Difference between revisions of "C-and-C++/C4/Function-Call/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-

Revision as of 11:25, 19 June 2014

Time Narration
00:02 C અને C++ માં ફન્કશન કોલ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે ફન્કશન કોલના પ્રકાર વિશે શીખીશું જેમ કે, કોલ બાય વેલ્યુ.
00:15 કોલ બાય રેફરેન્સ.
00:17 આપણે આ ઉદાહરણ દ્વારા કરીશું.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧
00:32 ચાલો functions call by value નાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00:37 આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે.
00:40 જયારે આપણે વેરીએબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરીએબલની કોપી બનાવે છે.
00:46 ફંક્શન પાસ કરવા પહેલા.
00:49 ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે.
00:55 તે ફંક્શનની બહાર અસર કરશે નહી.
00:59 ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ.
01:02 મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ.
01:08 નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે.
01:13 આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું.
01:20 આ આપણી હેડર ફાઈલ છે.
01:22 અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x સાથે cube ફંક્શન છે.
01:28 આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ.
01:34 આ આપણું main ફંક્શન છે.
01:37 અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે
01:44 ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ.
01:46 અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ.
01:50 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
01:53 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
01:55 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:03 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
02:04 gcc callbyval.c -o val. એન્ટર ડબાઓ.
02:13 હવે ટાઈપ કરો ./val. Enter દબાવો
02:17 આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512.
02:23 હવે આપણે ફન્કશન કોલ બાય રેફરેન્સ જોઈશું.
02:27 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
02:29 ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી મેથડ છે.
02:34 આ મેથડ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે.
02:40 ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોમાં કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે.
02:46 આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર ટાઈપ તરીકે જાહેર કરવાની જરૂર છે.
02:51 ચાલો function call by reference પર ઉદાહરણ જોઈએ.
02:55 નોંધ લો કે ફાઈલનું નામ callbyref.c છે


02:59 stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે
03:03 ત્યારબાદ swap ફંક્શન છે
03:06 આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે.
03:11 *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે ઊલટું.
03:16 તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર ટાઈપ છે.
03:22 અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે.
03:25 પ્રથમ, *a ની વેલ્યુ t માં સંગ્રહીત થાય છે.
03:29 ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે.
03:33 અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે.
03:37 આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે.
03:40 main ફંક્શન છે.
03:43 અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે.
03:49 ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને યુઝર ઈનપુટ તરીકે લઈએ છીએ.
03:54 &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે.
04:00 ફેરબદલી કરવાં પહેલા આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.
04:05 ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ
04:07 અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ.
04:11 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
04:14 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:17 ટર્મિનલ પર પાછા જઈએ
04:19 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
04:22 gcc callbyref.c -o ref. Enter દબાવો
04:30 હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો
04:34 આપણને, enter the values દેખાય છે, હું 6 અને 4 તરીકે દાખલ કરીશ
04:40 આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4
04:45 After swapping 4 and 6
04:48 હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ
04:53 મારી પાસે કોડ છે, ચાલો તે જોઈએ.
04:58 આ બીજો ફંક્શન callbyreference પ્રોગ્રામ છે.
05:02 નોંધ લો કે ફાઈલનું નામ callbyref.cpp છે
05:07 ચાલો હવે કોડ જોઈએ.
05:09 iostream તરીકે આપણી હેડર ફાઈલ છે
05:13 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ
05:16 C++ માં ફંક્શન જાહેરાત સમાન જ છે.
05:20 અહીં આપણે આર્ગ્યુમેન્ટ &x અને &y તરીકે પાસ કરીએ છીએ.
05:25 x અને y નું મેમરી એડ્રેસ આપશે.
05:30 ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ.
05:33 બચેલો કોડ આપણાં C કોડનાં સમાન છે.
05:37 'printf સ્ટેટમેંટ cout દ્વારા બદલાય છે અને scanf સ્ટેટમેંટ cin દ્વારા બદલાય છે
05:44 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ
05:49 કમ્પાઈલ કરવાં માટે g++ callbyref.cpp -o ref1 ટાઈપ કરો; Enter દબાવો
06:01 હવે ./ref1 ટાઈપ કરો, Enter દબાવો
06:06 અહીં આ રીતે દેખાય છે:
06:07 Enter values of a and b
06:10 હું 4 અને 3 દાખલ કરીશ
06:14 આઉટપુટ આ રીતે દેખાય છે
06:16 Before swapping a and b: 4 and 3
06:20 After swapping a and b: 3 and 4
06:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:27 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
06:30 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
06:33 Function call by value
06:35 અને Function call by reference
06:38 એસાઇનમેંટ તરીકે
06:39 ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ
06:43 C++ માં call by value નો ઉપયોગ કરી લખો.
06:47 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_tutorial
06:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:53 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:59 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:02 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
07:05 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:12 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:16 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:23 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
   http://spoken-tutorial.org/NMEICT-Intro 
07:27 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble