરફારો અપડેટ કરીએ છીએ.
07:07 હવે Enter દબાવો.
07:09 હું User1 નું username priya-spoken1 તરીકે ટાઈપ કરીશ અને Enter દબાવું છું.
07:17 User1 નો સંદર્ભિત પાસવર્ડ ટાઈપ કરો.
07:21 યાદ કરો ડેમોનસ્ટ્રેશન હેતુસર મેં પહેલા આ યુઝરનામ બનાવ્યું હતું.
07:27 કૃપા કરી અહીં તમારું યુઝરનામ અને પાસવર્ડ વાપરો.
07:31 તે એક એરર દર્શાવે છે unable to access.
07:35 આ એરર શા માટે આવ્યો? આ એટલા માટે કારણ કે આપણી પાસે Remote repository નું એક્સેસ નથી.
07:42 તો અત્યારે, ચાલો કોન્ટ્રીબ્યુટરો (ફાળો આપનારાઓ) ને એક્સેસ પરવાનગી કેવી રીતે આપવી એ શીખીએ.
07:48 GitHub repository પર પાછા આવીએ.
07:51 ઉપરનાં પેનલમાં - છેલ્લા ટેબ - Settings પર ક્લીક કરો.
07:55 ત્યારબાદ ડાબી બાજુએ આવેલ બોક્સમાં Collaborators લીંક પર ક્લીક કરો.
08:00 પુષ્ટિ માટે તમારો GitHub ખાતાનો પાસવર્ડ ટાઈપ કરો.
08:04 અહીં ટેક્સ્ટ બોક્સમાં, આપણે સહયોગીઓનાં નામો ઉમેરી શકીએ છીએ.
08:10 સમજી લો કે કોઈપણ આ GitHub repository ને clone કરી શકે છે.
08:15 પરંતુ એ લોકો જેને આપણે સહયોગી તરીકે ઉમેરીએ છીએ તે, repository માં push કરી શકે છે.
08:21 હવે હું priya-spoken1 અને kaushik-spoken આ બે વપરાશકર્તાઓ ઉમેરીશ.
08:27 તમે જોઈ શકો છો કે જેમ હું ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરું છું તેમ યુઝર નામ યાદીબદ્ધ થાય છે.
08:33 વપરાશકર્તાને સહયોગી તરીકે ઉમેરવા માટે Add Collaborator બટન પર ક્લીક કરો.
08:38 હું બીજા વપરાશકર્તા kaushik-spoken પણ ઉમેરીશ.
08:43 તમે અહીં જોઈ શકો છો કે ઉમેરેલા નામો યાદીબદ્ધ થયા છે.
08:47 હવે આપણે Remote repository માં પુશ (ધકેલવું) કરવાનો પ્રયાસ કરીશું.
08:51 terminal પર પાછા આવીએ.
08:54 ટાઈપ કરો git push stories master
08:58 જેને repository નું એક્સેસ છે તે વપરાશકર્તાનું username અને password આપો.
09:04 તમે જોઈ શકો છો કે આપણે તેને સફળતાપૂર્વક પુશ કર્યું છે.
09:08 આગળ, આપણા ફેરફારો અપડેટ થયા છે કે નહી એ જોવા માટે ચાલો GitHub repository ને તપાસ કરીએ.
09:14 GitHub repository પર પાછા આવીએ.
09:17 Code ટેબ પર ક્લીક કરો.
09:20 ચાલો commit list તપાસીએ.
09:23 તમે જોઈ શકો છો કે સહયોગીનું commit અહીં યાદીબદ્ધ છે.
09:28 આગળ, ચાલો શીખીએ કે Remote repository સાથે User2 કેવી રીતે સહયોગ કરી શકે છે.
09:34 terminal પર પાછા આવીએ.
09:37 માનો કે, User2 friends.html નામની ફાઈલ પર કામ કરી રહ્યો છે.
09:43 ફાઈલ બનાવવા માટે, ટાઈપ કરો gedit friends.html.
09:49 હું મારા Writer document માંથી, અમુક ટેક્સ્ટ આ ફાઈલમાં કોપી અને પેસ્ટ કરીશ.
09:54 એજ પ્રમાણે, તમે તમારી ફાઈલમાં કેટલાક કંટેન્ટ (ઘટક) ઉમેરી શકો છો.
09:59 ચાલો ફાઈલને staging area માં ઉમેરીએ.
10:03 આગળ ચાલો નવી ઉમેરેલી ફાઈલને commit કરીએ.
10:07 ટાઈપ કરો git commit hyphen m અવતરણમાં Added friends.html.
10:15 આગળ આપણે લોકલ repository ને મુખ્ય Remote repository સાથે સિંક્રનાઇઝ કરવી પડશે.
10:21 ટાઈપ કરો git push origin master
10:25 યાદ રાખો કે આપણે આ લોકલ repository માં Remote ઉમેર્યું નથી.
10:30 તો અહીં આપણે મૂળભૂત Remote નામ origin વાપરી રહયા છીએ.
10:34 હવે Enter દબાવો.
10:37 User2 નું GitHub યુઝરનામ અને પાસવર્ડ ટાઈપ કરો.
10:42 તે એક એરર દર્શાવે છે જે છે failed to push.
10:46 સાથે જ, તે એરરનું કારણ પણ જણાવે છે: the remote contains work that you do not have locally.
10:53 યાદ રાખો User1 એ પહેલા કમીટ પુશ કરી હતી.
10:58 પરંતુ User2 પાસે User1 નું કાર્ય તેની લોકલ repository માં નથી.
11:04 એરરને સુધારવા માટે તે git pull કમાંડને રન કરાવવાનું પણ સૂચવે છે.
11:10 તો પહેલા, આપણે User1 નાં કાર્યને અલગ કરીને તેને User2 ની લોકલ repository માં સમાવિષ્ટ કરવું પડશે. ચાલો અત્યારે તે કરીએ.
11:21 ટાઈપ કરો git pull origin master
11:25 પહેલા તે Remote repository માંથી ડેટા ફેચ કરશે અને ત્યારબાદ તેને લોકલ repository સાથે મેળવી લેશે.
11:32 તો તે merging માટે સંદેશ આપવા માટે એક એડીટર ખોલે છે.
11:36 ચાલો સમાન સંદેશ રાખીએ અને Ctrl + X દાબીને એડીટરને બંધ કરીએ.
11:42 હવે ફરીથી, આપણે ડેટા પુશ કરવાનો પ્રયાસ કરીશું. ટાઈપ કરો git push origin master
11:50 User2 નો username અને password આપો.
11:54 તમે જોઈ શકો છો કે હવે આપણે સફળતાપૂર્વક ડેટા પુશ કરી શક્યા છીએ.
11:59 આગળ આપણા ફેરફારો અપડેટ થયા છે કે નહી તે જોવા માટે ચાલો GitHub repository તપાસ કરીએ.
12:05 GitHub repository પર પાછા આવીએ.
12:08 Stories નામક રિપોઝીટરી પર ક્લિક કરો.
12:12 તમે જોઈ શકો છો કે friends.html ફાઈલ હવે repository માં ઉમેરાયી ગયી છે.
12:18 ચાલો હવે commit list ને તપાસીએ.
12:21 તમે જોઈ શકો છો કે User2 commit પણ અહીં યાદી થયેલ છે.
12:26 આ સાથે આપણે આ ટ્યુટોરીયલ ના અંત માં આવીયા છીએ.
12:30 ચાલો સારાંશ અલીએ આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા -
12:35 Remote repository શું છે અને
12:38 Remote repository માં ડેટાને કેવી રીતે સિંક્રનાઇઝ કરવા.
12:42 અસાઇન્મેન્ટ તરીકે User3 નામક હજી એક યુઝર બનાવો.
12:47 User3 માટે Clone ડેટા.
12:50 User3ના લોકલ repository પર કાર્ય કરવાનું શરુ કરો.
12:54 User3 માંથી ડેટા ને પુશ કરવાનો પ્રયત્ન કરો.
12:58 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13:03 તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
13:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
13:12 વધુ જાણકરી માટે અમને લખો.
13:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
13:22 આ મિશન પર વધુ જણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે.
13:27 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki