Difference between revisions of "PHP-and-MySQL/C2/Logical-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |લોજિકલ ઓપરેટર્સ (તર્કસંગત પ્રચાલકો) ના આ ટ્યુટોરીયલ…')
 
 
(No difference)

Latest revision as of 16:26, 2 December 2012

Time Narration
0:00 લોજિકલ ઓપરેટર્સ (તર્કસંગત પ્રચાલકો) ના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ખૂબ જ સંક્ષિપ્ત ટ્યુટોરીયલ છે પરંતુ હમણાં માટે હું તેને આ પ્રમાણે રાખીશ.
0:09 હું "ઇફ" સ્ટેટમેન્ટનું ઉદાહરણ ફરીથી ઉપયોગ કરીશ કારણ કે હમણાં મારી પાસે તે જ છે.
0:17 લોજિકલ ઓપરેટર છે શું?ચાલો થોડું તર્ક એટલે કે લોજીક જોડીએ અને કહીએ તે 'એન્ડ' અથવા 'ઓર' ઓપરેટર છે
0:27 હવે જો હું મારા "if" સ્ટેટમેન્ટ માટે મૂળભૂત માળખું બનાવવાનું શુરુ કરું તો મારે તમને એ બતાવવા પર કામ કરવું પડશે કે તમેં આ સાથે શું કરી શકો.
0:43 પહેલાં આપણી પાસે એક ઉદાહરણ હતું કે ૧ ૧ કરતાં વધુ છે જે હમણાં "ફોલ્સ" આપશે.
0:54 ચાલો ચકાસીએ માત્ર એ જાણવા માટે કે આપણે ક્યાં છીએ.... બરાબર. તે "ફોલ્સ" છે.
1:04 હવે શું થશે જો હું કહું "if 1 ઈઝ ગ્રેટર ધેન 1 ઓર 1 ઇક્વ્લ્સ 1".
1:18 હવે આપણે તેને "ઓર" ન લખીશું, આપણે તે બે ઉભી લીટીઓ અથવા બે પાઇપ તરીકે લખીશું.
1:27 આ વિશે ખાતરી નથી પરંતુ જો હું મારા કીબોર્ડ વિશે જાણતી હોઉં તો તે શિફ્ટ કી પછી હશે - બે ઉભી લાઇન, તેનો અર્થ છે 'ઓર' એટલે કે 'અથવા'.
1:38 તેથી જો આપણે આનું સંકલન કરીએ તો તમે શું પરિણામ આવશે એમ વિચારો છો?
1:43 હવે ચાલો આ એક વખત સંચાલિત કરીએ - if 1 ઈઝ ગ્રેટર ધેન 1 - "ફોલ્સ" અને તેથી આપણે લખ્યું "ફોલ્સ" ઓર 1 ઈઝ ઇકવલ ટુ 1...
1:54 આપણે જાણીએ છીએ કે 1 ઇકવલ ટુ 1 "ટ્રૂ" છે તેથી અહીં આપણે કહીશું 'ઓર' 1 ઈઝ ઇકવલ ટુ 1 'એન્ડ' નહીં કારણકે જો આપણે "એન્ડ" કહીએ તો બંને "ટ્રૂ" હોવું જરૂરી છે.
2:08 અથવા આમાંથી કોઈ પણ "ટ્રૂ" થઇ શકે છે.
2:12 આઉટપુટ. તેથી આશાપૂર્વક આપણને "ટ્રૂ" મળશે.
2:16 ઠીક છે, તો આ છે "ઓર"
2:19 તે વાસ્તવમાં બે સરખામણીઓ લેવા માટે પરવાનગી આપે છે, તેમને તમારા "ઇફ" સ્ટેટમેન્ટમાં દર્શાવો અને તેમાંથી કોઈ એક "ટ્રૂ" હોય - તો તે "આઇધર" (either) ઓપરેટર સમાન છે ...
2:31 આમાંથી કોઈ પણ "ટ્રૂ" હશે તો તમને "ટ્રૂ" મળશે.
2:35 "એન્ડ" ઓપરેટર અલગ બાબત છે.
2:38 "એન્ડ" માટે આ સંચાલિત કરવા માટે આ બંને "ટ્રૂ" હોવા જરૂરી છે.
2:46 તેથી આપણને અહીં "ફોલ્સ" મળે છે, કારણ કે 1 એ 1 કરતાં વધુ નથી.
2:51 આપણે આપણા કમ્પેરીઝન ઓપરેટરો પર પાછા જઈએ અને કહીએ "if 1 ઈઝ ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 1 'એન્ડ' 1 ઇકવલ 1", અહીં આપણને "ટ્રૂ" મળશે.
3:04 તેથી હવે,મને વિચાર આવે છે કે અહીં થોડા ચલો ઉમેરું આ ચકાસવા માટે.
3:10 પરંતુ મને ખાતરી છે કે મારા અન્ય ટ્યુટોરિયલોને અનુસરીને તમારું હવે ચલો પર બરાબર નિયંત્રણ થઇ ગયું હશે.
3:17 આ બે લોજિકલ ઓપરેટરો છે.
3:20 તમને તે ખૂબ ઉપયોગી બનશે, કારણ કે તમે કદાચ ઉદાહરણ કહેવા માંગતા હોવ - આ એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. તમને તે મારા કોઈ એક પ્રોજેક્ટમાં મળશે....
