Linux/C2/File-System/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:45, 2 December 2012 by Pravin1389 (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:04 હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું.
0:07 અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો.
0:13 જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે.
0:25 નોંધ રાખો કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.
0:28 જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે .
0:36 લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે.
0:39 તો ફાઈલ છે શું?ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી-પત્રક(ડોક્યુમેન્ટ્સ) અને અન્ય પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ.
0:47 આ જ પ્રમાણે લિનક્સમાં ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે.
0:53 હવે ડિરેક્ટરી શું છે?
0:56 આપણે ડિરેક્ટરીને ફાઈલો અને બીજી અન્ય નિમ્ન(સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ.
1:02 ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગેનાઈઝ) કરવામાં મદદ કરે છે.
1:08 વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ એના જેવું છે.
1:12 તે જુદા-જુદા ઉપયોગકર્તાઓને તેમની પોતાની ડિરેક્ટરીઓ રાખવા પરવાનગી આપે છે,જે બીજા કોઈ ખોલી કે બદલી ન શકે તેવી ફાઈલો ધરાવે છે.
1:20 જો કોઈ ડિરેક્ટરીઓ ન હોય,તો સિસ્ટમ પરની બધી ફાઈલોના નામ અનન્ય(unique) હોવા જરૂરી છે,જેને જાળવવું ઘણું મુશ્કેલ છે.
1:31 ફાઈલો અને ડિરેક્ટરીઓની આ વ્યાખ્યા પૂરી રીતે યોગ્ય ન હોવા છતાં પણ તે સામાન્ય સમજણ પૂરી પાડે છે.
1:42 વળી તેના સમાવિષ્ટો જોઈએ તો ફાઈલ;નામ અને તેના ગુણ(properties) અથવા "વહીવટી માહિતી";જે,ફાઈલના નિર્માણ/બદલાવની તારીખ અને તેની પરવાનગીઓ ધરાવે છે.
1:55 ફાઈલના ગુણ તેના આઈનોડમાં સંગ્રહિત છે,તે ફાઈલ સિસ્ટમમાં માહિતી ધરાવતું એક ખાસ સ્થળ છે જે ફાઈલનું પરિમાણ અને ડિસ્ક ઉપર ફાઈલ ક્યાં સંગ્રહિત છે તેની માહિતી આપે છે.
2:08 સિસ્ટમ ફાઈલના આઇનોડના આકડાનો ઉપયોગ કરે છે;ડિરેક્ટરી રચના આપણી સુવિધા માટે ફાઈલને નામ આપે છે કારણકે આપણા માટે વિશાળ આકડાઓને બદલે નામ યાદ રાખવું સરળ છે.
2:23 તેની આ સરળતાભરી વ્યાખ્યાથી વિપરીત,ડિરેક્ટરી અન્ય ફાઈલોને વાસ્તવમાં સંગ્રહિત નથી કરતી,તે પોતે જ એક ફાઈલ છે જે આઇનોડના આકડા અને અન્ય ફાઈલોના નામ ધરાવે છે.
2:37 વાસ્તવમાં લિનક્સમાં ત્રણ પ્રકારની ફાઈલો છે:
2:41 ૧. નિયમિત ફાઈલો અથવા સામાન્ય ફાઈલો:જે અક્ષરોની હારમાળા રૂપે માહિતી ધરાવે છે.
2:48 ૨. ડિરેક્ટરીઓ:જે આપણે આગલી બારી(સ્લાઈડ)માં જોઈ.
2:52 ૩. ડિવાઇઝ(ઉપકરણ) ફાઈલો:લિનક્સમાં બધા હાર્ડવેર ડિવાઇઝ અને પેરીફેરલ ફાઈલ રૂપે સંબોધિત થાય છે.
2:59 સીડી,હાર્ડડિસ્ક કે યુએસબી સ્ટીક આ બધું જ લિનક્સમાં ફાઈલ છે.પણ એમ કેમ છે?તે સામાન્ય ફાઈલની રીતે જ આ બધા ડિવાઇઝને વાચવા અને લખવામાં મદદ કરે છે.
3:15 લિનક્સની બધી ફાઈલો સંબંધિત છે,ટુકમાં એ પણ આપણી જેમ એક પરિવાર રૂપે હોય છે.
3:22 ડિરેક્ટરી જેમાં થોડીક ફાઈલ અને સબ-ડિરેક્ટરીઓ સંગ્રહિત છે તે એકબીજા સાથે વડીલ-વારસનો સંબંધ ધરાવશે.આ "લિનક્સ ફાઈલ સિસ્ટમ ટ્રી"ને સ્વરૂપ આપે છે.
3:34 સૌથી ઉપર મૂળ(રૂટ) આવે (જે ફ્રન્ટસ્લેશ / થી દર્શાવેલ છે).તે બધી અન્ય ફાઈલ અને ડિરેક્ટરીઓ ધરાવે છે.
3:42 જો આપણે સાચો માર્ગ જાણતા હોઈએ,તો તે એક ફાઈલ કે ડિરેક્ટરીથી બીજા ઉપર જવા સરળ માર્ગદર્શન આપે છે.
3:51 આપણે લિનક્સ ફાઈલ સિસ્ટમ ઉપર કાર્ય કરી રહ્યા હોવાથી આપણને લાગે છે કે આ વૃક્ષ(ટ્રી) ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ.
3:56 એક આદેશ અને તમે એક સ્થાનેથી બીજા સ્થાને પોહચી જશો.
4:01 રસપ્રદ છેને!! તે સાચે એમ કરે છે.આપણે જોઈશું.
4:05 જયારે લિનક્સ સિસ્ટમમાં લોગિન થઈએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ.
4:11 હવે ટર્મિનલ ઉપર જઈએ.
4:13 "Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે.
4:17 જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે.
4:27 હોમ ડિરેક્ટરી જોવા,કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME કેપિટલમાં" લખીએ અને એન્ટર કળ દબાવીએ.
4:40 આ આપણી હોમ ડિરેક્ટરીનું પંથનામ(પાથનેમ) આપે છે.
4:44 આપણે એક ડિરેક્ટરીથી બીજી તરફ જઈ શકીએ.
4:47 પણ એક સમયે આપણે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ અને આ ડિરેક્ટરી કરન્ટ(વર્તમાન) ડિરેક્ટરી કે વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે.હવે બારીઓ(સ્લાઈડ) પર પાછા જઈએ.
4:56 "pwd" આદેશ વર્તમાન ડિરેક્ટરી જોવા મદદ કરે છે."pwd" નો મતલબ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે.
5:03 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.હવે આ આપણી વર્તમાન ડિરેક્ટરી છે.
5:13 આપણે હમણાં કહ્યું કે આપણે એક ડિરેક્ટરીથી બીજા ઉપર જઈ શકીએ.
5:17 પણ આપણે તે કેવી રીતે કરી શકીએ? તેના માટે આપણી પાસે "cd" આદેશ છે.
5:22 તમારે જે ડિરેક્ટરી ઉપર જવું હોય તેનું પંથનામ "cd" આદેશ સાથે આપવું પડશે.
5:28 ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "pwd" આદેશ લખી અને એન્ટર દબાવી ફરી આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ.
5:37 તો હવે આપણે આ ડિરેક્ટરીમાં સ્થાન પામેલ છીએ.
5:41 હવે આપણને /usr ડિરેક્ટરીમાં જવું છે."cd ખાલી જગ્યા /usr" લખીએ.અહીં યાદ રાખો કે લિનક્સમાં સ્લેશ મતલબ ફ્રન્ટસ્લેશ અને એન્ટર દબાવીએ.
5:56 હવે આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ."pwd" લખીએ અને એન્ટર દબાવીએ.
6:03 હા આપણે /usr ડિરેક્ટરી ઉપર આવી ગયા છીએ.
6:08 અહીં મુશ્કેલી બહું લાંબા પંથનામની છે, આનું કારણ તે સળંગ(એબ્સોલ્યુટ) પંથનામ છે જે મૂળ(રૂટ) ડિરેક્ટરીથી શરુ થતો આખો પંથ દર્શાવે છે.
6:18 તેના બદલામાં આપણે સાપેક્ષ(રીલેટીવ) પંથનામ ઉપયોગ કરી શકીએ જે વર્તમાન ડિરેક્ટરીથી શરુ થાય છે.
6:23 અહીં આપણે બે વિશિષ્ટ અક્ષરો જોઈશું: "બિંદુ(દોટ)" જે વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે અને "બિંદુ બિંદુ" જે વડીલ ડિરેક્ટરી દર્શાવે છે.
6:36 ચાલો હવે "cd" આદેશ ઉપર સંક્ષિપ્ત સત્ર(સેશન) લઈએ.
6:40 કોઈ પણ શબ્દ વગરના "cd" આદેશનો ઉપયોગ હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા માટે થાય છે.
6:46 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cd" લખી અને એન્ટર દબાવીએ.
6:51 હવે "pwd" આદેશથી આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ.
6:55 તો હવે આપણે આપણી હોમ ડિરેક્ટરી /home/gnuhataમાં છીએ.
7:01 ચાલો હવે મ્યુઝીક ડિરેક્ટરી ઉપર જઈએ.આદેશ "cd ખાલી જગ્યા Music(કેપિટલમાં M) સ્લેશ" લખી અને એન્ટર દબાવીએ.
7:13 હવે આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસવા આદેશ "pwd" લખી અને એન્ટર દબાવીએ.જુઓ,આપણે /home/gnuhata/Music ઉપર આવી ગયા છીએ.
7:26 મ્યુઝીક ડિરેક્ટરીની પેરેન્ટ ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે તમારે બિંદુ બિંદુ સાથેના "cd" આદેશનો ઉપયોગ કરવો પડશે.
7:33 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા .." લખી અને એન્ટર દબાવીએ.
7:40 હવે આપણી વર્તમાન ડિરેક્ટરી "pwd" લખી તપાસીએ.આપણે ફરી /home/gnuhataમાં છીએ.
7:51 હવે એક બિંદુના ઉપયોગથી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરી ઉપર જવા પ્રયત્ન કરીએ.
7:58 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ./Documents(કેપિટલમાં D)/" લખી અને એન્ટર દબાવીએ.
8:09 "pwd" દ્વારા વર્તમાન ડિરેક્ટરી તપાસીએ.આપણે /home/gnuhata/Documents ઉપર છીએ.
8:19 ચાલો હું "ctrl+l" દબાવી પડદાને સાફ કરું.તો તમે બરાબર જોઈ શકો.
8:23 "cd" આદેશ દ્વારા

હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા "cd" લખી અને એન્ટર દબાવીએ.

8:32 pwd દ્વારા ફરી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. આપણે /home/gnuhata ઉપર છીએ.
8:41 સાપેક્ષ પંથમાં આપણે "/" દ્વારા અલગ કરેલ કેટલા પણ ".." ને જોડી શકીએ છીએ.
8:47 આ સ્લાઈડમાં,આપણે ફાઈલ સિસ્ટમનું સ્તરીકરણ જોઈ શકીએ છીએ.મૂળ સૌથી ઉપર છે."હોમ" અને "બિન" મૂળની સબ-ડિરેક્ટરીઓ છે. યુઝરનેમ,અહીં "નુહાતા" ડિરેક્ટરી હોમની સબ-ડિરેક્ટરી છે.
9:05 તો હવે આપણે /home/gnuhata માં છીએ.હવે બિન ડિરેક્ટરીમાં કેવી રીતે જઈ શકાય?
9:12 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ../../bin" લખી અને એન્ટર દબાવીએ.
9:23 આદેશ "pwd" દ્વારા આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ.આપણે "/bin" ઉપર છીએ.
9:30 પ્રથમ ".." આપણને /home/gnuhata થી /home ઉપર લઇ જાય છે.
9:37 બીજા ".." આપણને /home થી root ઉપર લઇ જાય છે.
9:43 હવે "/" કે રૂટથી આપણે /bin ડિરેક્ટરી ઉપર આવ્યા છીએ.
9:48 આદેશ "cd" દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જઈએ.
9:52 ડિરેક્ટરી બનાવવા આપણે "mkdir" આદેશનો ઉપયોગ કરીશું.
9:56 આ માટે તમારે આદેશ અને ડિરેક્ટરીનું નામ આપવું પડશે અને પછી આ ડિરેક્ટરી વર્તમાન ડિરેક્ટરીની અંદર બનશે.
10:04 "ટેસ્ટડીઆઈઆર" નામની ડિરેક્ટરી બનાવવા,આદેશ "mkdir ખાલી જગ્યા testdir" લખી એન્ટર દબાવીએ.
10:15 આ "ટેસ્ટડીઆઈઆર" ડિરેક્ટરી સફળતાપૂર્વક બનાવે છે.
10:19 ધ્યાન આપો,અહીં ડિરેક્ટરી સફળતાપૂર્વક બની કે નાશ પામી એવી કોઈ સુચના મળતી નથી.
10:25 જો તમને કોઈ એરર સંદેશ ન મળે તો તે આદેશની સફળતા દર્શાવે છે.
10:30 આપણે સાપેક્ષ અથવા સળંગ પંથનામનો ઉપયોગ કરી કશે પણ નવી ડિરેક્ટરી બનાવી શકીએ પણ આ જો આપણને અનુમતિ હોય અને આ ડિરેક્ટરીના નામની બીજી ડિરેક્ટરી પહેલેથી જ ઉપલબ્ધના હોય તો જ શક્ય છે.
10:43 આ પ્રક્રિયા દ્વારા તમે ઘણી બધી ડિરેક્ટરીઓ અથવા ડિરેક્ટરીઓની હારમાળા પણ બનાવી શકો.
10:49 "mkdir ખાલી જગ્યા test1 ખાલી જગ્યા test2" લખી અને એન્ટર દબાવીએ.આ આદેશ વર્તમાન ડિરેક્ટરીમાં "test1" અને "test2" નામની બે ડિરેક્ટરીઓ બનાવશે.
11:06 "mkdir ખાલી જગ્યા testtree ખાલી જગ્યા testtree/test3" લખીએ.
11:20 આ આદેશ "testtree" ડિરેક્ટરી બનાવશે અને તેમાં તેની "test3" નામની સબ-ડિરેક્ટરી બનાવશે.
11:28 તો આપણે વર્તમાન ડિરેક્ટરીમાં ચાર ડિરેક્ટરીઓ બનાવી જેના નામ testdir,test1,test2 અને testtree છે,જેમાંની પહેલી ત્રણ ડિરેક્ટરીઓ ખાલી છે અને છેલ્લી ડિરેક્ટરી test3 નામની સબ-ડિરેક્ટરી ધરાવે છે.
11:47 "mkdir"ની જેમ "rmdir" આદેશ છે જેનો ઉપયોગ ડિરેક્ટરી કે ડિરેક્ટરીઓ રદ કરવા થાય છે.
11:56 આદેશ "rmdir ખાલી જગ્યા test1" test1 ડિરેક્ટરીને સફળતાપૂર્વક રદ કરે છે.
12:09 પણ આ રદ ત્યારે જ થઇ શકે જયારે ડિરેક્ટરી તમારી હોય,વર્તમાન ડિરેક્ટરી આ રદ કરવાની ડિરેક્ટરીના ક્રમમાં તેની ઉપર હોય,અને વળી રદ કરવાની ડિરેક્ટરી ખાલી હોય.
12:23 હવે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા testtree/test3" લખીએ.
12:35 તો હવે આપણે test3 ડિરેક્ટરીમાં છીએ જે testtreeની સબ-ડિરેક્ટરી છે.
12:42 ચાલો હવે testdir ડિરેક્ટરી રદ કરવા આદેશ "rmdir ખાલી જગ્યા testdir" લખીએ અને એન્ટર દબાવીએ.
12:55 આપણે જોઈ શકીએ છીએ કે આ ડિરેક્ટરી રદ નથી થઇ કારણકે વર્તમાન ડિરેક્ટરી ક્રમમાં તેની ઉપર નથી.
13:02 તો આપણને testdir ડિરેક્ટરીના ક્રમમાં તેના ઉપરની ડિરેક્ટરીમાં જવું પડશે.
13:08 "cd ખાલી જગ્યા .." લખી એન્ટર દબાવીએ.
13:14 હવે પેરેન્ટ ડિરેક્ટરીમાં જવા "cd ખાલી જગ્યા .."લખી એન્ટર દબાવીએ.
13:20 હવે પહેલાનો "rmdir" આદેશ લખીએ.
13:24 "rmdir ખાલી જગ્યા testdir" લખી એન્ટર દબાવીએ.
13:30 testdir ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ ચુકી છે.નોંધ રાખો કે testdir ડિરેક્ટરી પણ ખાલી હતી.
13:38 ઘણી ડિરેક્ટરીઓ કે ડિરેક્ટરીઓની હારમાળા એક સાથે રદ થઇ શકે છે.તો હવે testtree ડિરેક્ટરી અને તેની સબ-ડિરેક્ટરીને એક સાથે રદ કરવાનો પ્રયત્ન કરીએ.
13:48 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "rmdir ખાલી જગ્યા testtree ખાલી જગ્યા testtree/test3" લખી એન્ટર દબાવીએ.
14:02 જુઓ,તે એરર સંદેશ આપે છે કે 'testtree' ડિરેક્ટરી રદ નહિ થઇ શકે કારણકે તે ખાલી નથી.
14:11 પણ તમે જોઈ શકો છો કે testtree/test3 ખાલી હોવાથી તે રદ થઇ ચુક્યું છે.
14:19 તે તપાસવા,ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા testtree" લખીએ અને એન્ટર દબાવીએ.
14:27 હવે "ls" લખી એન્ટર દબાવો. જુઓ,ડિરેક્ટરીમાં કઈ નથી.મતલબ test3 રદ થઇ ચુકી છે.
14:36 તો લિનક્સના આ ટ્યુ્ટોરીઅલમાં આપણે લિનક્સ ફાઈલો અને ડિરેક્ટરીઓ વિષે તથા લિનક્સ ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કાર્ય કરવું તે શીખ્યા.તેને જુઓ,અલગ-અલગ ફાઈલ અને ડિરેક્ટરીઓમાં જાઓ,તેને બનાવો,તેને રદ કરો.
14:49 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
15:03 મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
15:08 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389