Avogadro/C2/Edit-molecules/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 સૌને નમસ્તે. Edit moleculesઆધારિત ટ્યૂટોરિઅલમાં આપનું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - પરમાણુઓને ઉમેરવું અને રદ્દ કરવું.
00:14 બોન્ડ્સ ઉમેરવા અને રદ કરવું.
00:16 બોન્ડ્સ ફેરવવું.
00:18 બોન્ડની લંબાઈ બદલવું.
00:20 હાઇડ્રોજનને મિથાઇલ જૂથમાં બદલવું.
00:23 કૉપિ કરવું, પેસ્ટ કરવું અને સ્ટ્રક્ચરને જોડવું.
00:27 અહીં હું ઉપયોગ કરી રહ્યો છુંUbuntu Linux' OS version. 14.04 Avogadro version 1.1.1.
00:37 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ.
00:43 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:49 અહીં હું Terminalનો ઉપયોગ કરીને Avogadro 'કેવી રીતે ખોલવું તે બતાવીશ.
00:55 ટર્મિનલને ખોલવા માટે 'CTRL, ALT' 'અને' T કીઓ એક સાથે દબાવો.
01:03 પ્રોમ્પ્ટ પર 'avogadro' ટાઇપ કરો અને enter દબાવો.
01:08 Avogadro એપ્લિકેશન વિન્ડો ખુલે છે.
01:12 નિદર્શન માટે, હું Fragment લાઈબ્રેરી માંથી n-butane નો અણુ પ્રદર્શિત કરીશ.
01:19 Build મેનૂ પર ક્લિક કરો Insert->Fragment ની તરફ જાઓ.
01:25 Insert fragmentડાયલોગ બોક્સ દેખાય છે.
01:29 ફ્રેગમેન્ટ્સની સૂચિમાંથી, alkanes' 'ફોલ્ડર ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01:35 ડ્રોપ ડાઉનમાંથી butane.cml' પસંદ કરો જે દ્રશ્યમાન છે.
01:41 Insertબટન પર ક્લિક કરો. 'Insert Fragment ડાયલોગ બોક્સને બંધ કરવા માટે X પર ક્લિક કરો.
01:49 Butaneઅણુ બ્લુ રંગમાં પ્રકાશિત થયેલ છે અને Panelપર દેખાય છે.
01:54 હાયલાઇટિંગને કાઢવા કરવા માટે, 'Ctrl', 'Shift' અને A કીઓ એક સાથે દબાવો.
02:02 યોગ્ય ગોઠવણી મેળવવા માટે Navigation ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ટરને ફેરવો.
02:09 હવે આપણે શીખીશું કે અણુમાં પરમાણુઓ કેવી રીતે ઉમેરવું.
02:14 ટૂલ બાર પર Draw tool આઇકોન પર ક્લિક કરો.
02:18 અંતમાં Carbon પરમાણુ પર ક્લિક કરો અને 'પેનલ' પર ડ્રેગ કરો.
02:23 કાર્બન પરમાણુ ,જરુરી હાયડ્રોજન સાથે જોડાય છે.
02:27 હવે આપણી પાસે Panel પર pentane નો અણુ છે.
02:32 એ જ રીતે alkanes ની શ્રેણી બનાવવા માટે તમે Draw tool 'નો ઉપયોગ કરીને પરમાણુ ઓ ઉમેરી શકો છો.
02:39 એક નવી વિંડો ખોલો. Draw tool. નો ઉપયોગ કરીને પ્રોપેન દોરો.
02:45 Ethane અણુ મેળવવા માટે હાઇડ્રોજન સાથે અંતિમ કાર્બન પરમાણુ કાઢી નાખીએ.
02:52 પરમાણુઓ કાઢવા માટે, ટૂલ બાર પર 'Selection Tool' આયકન પર ક્લિક કરો.
02:57 છેલ્લા કાર્બન પરમાણુ ને પસંદિત કરવા માટે તે ઉપર ક્લિક કરીને ડ્રેગ ડ્રેગ કરો.
03:02 પસંદ થયેલ પરમાણુઓ બ્લુ રંગમાં દેખાય છે.
03:06 કાઢી નાખવા માટે Backspace દબાવો. વૈકલ્પિક રીતે તમે Edit 'મેનૂમાં ક્લીઅર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
03:14 To redo, press Ctrl and Z keys simultaneously. ફરી કરવા માટે, એકસાથે 'Ctrl અને Z”” કીઝ દબાવો.
03:20 અમારે એક અણુમાં બોન્ડ કેવી રીતે ઉમેરવા અને કાઢવા હું તે દર્શાવીશ (દેખાડીશ).
03:26 બોન્ડ્સ ઉમેરવા ટૂલ બાર પર Draw tool આયકન પસંદ કરો.
03:31 Draw Settings મેનુ ડાબે ખૂલે છે.
03:35 મૂળભૂત રીતે Element ' ડ્રોપ ડાઉન સૂચિમાં Carbon પસંદ થયેલ છે.
03:40 ડબલ બોન્ડ રજૂ કરવા માટે Bond Order ડ્રોપ ડાઉન માંથી Double' પસંદ કરો .
