LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:14, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
VISUAL CUE NARRATION
00:00 લીબર ઓફીસ રાઈટર - હેડરો, ફૂટરો અને એન્ડનોટો પર બનેલ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું:
00:09 ડોક્યુંમેન્ટોમાં હેડરો કેવી રીતે દાખલ કરવા.
00:12 ડોક્યુંમેન્ટોમાં ફૂટરો કેવી રીતે દાખલ કરવા.
00:15 પહેલા પુષ્ઠ પરથી કેવી રીતે હેડરો રદ્દ કરવા.
00:19 ડોક્યુંમેન્ટોમાં ફૂટનોટ અને એન્ડનોટ કેવી રીતે દાખલ કરવી.
00:24 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ.
00:33 લીબર ઓફીસ રાઈટર તમને ડોક્યુંમેન્ટમાં પુષ્ઠ ક્રમાંકો ઉમેરવા માટેની પરવાનગી આપે છે.
00:38 આપણે આપણી resume.odt ફાઈલ ખોલીશું.
00:42 ફૂટરમાં પુષ્ઠ ક્રમાંકો દાખલ કરવા માટે, આપણે સૌપ્રથમ એ પુષ્ઠ પર ક્લિક કરીશું જ્યાં આપણે ફૂટર દાખલ કરવા ઈચ્છીએ છીએ.
00:49 તો ચાલો ડોક્યુંમેન્ટ પુષ્ઠ પર ક્લિક કરીએ.
00:51 હવે મેનૂ બારમાં “Insert” વિકલ્પ પર ક્લિક કરો અને પછી “Footer” વિકલ્પ પર ક્લિક કરો.
00:58 આગળ, “Default” વિકલ્પ પર ક્લિક કરો.
01:01 આપણે જોશું કે ફૂટર પુષ્ઠના તળીએ ઉમેરાયેલ છે.
01:06 ફૂટરમાં પુષ્ઠ ક્રમાંક પ્રદર્શિત કરવા માટે, આપણે પહેલા “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરીશું.
01;12 ત્યારબાદ “Fields” વિકલ્પ પર ક્લિક કરીશું.
01:15 અહીં પ્રદર્શિત થયેલ અનેક ફૂટર વિકલ્પો તમે જોઈ શકો છો.
01;19 ડોક્યુંમેન્ટમાં પુષ્ઠ ક્રમાંક દાખલ કરવા માટે “Page Number” ઉપર ક્લિક કરો.
01:24 તરત જ, આપણે જોઈએ છીએ કે ક્રમાંક “1” ફૂટરમાં પ્રદર્શિત થાય છે.
01:29 પુષ્ઠ ક્રમાંકને વિવિધ સ્ટાઈલો (શૈલીઓ) આપવા માટે, પુષ્ઠ ક્રમાંક પર બે વાર ક્લિક કરો.
01:35 આપણે જોઈએ છીએ કે “Edit Fields: Document” ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
01:41 “Format” વિકલ્પ હેઠળ, તમને ઘણા ફોર્મેટો દેખાય છે જેમ કે “મોટા અક્ષરોમાં A B C”, “નાના અક્ષરોમાં a b c”, “Arabic 1 2 3” અને બીજા ઘણા.
01:53 અહીં તમે પુષ્ઠ ક્રમાંકિત સ્ટાઈલ જેને તમે ઉત્તમ માનો તે પસંદ કરી શકો છો.
01:58 આપણે “Roman i,ii,iii” વિકલ્પ પસંદ કરીશું અને પછી “OK” બટન પર ક્લિક કરીશું.
02:05 તમે જુઓ છો કે ક્રમાંકિત ફોર્મેટ પુષ્ઠ માટે બદલાઈ જાય છે.
02:09 એજ રીતે, આપણે ડોક્યુંમેન્ટમાં હેડર દાખલ કરી શકીએ છીએ.
02:13 સૌ પ્રથમ એ પુષ્ઠ પર ક્લિક કરો જ્યાં હેડરને દાખલ કરવું છે.
02:17 હવે “Insert” મેનૂ પર ક્લિક કરો અને ત્યારબાદ “Header” વિકલ્પ પર ક્લિક કરો.
02;23 “Default” વિકલ્પ પર ક્લિક કરો.
02:26 તમે જુઓ છો કે હેડર પુષ્ઠની ઉપરની બાજુએ દાખલ થાય છે.
02:30 હેડરમાં તારીખ દાખલ કરવા માટે, “Insert” ઉપર ક્લિક કરો અને પછી “Fields” વિકલ્પ પર ક્લિક કરો.
02:37 બાજુના મેનૂમાં જે દ્રશ્યમાન થાય છે, એમાં “Date” વિકલ્પ પર ક્લિક કરો.
02:42 તારીખ હેડરમાં પ્રદર્શિત થાય છે.
02:45 તારીખ ઉપર ડબલ-ક્લિક કરવાથી તમામ શક્ય ફોર્મેટો દેખાય છે જેમાં તારીખ પ્રદર્શિત થઇ શકે છે.
02:51 અહીંયા આપણે પસંદ કરીશું 31 Dec, 1999 અને OK પર ક્લિક કરીશું.
02:58 હવે મેનૂ બારમાં “File” મેનૂ પર ક્લિક કરો અને પછી “Page preview” વિકલ્પ પર ક્લિક કરો.
03:05 ચાલો ડોક્યુંમેન્ટને “50%” સુધી ઝૂમ કરીએ.
03:09 જેથી કરીને આપણે પુષ્ઠની ઉપરની બાજુએ “Date” જોઈ શકીએ અને નીચેની બાજુએ પુષ્ઠ ક્રમાંક.
03:15 આ ડોક્યુંમેન્ટના બધા જ પુષ્ઠો પર રેપ્લીકેટ (નકલ) કરવામાં આવશે.
03:19 મૂળ ડોક્યુંમેન્ટ પર પાછું આવવા માટે, “Close Preview” બટન ઉપર ક્લિક કરો.
03:25 તમે હેડર અને ફૂટર ફ્રેમ ને સંબંધિત ટેક્સ્ટની સ્પેસીંગ એટલે કે અંતર ને પણ ગોઠવી શકો છો.
03:30 અથવા બોર્ડરને હેડર કે ફૂટર પર લાગુ પાડી શકો છો.
03:34 મેનૂ બારમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો અને પછી “Page” પર ક્લિક કરો.
03:40 ડાયલોગ બોક્સમાં “Footer” ટેબ પસંદ કરો.
03:43 “Left margin” ની વેલ્યુ ને "1.00cm” પર સુયોજિત કરીને સ્પેસીંગ વિકલ્પોને સુયોજિત કરો જેનો તમે ઉપયોગ કરવા ઈચ્છો છો.
03:52 ફૂટર પર બોર્ડર કે શેડો ઉમેરવા માટે, પહેલા “More” વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમે ફૂટરમાં મુકવા ઈચ્છો છો તે વિકલ્પોની વેલ્યુ ને સુયોજિત કરો.
04:03 ઉદાહરણ તરીકે, ફૂટર પર શેડો સ્ટાઈલ મુકવા માટે, આપણે “Cast Shadow to Top Right” આઇકોન પર ક્લિક કરીશું.
04;10 આ અહીં દૃશ્યમાન છે - “Shadow style” વિકલ્પના “Position” ટેબ હેઠળ ઉપલબ્ધ વિવિધ આઈકોનો વચ્ચે.
04:18 તમે બોર્ડર અને શેડોના રંગ પણ પસંદ કરી શકો છો.
04:23 દરેક ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાણવા માટે આ ડાયલોગ બોક્સનું સંશોધન કરો.
04:28 હવે “OK” પર ક્લિક કરો.
04:30 ફરીથી OK પર ક્લિક કરો અને આપણે જોઈએ છીએ કે ઈફેક્ટ (અસર) ફૂટરમાં ઉમેરાયેલ છે.
04:36 આગળ વધીએ એ પહેલા ચાલો બીજું એક પુષ્ઠ આપણા ડોક્યુંમેન્ટમાં ઉમેરીએ.
04:41 આ Insert >> Manual Break ક્લિક કરીને Page break વિકલ્પ પસંદ કરી કરી શકાય છે.
04:47 ત્યારબાદ “OK” પર ક્લિક કરો.
04:50 નોંધ લો કે પુષ્ઠ ક્રમાંક “2” તરીકે પ્રદર્શિત થાય છે.
04:54 જો તમને ડોક્યુંમેન્ટના પહેલા પુષ્ઠ પર ફૂટર ન જોઈતું હોય, તો પહેલા પ્રથમ પુષ્ઠ પર કર્સર મુકો.
05:01 આગળ મેનૂ બારમાં “Format” પર ક્લિક કરો અને “Styles and Formatting” વિકલ્પ પર ક્લિક કરો.
05:08 હવે ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે, તેમાં ઉપર આવેલ ૪ થા આઇકોન પર ક્લિક કરો, જે છે “Page Styles”.
05:16 ત્યારબાદ “First Page” વિકલ્પ પર જમણું-ક્લિક કરો.
05:20 “New” વિકલ્પ પર ક્લિક કરો અને પછી “Organiser” ટેબ પર ક્લિક કરો.
05:25 “Name” ફીલ્ડ (ક્ષેત્ર)માં આપણે નવી સ્ટાઈલનું નામ જે આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે ટાઈપ કરી શકીએ છીએ .
05:30 તો અહીં, આપણે નામ “new first page” ટાઈપ કરીશું.
05:35 “Next Style” ને “Default” તરીકે સુયોજિત કરો.
05:38 હવે ડાયલોગ બોક્સમાં “Footer” ટેબ પર ક્લિક કરો.
05:42 “Footer on” ચેકબોક્સને અનચેક કરો જો તે મૂળભૂત રીતે અનચેક ન હોય.
05:48 અંતે, “OK” બટન પર ક્લિક કરો.
05:51 આપણે Styles and Formatting ડાયલોગ બોક્સ પર પાછા આવ્યા છીએ.
05:55 નોંધ લો કે “new first page” સ્ટાઈલ “Page Styles” વિકલ્પો હેઠળ દ્રશ્યમાન થાય છે.
06:01 હવે “new first page” પર ડબલ ક્લિક કરો.
06:04 તમે જોઈ શકો છો કે પહેલા પુષ્ઠ સિવાય ડોક્યુંમેન્ટના તમામ પુષ્ઠો પર ફૂટર છે.
06:11 તેવી જ રીતે તમે તમામ ઉપલબ્ધ મૂળભૂત સ્ટાઈલો પર ફેરફારો કરી શકો છો અને તેને ડોક્યુંમેન્ટના દરેક પુષ્ઠો પર એપ્લાય (લાગુ કરવું) કરી શકો છો.
06:19 ચાલો આ ડાયલોગ બોક્સને બંધ કરીએ.
06:22 હવે, ચાલો લીબર ઓફીસ રાઈટરમાં ફૂટનોટો અને એન્ડનોટો વિશે શીખીએ.
06:27 ફૂટનોટો પુષ્ઠના નીચેના ભાગ પર દ્રશ્યમાન થાય છે જેના પર તે સંદર્ભિત થયા છે.
06:31 જયારે કે એન્ડનોટો એક ડોક્યુંમેન્ટના અંતમાં એકત્રિત થાય છે.
06:35 નોટ માટે એન્કર (લંગર) વર્તમાન કર્સર સ્થિતિ પર દાખલ કરવામાં આવે છે.
06:40 તમે આપોઆપ ક્રમાંકીય રીત અથવા એક વૈવિધ્યપૂર્ણ પ્રતીક વચ્ચે પસંદગી કરી શકો છો.
06:45 આ વિકલ્પને એક્સેસ કરવા માટે, પહેલા મેનૂબારમાં “Insert” વિકલ્પ પર ક્લિક કરો.
06:51 પછી “Footnote/Endnote” વિકલ્પ પર ક્લિક કરો.
06:55 તમે જુઓ છો કે “Numbering” અને “Type” નામવાળા શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
07:02 અહીં ચેકબોક્સો છે જેના નામ છે, ”Automatic”, “Character”, “Footnote” અને “Endnote”.
07:08 “Numbering” તમને ક્રમાંકીત કરવાના પ્રકારને પસંદ કરવા માટેની પરવાનગી આપે છે જે તમે ફૂટનોટો અને એન્ડનોટો માટે ઉપયોગમાં લેવા ઈચ્છો છો.
07:15 “Automatic” વિકલ્પ ફૂટનોટો અથવા એન્ડનોટોને જે તમે દાખલ કરવા ઈચ્છો છો તેને આપમેળે અનુક્રમિક ક્રમાંકો અસાઇન (સોપવું) કરે છે.
07:24 ચાલો આ ડાયલોગ બોક્સ બંધ કરીએ.
07:26 આપમેળે થતી નંબરીંગ ના સુયોજનોને બદલવા માટે, મેનૂ બારમાં આવેલ “Tools” વિકલ્પ પર ક્લિક કરો.
07:33 અને પછી “Footnotes/Endnotes” પર ક્લિક કરો.
07:37 ઓટો નંબરીંગ અને સ્ટાઈલો માટે તમારી પાસે ઓટોમેટિક સેટીંગો નો એક વિકલ્પ છે.
07:42 તમારી જરૂરિયાત મુજબ આ વિકલ્પોમાંથી પસંદ કરો અને પછી “OK” બટન પર ક્લિક કરો.
07:49 ચાલો Insert અને Footnote/Endnote વિકલ્પ પર પાછા જઈએ.
07:54 “Character” વિકલ્પ એ ચાલી રહેલ ફૂટનોટ માટે એક અક્ષર અથવા પ્રતીકને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે.
08:00 આ અક્ષર અથવા ક્રમાંક હોઈ શકે છે.
08:03 વિશેષ કેરેક્ટર (અક્ષર) અસાઇન કરવા માટે, character ફીલ્ડ નીચે આવેલ બટન ઉપર ક્લિક કરો.
08:09 હવે કોઈ પણ એક વિશેષ કેરેક્ટરો પર ક્લિક કરો જે તમે દાખલ કરવા ઈચ્છો છો અને ત્યારબાદ “OK” બટન પર ક્લિક કરો.
08:17 આપણી પસંદને વ્યક્ત કરવા માટે “Type” શીર્ષક હેઠળ “Footnote” અથવા “Endnote” વિકલ્પ બંનેમાંથી કોઈ એક પર ક્લિક કરો.
08:24 તો આપણે “Numbering” હેઠળ “Automatic” અને “Type” હેઠળ “Footnote” ને પસંદ કરીશું.
08:29 હવે “OK” બટન ઉપર ક્લિક કરો.
08:32 તમે જુઓ છો કે ફૂટનોટ ફીલ્ડ પુષ્ઠની નીચેની બાજુએ મૂળભૂત આંકડાકીય કિંમત સાથે દ્રશ્યમાન થાય છે.
08:39 તમે ફૂટનોટ ફીલ્ડમાં “This is the end of first page” ટેક્સ્ટ લખી શકો છો.
08:45 અને ત્યારબાદ કીબોર્ડ પર “Enter” બટન દબાવો.
08:48 તમે પુષ્ઠની નીચેની બાજુએ ટેક્સ્ટની સાથે જોઈતી ફૂટનોટને જોઈ શકો છો.
08:55 એજ રીતે, તમે ડોક્યુંમેન્ટની નીચેની બાજુએ એક એન્ડનોટને દાખલ કરી શકો છો.
09:00 અહીં લીબર ઓફીસ રાઈટર પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:04 સારાંશમાં, આપણે શીખ્યા.
09:06 ડોક્યુંમેન્ટોમાં હેડરો કેવી રીતે દાખલ કરવા.
09:09 ડોક્યુંમેન્ટોમાં ફૂટરો કેવી રીતે દાખલ કરવા.
09:12 પહેલા પુષ્ઠ પરથી કેવી રીતે હેડરો રદ્દ કરવા.
09:15 કેવી રીતે ડોક્યુંમેન્ટોમાં ફૂટનોટ અને એન્ડનોટ દાખલ કરવી.
09:19 કોમ્પ્રેહેન્સિવ અસાઇનમેંટ (વ્યાપક સોંપણી)
09:22 “practice.odt” ફાઈલને ખોલો.
09:25 ડોક્યુંમેન્ટમાં એક હેડર અને ફૂટર ઉમેરો.
09:28 હેડરમાં “author” (લેખક) નામ દાખલ કરો.
09:31 ફૂટરમાં “Page Count” (પુષ્ઠ ગણતરી) દાખલ કરો.
09:35 પુષ્ઠનો જ્યાં અંત થાય છે ત્યાં એક એન્ડનોટ ઉમેરો.
09:39 ડોક્યુંમેન્ટનાં પહેલા પુષ્ઠથી હેડરને રદ્દ કરો.
09:43 *નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
09:46 *તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:49 *જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો.
09:54 *સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ
09:56 *સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
10:00 *જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10:04 *વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો.
10:10 *સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે.
10;15 *જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:22 *આ પર વધુ માહિતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે.
10:25 *સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો
10:33 *IIT Bombay તરફથી ભાષાંતર કરનાર છે ભરત સોલંકી

અને રેકોર્ડીંગ કરનાર હું ---- વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, PoojaMoolya