Koha-Library-Management-System/C3/Copy-cataloging-using-Z39.50/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:29, 27 February 2019 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Copy Cataloging using Z39.50 પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Z39.50 નો ઉપયોગ કરીને catalog માં records ઉમેરવા છે.
00:20 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux operating system 16.04
00:28 અને Koha આવૃત્તિ 16.05.
00:33 કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે તમે ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ.
00:38 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓને જ્ઞાન હોવું જોઈએ - લાઈબ્રેરી વિજ્ઞાનનું,
00:45 કેટલોગીંગ સ્ટાન્ડર્ડ, AACR2 અને MARC21 નું.
00:54 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત થયેલ હોવું જોઈએ.
01:00 અને, તમારી પાસે Koha માં Admin એક્સેસ હોવું જોઈએ.
01:05 વધુ વિગતો માટે, આ વેબસાઈટ પર આવેલ Koha Spoken Tutorial શ્રુંખલાનો સંદર્ભ લો.
01:13 તો, Z39.50 શું છે?
01:18 Z39.50 એક client–server protocol છે જે કે રીમોટ કમ્પ્યુટર ડેટાબેઝોમાંથી માહિતી શોધવા અને પુન:પ્રાપ્ત કરવા માટે છે.

ટૂંકમાં, આ એક ટૂલ છે જે કેટલોગ કોપી કરવા હેતુ વાપરવામાં આવે છે.

01:37 ચાલો શરુ કરીએ.

પહેલા ચાલો હું Koha ઇન્ટરફેસ પર જાઉં અને Superlibrarian, Bella તરીકે લોગીન કરું.

01:47 Koha homepage પર, Koha administration પર ક્લિક કરો.
01:53 આ પુષ્ઠ પર, નીચેની તરફે સ્ક્રોલ કરો અને Additional parameters પર જાવ.
01:59 ત્યારબાદ, Z39.50/SRU servers પર ક્લિક કરો.
02:07 એક નવું પુષ્ઠ Z39.50/SRU servers administration ખુલે છે.
02:16 અહીં બે ટેબ આવેલા છે -+New Z39.50 server અને +New SRU server.
02:26 +New Z39.50 server ટેબ પર ક્લિક કરો.
02:32 New Z39.50 server શીર્ષક સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
02:40 નોંધ લો કે target Z39.50 Server ને ઉમેરવા લીધે, આપણને ટાર્ગેટ server ની વિગતો ખબર હોવી જોઈએ.
02:51 જો તમને કોઈપણ Z39.50 server ની વિગતો ખબર નથી તો, તમે Z39.50 servers ની સૂચી આ URL પર શોધી શકો છો.
03:05 IRSpy પુષ્ઠ ખુલે છે, જેમાં આપણને અમુક વિગતો ભરવા હેતુ પ્રોમ્પ્ટ કરાય છે.
03:12 ચાલો શરુ કરીએ.
03:14 (Anywhere) ફિલ્ડને ખાલી રહેવા દો.
03:18 Name માટે, હું ટાઈપ કરીશ: Library of Congress.
03:23 આ એટલા માટે કારણ કે આ સૌથી મોટી લાઈબ્રેરીમાંથી એક છે અને આમાં વિશાળ બીબ્લીઓગ્રાફીકલ (ગ્રંથસૂચિ) ડેટા છે.
03:31 આગળ, Country માટેના field માં, ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરો United States.
03:38 Protocol માટે, ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરો Z39.50.
03:46 બાકી બચેલી વિગતો તમે તમારી આવશ્યકતા અનુસાર ભરી શકો છો.
03:51 ત્યારબાદ પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો.
03:57 શોધ પરિણામો સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
04:01 9 લાઈબ્રેરીઓની એક સૂચીને વિવિધ હેડ સાથે દર્શાવવામાં આવી છે જેમ કે-

Title,

Host Connection Reliability,

Host,

Port અને

DB.

04:16 આ વિગતોનો ઉપયોગ Koha માં New Z39.50 server પર વિગતો ભરવા માટે કરવામાં આવશે.
04:26 નોંધ લો, તમે લાઈબ્રેરીઓની એક જુદી સૂચી જોઈ શકો છો જે 10 થી વધુ હોઈ શકે છે.
04:32 યાદ રાખો, કોઈપણ target Z39.50 server ઉમેરતા પહેલા કૃપા કરી Host Connection Reliability ની ખાતરી કરી લો.
04:43 હું Title : Library of Congress પર ક્લિક કરીશ.
04:48 Library of Congress મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
04:54 આ પુષ્ઠને ખુલ્લું રહેવા દો, કારણ કે આ પુષ્ઠ પરની વિગતો આપણને અમુક સમય પછીથી જોઇશે.
05:01 હવે, ચાલો પાછા New Z39.50 server પુષ્ઠ પર જઈએ જે આપણે આ ટ્યુટોરીયલમાં અગાઉ ખુલ્લું છોડ્યું હતું.
05:12 અને આ પુષ્ઠ પર આવશ્યક વિગતો ભરવાનું શરુ કરીશું.
05:17 વિગતો Library of Congress પુષ્ઠમાં છે જે આપણે ખુલ્લું છોડ્યું હતું.
05:23 તો ચાલો શરુ કરીએ.
05:25 New Z39.50 server પુષ્ઠ પર, Server name માટે, ટાઈપ કરો Library of Congress.
05:34 આ વિગત Library of Congress પુષ્ઠમાં Name વિભાગમાંથી છે.
05:41 મેં અમુક અન્ય વિગતોને New Z39.50 server પુષ્ઠ પર ભરી દીધી છે જે મેં Library of Congress પુષ્ઠમાંથી નોંધ કરી હતી.
05:54 તમે વિડીઓને અટકાવી શકો છો અને તમારી આવશ્યકતા અનુસાર વિગતો ભરી શકો છો.
06:01 કૃપા કરી નોંધ લો લાલ રંગથી ચિન્હિત fields અનિવાર્ય છે.
06:06 આગળ, આપણે Preselected (searched by default) ચેક-બોક્સ જોઈએ છીએ.
06:12 જો તમે મૂળભૂત રીતે, આ વિશેષ લાઈબ્રેરીનાં ડેટાબેઝને હમેશા શોધ કરાવવા ઈચ્છો છો તો આને ક્લિક કરો.

હું આને અનચેક રહેવા દઈશ.

06:23 હવે આપણે Rank (display order) માટેનાં ફિલ્ડ પર આવીએ છીએ.

જો તમે લાઈબ્રેરીનાં સૂચીનાં ટોંચે આ લાઈબ્રેરીને સૂચીબદ્ધ કરવા ઈચ્છો છો તો, અહીં 1 દાખલ કરો.

06:37 નોંધ લો કે જો તમે બહુવિધ z39.50 targets ઉમેરવા ઈચ્છો છો તો તમે તેને રેન્ક (ક્રમ) અનુસાર ગોઠવી શકો છો.
06:47 Syntax માટે, ડ્રોપ ડાઉનમાંથી, હું પસંદ કરીશ MARC21/USMARC.

તમે તમારી આવશ્યકતા અનુસાર કોઈપણ Syntax પસંદ કરી શકો છો.

07:00 Encoding માટે, કોહા મૂળભૂત રીતે, પસંદ કરે છે utf8.

હું તેને એવું જ રહેવા દઈશ.

07:08 પરંતુ તમે તમારી આવશ્યકતા અનુસાર કોઈપણ અન્ય વેલ્યુ પસંદ કરી શકો છો.
07:14 આગળ છે Time out (0 its like not set).
07:20 અહીં, પરિણામોને દ્રશ્યમાન થવા માટે કેટલા સમય સુધી પ્રતીક્ષા કરવી જોઈએ તે સંખ્યા ટાઈપ કરો.

હું દાખલ કરીશ 240.

07:32 Record type માટે, કોહા મૂળભૂત રીતે, આપમેળે પસંદ કરે છે Bibliographic.

આવું કરવા પર, દરેક રેકોર્ડ એક Bibliographic વિવરણ ધરાવશે.

07:44 તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save button પર ક્લિક કરો.
07:51 Z39.50/SRU servers administration પુષ્ઠ ફરીથી ખુલે છે.
08:00 આ પુષ્ઠ પર, આપણે એ વિગતો જોઈ શકીએ છીએ જે વિભિન્ન મથાળાઓ હેઠળ ઉમેરવામાં આવી હતી.
08:06 હવે, આ લાઈબ્રેરીમાંથી રેકોર્ડ શોધવા માટે, Koha homepage પર જાવ

અને Cataloging પર ક્લિક કરો.

08:16 બે વિકલ્પો સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.

+New record અને

New from Z39.50/SRU.

08:29 New from Z39.50/SRU પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો BOOKS.
08:40 એક નવો વિન્ડો Z39.50/SRU search ખુલે છે.
08:48 પુષ્ઠની એકદમ જમણી બાજુએ Search targets ફિલ્ડ પર જાવ.
08:54 અહીં, તમે Z39.50 target જોઈ શકો છો જે આપણે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉમેરી હતી.

એટલે કે LIBRARY OF CONGRESS.

09:07 હવે, LIBRARY OF CONGRESS નાં બાજુમાં આવેલ ચેક-બોક્સ પર ક્લિક કરો.
09:14 સમાન પુષ્ઠની ડાબી બાજુએ વિવિધ ફીલ્ડો સાથે Z39.50/SRU search છે.
09:25 આ ફીલ્ડોમાંથી, Title પર જાવ અને ટાઈપ કરો: Clinical Microbiology.
09:33 જો તમે ઈચ્છો તો બાકી બચેલા fields ભરી શકો છો.

હું તેને ખાલી રહેવા દઈશ.

09:40 હવે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો.
09:46 જો કે ક્લિક કરવા પહેલા, કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે તમે ઇન્ટરનેટથી જોડાયેલા છો.
09:52 અન્ય નવું પુષ્ઠ Results ખુલે છે, જે આપેલ મથાળા સાથે વિવરણ દર્શાવે છે:

Server, Title, Author, Date, Edition, ISBN, LCCN, MARC અને Card.

10:11 હવે, પુષ્ઠની એકદમ જમણી બાજુએ જાવ અને Import ફિલ્ડ જુઓ.
10:18 હું Title: Clinical Microbiology માટે Import ફિલ્ડ પર ક્લિક કરીશ.
10:25 તમે તમારી આવશ્યકતા અનુસાર અન્ય કોઈપણ Title માટે Import પર ક્લિક કરી શકો છો.
10:32 જ્યારે Import ને ક્લિક કરવામાં આવે છે ત્યારે, Add MARC record નામનો એક નવો વિન્ડો ખુલે છે.
10:39 તમે અમુક tags જોશો જે Library of Congress ડેટાબેઝમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યા છે.
10:47 પરંતુ, તમારી આવશ્યકતા અનુસાર, તમને સંબંધિત tags માટેનાં ખાલી ફીલ્ડો ભરવા પડશે.
10:55 યાદ કરો, આપણે આ પુષ્ઠની વિગતો અગાઉનાં ટ્યુટોરીયલમાં ભરી દીધી છે.
11:02 વિડીઓને અટકાવો અને વિગતો ભરો.
11:06 વિગતો ભર્યા બાદ, પુષ્ઠની ટોંચે આવેલ Save બટન પર ક્લિક કરો.
11:13 એક નવું પુષ્ઠ Items for Clinical microbiology by Ross, Philip W. ખુલે છે.
11:22 હવે, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Add item બટન પર ક્લિક કરો.
11:28 પુષ્ઠ Items for Clinical microbiology by Ross, Philip W. ખુલે છે.
11:36 આ સાથે, આપણે Library of Congress માંથી Clinical microbiology પુસ્તકની વિગતો Koha માં સફળતાપૂર્વક ઈમ્પોર્ટ કરી લીધી છે.
11:48 ચાલો સારાંશ લઈએ.
11:50 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે Z39.50 નો ઉપયોગ કરીને Catalog માં રેકોર્ડ કેવી રીતે ઉમેરવા છે.
12:00 એસાઈનમેંટ-

Z39.50 નો ઉપયોગ કરીને Catalog માં એક Serial ઉમેરો.

12:10 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

12:18 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

12:28 તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
12:32 Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

12:45 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki