C-and-C++/C2/Relational-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:38, 18 June 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 C અને C++ માં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:09 રીલેશનલ ઓપરેટર્સ જેવા કે,
00:12 લેસ ધેન : ઉ.દા. a < b
00:15 ગ્રેટર ધેન : ઉ.દા. a > b
00:18 લેસ ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા. a <= b
00:23 ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા. a >= b
00:28 ઇકવલ ટુ : ઉ.દા. a == b
00:31 નોટ ઇકવલ ટુ : ઉ.દા. a != b
00:38 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10,
00:43 ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:50 ચાલો પરિચય સાથે શરૂ કરીએ.
00:53 રીલેશનલ ઓપરેટરો ઈન્ટીજર અને ફ્લોટિંગ પોઇન્ટ નંબરોની તુલના કરવા માટે વપરાય છે.
00:58 એક્સપ્રેશન જે રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે false માટે 0 અને true માટે 1 return કરે છે.

Return વેલ્યુઝ:

0 જયારે False હોય,

1 જયારે True હોય.

01:04 હવે હું એક C પ્રોગ્રામની મદદ સાથે રીલેશનલ ઓપરેટરોનું નિદર્શન કરીશ.
01:10 મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે.
01:11 તો, હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
01:16 પ્રથમ આપણે બે વેરિયેબલો જાહેર કરીશું, a અને b.
01:21 printf સ્ટેટમેન્ટ યુઝરને a અને b ની વેલ્યુ દાખલ કરવા માટે પૂછે છે.
01:27 scanf સ્ટેટમેન્ટ વેરિયેબલો a અને b માટે ઇનપુટ લે છે.
01:33 હવે આપણી પાસે ગ્રેટર ધેન ઓપરેટર છે.
01:35 આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્ડને સરખાવે છે.
01:39 તે ફોલ્સ રીટર્ન કરશે જો ab કરતાં મોટું છે.
01:44 ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
01:48 જો ઉપરોક્ત કન્ડીશન ખોટી છે તો તે છોડવામાં આવશે.
01:51 પછી કન્ટ્રોલ આગામી સ્ટેટમેન્ટ ઉપર જશે.
01:54 હવે આપણી પાસે લેસ ધેન ઓપરેટર છે.
01:56 આ પણ ઓપેરેન્દ્સ સરખાવે છે.
01:58 તે true રીટર્ન કરશે જયારે ab કરતા નાનું હોય.
02:03 ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
02:07 નહી તો છોડવામાં આવશે.
02:09 ચાલો અહીં સુધી કોડ એક્ઝીક્યુટ કરીએ.
02:13 પ્રથમ નીચેનાને કમેન્ટ કરો. ટાઇપ કરો, /* */
02:24 Save ઉપર ક્લિક કરો.
02:26 મેં ફાઈલને relational.c તરીકે સંગ્રહી છે.
02:30 Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:36 કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર આ કમાંડ ટાઇપ કરો gcc relational.c -o rel
02:50 Enter ડબાઓ.
02:52 એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./rel, Enter ડબાઓ.
02:58 મેં a માટે 8 અને b માટે 3 દાખલ કર્યું છે.
03:02 આઉટપુટ પ્રદર્શિત થયું છે:
03:04 8 is greater than 3.
03:07 તમે અલગ અલગ વેલ્યુઝ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરી પ્રયાસ કરી શકો છો.
03:12 કોડ ઉપર પાછા આવો.
03:14 અહીંથી કમેન્ટ રદ કરો અને અહીં મૂકો.
03:24 હવે આપણી પાસે લેસ ધેન ઇકવલ ટુ ઓપરેટર છે.
03:29 આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્દ્સ સરખાવે છે.
03:33 તે true રીટર્ન કરશે જો ab કરતા નાનું અથવા બરાબર હોય.
03:39 ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
03:43 જો ઉપરોક્ત કન્ડીશન ખોટી હશે તો તે છોડવામાં આવશે.
03:46 કંટ્રોલ પછી આગળના સ્ટેટમેંટ પર થશે.
03:50 આગળ ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ઓપરેટર છે.
03:53 તે a અને b સરખાવે છે અને true રીટર્ન કરે છે જો ab કરતાં મોટું અથવા બરાબર હોય.
04:01 જો કન્ડીશન true હોય તો આ printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
04:05 હવે ચાલો કોડ અહીં સુધી એક્ઝીક્યુટ કરીએ.
04:08 Save ઉપર ક્લિક કરો.
04:10 ટર્મિનલ ઉપર ફરી જાઓ.
04:12 પહેલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
04:17 હું a માટે 8 અને b માટે 3 દાખલ કરીશ.
04:23 આઉટપુટ પ્રદર્શિત થાય છે:
04:25 8 is greater than or equal to 3
04:30 હવે બાકીના કોડ ઉપર પાછા આવો.
04:33 અહીં અને અહીંથી મલ્ટી લાઈન કમેન્ટ રદ કરો.
04:43 આપણી પાસે હવે ઇકવલ ટુ ઓપરેટર છે.
04:47 તે ડબલ ઇકવલ ટુ (==) ચિહ્નો દ્વારા સૂચિત થયેલ છે.
04:50 આ ઓપરેટર true રીટર્ન કરે છે જયારે બંને ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન હોય.
04:57 printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે ab સમાન હશે.
05:01 જો નહિં, તો કંટ્રોલ આગળના સ્ટેટમેન્ટ પર જશે.
05:06 તેવી જ રીતે, આપણી પાસે નોટ ઇકવલ ટુ ઓપરેટર છે.
05:09 આ ઓપરેટર true રીટર્ન કરશે જયારે ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન નથી.
05:15 printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે ab સમાન નથી.
05:21 પ્રોગ્રામના અંતે આવીએ.

Return 0;

05:24 Save ઉપર ક્લિક કરો.
05:26 ટર્મિનલ ઉપર ફરી જાઓ.
05:28 પેહલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
05:33 a માટે 8 અને b માટે 3 દાખલ કરો.
05:39 આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
05:41 8 is not equal to 3
05:45 તો, આપણે જોયું કે રીલેશનલ ઓપરેટરો કેવી રીતે કાર્ય કરે છે.
05:48 ઇનપુટ્સના અલગ સમૂહ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો.
05:52 હવે, C++ માં આ સમાન પ્રોગ્રામ લખવો સરળ છે.
05:56 સિન્ટેક્ષમાં થોડો તફાવત છે.
06:00 મેં પહેલેથી જ C++ માં પ્રોગ્રામ લખ્યો છે.
06:04 રીલેશનલ ઓપરેટરો માટે C++ માં કોડ છે.
06:09 નોંધ લો કે હેડર અલગ છે.
06:12 આપણી પાસે અહીં using સ્ટેટમેન્ટ પણ છે.
06:16 C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06:19 અને C++ માં ઇનપુટ સ્ટેટમેન્ટ cin છે.
06:22 તેથી, આ તફાવતો સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે.
06:27 save ઉપર ક્લિક કરો.
06:29 ખાતરી કરો કરો કે ફાઇલ .cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહાય છે.
06:33 હું મારી ફાઇલ relational.cpp તરીકે સંગ્રહીશ.
06:38 ચાલો કોડ કમ્પાઈલ કરીએ.
06:40 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ relational.cpp -o rel1
06:51 એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, './ rel1, Press Enter.
06:57 હું a માટે 8 અને b માટે 3 દાખલ કરીશ.
07:01 આઉટપુટ દર્શાવવામાં આવેલ છે:
07:03 આપણે જોશું કે આઉટપુટ C કોડ સમાન જ છે.
07:08 હવે ચાલો આપણને આવી શકે એ એરર જોઈએ.
07:11 પ્રોગ્રામ ઉપર પાછા આવો.
07:13 ધારો કે આપણે અહીં ડબલ ઇકવલ ટુ ચિહ્નને સિંગલ ઇકવલ ટુ ચિહ્ન સાથે બદલીએ.
07:20 Save ઉપર ક્લિક કરો.
07:21 ટર્મિનલ ઉપર પાછા આવો.
07:24 પહેલાંની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
07:34 અહીં આપણે જોઈએ છીએ 3 એ 3 સમાન છે એમ દર્શાવે છે.
07.38 આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો.
07:40 કારણ કે અહીં એક અસાઇનમેન્ટ ઓપરેટર છે.
07:44 તો B ની વેલ્યુ a માં અસાઇન થઇ છે.
07:47 હવે ચાલો આ એરર સુધારીએ.
07:49 ઇકવલ ટુ ચિહ્ન ટાઇપ કરો.
07:52 Save ઉપર ક્લિક કરો.
07:55 ટર્મિનલ ઉપર પાછા આવો.
07:56 પહેલાંની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
08:04 આઉટપુટ હવે બરાબર છે.
08:06 ચાલો આ ટ્યુટોરીયલ સંક્ષિપ્તમાં કરીએ.
08:09 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
08:10 રીલેશનલ ઓપરેટર જેવા કે,
08:12 લેસ ધેન : ઉ.દા. a < b
08:15 ગ્રેટર ધેન : ઉ.દા. a > b
08:18 લેસ ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા. a <= b
08:23 ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા. a >= b
08:27 ઇકવલ ટુ : ઉ.દા. a == b
08:30 નોટ ઇકવલ ટુ : ઉ.દા. a != b
08:34 એસાઈનમેન્ટ તરીકે,
08:35 ઇનપુટ તરીકે ત્રણ વિદ્યાર્થીઓને ગુણ લેતો પ્રોગ્રામ લખો.
08:40 સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી જોવા માટેની સરખામણી કરો.
08:44 બે અથવા વધુ વિદ્યાર્થીઓ સમાન ગુણ મેળવ્યા હોય તે પણ તપાસો.
08:49 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:00 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:03 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09:06 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:14 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:18 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:24 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
09:27 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:35 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble