Linux/C2/File-Attributes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:25, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 લિનક્સના "ફાઈલ એટ્રીબ્યુટ" મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:05 આ ટ્યુ્ટોરીઅલ માટે પૂર્વજરૂરીયાતો છે : ખાલી ફાઈલો example1, example2, example3, example4, example5 અને testchown બનાવવી.
0:18 વળી ખાલી ડિરેક્ટરીઓ test_chown અને directoty1 પણ બનાવો.
0:25 ફાઈલ એટ્રીબ્યુટ ફાઈલનું વર્ણન કરતી અથવા ફાઈલ સાથે સંકળાયેલ નાની માહિતી છે.
0:33 ફાઈલ એટ્રીબ્યુટ લક્ષણો છે જે ફાઈલનું વર્ણન કરે છે જેમકે ફાઈલ બનાવનાર,ફાઈલનો પ્રકાર,તેને ખોલવાની પરવાનગી,વગેરે..
0:45 "ch-own" આદેશનો ઉપયોગ ફાઈલ અથવા ડિરેક્ટરીની માલિકી બદલવા થાય છે.આ એક સંચાલક એટલે કે એડમીન આદેશ છે,માત્ર મૂળ ઉપયોગકર્તા જ ફાઈલ કે ડિરેક્ટરીની માલિકી બદલી શકે છે.
1:00 "chown" આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : "chown ખાલી જગ્યા [વિકલ્પો] ખાલી જગ્યા માલિકનામ ખાલી જગ્યા ફાઈલનામ અથવા ડિરેક્ટરીનામ"
1:13 આપણે chown આદેશ સાથે નીચે પ્રમાણેના વિકલ્પો આપી શકીએ.
1:18 "-R" : તમારી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરીઓમાં રહેલ ફાઈલોની પરવાનગી બદલે છે.
1:28 "-c" : દરેક ફાઈલની પરવાનગી બદલે છે.
1:33 "-f" : chownને એરર સંદેશ પ્રદર્શિત કરતા રોકે છે.
1:37 હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ.
1:40 તો હવે ટર્મિનલ ઉપર જઈએ.આપણે જ્યાં ખાલી ફાઈલો અને ફોલ્ડરો બનાવ્યા છે તે ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે "cd ખાલી જગ્યા Desktop સ્લેશ file attribute" લખી એન્ટર દબાવીએ.
1:56 હવે આદેશ આપીએ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા t-e-s-t-c-h-o-w-n " (testchown) અને એન્ટર દબાવીએ.
2:11 અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ 'testchown'નો માલિક શાહિદ છે.
2:18 ફાઈલના માલિકને બદલવા આદેશ લખીએ "sudo ખાલી જગ્યા c-h own ખાલી જગ્યા a-n-u-s-h-a (anusha) ખાલી જગ્યા t-e-s-t-c-h-o-w-n "(testchown) અને એન્ટર દબાવીએ.
2:36 સુડો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ.
2:44 લખીએ હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા t-e-s-t-c-h-o-w-n " એન્ટર દબાવીએ.અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલની નવી માલિક "અનુષા" છે
3:03 હવે આપણે જોઈશું કે ડિરેક્ટરીના માલિકને કેવી રીતે બદલી શકાય.
3:07 આદેશ "ls -l" આપીએ અને એન્ટર દબાવીએ.અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરી 'test_chown'નો માલિક શાહિદ છે.
3:21 ડિરેક્ટરીના માલિકને બદલવા આદેશ લખીએ.
3:26 "$ sudo ખાલી જગ્યા chown ખાલી જગ્યા -(કેપિટલમાં)R ખાલી જગ્યા a-n-u-s-h-a ખાલી જગ્યા test_chown" જે ડિરેક્ટરી નામ છે અને એન્ટર દબાવીએ.
3:44 જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપો અને ફરી એન્ટર દબાવો.
3:49 આપણી સુવિધા માટે કમ્પ્યુટર પડદાને સાફ કરવા "Ctrl+L" દબાવીએ.હવે લખીએ "ls ખાલી જગ્યા -l".એન્ટર દબાવીએ.અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરીની નવી માલિક "અનુષા" છે.
4:06 "chmod" આદેશનો ઉપયોગ એક અથવા તેથી વધારે ફાઈલોની વપરાશ(access) સ્થિતિ(mode) એટલે કે એક્સેસ મોડ અથવા પરવાનગી બદલવા થાય છે.
4:13 chmod આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : "chmod ખાલી જગ્યા [વિકલ્પો] ખાલી જગ્યા mode ખાલી જગ્યા ફાઈલનામ"

આપણે chmod સાથે આ વિકલ્પો આપી શકીએ.

4:29 "-c" : જે ફાઈલો બદલાઈ ગયી છે તેની માહિતી પ્રદર્શિત કરે છે.
4:34 "-f" : જે ફાઈલોને chmod નથી બદલી શકતો તેની જાણ ઉપયોગકર્તાને નથી કરતુ.
4:41 વપરાશ કે પરવાનગીઓના પ્રકાર આ પ્રમાણે છે :
4:44 r : read એટલે કે વાચવા માટે

w : write એટલે કે લખવા માટે

x : execute એટલે કે પ્રદર્શિત કરવા માટે

s : set user એટલે કે ઉપયોગકર્તા કે સમૂહ માટે આઈડી બનાવવા

4:54 અન્ય રીતે,આ પરવાનગીઓ ત્રણ-અંકવાળી ઓક્ટલ સંખ્યા વડે પણ સ્પષ્ટ કરી શકાય.
5:00 પ્રથમ અંક માલિકી પરવાનગી માટે,દ્વિતીય અંક સમૂહ પરવાનગી માટે અને ત્વીતીય અંક આના સિવાયના અન્યની પરવાનગી માટે.
5:09 પરવાનગીઓ આ ઓક્ટલ સંખ્યાઓનો સરવાળો કરી મેળવવામાં આવે છે:
૪ - વાંચવાની પરવાનગી 
૨ - લખવાની પરવાનગી 
૧ - પ્રદર્શિત કરવાની પરવાનગી.
5:20 હવે આપણે chmodના થોડા ઉદાહરણો જોઈએ.ટર્મિનલ ઉપર જઈએ અને example1ને ઉપયોગકર્તા વડે પ્રદર્શિત કરવાની પરવાનગી ઉમેરવા આદેશ લખીએ.
5:30 આના પહેલા હું કમ્પ્યુટર પડદાને સાફ કરવા Ctrl+L દબાવીશ.
5:36 ચાલો હવે લખીએ "$ chmod ખાલી જગ્યા u+x ખાલી જગ્યા example1" અને એન્ટર દબાવીએ.
5:49 હવે "$ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1" લખીએ અને બદલાવ જોવા એન્ટર દબાવીએ.
6:01 અહીં ફાઈલ example1 માટે માલિકને વાંચવાની/લખવાની/પ્રદર્શિત કરવાની પરવાનગી,સમૂહને વાંચવાની/પ્રદર્શિત કરવાની અને અન્ય બીજાને માત્ર પ્રદશિત કરવાની પરવાનગી નિર્દેશિત કરી શકાય.
6:15 હવે આદેશ "chmod ખાલી જગ્યા 751 ખાલી જગ્યા example1" લખીએ અને એન્ટર દબાવીએ.
6:26 હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1" લખીએ અને એન્ટર દબાવીએ.
6:35 હવે તમે જોઈ શકો છો કે આ આદેશ દ્વારા ફાઈલ example1 માટે માલિકને વાંચવાની/લખવાની/પ્રદર્શિત કરવાની પરવાનગી,સમૂહને વાંચવાની/પ્રદર્શિત કરવાની પરવાનગી અને અન્ય બીજાને માત્ર પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઇ.
6:52 જો બધાને ફાઈલ example1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત કરવી હોય તો આદેશ આપીએ "chmod ખાલી જગ્યા =r ખાલી જગ્યા example1" અને એન્ટર દબાવીએ.
7:08 હવે આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1" લખીએ અને એન્ટર દબાવીએ."
7:19 અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેકને ફાઈલ example1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત થઇ ગઈ છે.
7:30 પરવાનગીને વારંવાર બદલવા અને ડિરેક્ટરી directory1 માટે દરેકને વાંચવાની-પ્રદર્શિત કરવાની પરવાનગી,તેના ઉપરાંત માલિકને લખવાની પરવાનગી આપવા માટે આદેશ
7:44 "chmod ખાલી જગ્યા -(કેપિટલમાં)R ખાલી જગ્યા 755 ખાલી જગ્યા directory1" લખીએ અને એન્ટર દબાવીએ.
8:00 હવે "ls ખાલી જગ્યા -l" લખી બદલાવ જોવા એન્ટર દબાવીએ.
8:09 ફાઈલ example2ની ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી આપવા માટે આદેશ "chmod ખાલી જગ્યા u+x ખાલી જગ્યા example2" લખીએ અને એન્ટર દબાવીએ.
8:27 હવે આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example2" લખી એન્ટર દબાવીએ.
8:40 અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ example2 માટે ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઇ ગઈ છે.
8:50 example3 માટે સમૂહને write પરવાનગી આપવા આદેશ "chmod ખાલી જગ્યા g+w ખાલી જગ્યા example3" લખી એન્ટર દબાવીએ.
9:10 હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example3" લખી એન્ટર દબાવીએ.
9:23 આપણે અહીં જોઈ શકીએ છીએ કે સમૂહને લખવાની પરવાનગી અપાઈ ગઈ છે
9:30 બધા માટે લખવાની પરવાનગી રદ કરવા માટે આદેશ "chmod ખાલી જગ્યા a-w ખાલી જગ્યા example3 " આપી એન્ટર દબાવીએ.
9:45 હવે "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example3" લખી એન્ટર દબાવીએ.
9:55 બધા માટે write પરવાનગી રદ થઇ ચુકી છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ.
10:02 આદેશ "chgrp"નો ઉપયોગ એક કે તેથી વધુ ફાઈલોના સમુહને નવા સમૂહમાં બદલવા થાય છે.
10:10 નવું ગ્રુપ ક્યાંતો આઈડી નંબર હોય અથવા /etc/groupમાં રહેલ સમૂહનામ હોઈ શકે.
10:20 ફક્ત ફાઈલનો માલિક અથવા વિશેષ હક ધરાવનાર ઉપયોગકર્તા જ આ સમૂહને બદલી શકે છે.
10:26 chgrp આદેશની વાક્યરચના આ પ્રમાણે છે : chgrp ખાલી જગ્યા [વિકલ્પો] ખાલી જગ્યા નવો સમૂહ ખાલી જગ્યા files.
10:36 ટર્મિનલ ઉપર જઈએ.હવે આપણે chgrp આદેશના થોડાક ઉદાહરણો જોઈએ.આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example4" લખીએ અને એન્ટર દબાવીએ.
10:57 અહીં આપણે શહીદ નામના ઉપયોગકર્તા માટે સમૂહ પરવાનગી જોઈ શકીએ છીએ.
11:03 આ સમૂહ પરવાનગી બદલવા,આદેશ "sudo ખાલી જગ્યા chgrp ખાલી જગ્યા rohit ખાલી જગ્યા example4" લખીએ.
11:20 એન્ટર દબાવીએ.જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપીએ.
11:27 હવે આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example4" આપીએ અને એન્ટર દબાવીએ.
11:38 આપણે જોઈ શકીએ છીએ કે સમૂહ શાહિદ થી રોહિતમાં બદલાઈ ગયો છે.
11:46 આઇનોડ ડિવાઇઝને નિર્દેશિત કરેલ એક અનોખો પૂર્ણાંક આકડો છે.
11:51 આઇનોડ સામાન્ય ફાઈલ અને ડિરેક્ટરીની સર્વ સામાન્ય માહિતી સંગ્રહ કરે છે.
11:57 બધી ફાઈલો આઇનોડ માટે હાર્ડ લિંક્સ છે.
12:00 જયારે પ્રોગ્રામ ફાઈલને નામથી સૂચવે છે,સિસ્ટમ આ ફાઈલનામનો ઉપયોગ તેને અનુરૂપ આઇનોડ શોધવા કરે છે.
12:12 કોઈ ફાઈલનો આઇનોડ આંક જોવા આપણે આદેશ "ls space -i"નો ઉપયોગ કરી શકીએ.
12:19 આદેશ "ls ખાલી જગ્યા -i ખાલી જગ્યા example5" લખીએ અને એન્ટર દબાવીએ.
12:29 ફાઈલની આગળ લખેલ આંક તે ફાઈલનો આઇનોડ આંક સૂચવે છે.
12:35 આઇનોડ ચોક્કસ રીતે એક સમયે એક જ ડિરેક્ટરી સાથે સંકળાયેલ હોય છે.
12:41 હાર્ડ લિંક્સ એક માત્ર આઇનોડથી એકથી વધુ ડિરેક્ટરીઓની એન્ટ્રી સાથે સંકળાય શકે છે."ln" આદેશ લિંક બનાવવા માટે છે.
12:52 હાર્ડ લિંક બનાવવા "ln" આદેશની વાક્યરચના આ પ્રમાણે છે.
12:57 "ln ખાલી જગ્યા source ખાલી જગ્યા link" જેમાં સોર્સ વર્તમાન ફાઈલ અને લિંક જે ફાઈલ બનાવવી છે તે છે.
13:06 હવે આપણે હાર્ડ લિંક્સના થોડા ઉદાહરણો જોઈએ.
13:10 ચાલો હું પડદાને સાફ કરી દઉં.હવે આદેશ "ln ખાલી જગ્યા example1 ખાલી જગ્યા exampleln" લખી એન્ટર દબાવીએ.
13:25 બંને ફાઈલોના આઇનોડ પ્રદર્શિત કરવા આદેશ "ls ખાલી જગ્યા -i ખાલી જગ્યા example1 ખાલી જગ્યા exampleln " લખીએ અને એન્ટર દબાવીએ.
13:41 અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ સમાન છે.ફાઈલ exampleln એ example1 માટે હાર્ડ લિંક છે.
13:54 સોફ્ટ લિંક સિમ્બોલિક લિંક એક ખાસ પ્રકારની ફાઈલ છે જે એબ્સોલ્યુટ કે રીલેટીવ પંથ રૂપે અન્ય ફાઈલ કે ડિરેક્ટરીનો સંદર્ભ ધરાવે છે.
14:07 સોફ્ટ લિંક્સ બનાવવા ln આદેશની વાક્યરચના આ પ્રમાણે છે :
14:12 ln ખાલી જગ્યા -s ખાલી જગ્યા {target-filename} ખાલી જગ્યા {symbolic-filename}
14:19 હવે આપણે સોફ્ટ લિંક્સ ના થોડા ઉદાહરણો જોઈશું.
14:25 સોફ્ટ લિંક બનાવવા આદેશ "ln ખાલી જગ્યા -s ખાલી જગ્યા example1 ખાલી જગ્યા examplesoft" લખીએ.
14:40 એન્ટર દબાવીએ.
14:43 હવે આઇનોડ આંક અને બંને ફાઈલની યાદી જોવા આદેશ "ls ખાલી જગ્યા -li ખાલી જગ્યા example1 ખાલી જગ્યા examplesoft" લખીએ.
15:01 એન્ટર દબાવીએ.
15:03 અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ આંક અલગ છે અને examplesoft એ example1 માટે સોફ્ટ લિંક છે.
15:16 તો આપણે આ ટ્યુ્ટોરીઅલમાં લિનક્સ ફાઈલ એટ્રીબ્યુટ જેવાકે ફાઈલની પરવાનગી,માલિકી,સમૂહ બદલવા.
15:26 આપણે આઇનોડ,સોફ્ટ અને હાર્ડ લિંક્સ વિશે પણ શીખ્યા.
15:31 અહીં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.
15:35 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
15:44 મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
15:50 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya