Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Add-Push-Button-to-a-form/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Visual Cues !Narration |- ||00:00 ||લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું…')
 
(No difference)

Revision as of 18:57, 2 December 2012

Visual Cues Narration
00:00 લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:03 આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મમાં 'Push' બટન કેવી રીતે દાખલ કરવું તે શીખીશું.
00:10 પહેલાંના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે ફોર્મ કન્ટ્રોલ લીસ્ટ બોક્સને ફોર્મમાં કેવી રીતે દાખલ કરવું.
00:17 હવે આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મમાં 'Push' બટનો કેવી રીતે દાખલ કરવા તે અંગે શીખીશું.
00:24 જો લીબર ઓફીસ બેઝ પ્રોગ્રામ પેહ્લેથી ખોલેલ ના હોય તો તે ખોલીએ.
00:36 અને Library ડેટાબેઝ ખોલીએ. તમે હવે જાણતા હશો કે પેહલે થી બનેલ ડેટાબેઝ કેવી રીતે ખોલી શકાય.
00:45 File મેનુમાં Open ઉપર ક્લિક કરી Library database પસંદ કરો.
00:52 હવે આપણે Library ડેટાબેઝમાં છીએ.
00:56 ચાલો 'Books Issued to Members' ફોર્મ ખોલીએ જેના સાથે આપણે પહેલાંના ટ્યુટોરીયલમાં કામ કરી રહ્યા હતા.
01:04 આ કરવા માટે, ચાલો ડાબી તકતી પર આવેલા Forms આઇકોન પર ક્લિક કરીએ.
01:09 અને ત્યારબાદ જમણી તકતી પર આવેલા 'Books Issued to Members' ફોર્મ ઉપર જમણું ક્લિક કરો.
01:16 હવે Edit ઉપર ક્લિક કરો.
01:19 આપણે હવે ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં છીએ.
01:23 આપણે આપણા ફોર્મમાં Push બટન દાખલ કરવા પર ચર્ચા કરીએ તે પેહલા, ચાલો સભ્યના નામો માટે બીજા લીસ્ટ બોક્સ માટે અમુક માર્ગ શોધીએ.
01:33 યાદ કરો, કે આપણે પહેલાંના ટ્યુટોરીયલમાં બીજા લીસ્ટ બોક્સને કેવી રીતે બનાવવું એના પર એક અસાઈનમેંટ કર્યું હતું.
01:41 પહેલા, ચાલો ટેક્સ્ટ બોક્સ (લખાણ બોક્સ) રદ્દ કરો જે Member Name લેબલની જમણી બાજુએ છે.
01:50 તે કરવા માટે ટેક્સ્ટ બોક્સ પર જમણું ક્લિક કરો પછી 'Cut' ઉપર ક્લિક કરો.
01:57 ટેક્સ્ટ બોક્સ રદ્દ થાય છે.
02:00 ત્યારબાદ, ચાલો આપણે ફોર્મના તત્વોને ગોઠવીએ.
02:04 જ્યારે કે યાદીઓના બોક્સોને ટેક્સ્ટ બોક્સો કરતા વધારે જગ્યા જોઈએ છે, એથી આપણે ફોર્મના તત્વોને ફોર્મમાં હજુ તળીયે ખસેડીશું.
02:15 અહીં તેને આપણે આ રીતે કરીશું.
02:17 ચાલો સૌપ્રથમ Book title લેબલ નીચે આવેલા ફોર્મના તત્વોની પસંદગી કરો.
02:25 આ માટે, આપણે ક્લિક (દબાવવું), ડ્રેગ (એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડવું) અને ડ્રોપ (નિશ્ચિત સ્થાને મુકવું) પદ્ધતિનો ઉપયોગ કરીશું.
02:32 ત્યારબાદ, ચાલો ચોક્કસ પસંદ કરેલા વિસ્તાર ઉપર ક્લિક કરીને તેને ઉપરથી નીચેની તરફ ડ્રેગ કરો (ખસેડો),
02:38 જેથી Book title લેબલની બાજુમાં આવેલી પહેલી યાદીના બોક્સ માટે પુરતી જગ્યા બને.
02:48 હવે, ચાલો સમાન પગલાંને Member Name લેબલના માટે પણ પુનરાવર્તિત કરીએ.
03:05 હવે ચાલો, Member Name લેબલની ડાબી બાજુએ આવેલાં, બીજી યાદીના બોક્સને ક્લિક કરો,ખસેડો અને મુકો.
03:14 અને તેને જમણી બાજુએ ખસેડો, જેથી કરીને તે બાકીના ફોર્મ કન્ટ્રોલો સાથે સારી રીતે ગોઠવાય જાય.
03:22 સારું, ત્યારે કીબોર્ડ શૉર્ટકટ Control S વાપરીને, ફોર્મમાં અત્યાર સુધી કરેલા કાર્યને સંગ્રહ કરો.
03:32 હવે, આપણે આપણા ફોર્મમાં Push બટનોને દાખલ કરવા માટે તૈયાર છીએ.
03:39 Push બટન એ ફોર્મ કન્ટ્રોલનું બીજું એક ઉદાહરણ છે.
03:44 આપણે OK, Cancel, Next, અને Finish બટનો સાથે અવગત છીએ, આ Push બટનોના કેટલાક ઉદાહરણ છે.
03:56 બેઝની મદદ વડે, આપણે આ Push બટનોને આપણા ફોર્મમાં દાખલ કરી શકીએ છીએ અને ક્લિક કરવાં પર અમુક ચોક્કસ ક્રિયાઓ કરવી તે માટે બેઝને સૂચિત કરી શકીએ છીએ.
04:07 ફરીથી, Save અથવા Undo, અથવા Delete કેટલાક ઉદાહરણો છે.
04:14 ચાલો જોઈએ કેવી રીતે.
04:17 ચાલો હવે ચાર Push બટનોને અહીં આપેલી ઈમેજ (છબી)માં બતાવ્યા પ્રમાણે આપણા ફોર્મમાં,બીજા બધા ફોર્મ તત્વોની નીચે દાખલ કરો.
04:30 આ કરવા માટે, ચાલો આપણા ફોર્મ ડીઝાઇન વિન્ડો ઉપર પાછા જઈએ.
04:35 અને, ફોર્મ કંટ્રોલ્સ ટૂલબારમાં આવેલા Push બટન આઇકોન ઉપર એક વાર ક્લિક કરો.
04:43 આ આઇકોન એક બટન જેના ઉપર ok શબ્દ હોય તેવું દેખાય છે.
04:50 નોંધ કરો કે માઉસ પોઈન્ટર(નિર્દેશક) પ્લસ(વત્તા) ચિન્હની જેમ દેખાય છે.
04:57 ચાલો હવે બીજા બધા એલિમેન્ટોની નીચે, ક્લિક, ડ્રેગ અને ફોર્મ ઉપર ડ્રોપ કરી ડાબી બાજુના તળિયે આપણું પેહલું બટન બનાવીએ.
05:10 અને તે અનુસાર આપણે તેના માપમાં ફેરબદલ ફરીથી કરીશું.
05:14 હવે ચાલો આ પગલાંને ત્રણ વાર હજુ ફરીથી કરો, <અટકો>
05:27 અને હવે, આપણી પાસે હજુ ત્રણ બટનો છે, બધા જ એક આડી લીટીમાં ગોઠવાયેલા છે.
05:35 ફોર્મ ઉપર push બટન બનાવવાનું આપણે પતાવી ચુક્યા છીએ, હવે ચાલો તેમના લેબલો બદલીયે.
05:43 આ કરવા માટે, પ્રથમ બટન ઉપર બે વાર ક્લિક કરો.
05:49 Properties વિન્ડો આપણે હવે જોઈ શકીએ છીએ. ચાલો અહીંયા 'Label' વિરુદ્ધ 'Save Record' ટાઈપ કરો.
05:59 હવે, ચાલો આપણે ફોર્મ ઉપર બીજું બટન ક્લિક કરીયે.
06:06 અને Properties વિન્ડોમાં, આપણે 'Label' વિરુદ્ધ 'Undo Changes' ટાઈપ કરીશું.
06;15 ત્રીજા અને ચોથા બટનો માટે, ચાલો 'Delete Record' ટાઈપ કરો.
06:25 અને અનુક્રમે 'New Record'.
06:31 હવે ચાલો તેમની ક્રિયાઓને વ્યાખ્યાયિત કરો.
06:37 આ કરવા માટે, ચાલો 'Save Record' બટન પર ક્લિક કરો,
06:43 અને Properties વિન્ડોમાં, જ્યાં સુધી 'Action' લેબલ દેખાતું નથી ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ (સરકાવવું) કરો.
06:51 અહીં, આપણે ડ્રોપ ડાઉન યાદીના બોક્સ ઉપર ક્લિક કરીને 'Save record' ઉપર ક્લિક કરીશું.
06:59 ચાલો બીજા ત્રણ બટનો માટે આજ પગલાંઓને અનુસરો.
07:05 'Undo Changes' બટન માટે, આપણે 'Undo changes' ક્રિયાની પસંદગી કરીશું.
07:12 'Delete Record' બટન માટે, આપણે 'Delete Record' ક્રિયાની પસંદગી કરીશું.
07:18 અને 'New Record' બટન માટે, આપણે 'New Record' ક્રિયાની પસંદગી કરીશું.
07:25 તો, આપણે હવે push બટનોને દાખલ કરી ચુક્યાં છીએ.
07:29 સારું, તો હવે કીબોર્ડ શોર્ટકટ Control S નો ઉપયોગ કરીને આપણા ફોર્મને સંગ્રહ કરો, અને આ વિન્ડોને બંધ કરો.
07:40 આવનારા ટ્યુટોરીયલમાં, આપણે આપણા ફોર્મમાં ફક્ત ત્રણ વધું સાદા ફેરફારો મારફતે જઈશું.
07:47 અને ત્યારબાદ આપણે ફોર્મનો ઉપયોગ માહિતી દાખલ કરવા અને માહિતીમાં સુધારાઓ કરવા માટે કરી શકીએ છીએ.
07:54 ઉદાહરણ તરીકે, પુસ્તકાલયનો એક સભ્ય જયારે એક પુસ્તક પાછી આપે છે, ત્યારે આ ફોર્મની મદદથી આ માહિતીને આપણે ડેટાબેઝમાં સુધારિત કરી શકીએ છીએ.
08:05 અંતે, અસાઇનમેન્ટ છે:
08:08 ફોર્મમાં ચારની બાજુમાં પાંચમું Push બટન ઉમેરો, અને ઉપયોગમાં લેંતાનીસાથે, તે ફોર્મને રીફ્રેશ કરવું જોઈએ.
08:18 અને પછીથી નીચે આવનારી લીટીમાં ૪ સાંકડા push બટનોને ઉમેરો. આ બટનો રેકોર્ડોમાં શોધખોળ માટે અમને ઉપયોગમાં આવવા જોઈએ.
08:30 અહીં લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલનો અંત થાય છે.
08:35 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મમાં Push બટન દાખલ કરવું.
08:40 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:52 આ યોજના http://spoken-tutorial.org દ્વારા અનુબદ્ધ છે.
08:57 આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
09:02 IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389