Difference between revisions of "Health-and-Nutrition/C2/Physical-methods-to-increase-the-amount-of-breastmilk/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 254: Line 254:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|આપણે હવે ''Physical Methods to Increase the Amount of Breast Milk''' ટ્યુટોરીયલના અંતમાં પહોંચી ગયા.  
+
|આપણે હવે '''Physical Methods to Increase the Amount of Breast Milk''' ટ્યુટોરીયલના અંતમાં પહોંચી ગયા.  
  
 
|-
 
|-

Latest revision as of 18:16, 25 August 2020

Time Narration
00:02 Physical Methods to Increase the Amount of Breast Milk પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું શારીરિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેવી રીતે છાતીના દૂધની માત્રા વધારવી.
00:17 ચાલો કાંગારુ માતા સંભાળ સાથે શરુ કરીને.
00:20 આ પદ્ધતિમાં માં જેટલું અધિક થયી શકે તેટલું માતાએ તેના બાળક સાથે ત્વચા થી ત્વચાનો સંપર્ક કરવો.
00:27 નોંધ લો કે કાંગારુ માતા સંભાળ સમાન શ્રેણીમાં અન્ય ટ્યુટોરીયલમાં સમજવામાં આવ્યું છે.
00:34 આગળ આપણે શીખીશું કેવી રીતે Let down reflex અથવા Oxytocin reflex. કેવી રીતે વધારી શકાય.

તેના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે Oxytocin એ શું છે?

00:44 Oxytocin એ હોર્મોન છે જેથી Let down reflex ને પ્રોત્સાહન મળે છે. જેના કારણે બાળકના વિષે વિચારતાની સાથેજ દૂધ બહાર નીકળવા માંડે છે.
00:54 તેથી, દૂધને બહાર નીકળવા માટે, માતાએ પ્રથમ આરામથી અને શાંત પણે તેના બાળકની સામે જોવું.
01:01 માતાએ તેના બાળકના ન ધોયેલા કપડાંને પણ સુંધી શકે છે અને સુખદ સંગીત પણ સાંભળી શકે છે.

માતા તેના બાળકના ન ધોયેલા કપડાંને પણ સુંધી શકે ,છે અને સુખદ સંગીત પણ સાંભળી શકે છે.

01:09 અન્ય પદ્ધતિ પણ દૂધને બહાર નીકળવા મદદ કરશે જેમકે-

ગરમ પાણીનો શેક.

01:16 પીઠ ની ઉપરની બાજુ અને છાતીની માલિશ .
01:20 ચાલો ગરમ પાણીનો શકે કેવી રીતે કરવો તે વિષે જોઈએ.
01:24 માતા ગરમ પાણીથી સ્નાન કરી શકે છે અથવા હુંફાળું કપડું તેની છાતી પર મૂકી શકે છે.
01:30

બંને પદ્ધતિ, છાતીમાંthi દૂધને બહાર નીકાળવામાં મદદ કરશે ,

01:36 આગળ ચાલો માલિશ વિષે શીખીએ.
01:40 પીઠ અને છાતી ની નસ એક જ હોવાથી પીઠ અને ગરદનની માલિશ કરવાથી દૂધ મુક્ત રીતે વહેવામાં મદદ મળશે.
01:49 ધવડાવતાં પહેલા છાતીની માલિશ કરવાથી નસો ખુલે છે.
01:53 જેથી દૂધ, મુક્તપણે વહેશે અને છાતી પૂર્ણપણે ખાલી થાય છે, દૂધની માત્રામાં વધારો થાય છે.
02:01 સ્તનમાં દૂધની માત્રા વધારવા માટે બાળકને યોગ્ય રીતે ધવડાવવા માટે પ્રોત્સાહિત કરીશું.
02:09 ચાલો જોઈએ આ કેવી રીતે કરશું .
02:12 બાળકના ઉપના હોઠ પર ડીંટડી ને ઘસવું.

જેથી બાળક તેનું મોઢું મોટું ખોલશે અને તેથી બાળકને સારી રીતે ધાવવામાં મદદ મળશે અને બાળકને પૂરતું દૂધ મળે છે.

02:24 નોંધ લો ધવડાવી વખતે-
02:27 માતાએ તેના બાળકના પૂર્ણ શરીર ને આધાર આપવો.
02:30 માતાનું પેટ તેના બાળકના પેટથી અડેલું હોય
02:34 બાળકનું માથું ,ગરદન અને શરીર હંમેશા સીધી રેખામાં હોવી .
02:39 બાળકનું નાક માતાની ડીંટડીની રેખામાં હોય.
02:43 બાળકની દાઢીને આગળ લાવીને માતાના છાતીમાં ધકેલવી જોઈએ.

બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ.

02:50 નોંધ લો બાળક ધાવતી વખતે નીચેનાં હોઠ પાસે આવેલ એરીઓનો ભાગ વધારે મોઢામાં લે , જેથી બાળકનાં ઉપરના હોઠ પાસે આવેલ એરીઓલાનો ભાગ નીચેનાં હોઠ પાસે આવેલ ભાગ કરતા વધારે દેખાય.
03:01 કૃપા કરી નોધ લો- એરીઓલા ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે.
03:05 આગળ, અન્ય એક શારીરિક પદ્ધતિ જોઈએ જેમાં છાતીને હળવે થી દબાવવાનું છે
03:12 આ કરવા માટે ધવડાવતી વખતે છાતીને પકડીને હળવેથી દબાવવી.
03:17 દૂધની ગ્રન્થિઓ પર હળવો ભાર આપવાથી વધુ દૂધને બહાર નીકળવામાં મદદ મળે છે .
03:22 આ દરેક વખતે ચૂસવાની સાથે વધુ દૂધ બહાર આવવામાં મદદ કરશે.
03:27 છાતીને હળવેથી કેવી રીતે દબાવવું તે સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે.
03:33 એક રસપ્રદ હકીકત એ છે કે, રાતના ધવડાવવું તે ખુબ મહત્વનું છે.

ચાલો સમજીએ શા માટે ?

03:41 રાત્રી ના સમયે છાતીના દૂધમાં હોર્મોન Prolactin ni માત્રા વધુ હોય છે.
03:46 જયારે બાળક રાત્રીના સમયે વધુ ધાવે છે તો ધાવતી વખતે દૂધની માત્રામાં વધારો થાય છે, જે બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે.
03:56 વારેઘડીએ ધવડાવવાથી છાતીના દૂધની માત્રા વધારવમાં મદદ કરશે
04:04 બાળકને 24 કલાકમાં ઓછામાં ઓછું 10-12 વખત અને રાત્રીના સમયે અંદાજે 2-3 વખત ધવડાવવું જોઈએ.
04:15 બાળકને ભૂખ્યું રાખવું નહીં.
04:17 માતાએ બાળકના પહેલા પહેલા ભૂખનાં સંકેતો બદ્દલ ધ્યાન જોઈએ જેમ કે- બાળnu હલનચલન કરવું
04:24 બાળકના ગાલને કોઈ પણ વસ્તુ અડે તો તે તેના તરફ વડે અને તેનું મોઢું ખોલે.
04:30 ધ્યાનમાં રાખો કે તેનું રડવું એ અંતિમ સંકેત છે, માટે બાળકના પહેલા પહેલા ભૂખનાં સંકેતો પર જ તેને ધવડાવવું જોઈએ.
04:39 પછીનું આવતું દૂધ પણ કાઢવું ખુબ જરૂરી છે.

પછીનું દૂધ એ ઘટ્ટ દૂધ હોય છે જે છાતીનાં પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે.

04:49 જે ચરબીયુક્ત હોય છે. આ ઘટ્ટ હોય છે.
04:53 તેથી માતા એ ખાતરી કરવી જોઈએ કે તેણે એક છાતીને પૂર્ણપણે ખાલીને પછી જ બીજી છાતીથી બાળકને ધવડાવું જોઈએ.
05:00 ચાલો હવે ધવડાવ્યા બાદ છાતીમાંથી દૂધ દબાવીને કાઢવા વિષે ચર્ચા કરીએ.
05:06 આ પદ્ધતિમાં માતા પોતાના હાથેથી છાતીનેદબાવીને દૂધ કાઢે છે.
05:11 આ કરવા માટે માતાએ તેની આંગળી અને અગુંઠાને એરીઓલાની કિનારી અને છાતીની ચામડી પર રાખવી જોઈએ.
05:19 ત્યારબાદ એરીઓલાને હળવેથી છાતીના અંદરની તરફ દબાવવું જોઈએ , દબાવવું અને છોડવું.
05:26 બાળકે પૂર્ણપણે ધાવીને છાતીને ખાલી કર્યા બાદ પણ આ કરાય છે.
05:31 માતાએ બે વખત ધવડાવવાના વચ્ચે પણ દૂધ કાઢવું જોઈએ.
05:35 વારેઘડીએ દૂધ કાઢવાથી છાતીમાં દૂધની માત્રામાં વધારો થશે.
05:40 આપેલ બાબત હંમેશા ધ્યાનમાં રાખો: નિપ્પલ શિલ્ડ અને ફોમ્યુંલા દૂધ ને આપવાનું ટાળો તેથી માતાનું દૂધ કમી થશે.
05:50 ગાય અથવા બકરી દૂધ અને ફોર્મ્યુલા દૂધ આપવું નહીં.
05:54 નિપ્પલ શિલ્ડ આપવું નહીં જેનાથી બાળકને છાતીથી સીધે સીધું ધાવવામાં મુંજવણ થશે.
05:59 નોંધ લો, જયારે પણ બાળક પહેલા પહેલા ભૂખના સંકેત આપે છે બાળકને તરતજ ધવડાવો.
06:06 સ્વાસ્થ્યકાર્યકરે માતાને યોગ્ય ધવડાવવાની પદ્ધતિ શીખડાવીને તેનો આત્મવિશ્વાસ વધાવવો.
06:12 એ વાતની ખાતરી કરવા માટે કે બાળક નું વજન દરરોજ 25 થી 30 ગ્રામ જેટલું વધી રહ્યું છે તે માટે દરરોજ બાળકના વજનની નોંધ લેવી.
06:21 આપણે હવે Physical Methods to Increase the Amount of Breast Milk ટ્યુટોરીયલના અંતમાં પહોંચી ગયા.
06:31 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki