PHP-and-MySQL/C2/Arrays/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 અરેઝ (arrays) પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 અરેઝ ઉપયોગકર્તાઓ ને એક ચલમાં ડેટાના એક કરતાં વધુ ભાગ સંગ્રહવા માટે પરવાનગી આપે છે.
0:08 ઉદાહરણ તરીકે આ ચલ ડેયઝ (days) એક એરેય કહી શકાય.
0:12 કૌંસની બે જોડ વચ્ચે આપણે એક કરતાં વધુ કિંમતો મુકવા જઈ રહ્યા છીએ.
0:18 તેથી, આ માટે હું ૫ કિંમતો લઈશ અને અઠવાડિયાના દરેક દિવસો આ દરેક અંદર મુકીશ.
0:22 મારી પાસે Monday (સોમવાર), Tuesday (મંગળવાર), Wednesday (બુધવાર), Thursday (ગુરુવાર) અને Friday (શુક્રવાર) છે - અઠવાડિયાના ૫ દિવસ છે, જે આપણે સંગ્રહ કરીશું.
0:39 ઉદાહરણ તરીકે પહેલો દિવસ સોમવાર છે, બીજો દિવસ મંગળવાર છે અને એ પ્રમાણે...
0:49 આશા છે તમને આ સમજાય ગયું છે.
0:51 એક કરતા વધુ ડેટા સંગ્રહેલા હોય તેવા ચલ ને બોલાવવા માટેનો આ ઘણો સરળ અને કાર્યક્ષમ માર્ગ છે.
0:59 નોંધ લો આ નંબરો પણ હોય શકે, અથવા કોઈ પણ માહિતી જેને તમે અંદર મુકવા જરૂરી સમજો.
1:06 હવે, આપણા એરેયને ઇકો કરવા માટે, હું કહીશ ઇકો ડેયઝ
1:11 હવે, તમે જોઈ શકો છો કે આ કામ નથી કરતું.
1:15 આ થાય છે જયારે આપણે આપણું પૃષ્ઠ ખોલીએ છીએ.
1:19 આપણી સામે માત્ર 'Array' ઇકો થયું છે.
1:22 હવે, 'Array' અહીં ક્યાંય નથી.
1:24 તો, પીએચપીએ શું કર્યું, આપણી સામે હકીકત ઇકો કરી છે કે આપણી પાસે જે છે તે એક એરેય છે.
1:30 હવે, એક એરેય અંદરના કોઈ એક ચોક્કસ એલિમેન્ટને બોલાવવા માટે, તમે ઈચ્છો તો તેમને એલિમેન્ટ કહી શકો, કેટલાક સ્થળોએ તેમને આઈડી(ID) ટૅગ્સ અથવા એરેય એલિમેન્ટ કહેવાય છે.
1:41 આપણે ચોરસ કૌંસનો ઉપયોગ કરવા જઈ રહ્યાં છીએ અને આપણે એરેય અંદરના એલિમેન્ટના સ્થાનને બોલાવીશું.
1:45 તો, તમે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ સોચી શકો છો.
1:49 સંખ્યાંકન સિસ્ટમ (numbering system) ના કારણે, જે પ્રમાણભૂત સંખ્યાંકન સિસ્ટમ છે, આપણે શૂન્ય, એક, બે ત્રણ, અને ચાર સાથે શરૂ કરીએ છીએ.
1:57 તો, ઉદાહરણ તરીકે, જો હું 'Monday' ઇકો કરવા ઇચ્છતી હોઉં જે શૂન્ય હશે, તો , તમે અહીં શૂન્ય મૂકો અને 'Monday' ઇકો થાય છે.
2:06 એ જ પ્રમાણે એક જે 'Tuesday' હશે અને ચાર, જે એરેયમાં છેલ્લું એલિમેન્ટ છે, તે 'Friday' હશે.
2:18 ઠીક છે, તો, આપણે આગળ વધીશું અને હું તમને બતાવીશ કે એરેયમાં અલગ અલગ રીતે કિંમત કેવી રીતે સોંપી શકાય.
2:26 હવે, જે હું કહેવા માંગુ છું તેને શરૂઆતથી શરૂ કરું.
2:29 હું એક એરેય બનાવવા જઈ રહી છું, પરંતુ હું તેને ખાસ રીતે બનાવવા જઈ રહી છું.
2:37 તો ડેયઝ શૂન્ય બરાબર 'Monday', ડેયઝ એક બરાબર 'Tuesday'.
2:52 હવે, તમે વિચારતા હશો - આનો શું અર્થ છે? મારો મતલબ છે, અહીં હું મહત્વનું શું કરી રહી છું કે અગાઉ મેં જે કહ્યું હતું તે કરવામાં થોડી પરેશાની આવશે.
3:04 મારો મતલબ છે હું કહી શકું ડે 1 ઇક્વ્લ્સ, તમને ખબર છે અને ડે 2 ઇક્વ્લ્સ, આ પ્રમાણે તમે કરી શકો.
3:14 જો કે, આપણે અહીં હજુ પણ જે કરી રહ્યા છીએ તે એક એરેયમાં મુકી રહ્યા છીએ.
3:19 તેથી, બની શકે કે તે હજુ પણ એ જ માળખું ધરાવે છે પરંતુ આપણે તેને અલગ રીતે સોંપી રહ્યા છીએ.
3:24 તો તમે તેને આ પ્રમાણે કરી શકો. ચાલો હું આ રદ કરું. હું હંમેશા આ પ્રમાણે કરવું પસંદ કરું છું.
3:32 મને આ વધુ વ્યવસ્થિત અને સરળ લાગે છે અને તમારી જાણકારી માટે - તમે આને આ રીતે નીચે લાવી શકો.
3:43 તે છતાં તમે તેને જોવા માંગતા હોવ , મારો મતલબ જો હું, માફ કરો, હું ફરી કરીશ.
3:49 જો હું હવે આ સંગ્રહૂ, રીફ્રેશ કરું, કંઈ બદલાયું નથી.
3:53 ત્યાં કોઈ એરર નથી, આપણને હજુ પણ સમાન માળખું મળે છે, આપણે તેને ફક્ત લીટીઓ ઉપર નીચે ઉતાર્યું છે.
4:00 તમારા ફંક્શનના અંતે લાઈન ટર્મીનેટર છે, દરેક લીટીના અંતે નથી, તેથી તે સાથે ગુચવાવું નહિ.
4:09 ઠીક છે, તો, હવે આ ઉપર પાછા આવીએ.
4:14 ઠીક છે, તો, આ છે મૂળભૂત એરેય અને બે અલગ અલગ રીતે તે માટે કિંમતો કેવી રીતે બનાવવી અને આ કિંમતો કેવી રીતે પ્રદર્શિત કરવી.
4:22 તો, ઉદાહરણ તરીકે, જો હું કહું 'ઇકો ટુડે ઈઝ ડેયઝ' અને પછી હું શૂન્ય કહીશ.
4:33 તમે જોઈ શકો મેં આ પહેલેથી જ સંદર્ભમાં ચિન્હાત્મિક કર્યું છે - મેં તે લીલા રંગમાં ચિન્હાત્મિક કર્યું છે.
4:41 હવે, જો તમે આ રીફ્રેશ કરો, તો તમે જોશો કે આ 'Monday' છે.
4:44 હવે ગુચવાતાં નહિ, હું તમને સંદર્ભનાં ઉપયોગની સલાહ આપું છું.
4:48 જો કે,આ કોઈ મૂળભૂત માર્ગ નથી કે સંપર્ક કોડીંગને ઓળખે.
4:53 જે આને દેખાવામાં સારું બનાવશે - તમે જોશો કે જ્યારે આપણે તેને અહીં નીચે લખીશું આપણે કહી શકીએ ઇકો 'ડેયઝ' 'અને શૂન્ય, તો તમે જોઈ શકો લાલ રંગમાં તે પૂર્ણાંક, સંખ્યા દર્શાવે છે.
5:08 જે રીતે તમે આ લખવા માંગો છો, આ પ્રમાણે અને તમે જોઈ શકો છો તે બરાબર છે.
5:15 પરંતુ તમે ઇકો કરવા માટે તમારી સ્ટ્રીંગમાં એક એરેયનો સમાવેશ કરી શકો છો.
5:22 તેમ છતાં, હું અસોસીએટીવ અરે ઉપર જઈ રહી છું જ્યાં આપણે આઈડી ટેગ સોપવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક માટે આપણે એક કિંમત રાખી શકીએ છીએ... હું ઓળખાણનાં દરેક પ્રકાર માટે તે કિંમતનું કેવી રીતે વર્ણન કરી શકું.
5:36 જો તમે ન અનુસરો તો આ એક રીત છે, જેને હું બનાવવા જઈ રહી છું.
5:40 હું કહીશ 'એજીસ ઇક્વ્લ્સ એરેય', હવે અંદર, હું કહીશ 'Alex'
6:03 હવે, આગળ વધી અને Billy અને પછી Kyle જે ત્રણ નામ હું ઉપયોગ કરવા જઈ રહી છું, તે કહેવાના બદલે, હું કહીશ, નાઈનટીન, ફોરટીન અને એઈટીન.
6:16 સામાન્ય રીતે ઇક્વ્લ્સ અને ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ થાય છે.
6:24 હવે, આ શું કર્યું, આપણા એરેય એલિમેન્ટના બદલે - જે રીતે અહીં શૂન્ય દ્વારા બોલવામાં આવે છે, આ એક દ્વારા બોલવામાં આવે છે, આ બે દ્વારા બોલવામાં આવે છે.
6:34 હવે આ 'Alex' તરીકે બોલાવાય છે, આ 'Billy' તરીકે બોલાવાય છે અને આ 'Kyle' તરીકે બોલાવાય છે, પરંતુ તેમની કિંમતો છે ફોરટીન, નાઈનટીન અને એઈટીન.
6:44 તો, તે ખરેખર રીતે આ પ્રમાણે લખવા સમાન જ છે. ચાલો તેને રદ કરીએ અને આ શૂન્ય, એક અને બે કરીએ.
6:54 અને તે થોડું ફ્રેંડલી, અને યાદ રાખવા માટે થોડું સરળ, બોલાવા માટે થોડું સરળ બનાવવા માટે આપણે હવે કહીશું, ઇકો 'એજીસ', 'Alex', આ રીતે.
7:05 તો, આ નાઈનટીન ઇકો કરશે, જેવું આપણે રીફ્રેશ કરીશું, જુઓ - નાઈનટીન. તમે તેને 'બિલી' અને 'કાયલ' સાથે કરશો ત્યારે પણ આ જ થશે.
7:22 તો, જયારે તમે પ્રોગ્રામના અડધે રસ્તે હશો અને એ કેહવાના બદલે, ઓહ મારે ટોચ પર પાછું જવું પડશે અને દરેક પંક્તિ સાથે ગણતરી કરું અને કહું "શું આ શૂન્ય, એક, બે અથવા ત્રણ છે. હું યાદ ન કરી શકું?"
7:38 આ કરવા માટે ઘણું સરળ છે. આ કરવા માટેનો અન્ય ઉપયોગી રસ્તો છે, જો હું કહું એરેય એક ઇકવલ 'એલેક્સ' અને પછી બે ઇકવલ 'બિલી'.
7:50 આપણે શૂન્ય અને પછી એક સાથે શરૂ નથી કરતા. આપણે એક અને બે સાથે શરૂ કરી રહ્યાં છીએ, જેથી તમને યાદ રાખવા માટે સરળ બને.
8:00 તો, આપણે હવે કહી શકીએ ઇકો, 'એજીસ' એક, જે 'એલેક્સ' તરીકે બહાર આવશે.
8:07 આપણે તે માટે શૂન્યનો ઉપયોગ નથી કરી રહ્યાં, શૂન્ય, એક, બે કેહવા કરતા, તમારા માટે આ રીતે પ્રોગ્રામ કરવું સરળ છે
8:16 તેનો પ્રયત્ન કરો - તે પર કામ કરો - તમારા માટે સૌથી સરળ શું છે તે જાણો.
8:21 પરંતુ મારા માટે આ અત્યંત અર્થહીન છે કારણ કે હું શૂન્ય, એક, બે નો ઉપયોગ કરવા માંગું છું.
8:27 પરંતુ જો તમે જે મેં પેહલા કર્યું તેને વાપરવા માંગો છો અથવા આ પ્રમાણે અથવા કોઈ પણ ડેટા પ્રકારને સ્ટ્રીંગ વેલ્યુ સોંપી કરવા માંગો છો તો તે કરવા માટે આ માર્ગ છે.
8:36 ઠીક છે, આ છે મૂળભૂત એરેય, મારી પાસે મલ્ટીડાઈમેન્શનલ એરેય પર બીજું ટ્યુટોરીઅલ છે.
8:44 તે એક અલગ ટ્યુટોરીયલ છે. તે જરૂર જોશો.
8:47 આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર...!

Contributors and Content Editors

Chandrika, Pravin1389