3:30 તે "લોગીન" ફોર્મ છે. ધારો કે ઉપયોગકર્તાને એક વેબસાઇટમાં પ્રવેશ કરવો છે.
3:35 તમે કદાચ પહેલા પણ વેબસાઈટમાં પ્રવેશ્યા હોવ અને તેણે તમારું "યુઝરનેમ" અને "પાસવર્ડ" દાખલ કરવા જણાવ્યું હશે. હવે કીવર્ડસ તેમાં છે.
3:44 આપણે તપાસ કરવાની જરૂર છે કે ઉપયોગકર્તાઓ એ "યુઝરનેમ" અને "પાસવર્ડ" દાખલ કર્યા છે.
3:47 જો તેમને ન કર્યું હોય તો, "યુઝરનેમ" અને "પાસવર્ડ" ની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી.
3:52 તેથી ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ, "if યુઝરનેમ એન્ડ પાસવર્ડ"
3:56 ચાલો આ કરીએ. હું કહીશ "યુઝરનેમ" ઇકવલ ટુ "એલેક્સ" અને મારો પાસવર્ડ છે "એબીસી".
4:04 હવે હું આનો સમાવેશ કરીશ. હું "યુઝરનેમ" અને "પાસવર્ડ" કહીશ.
4:11 આ વખતે તે "ટ્રૂ" આપશે.
4:15 હું આ બદલીશ. હું કહીશ 'ઓકે' અથવા 'યુ ફોરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ' કારણ કે આખરે એચટીએમએલ ફીલ્ડો આવશે.
4:26 આ ઠીક થવા જઈ રહ્યું છે કારણ કે આપણને બંને કિંમતો મળી છે.
4:31 તો ચાલો પ્રયાસ કરીએ. હા, તે "ઓકે" કહે છે.
4:37 હવે જો હું ત્યાં મારો પાસવર્ડ લખવાનું ભૂલી જાઉં તો શું થાય? હમણાં ત્યાં કંઈ નથી - - ખાલી જગ્યા નથી - ચાલો આનાથી છુટકારો મેળવીએ.
4:47 'યુ ફરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ"
4:50 જો તમે સોચતા હોવ કે આ ઉપયોગકર્તા પાસેથી આવી રહ્યું છે - તો તમે જયારે "યુઝરનેમ" અને "પાસવર્ડ" નાખો છો ત્યારે સબમિટ થાય છે.
5:00 આપણે કહીશું "યુઝરનેમ" અને "પાસવર્ડ"; "યુઝરનેમ" પોતે "ટ્રૂ" છે કારણ કે તે અસ્તિત્વમાં છે...
5:07 જો તમે તે અંદર રાખ્યું તો તે સ્વીકાર્ય હશે; તે "ટ્રૂ" આવશે.
5:14 આપણે તે ચકાશશું.
5:18 તેથી, આપણને "યુઝરનેમ" અને "પાસવર્ડ" મળ્યું છે તો બરાબર છે.
5:23 પરંતુ 'ઓર' માટે તેનો ખરેખર કોઈ અર્થ નથી અને તમે કલ્પના કરી શકો છો શું થશે.
5:29 તેથી હમણાં, આ "ટ્રૂ" સમાન છે કારણ કે આપણને બંને કિંમતો મળી છે. તેથી આ 'ઓકે' છે.
5:36 હવે જો હું બંને સાથે જાઉં અને તેને પ્રયાસ કરું.
5:41 "જો યુઝરનેમ અસ્તિત્વમાં છે" તો યુઝરનેમ "ટ્રૂ" છે...
5:45 આ સમયે ત્યાં કોઈ કિંમત નથી - તેથી તે "ફોલ્સ" છે.
5:48 "અથવા પાસવર્ડ ટ્રૂ છે" - એટલે કે, કિંમત અસ્તિત્વમાં છે; આ ક્ષણે તે નથી , તેથી તે "ફોલ્સ" છે.
5:56 તેથી આપણે કહીશું "યુ ફોરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ".
6:00 હું અહીં "નથીંગ" લખીશ કારણ કે આ ક્ષણે તેનો અર્થ કાંઈ જ નથી.
6:05 રીફ્રેશ કરો અને આપણને નથીંગ મળે છે.
6:08 તો તમે જોયું, પહેલેથી જ મેં સમજાવ્યું છે કે આ દરરોજના પીએચપી પ્રોગ્રામોમાં કેટલા ઉપયોગી થઇ શકે છે.
6:16 ઉદાહરણ તરીકે - ફોર્મ કોઇ પણ ભરી શકે છે. તમને તે માટે અન્ય ઘણા ઉપયોગકર્તાઓ મળશે.
6:22 આટલું જ છે.
6:23 બે ઓપરેટરો લોજિકલ ઓપરેટરો છે.
6:27 માત્ર તેમનો પ્રયાસ કરો અને જુઓ તમે તેમની સાથે શું કરી શકો છો.
6:30 હું આનો ઉપયોગ અવશ્યપણે મારા અન્ય પ્રોજેક્ટમાં ખૂબ જલ્દીથી કરીશ.
6:35 આભાર.
6:36 આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર..!

Contributors and Content Editors

Chandrika, Pravin1389