C-and-C++/C4/Working-With-Structures/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:24, 19 June 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00:01 C અને C++ માં સ્ટ્રક્ચર્સ પરના સ્પોકન-ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,


00:09 સ્ટ્રક્ચર્સ શું છે?


00:11 સ્ટ્રક્ચર્સ જાહેર કરવું.
00:13 આપણે આ ઉદાહરણ મારફતે કરીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું


00:19 Ubuntu Operating System આવૃત્તિ 11.10,


00:23 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:29 ચાલો સ્ટ્રક્ચર્સ ના પરિચય સાથે શરૂ કરીએ.
00:32 એક અથવા વધુ વેરિયેબલ્સ એક નામ હેઠળ જૂથ થયેલ હોય તે સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખાય છે.
00:38 સ્ટ્રક્ચર્સ એક ઓબ્જેક્ટમાં અલગ અલગ ડેટાને ગ્રુપ કરવા માટે વપરાય છે.
00:43 તે compound data-type તરીકે ઓળખાય છે.
00:45 તે સંબંધિત માહિતીને એકસાથે જૂથ કરવા માટે વપરાય છે.
00:49 હવે આપણે,
00:50 સ્ટ્રક્ચર જાહેર કરવા માટેનું સીન્ટેક્ષ જોઈશું.
00:53 અહીં કીવર્ડ સ્ટ્રક્ટ કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે.


00:59 strcut_name એ સ્ટ્રક્ચરનું નામ છે.


01:03 ઉદાહરણ તરીકે. struct employee;
01:05 તમે કોઇપણ નામ આપી શકો છો.
01:07 હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું.


01:12 આ માટે સીન્ટેક્ષ છે,


01:14 struct struct_name અને struct_var;


01:17 struct_varstruc_name ટાઇપ નો વેરિયેબલ છે.


01:22 ઉદાહરણ તરીકે. struct employee addr;
01:27 addremployee ટાઇપ નો વેરિયેબલ છે.
01:31 ચાલો આપણા ઉદાહરણ પર જઈએ.
01:33 મેં એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે
01:36 તો ચાલો હું તે ખોલું.
01:38 નોંધ લો કે આપણી ફાઈલનું નામ structure.c છે.
01:42 આ પ્રોગ્રામમાં આપણે સ્ટ્રક્ચરની મદદથી ત્રણ વિષયોના કુલ ગુણની ગણતરી કરીશું.
01:49 ચાલો હવે હું કોડ સમજાવું.
01:51 આ આપણી હેડર ફાઈલ છે.
01:53 અહીં આપણે student તરીકે સ્ટ્રક્ચર જાહેર કર્યું છે.
01:57 પછી આપણે ત્રણ ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે english, maths અને science.
02:04 સ્ટ્રક્ચર હેઠળ નિર્ધારિત વેરીયેબલોને સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે.
02:10 આ આપણું મેઈન ફન્કશન છે.
02:12 અહીં આપણે ઈન્ટીજર વેરિયેબલ total જાહેર કર્યું છે.
02:17 હવે આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ stud જાહેર કર્યું છે. studstudent ટાઇપનું વેરિયેબલ છે, તે સ્ટ્રક્ચર મેમ્બરને ઍક્સેસ અને સુધારવા માટે વપરાય છે
02:30 અહીં આપણે મેમ્બેર્સ સુધાર્યા છે.
02:32 તેમને 75, 70 અને 65 તરીકે અસાઇન કરી.
02:38 અહીં આપણે ત્રણ વિષયોના કુલ ગણતરી કરીશું.
02:42 પછી આપણે પ્રિન્ટ કરીશું.
02:44 આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
02:47 હવે Save ઉપર ક્લિક કરો.
02:49 ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
02:51 તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી,
02:54 ટર્મિનલ વિન્ડો ખોલો.
03:00 કમ્પાઈલ કરવા માટે,
03:01 ટાઇપ કરો, gcc સ્પેસ structure.c સ્પેસ -o સ્પેસ struct
03:10 અને એન્ટર ડબાઓ.
03:12 એકઝીક્યુટ કરવા માટે,
03:13 ટાઇપ કરો, ./struct , એન્ટર ડબાઓ.
03:18 આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210
03:22 હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં એકઝીક્યુટ કરીશું.
03:26 આપણા પ્રોગ્રામ ઉપર ફરી જાઓ.
03:28 હું સમાન કોડ બદલીશ.
03:31 પ્રથમ તમારા કીબોર્ડ ઉપર shift, cntrl અને S કીઝ એકસાથે ડબાઓ.
03:37 હવે .cpp એક્સ્ટેશન સાથે ફાઈલ સંગ્રહ કરો અને save ઉપર ક્લિક કરો.
03:44 ચાલો હેડર ફાઈલ iostream થી બદલીએ.
03:48 હવે using સ્ટેટમેન્ટ ઉમેરો અને save ઉપર ક્લિક કરો.
03:57 C++ માં સ્ટ્રક્ચર C ની જેમ જ જાહેર થાય છે.
04:02 તો અહીં કઈ પણ બદલવાની જરૂર નથી.
04:05 અંતમાં આપણે printf સ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટ દ્વારા બદલીશું.
04:08 ફોરમેટ સ્પેસીફાયર અને \n રદ કરો.
04:16 હવે કોમા રદ કરો.
04:17 બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો.
04:21 અહીં બંધ કૌસ રદ કરો.
04:23 અને બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો.
04:25 અને ડબલ અવતરણ ચિહ્ન અંદર \n ટાઇપ કરો.
04:29 હવે Save ઉપર ક્લિક કરો.
04:31 ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરો.
04:33 આપણા ટર્મિનલ ઉપર પાછા આવો.
04:35 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ સ્પેસ structure.cpp સ્પેસ -o સ્પેસ struct1
04:47 અહીં આપણી પાસે struct1 છે કારણ કે, આપણે structure.c ફાઈલ માટે આઉટપુટ પેરામિટર ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી.
04:55 હવે એન્ટર ડબાઓ.
04:57 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./struct1
05:02 એન્ટર ડબાઓ.
05:04 આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210
05:08 તમે જોઈ શકો છો કે આઉટપુટ C કોડ સમાન જ છે.
05:12 હવે ચાલો સ્લાઇદ્સ ઉપર પાછા જઈએ.
05:15 સારાંશ માટે, આ ટ્યુ ટોરીયલમાં આપણે શીખ્યા,
05:18 સ્ટ્રક્ચર.
05:19 સ્ટ્રક્ચરનું સીન્ટેક્ષ.
05:21 ઉદાહરણ તરીકે. struct struct_name;
05:24 સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા માટે,
05:26 ઉદાહરણ તરીકે: stud.maths = 75;
05:30 સ્ટ્રક્ચર વેરિયેબલ ઉમેરવા,
05:33 ઉદાહરણ તરીકે: total = stud.eng + stud.maths + stud.science;
05:40 અસાઇનમેન્ટ તરીકે,
05:41 કર્મચારીના રેકોર્ડ પ્રદર્શિત કરવા માટે એક પ્રોગ્રામ લખો.
05:45 જેમ કે name, address, designation, salary.
05:49 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
05:53 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
05:55 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:02 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:05 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06:08 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:15 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:26 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
06:30 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
06:33 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble