PHP-and-MySQL/C2/Loops-While-Statement/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:30, 2 December 2012 by Pravin1389 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. મેં દરેક લુપીંગ સ્ટેટમેન્ટ (looping statement) માટે અલગ ટ્યુટોરિયલ્સ બનાવવાનો નિર્ણય કર્યો છે.
0:07 હું તેને સરળ રાખવા ઈચ્છું છું. જો તમારે જાણવું હોય કે કોઈ ચોક્કસ લૂપ કેવી રીતે કામ કરે છે તો આ સંદર્ભ તરીકે પણ ઉપયોગી થઇ શકે છે.
0:22 આ ટ્યુટોરીયલમાં, આપણે while loop વિશે શીખીશું.
0:25 આ while loop, જયારે લૂપ શરુ થાય છે ત્યારે એક શરત ચકાસે છે અને આ શરત સાચી છે કે નથી તેના આધાર પર કોડ ચલાવે છે.
0:35 ઉદાહરણ તરીકે, હું મારું 'while loop' અહીં શરૂ કરીશ અને આ શરત છે અને આ બ્લોક છે
0:44 હું છગડીયા કૌંસ વચ્ચે મારો બ્લોક રજૂ કરીશ.
0:52 મારી શરત અહીં છે. હવે, 'ઇફ સ્ટેટમેન્ટ'માં, ઉદાહરણ તરીકે, મેં 1= 1 નો ઉપયોગ કર્યો છે.
1:02 હવે જો હું અહીં 'test' અથવા 'loop' કહું.
1:08 તો અહીં લૂપ અને પછી બ્રેક છે. હવે શું થાય છે, જ્યાં સુધી 1 = 1 હશે, તે લૂપ બનાવશે.
1:14 જો હું અહીં કંઈક કરું, ચાલો તેનો પ્રયાસ કરીએ.
1:19 તે કદાચ તમારું બ્રાઉઝર ક્રેશ પણ કરી શકે કારણ કે લૂપ 1=1 મળે ત્યાં સુધી અનંત વખત સુધી પુનરાવર્તિત કરશે, 1 હંમેશા 1 બરાબર કરશે.
1:29 તેથી લૂપ હંમેશા પુનરાવર્તિત થતું હોવાથી તમારું બ્રાઉઝર ક્રેશ થશે.
1:33 ચાલો કહીએ while વેરીએબલ 'num' is smaller or equal to 10 ' (num' 10 કરતા નાનું અથવા સમાન હોય) અને echo અંદર હું કહીશ - 'num++'
1:57 '++' એક અંકગણિત એટલે કે અરીથમેટીક ઓપરેટર છે. અને મૂળભૂત રીતે તે શું કરે છે, તે num ને ૧ થી વધારે છે. તે 'num =num +1' લખવા સમાન જ છે.
2:16 તેથી તે num લે છે અને કહે છે કે તેની કિંમત num વત્તા 1 સમાન છે.
2:22 તેથી આ ફરી એક અંકગણિત ઓપરેટર છે. શું થશે -
2:29 આપણે કહીશું 'num' lesser than or equal to '10' ('NUM' 10 કરતા નાનું અથવા સમાન છે), જો હા હોય તો પછી લૂપ ઇકો કરો અને પછી કહો NUM ચલમાં 1 ઉમેરો.
2:46 પરંતુ ખરેખર રીતે આપણે શું કરવું જોઈએ, હમણાં 'NUM = 1' બનાવો. તેથી 1 પર લૂપ એક જ વાર હશે. આ પછી 2 પછી 3 પછી 4 અને 10 સુધી તે સમાન હશે અને પછી તે બંધ થઇ જશે.
3:02 આ પછી તેની નીચેનો કોડ ચાલુ રહેશે.
3:06 તો આપણે 1 કહ્યું હતું, અને જુઓ કે આપણને શું મળશે. ઠીક છે આપણને લૂપ 1,2,3,4,5,6,7,8,10 વખત મળ્યું.
3:20 હવે તે વધુ મનોરંજક બનાવવા માટે હું કહીશ loop 1 અને હું તેના અંત સુધી 'num' ઉપર ધ્યાન રાખીશ.
3:29 હકીકતમાં ચાલો તેને સરળ બનાવીએ અને 'num' અંદર કહીએ - તેને વાંચવા માટે સરળ બનાવશે.
3:37 ઠીક છે, હું loop 1 કહીશ અને 1 ઉમેરીશ અને પછી હું કહીશ loop 2 અને પછી બીજું 1 ઉમેરીશ અને કહીશ loop 3, 1 થી 10 સુધી આ રીતે ઉમેરીશ.
3:49 ચાલો આ ખોલીએ. તે રીફ્રેશ કરો. તમે જોઈ શકો છો. તમને loop 1,2,3 થી 10 સુધી મળ્યું છે.
3:57 ચાલો આ કિંમત 100 થી બદલીએ. તે રીફ્રેશ કરો. તમે જોઈ શકો છો તે સો સુધી ગયું છે. જેટલી મોટી સંખ્યા તેટલો લાંબો સમય તે લુપ માટે લેશે.
4:09 ચાલો 6000 લઈએ. તે રીફ્રેશ કરીએ. તે થોડો સમય લેશે. તમે જોઈ શકો છો - 6000 સુધી. તેથી તે આ રીતે ખૂબ જ કાર્યક્ષમ છે.
4:20 અરેમાંથી વર્ણમાળાને ઇકો કરવા માટેનો પ્રોગ્રામ બનાવવા માટે તમે આને 'અરે' સાથે મિશ્ર કરી પ્રયાસ કરી શકો છો.
4:33 તમે અરેની દરેક કિંમત ને ઇકો કરવા માટે લૂપ વાપરી શકો છો.
4:36 હું તે કદાચ મારા કોઈ એક ટ્યુટોરીયલમાં આ કરીશ - જોકે તે બેઝિક્સ વિભાગમાં નથી.
4:45 જો કે, આ પાયાગત એટલે કે બેઝીક માળખું છે. પણ હું તમને સલાહ આપીશ કે તમે અહીં 'max' નામનું ચલ બનાવો અને તેમાં મહત્તમ કિંમત મુકો.
4:54 તે બરાબર એજ કામ કરશે. તે વાંચવા માટે વધુ સરળ છે અને તમે આ બધું અહીં જાહેર કરી શકો અને તે તેને સંદર્ભિત કરશે.
5:02 જો તમારી પાસે 1 કરતાં વધુ લૂપ છે. તો હું મારા પ્રોગ્રામની સુવાચ્યતા અને સાનુકૂળતા માટે તેને પસંદ કરીશ. ઠીક છે, તો આ while loop છે. ચાલો સારાંશ જોઈએ. તે શરૂઆત માટેની શરત ચકાસે છે.
5:15 જો તે શરત સાચી હોય. તો તે કોડ આ બ્લોક સંચાલિત કરશે અને તમે 'ઇકો આલ્ફા' લખી શકો.
5:21 તમારું ચલ વધ્યું છે. ખાતરી કરો કે તમે તમારું ચલ વધાર્યું છે નહિ તો તે અનંત લૂપ બનાવશે.
5:31 જોડવા બદલ આભાર. આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Chandrika, Pravin1389