03:46 ડબલ બોન્ડમાં બદલવા માટે C-1 અને C-2 વચ્ચેની બોન્ડ પર ક્લિક કરો.
03:52 ડબલ બોન્ડને ટ્રિપલ બોન્ડમાં બદલવા માટે, Bond Order માંથી Triple પસંદ કરો. બોન્ડ પર ક્લિક કરો.
03:59 બોન્ડ કાઢી નાખવા માટે, જમણા માઉસ બટન દબાવી રાખો અને બોન્ડ્સ પર ક્લિક કરો.
04:04 પરિણામે આ બે અલગ અલગ અણુઓ બને છે.
04:08 ચાલો અણુઓ ફરી જોડીએ.
04:11 એક અણુના કાર્બન પર ક્લિક કરો, ડ્રેગ કરો અને અન્ય અણુના કાર્બન પર ક્લિક કરો.
04:18 અમે Bond Centric Manipulation ટૂલનો ઉપયોગ કરીને બોન્ડ ફેરવી શકીએ છીએ અને બોન્ડની લંબાઈ બદલી શકીએ છીએ.
04:24 ટૂલ બાર પર Bond Centric Manipulation tool પર ક્લિક કરો.
04:29 Bond Centric Manipulate સેટિંગ્સ મેનૂ ડાબી બાજુએ ખુલે છે.
04:34 મૂળભૂત રીતે , Show Angles 'અને Snap-to Bonds તપાસવામાં આવે છે.
04:39 Snap-to Threshold100(10 ડિગ્રી) પર સેટ છે
04:43 યુઝર્સ જરૂરિયાતો મુજબ સેટિંગ્સની પોતાની પસંદગી કરી શકે છે.
04:49 એન્ગલ્સ બતાવવા માટે, બે પરમાણુંઓ વચ્ચેના બોન્ડ પર ક્લિક કરો.
04:55 અમારે બોન્ડ્સના રોટેશન પ્લેનને ઠીક કરવાની જરૂર છે.
04:59 તમે ઇચ્છો તે સપાટીને ઠીક કરવા માટે, બોન્ડ પર ક્લિક કરો અને ઉપરની તરફ અથવા નીચેની તરફ ખસેડો.
05:05 પરમાણુ વચ્ચેની સપાટી બ્લુ અથવા પીળા રંગમાં દેખાય છે.
05:11 ફેરવવા માટે, એક પરમાણુ પર ક્લિક કરો અને ખસેડો.
05:16 પરમાણુઓ સાથે જોડાયેલ બોન્ડ નિશ્ચિત સપાટીમાં ફરે છે.
05:21 બોન્ડની લંબાઈને બદલવા માટે જમણું માઉસ બટન દબાવી રાખો અને ડ્રેગ કરો.
05:27 હવે અમે બતાવીશું કે હાઈડ્રોજનને કેવી રીતે મિથાઇલ જૂથોમાં બદલવું.
05:32 Build મેનૂ પર ક્લિક કરો અને Change H To Methyl પર ક્લિક કરો.
05:38 બધા Hydrogens હવે Methyl જૂથો દ્વારા બદલવામાં આવ્યા છે.
05:43 ફેરફારોને પૂર્વવત્ કરવા CTRL અને Z keys એક સાથે દબાવો.
05:49 આપણે એક ચોક્કસ hydrogen પરમાણુ પણ પસંદ કરી શકીએ છીએ અને તેને methyl ગ્રૂપમાં બદલી શકીએ છીએ.
05:55 ટૂલ બાર પર 'Selection Tool' આઇકોન પર ક્લિક કરો.
05:59 પસંદ કરવા માટે અંતે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા hydrogen પર ક્લિક કરો.
06:04 Build મેનૂ પર જાઓ અને Change H to Methyl પર ક્લિક કરો.
06:10 પસંદ કરેલ Hydrogenmethyl ગ્રુપ દ્વારા બદલાઈ જાય છે.
06:15 નાપસંદ કરવા માટે, એકસાથે 'Ctrl', 'Shift' અને Aકી દબાવો.
06:22 ચાલો આપણે એક નજર કરીએ, કેવી રીતેકોપી, પેસ્ટ થાય છે અને સ્ટ્રક્ટર્સ જોડાય છે.
06:28 નવી વિંડો ખોલવા માટે File-> New પર ક્લિક કરો.
06:33 અમે Maltose અણુ બનાવવાનું શીખીશું.
06:37 'Maltose બે glucose અણુઓનો બનેલો છે.
06:41 glucose અણુ દાખલ કરવા માટે, Build મેનૂ પર ક્લિક કરો.
06:46 નીચે સ્ક્રોલ કરો અને Insert -> Fragment પર ક્લિક કરો.
06:51 Insert -> Fragment dialog box appears.

Insert -> Fragmentડાયલોગ બોક્સ દેખાય છે.

06:55 સૂચિ નીચે સ્ક્રોલ કરો અને Cyclic sugar ફોલ્ડર્સ પર ક્લિક કરો.
07:01 સબ મેનુ દેખાય છે.
07:04 નીચેની તરફ જાઓ અને beta-d-glucopyranose.cml.પસંદ કરો.
07:10 Insert બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ કરો.
07:16 beta-D-glucopyranose.cmlવાદળી રંગમાં પેનલ પર દેખાય છે.
07:24 હેન્ડ ટૂલનો ઉપયોગ કરીને તેને કેન્દ્રમાં ખસેડો.
07:28 ચાલો આપણે અન્ય glucose અણુને કોપી કરીએ અને પેસ્ટ કરીએ.
07:33 મેનૂ બાર પર Edit મેનૂ પર ક્લિક કરો.
07:36 અને 'કૉપિ' પર ક્લિક કરો. ફરીથી એડિટ મેનૂને સ્ક્રોલ કરો અને પછી Paste પર ક્લિક કરો.
07:44 કૃપા કરીને નોંધ લો, કૉપિ, પેસ્ટ ઑપરેશન દરમિયાન ક્ષણ માટે વિંડો ધૂંધળી થાય છે અને પછી રિકવર થઇ જાય છે.
07:51 પેનલ પર હાલના અણુ પર એક નવો અણુ કોપી અને પેસ્ટ થાય છે.
07:58 કર્સર એક હેન્ડ ટૂલમાં બદલાય છે.
08:01 મૂળ અણુમાંથી કૉપિ કરેલ અણુ ખસેડો.
08:06 હવે પેનલ પર આપણી પાસે બે અલગ અણુઓ છે
08:10 નાપસંદ કરવા માટે, Ctrl, Shift 'અને A' કીઝ એકસાથે દબાવો.
08:17 ચાલો અણુઓ લેબલ કરીએ. લેબલીંગ તમામ પરમાણુંઓની સ્થિતિ ઓળખવામાં મદદ કરે છે.
08:25 લેબલ કરવા માટે, Display Types ડ્રોપ ડાઉનમાંથી Label ચેકબોક્સ પર ક્લિક કરો.
08:32 Maltose મેળવવા માટે અમારે પાણીનું અણુ દૂર કરવાની જરૂર છે.
08:37 પ્રથમ અણું C-1પરના OH ગ્રુપ અને બીજા અણુના C-9 પરના હાઇડ્રોજનને કાઢી નાંખો.
08:46 Draw tool settings.માં Carbon પસંદ કરો.
08:50 Bond Orderને Singleતરીકે પસંદ કરો.
08:54 Adjust Hydrogensચેક બૉક્સને અનચેક કરો.
08:58 પ્રથમ અણુના C-1 અને બીજા અણુના C-9 ને oxygen પરમાણુ દ્વારા દ્વારા જોડવા માટે ક્લીક અને ડ્રેગ કરો.
09:07 આપણે જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરવાની જરૂર છે.
09:11 Auto Optimization toolપસંદ કરો.
09:15 Auto Optimization settings મેનુ ડાબી બાજુ પર દેખાય છે.
09:20 'MMFF94' ફોર્સ ફિલ્ડ પસંદ કરો અને Start પર ક્લિક કરો.
09:27 ઓપ્ટિમાઇઝેશન પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. તમે હવે લેબલો કાઢી કરી શકો છો.
09:35 આપણે હવે Maltose પેનલ પર ઓપ્ટિમાઇઝડ સ્ટ્રક્ચર ધરાવીએ છીએ.
09:40 ચાલો સારાંશ કરીએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: પરમાણુઓ ઉમેરો અને રદ્દ કરતા.
09:47 બોન્ડ્સ ઉમેરતા અને રદ કરતા.
09:50 બોન્ડ્સ ફેરવતા
09:52 બોન્ડની લંબાઈ બદલાતા.
09:54 હાઇડ્રોજનને મિથાઇલ જૂથમાં બદલાતા.
09:56 કૉપિ , પેસ્ટ અને સ્ટ્રક્ટર જોડતા.
10:00 અસાઇનમેન્ટ તરીકે, ડ્રો ટૂલનો ઉપયોગ કરીને બ્યુટેઇન અણુ બનાવો.
10:06 તેને 2,3 dimethyl Butaneમાં રૂપાંતરિત કરો.
10:10 બોન્ડ ફેરવો અને બોન્ડ લંબાઈને બદલો.
10:14 celluloseપર એક અણુ બનાવો (સંકેત: ડી-ગ્લુકોઝ મોનોમર ઇન્શર્ટ ફ્રેગમેન્ટ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે)
10:22 UFF ફોર્સ ફીલ્ડનો.ઉપયોગ કરીને જોમેટ્રી ઑપ્ટિમાઇઝ કરો.
10:27 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે, જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
10:36 અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમારો સંપર્ક કરો.
10:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD Government of Indiaદ્વારા ફંડ આપવામાં આવે છે.
10:52 આ ટ્યુટોરીયલનું ભાષાંતર કરનાર સંદીપ સોલંકી અને રેકોર્ડિંગ હું વિદાય લવું છું .

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki