///

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા "login dot php" પુષ્ઠને ડેટાબેઝ સાથે જોડવાબદ્દલ એડિટ (સુધારિત) કરવું અને એ પણ કે ડેટાબેઝમાં એના લીધે યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડ કેવી રીતે ચેક (ચકાસવું) કરવું.
0:14 હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ.
0:18 આને રીફ્રેશ કરીને અને મારા યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડને ફરીથી મોકલીને આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો (ત્રુટીઓ) નથી.
0:24 મારો અર્થ અહીં આ એરર (ત્રુટી) થી છે.
0:25 અને આપણે જોયું છે કે જો આપણે ડેટા (માહિતી) ટાઈપ નથી કરતા તો અમને એક એરર (ત્રુટી) મળે છે.
0:28 હવે. સૌપ્રથમ હું એક ક્વેરીને સુયોજિત કરવા જઈ રહ્યો છું.
0:36 જો તમે આ પહેલા "mysql" કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ (બંધારણીય ક્વેરી ભાષા) ને વાપરી છે, તમે જાણશો કે તમે એક ડેટાબેઝને ક્વેરી કરી શકો છો.
0:43 મને લાગે છે કે માયક્રોસોફટ એક્સેસ પાસે આ છે.
0:46 અહીં આપણે લખવા જઈ રહ્યા છીએ, "SELECT", હકીકતમાં "SELECT *" લખવા જઈ રહ્યા છીએ કારણ કે અમને જરૂર છે ID ની, યુઝર (વપરાશકર્તા) નામની અને પાસવર્ડની.
0:54 મને નથી લાગતું કે અમને id ની જરૂર છે પરંતુ તો પણ "SELECT *" જેથી આ સમગ્ર ડેટા (માહિતી) ને લેશે.
0:59 તો "SELECT * FROM" અને મને લાગે છે કે, આપણે આને users કહ્યું છે, ચાલો મને આ ખાતરી કરી લેવા દો.
1:04 હા, users. તો "SELECT * users" અને અહીં આપણે "WHERE username" લખીશું જે આનું નામ છે...... આ, અહીં.
1:20 અને આપણે લખીશું "WHERE username equals" the "username" જે ટાઈપ કરાયેલું છે.
1:30 હવે જો આ "username" અસ્તિત્વ નથી ધરાવતું, આપણે અમુક પ્રકારનો એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) દર્શાવવાની જરૂર છે જે કહે કે "This user doesn’t exist".
1:37 તો આપણે શું કરીશું કે આપણે એક બીજું ફંક્શન વાપરીશું, "mysql num rows" કહેવાતું એક mysql ફંક્શન.
1:46 આ હરોળોની સંખ્યાની ગણતરી કરે છે, જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે.
1:53 તો આપણે લખીશું "numrows equals mysql_num_rows" અને કૌંસમાં આપણી પાસે આપણી ક્વેરીનું નામ, વેરીએબલ (ચલ) છે જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે.
2.08 અને જો આપણે હરોળોની સંખ્યાને એકો કરીએ છીએ, હું ફક્ત તમને સાબિતી આપીશ અને મારી માટે ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 હરોળ છે.
2.16 ચાલો હું insert પર ક્લિક કરું અને બીજી એક ડેટા (માહિતી) હરોળને ઉમેરું, ઉદાહરણ તરીકે - બીજું યુઝર (વપરાશકર્તા) નામ અને બીજો પાસવર્ડ.
2:26 હું હમણાં ફક્ત આને પ્રયાસ કરીશ. હું આની પછીથી ચકાસણી કરીશ. ચાલો જોઈએ, ચાલો યુઝર (વપરાશકર્તા) નામ "Kyle" લખીએ અને આ સમયે પાસવર્ડ "123" છે.
2:38 ઠીક છે, ચાલો આ પ્રયાસ કરીએ. અને આ રહ્યું. એક સેકેંડ રોકાઈ જાવ. હું ક્યા છું? ઓહ આપણે આ રહ્યા.
2:53 તો અમને "Alex" અને "Kyle" મળ્યું છે.
2:55 આપણે જોઈ શકીએ છીએ કે id ઓ આપમેળે ઇન્ક્રીમેન્ટ (વધવું) થયા છે.
2:58 તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝર (વપરાશકર્તા) નામોને અહીં જોઈ શકો છો.
3:02 હવે આપણે આને રીફ્રેશ કરીશું જોશું કે અમને શું મળ્યું.
3.06 ઓહ ઠીક છે. આ ચકાસણીનો સંપૂર્ણ ભાગ છે.
3:10 1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હતો અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હતો, તો મુલ્ય ઇન્ક્રીમેન્ટ (વધવું) થશે.
3:18 અહીં પાછા જાવ અને રીફ્રેશ કરો અને અમને 2 મુલ્ય મળશે કારણ કે અહીં 2 હરોળો છે.
3:22 પણ જો હું લખી રહ્યો છું "SELECT where the username equals my username", આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝર (વપરાશકર્તા) નામ અસ્તિત્વમાં છે અને તે 1 લી હરોળમાં છે.
3:34 સામાન્ય રીતે એક વેબસાઇટ પર, તમારી પાસે વપરાશકર્તા નામની બીજી પ્રત નહી રહેશે.
3:40 ઠીક છે. તો હવે અમને આ મળ્યું છે, અહીં કેટલી હરોળો છે એ શોધવાનો હેતુ શું છે.
3:47 હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ "if num_rows is equal to zero", પછી આનો અર્થ એ છે કે આપણે કરી શકીએ.. માફ કરજો, if "my num_rows doesn’t equal zero", પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ આપણે શું કરવાની જરૂર છે કે, આપણે લોગીન કરવાની જરૂર છે.
4.01 નહી તો, માફ કરજો "else", આપણે એકો કરવાની જરૂર છે, માફ કરજો "else die". આપણે મેસેજ (સંદેશ) આપીશું "That user doesn’t exist".
4:16 તો આપણે શું કરી રહ્યા છીએ કે, આપણે ચકાસી રહ્યા છીએ કે હરોળ પાછી આવી ગયી છે, જ્યાં આપણે આ યુઝર (વપરાશકર્તા) નામ આપ્યું છે.
4:25 અને જો આ શૂન્ય બરાબર નથી, તો આપણે આપણા કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
4:29 નહી તો આપણે લખીશું die અને "That username doesn’t exist".
4:33 આ 1, 2, 3, 4 ની બરાબર રહેશે અને ક્રમશ.
4:38 માફ કરજો આ બરાબર રહેશે...
4:40 જો આ શૂન્ય બરાબર નથી, તો આ નિશ્ચિતપણે કોઈનાં બરાબર હોવું જોઈએ.
4:44 અને જો આ કોઈના બરાબર છે, તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે.
4:47 તેથી જો આ શૂન્યની બરાબર છે, તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ પાછું આવી શકતું નથી.
4:52 હું આને ફરીથી મોકલીશ. ચાલો પાછા જઈએ.
4:57 અને......... આપણી "echo num_rows" થી છુટકારો મેળવીએ.
5:05 ઠીક છે. તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે "Alex" અને "abc" સાથે લોગીન કરીશું; પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી.
5:13 કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો (ત્રુટીઓ) પાછા આવ્યા નથી.
5:15 હવે ઉદાહરણ તરીકે, ચાલો હું Billy વાપરું, અને પાસવર્ડ ટાઈપ કરું અને login પર ક્લિક કરું.
5:21 "That user doesn’t exist!" કારણ કે કોઈ પણ હરોળો પાછી નથી આવી, જેનું યુઝર (વપરાશકર્તા) નામ Billy ની બરાબર છે.
5:26 તો આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્ય કરી રહ્યું છે.
5:28 હું મારા વાસ્તવિક વસ્તુ પર પાછો જઈશ.
5:31 તેથી "Alex" અને મારો પાસવર્ડ "abc" છે.
5:37 હવે લોગીન કરવા માટે કોડ.
5:39 લોગીન કરવા માટે, આપણે પાસવર્ડની ચકાસણી કરવાની જરૂર છે.
5:42 તેથી પાસવર્ડ પડાવી લેવા માટે, હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ.
5:46 માફ કરજો ફંક્શન નહી, હું વાપરીશ...... એક લૂપને અને તે લૂપ "while" લૂપ રહેશે.
5:52 હું વેરીએબલ (ચલ) નામ અહીં ટાઈપ કરીશ. હું તેને "row" કહીશ અને તે "mysql" ની બરાબર હશે..... "mysql_ fetches a row as an array". ઠીક છે?
6:11 તેથી હું ટૂંકમાં "mysqul_fetch_assoc" લખીશ.
6:22 અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે. તો મને ત્યાં મારી ક્વેરી મળી.
6:28 આનાથી, આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા (માહિતી) ને લઇ રહ્યા છીએ અને "row" કહેવાતા એક એરે માં રાખી રહ્યા છીએ.
6:40 તો દેખીતી રીતે વ્હાઈલ લૂપ સાથે, આપણી પાસે આપણા બ્રેકેટો (કૌંસો) રહેશે અને હવે આપણે અમુક વેરીએબલો સુયોજિત કરીશું.
6:45 હું "db username" લખીશ, જે યુઝર (વપરાશકર્તા) નામ છે જેને હું ડેટાબેઝમાંથી નીકાળીશ, આ "row" ની સમાન છે અને "username", આ હરોળ નામ છે.
6:55 તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે, અહીં આ હરોળ નામ છે.
6:59 જો આ ડેટા (માહિતી) ની એક એરે છે, તો આમાંનું પ્રત્યેક આઈડી, યુઝર નેમ (વપરાશકર્તા નામ) અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
7:06 આપણે 0,1,2 વાપરી નથી રહ્યા. પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરે છે કે નહી.
7:10 હવે આપણે આને સાદું રાખીશું અને આપણે સીધું આપણા કોલમનાં નામને સંદર્ભિત કરીશું.
7:20 તો ડેટાબેઝ વપરાશકર્તા નામ "row" રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનને ઉપયોગ કરી રહ્યી છે.
7:26 આગળ આપણે લખીશું "db password equals row" અને ત્યારબાદ આપણો પાસવર્ડ.
7:38 તો આના પછી આપણે એકો કરી શકત....
7:43 ના, ખરેખરમાં આપણે આપણા db વપરાશકર્તા નામ અને પાસવર્ડની વિષયવસ્તુને એકો કરવાની જરૂર નથી જ્યાર સુધી આપણે એરરો (ત્રુટીઓ) માં ચલાવવા નથી માંગતા.
7:49 આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે શું છે. આપણે તેમને ડેટાબેઝમાં જોયું છે.
7:51 હવે આપણે શું કરીશું કે આપણે એક તપાસ શરૂ કરીશું. તેથી "check to see if they match".
8:00 એક "if" સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે.
8:04 "if" our username equals our db username and our password is equal to our db password , તો આપણે કહીશું આ બરાબર છે.
8:19 નહી તો, આપણે કહીશું આ બરાબર નથી.
8:22 હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે. તેથી "Incorrect password!" એકો કરો. આને એવી જ રીતે છોડી દો.
8:34 અને અહીં આપણે લખીશું એકો "You’re in!".
8:41 ઠીક છે હું વિડીયોનાં આ ભાગનો અંત કરું એ પહેલા આપણે આની ચકાસણી કરીશું.
8:46 હું પહેલા લખીશ "Alex" અને હું ખોટો પાસવર્ડ નાખીશ. આ દર્શાવશે "Incorrect password!".
8:51 અને હવે હું પાસવર્ડ તરીકે "abc" મુકીશ અને આ દર્શાવશે "You’re in!".
8:55 તો આપણે આપણા વપરાશકર્તા નામની ચકાસણી કરી અને તે અસ્તિત્વ ધરાવે છે.
8:58 આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો (ક્ષેત્રો) અસ્તિત્વ ધરાવે છે તો તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો.
9:04 જો આપણે એક વપરાશકર્તા નામ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો અમને એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે - "Incorrect password".
9:11 જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો, અમને મળે છે - "You’re in".
9:13 અને જો આપણે એક વપરાશકર્તા નામ દાખલ કરીએ છીએ જે મળતું નથી, તો અમને user doesn’t exist નામનો એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે.
9:24 ઠીક છે તો મારાથી આવનારા ભાગમાં જોડાવો, અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો (સત્રો) અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા. તો પછી તમને ફરી મળીશું!
9:32 મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki