LibreOffice-Suite-Base/C2/Modify-a-simple-form/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 18:51, 2 December 2012 by Pravin1389 (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cues Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 ફોર્મ બદલવા પરના આ ટ્યુટોરીયલમાં , આપણે ફોર્મમાં ડેટા કેવી રીતે દાખલ કરવું અને ફોર્મ કેવી રીતે બદલવું તે શીખીશું
00:14 આગળના ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ બેઝની મદદથી ફોર્મ બનાવતા શીખીશું.
00:22 આપણે આપણા લાયબ્રેરી ડેટાબેઝના ઉદાહરણમાં એક સરળ પુસ્તકો ડેટા એન્ટ્રીનું ફોર્મ બનાવ્યું છે.
00:29 ચાલો જોઈએ આ ફોર્મનો ઉપયોગ કરીને Books કોષ્ટક માં આપણે કેવી રીતે ડેટા દાખલ કરી શકીએ.
00:39 ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ જો પેહલે થી ખૂલેલ ન હોય તો ખોલીએ.
00:48 અને આપણો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ.
00:52 જો બેઝ પહેલાથી જ ખૂલેલ હોય, તો આપણે અહીં File મેનૂ અંદર ઓપેન ઉપર ક્લિક કરીને Library ડેટાબેઝ ખોલી શકો છો.
01:03 અથવા File મેનુ અંદર Recent Documents પર ક્લિક કરીને કરી શકો.
01:08 હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ.
01:12 ચાલો ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં Form ચિહ્ન પર ક્લિક કરીએ.
01:18 નોંધ લો કે આ ફોર્મ હેઠળ 'Books Data entry form' આ વિન્ડોમાં કેન્દ્રમાં પ્રકાશિત કરવામાં આવે છે.
01:28 ચાલો આ ફોર્મ નામ પર જમણું ક્લિક કરીએ અને Open પર ક્લિક કરીએ.
01:33 હવે, આપણે લેબલો અને લખાણ બોક્સ કે જે Books કોષ્ટકમાં ફીલ્ડો માટે અનુરૂપ વાદળી બેકગ્રાઉન્ડ સાથેની નવી વિન્ડો જોઈએ.
01:46 ચાલો દરેક ક્ષેત્રમાં જવા માટે ટેબ કી પર ક્લિક કરીએ, અને જેમ આપણે છેલ્લા પર જઈએ, બેઝ આગામી રેકોર્ડ ખોલે છે.
01:56 આ રીતે આપણે રેકોર્ડ થી પસાર થઇ શકીએ છીએ.
02:00 અથવા આપણે રેકોર્ડ વચ્ચે સંશોધન કરવા માટે તળિયે ટૂલબાર માં આવેલા કાળા ત્રિકોણ ચિહ્નો વાપરી શકીએ છીએ.
02:10 વૈકલ્પિક રીતે, કોઈ એક ચોક્કસ રેકોર્ડ ઉપર જવા માટે, તળિયે ટૂલબારમાં રેકોર્ડ નમ્બર લખો અને Enter કળ અથવા કે ટેબ કળ દબાવો.
02:23 ચાલો છેલ્લા રેકોર્ડ પર જઈએ જે પાંચમો છે.
02:28 ચાલો હવે એક નવો રેકોર્ડ ઉમેરો.
02:34 આ કરવા માટે, New Record ચિહ્ન પર ક્લિક કરો, જે નીચેના ટૂલબારમાં Last record ચિહ્નના જમણી બાજુ બીજા સ્થાને છે.
02:46 નોંધ લો કે આપણે ખાલી લખાણ બોક્સ જોઈએ છીએ અને તળિયે રેકોર્ડ નંબર ૬ કહે છે.
02:55 હવે આપણે એક નવી પુસ્તક વિશેની જાણકારી સાથે, નવો રેકોર્ડ, ઉમેરવા માટે તૈયાર છે.
03:03 ચાલો Title લખાણ બોક્સમાં 'Paradise Lost' લખીએ, અને નવી ફિલ્ડ માં જવા માટે ચાલો ટેબ કળ નો ઉપયોગ કરીએ.
03:16 ચાલો author સામે 'John Milton' લખીએ.
03:23 PublishYear સામે '1975' લખીએ
03:28 Publisher સામે 'Oxford' લખીએ
03:31 અને price સામે 200.
03:36 ત્યાં, આપણે Books Data Entry Form ના ઉપયોગથી Books કોષ્ટક માં એક નવો રેકોર્ડ દાખલ કર્યો છે.
03:46 આપણે આ વિન્ડો બંધ કરીશું.
03:48 આપણે આ રીતે વધુ રેકોર્ડ અથવા ડેટા ઉમેરી શકીએ છીએ.
03:53 ચાલો જોઈએ કે બેઝ એ આપણે હમણાં જ દાખલ કરેલ છેલ્લા રેકોર્ડ સાથે Books કોષ્ટક સુધારેલ છે કે નહિ.
04:02 આ માટે, લીબરઓફીસ બેઝની મુખ્ય વિન્ડો માં, જમણી તકતી પર Books કોષ્ટક પર બે વખત ક્લિક કરો.
04:12 નવા રેકોર્ડ ની નોંધ લો જે આપણે ફોર્મ મારફતે અહીં ઉમેરેલ છે.
04:18 ઠીક છે, આપણે હવે આ વિન્ડો બંધ કરીશું.
04:22 આગળ, ચાલો જાણીએ કે આપણા ફોર્મમાં સરળ ફેરફારો કેવી રીતે કરવા.
04:30 આપણે ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીશું.
04:37 'Books Data Entry form' ને બદલવા માટે તેના પર જમણું ક્લિક કરી અને પછી 'edit' પસંદ કરી તેને ખોલો.
04:48 એક પરિચિત વિન્ડો હવે ખુલે છે,
04:51 સિવાય જો તમે લેબલ 'title' પર ક્લિક કરો, તો તમે ઘણા નાના લીલા બોક્સ લેબલ અને લખાણ બોક્સ સાથે બંધાયેલ દેખાશે.
05:03 આનો અર્થ એ થાય કે આપણે ફોર્મ ડિઝાઇન વિન્ડોમાં છે.
05:08 અને આપણે ફોર્મનો દેખાવ અને સ્વરૂપ અને તેના તત્વો તેમજ તેના કાર્યો બદલી શકીએ છીએ.
05:17 ઉદાહરણ તરીકે, આપણે લેબલો અને લખાણ બોક્સની ગોઠવણી અને માપ બદલી શકીએ છીએ.
05:25 આને ગુણધર્મો પણ કહેવામાં આવે છે.
05:28 લેબલ title પર બે વખત ક્લિક કરો.
05:32 આ એક નાની પોપઅપ વિન્ડો ખોલે છે જેને Properties કહેવાય છે.
05:38 વિવિધ ઘટકો અહીં નોંધ.
05:48 હવે ચાલો લેબલ 'author' ઉપર ક્લિક કરીએ, નોંધ લો કે Properties વિન્ડો રિફ્રેશ થાય છે અને લેબલ author ના ગુણધર્મો બતાવે છે.
06:02 તેથી જેવું આપણે ફોર્મના વિવિધ ઘટકો પર ક્લિક કરીશું, તો આપણે જોઈશું કે Properties વિન્ડો આપણે પસંદ કરેલા તત્વના ગુણધર્મો બતાવવા માટે રીફ્રેશ થાય છે.
06:14 હવે, Properties વિન્ડો નું શીર્ષક આ રીતે છે Properties:MultiSelection
06:21 આનું કારણ છે, આપણે જોઈએ છીએ કે author લેબલ અને તેના લખાણ બોક્સો અડીને છે, તેઓ એક લીલા બોક્સના સમૂહ માં મુકેલ છે.
06:34 બેઝ ફોર્મમાં લેબલો અને તેને અનુરૂપ લખાણબોક્સ ને આપોઅપ જ એક જૂથ બનાવે છે.

આપણે તેમને જૂથ માંથી કાઢી શકીએ છીએ.

06:44 લેબલ title પર જમણું ક્લિક કરો, પછી તળિયે 'Group' પર ક્લિક કરો અને પછી 'Ungroup' પર ક્લિક કરો.
06:54 હવે આપણે જોઈ શકીએ છીએ કે લેબલ title અને તેના લખાણ બોક્સ જૂથ વિનાના કરવામાં આવ્યા છે.
07:02 આ રીતે, આપણે ફોર્મ પર વ્યક્તિગત ઘટકોના ગુણધર્મો બદલી શકીએ છીએ.
07:10 આગળ, ચાલો title લખાણ બોક્સ માં tool tip ઉમેરીએ.
07:16 હવે ચાલો Properties વિન્ડોમાં તળિયે જઈએ.
07:22 'Help text' લેબલ ની નોંધ લો અને અહીં, ચાલો લખીએ 'Enter the title of the book here'
07:32 હવે, અમને ટોચ પર File મેનુ નીચે Save ચિહ્ન પર ક્લિક કરીને ફોર્મ સંગ્રહો. અને આપણે આ વિન્ડો બંધ કરીશું.
07:46 ચાલો હવે જોઈએ, આપણે કરેલ સુધારા પછી આપણું ફોર્મ કેવું દેખાય છે.
07:54 આ માટે, ચાલો બેઝની મુખ્ય વિન્ડો પર જઈએ, ડાબી પેનલ પર ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીએ,
08:03 અને જમણી તકતી પર 'Books Data Entry Form' પર ક્લિક કરો.
08:10 ચાલો title લેબલ અથવા લખાણ બોક્સ પર માઉસ નિર્દેશ કરીએ.
08:17 નોંધ લો કે જે ટુલટીપ દેખાય છે 'Enter the title of the book here'.
08:24 તેથી હવે, આપણે શીખ્યા કેવી રીતે આપણા ફોર્મમાં સરળ ફેરફાર કરવા.
08:31 આપણે ફોર્મમાં વધુ ફેરફારો કેવી રીતે કરવા તે બેઝ ટ્યુટોરીયલના આગળના ભાગમાં જોઈશું.
08:38 અહીં અસાઈનમેન્ટ છે.
08:41 Members કોષ્ટક માટે સરળ ફોર્મ બનાવો.
08:46 અહીં લીબરઓફીસ બેઝમાં ફોર્મ બદલવા પરના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:52 સારાંશ માટે, આપણે શીખ્યા: ફોર્મમાં ડેટા કેવી રીતે દાખલ કરવું અને ફોર્મ કેવી રીતે બદલવું.
09:00 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:12 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
09:17 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
09:22 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
09:30 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389