Difference between revisions of "Linux/C2/General-Purpose-Utilities-in-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |"લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતા"ના મૌખિક ટ્યુ્ટોર…')
 
(No difference)

Revision as of 15:36, 2 December 2012

Time Narration
0:00 "લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતા"ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે.
0:06 આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સર્વ સામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું.
0:14 આ ટ્યુ્ટોરીઅલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે.
0:21 પ્રથમ આદેશ આપણે જોઈશું તે "echo" છે.નોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.
0:29 જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે .
0:36 આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છે.ટર્મિનલ ઉપર જઈએ.
0:43 "Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે.
0:48 જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.
0:52 ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે.
0:58 પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા Hello World" લખો અને એન્ટર કળ દબાવો.
1:08 આ આદેશ આપણે લખેલો સંદેશ"Hello World" પ્રદર્શિત કરે છે.
1:14 "echo" આદેશનો ઉપયોગ ચલ સંખ્યા(variable)ની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે.
1:19 પ્રોમ્પ્ટ ઉપર આદેશ "echo ખાલી જગ્યા $ મોટા અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો.
1:30 આ વપરાય રહેલા વર્તમાન શેલને બતાવે છે.
1:36 આપણે "echo" આદેશ સાથે "એસ્કેપ સીક્વન્સીસ" પણ વાપરી શકીએ છીએ.
1:42 તે માટે આપણને લિનક્સમાં "-e"(સંયોગ ચિહ્ન ઈ )નો ઉપયોગ કરવો પડશે.
1:46 સામાન્ય એસ્કેપ સીક્વન્સીસમાં ટેબ માટે "\t",નવી લીટી માટે "\n" તથા "\c" એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જયારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે.
2:03 જો આપણે કઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મુકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છે.પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ :

echo ખાલી જગ્યા -e ખાલી જગ્યા 'Enter a command\c' અને એન્ટર દબાવીએ.

2:32 આપણે જોઈશું કે 'એન્ટર કમાંડ' લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે.
2:38 તમે જાણવા ઇચ્છતા હશો કે તમે લિનક્સ કેર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો.
2:43 આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે "uname" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "uname ખાલી જગ્યા -r" લખીએ અને એન્ટર દબાવીએ.
2:58 તમારું ઉપયોગકર્તાનું નામ જાણવા,પ્રોમ્પ્ટ ઉપર "who ખાલી જગ્યા am ખાલી જગ્યા I" લખી એન્ટર દબાવીએ.
3:11 જો સીસ્ટમ "વિવિધ-ઉપયોગકર્તા(મલ્ટીયુઝર)" ધરાવતા લક્ષણવાળું હોય તો "who" આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચી દર્શાવે છે .
3:21 ઘણી વાર તમારો લોગીન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ.
3:28 તેના માટે આપણી પાસે "passwd" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "p-a-s-s-w-d" લખીએ અને એન્ટર દબાવીએ.
3:37 જયારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે.
3:43 અહીં,હું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું.
3:48 જયારે તે યોગ્ય રીતે દાખલ થાય,તમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા ફરી એક વાર લખવો પડશે.
4:02 પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું?
4:06 પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાય.પણ આ કાર્ય માત્ર "મૂળ ઉપયોગકર્તા" જ કરી શકે છે.
4:14 તો હવે જોઈએ કે આ "મૂળ ઉપયોગકર્તા" કોણ છે?
4:18 તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય.
4:22 સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે "મૂળ ઉપયોગકર્તા" એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવું છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે.
4:30 જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે "date" આદેશ છે.
4:36 ટર્મિનલમાં "date" લખીએ અને એન્ટર દબાવીએ.
4:42 તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે.
4:45 આપણે જોઈ શકીએ છીએ કે "date" આદેશ તારીખ અને સમય બંને આપે છે.આ ઘણી બહુમુખી ઉપયોગીતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે.
4;54 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%T" લખી એન્ટર કળ દબાવીએ.
5:07 તે "કલાક:મિનીટ:સેકંડ" રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે.
5:12 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%h" લખી અને એન્ટર કળ દબાવીએ.
5:23 તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે.
5:25 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%m" લખી અને એન્ટર કળ દબાવીએ.
5:38 તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છે.અહીં તે ફેબ્રુઆરી મહિના માટે "૦૨" પ્રદર્શિત કરે છે.આને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો.
5:50 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%y" લખી અને એન્ટર કળ દબાવીએ.
6:01 તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા બે આકડાઓ આપે છે.
6:05 આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએ.ઉદાહરણ તરીકે,પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +"%h%y"" લખી અને એન્ટર કળ દબાવીએ.
6:34 અહીં તે ફેબ્રુઆરી ૧૧ દેખાડી રહ્યું છે.
6:39 આને સંબંધિત અન્ય આદેશ "cal" છે.સમાન ન હોવા છતા આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખ-વાર સૂચી(કેલેન્ડર) જોવામાં મદદ કરે છે.
6:48 હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખ-વાર સૂચી જોવા પ્રોમ્પ્ટ ઉપર 'cal' લખી અને એન્ટર કળ દબાવીએ.
6:56 મનમાંગ્યો કોઈ પણ મહિનો,જેમકે ડિસેમ્બર ૨૦૭૦ લઈએ તે જોવા પ્રોમ્પ્ટ ઉપર "cal ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070" લખી અને એન્ટર દબાવો.
7:13 આ ડિસેમ્બર ૨૦૭૦ની તારીખ-વાર સૂચી આપે છે.
7:19 આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરીએ.
7:26 લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે.તો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું?
7:34 ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકો(ડોક્યુમેન્ટ્સ) અને પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ.એ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે.
7:48 હવે ડિરેક્ટરી શું છે?
7:52 ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય (સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ.
7:58 ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગનાઈઝ) કરવામાં મદદ કરે છે.
8:04 જેને વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ આ એના જેવું છે .
8:08 જયારે આપણે લિનક્સમાં દાખલ થઇએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ.હોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME" લખીએ અને એન્ટર દબાવીએ.
8:27 હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છે.તે આદેશ "pwd" છે,પૂરું નામ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે.પ્રોમ્પ્ટ ઉપર "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.
8:42 એક વાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ છે તે જાણી શકીએ.તેના માટે આપણી પાસે "ls" આદેશ છે જે કદાચ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે.
8:56 "ls" આદેશ લખીએ અને એન્ટર દબાવીએ.
9:01 હવે પરિણામનું અવલોકન કરો.
9:04 ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ-અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે.
9:08 "ls" ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છે.ચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએ,પ્રોમ્પ્ટ ઉપર "ls ખાલી જગ્યા --all" લખીએ અને એન્ટર દબાવીએ.
9:24 આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છે.(અહીં છુપાયેલી ફાઈલોના નામ (.)બિંદુ દ્વારા શરુ થયેલ છે)
9:33 જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો -l નો ઉપયોગ કરી શકીએ.
9:40 આદેશ "ls ખાલી જગ્યા -l" લખી એન્ટર દબાવીએ.
9:50 તે આપણને ફાઈલની પરવાનગીઓ,ફાઈલ બનાવનારનું નામ,ફાઈલમાં છેલ્લા થયેલ બદલાવનો સમય,ફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છે.આ વિકલ્પના વિભાગોની સમજુતીનો આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થયેલ નથી.
10:06 પછી આપણે જોઈશું કે ls ઘણા વિકલ્પો ધરાવે છે.
10:11 આ બધી માહિતીઓ પડદા ઉપર માત્ર બતાવવા કરતા,આપણે તેને ફાઈલમાં સંગ્રહિત કરી શકીએ.કોઈ પણ આદેશના પરિણામનો આપણે આ પ્રમાણે ફાઈલમાં સંગ્રહ કરી શકીએ:
10:23 આદેશ લખીએ જેની પાછળ ">" અને "ફાઈલનું નામ" આવે.આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા > ખાલી જગ્યા fileinfo" લખી અને એન્ટર દબાવીએ.
10:46 હવે બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની માહિતી ફાઈલ "fileinfo"માં જતી રહેશે.
10:54 પણ આ ફાઈલમાં રહેલ માહિતી આપણે કેવી રીતે જોઈ શકીએ?આના માટે "cat" આદેશ વપરાશે.આદેશ લખીએ "cat ખાલી જગ્યા અને ફાઈલનું નામ",જે અહીં "fileinfo" છે અને એન્ટર દબાવીએ.
11:12 હવે તમે તેમાં રહેલ માહિતી જોઈ શકો છો.વાસ્તવમાં "cat"નો અન્ય મહત્વનો ઉપયોગ છે "ફાઈલનું સર્જન" કરવું.આના માટે પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cat ખાલી જગ્યા > ખાલી જગ્યા ફાઈલ નામ" જે આપણે file1 લઈએ અને એન્ટર દબાવીએ.
11:36 હવે જયારે આપણે એન્ટર દબાવીએ છીએ ત્યારે આદેશ ઉપયોગકર્તાના ઈનપુટની રાહ જુએ છે.
11:42 હવે આપણે જે કઈ લખીશું તે આ ફાઈલમાં લખાશે.તો ચાલો કઈ લખીએ.
11:50 હવે ઈનપુટ સમાપ્ત કરવા એન્ટર દબાવીશું.
11:56 હવે એકસાથે "ctrl" અને "D" કળ દબાવીએ.
12:05 હવે ફાઈલ નામ જે અહીં file1 છે તે જો પહેલેથી હયાત હશે તો આપણે આપેલ ઈનપુટ આ ફાઈલમાં રહેલ લખાણ ઉપર લખાઈ જશે.
12:13 જો તમારે હયાત file1ના અંતે તમારું આપેલ ઈનપુટ જોડવું હોય તો પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cat ખાલી જગ્યા > ખાલી જગ્યા file1" લખી એન્ટર દબાવીએ.
12:36 હજી ઘણા આદેશો છે જેની આપણે ચર્ચા કરી શકીએ પણ આ ક્ષણે અહીંયા સુધી જ સીમિત રાખીએ.હકીકતમાં આપણે જે આદેશોની ચર્ચા કરી તેઓ ઘણા વિકલ્પો અને શક્યતાઓ ધરાવે છે જે આપણે જોયા નથી.
12:50 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
13:02 મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
13:10 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389