QGIS/C4/DEM-Analysis/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 18:31, 19 April 2022 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 QGIS માં DEM Analysis પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:11 SRTM ડેટા વેબસાઇટ પરથી DEM ડેટા ને ડાઉનલોડ કરતા.
00:16 DEM ની હિલશેડ બતાવતા.
00:19 અહીં હું ઉપયોગ કરી રહ્યો છું

Ubuntu Linux OS વર્ઝન 16.04

00:25 QGIS વર્ઝન 2.18 અને

કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન.

00:33 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમારે QGIS ઇન્ટરફેસથી પરિચિત હોવું જોઈએ.
00:39 આ શ્રેણીમાં પૂર્વજરૂરી ટ્યુટોરિયલ્સ જોવા માટે, કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો.
00:45 Digital Elevation Model અથવા DEM એ રસ્ટર ફાઇલ છે.
00:50 તે દરેક રસ્ટર સેલ માટે એલિવેશન ડેટા દર્શાવશે.
00:55 DEMs નો ઉપયોગ ખાલી પૃથ્વીના ભૂપ્રદેશને રજૂ કરવા માટે થાય છે.
01:00 ભૂપ્રદેશ સામાન્ય રીતે વનસ્પતિ અને માનવસર્જિત સુવિધાઓથી વંચિત છે.
01:06 DEMs નો ઉપયોગ એલિવેશન (ઊંચાઈ)ના આધારે વિસ્તારની ગણતરી અને વિશ્લેષણ માટે થાય છે.
01:14 ચાલો DEM ડેટા ડાઉનલોડ કરીશું.
01:17 આપેલ લિંક કોઈપણ વેબ બ્રાઉઝરમાં ખોલીશું.
01:21 Shuttle radar topography mission (SRTM) data વેબસાઇટ ખુલશે.
01:27 આ વેબસાઈટ પરથી SRTM ડેટા ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે
01:32 Download Manager પેજ પર, એલિવેશન મોડલ ટાઇલ્સમાં ગોઠવાયેલા છે.
01:39 Tile Size અને Format બે વિકલ્પો ઉપલબ્ધ છે.
01:44 આપણે રેડિયો બટનો પર ક્લિક કરીને ટાઇલનું કદ અને ફોર્મેટ પસંદ કરી શકીએ છીએ.
01:50 વિશ્વના નકશા પર પૃષ્ઠને નીચે સ્ક્રોલ કરીશું.
01:54 વિશ્વના નકશાને ઝૂમ કરવા માટે નકશાના ડાબા ખૂણા પર + સાઇનનો ઉપયોગ કરીશું.
02:00 Maharashtra ટાઇલ પર ક્લિક કરીશું.
02:03 વિશ્વના નકશાના ઉપરના ડાબા ખૂણા પર સ્થિત Search બટન પર ક્લિક કરીશું.
02:09 Download વિન્ડો ખુલશે.
02:12 Description હેડિંગ સુધી નીચે સ્ક્રોલ કરીશું.

તળિયે Download SRTM લિંક પર ક્લિક કરીશું.

02:20 એક ડાયલોગ-બોક્સ ખુલશે, Save File વિકલ્પ પસંદ કરીશું. OK બટન પર ક્લિક કરીશું.
02:29 મારી સિસ્ટમ પર, zip file , Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થશે.
02:34 zip file ના કન્ટેન્ટ ને એક્સટ્રેક્ટ કરીશું.
02:38 જમણું-ક્લિક કરીશું અને Extract Here વિકલ્પ પસંદ કરીશું.
02:43 એક્સટ્રેક્ટેડ ફોલ્ડર પર ડબલ-ક્લિક કરીશું.

DEM dataset છે.

02:50 અહીં આપણે વિવિધ ફાઇલ એક્સ્ટેંશન સાથે ઘણી ફાઇલો જોઈશું.
02:55 ફોલ્ડર ને બંધ કરીશું.
02:57 QGIS ઇન્ટરફેસ ખોલીશું.
03:00 menu bar પર, Layer menu પર ક્લિક કરીશું.
03:04 sub-menu માંથી Add Layer પસંદ કરીશું, અને Add Raster Layer વિકલ્પ પર ક્લિક કરીશું.
03:11 Data source dialog-box ખુલશે.
03:14 SRTM વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ SRTM ફોલ્ડર પર નેવિગેટ કરીશું.
03:21 ફોલ્ડરના કંટેન્ટમાંથી, .tif એક્સટેન્શનવાળી ફાઇલ પસંદ કરીશું.

Open બટન પર ક્લિક કરીશું.

03:31 કેનવાસ પર તમને ભૂપ્રદેશનું DEM દેખાશે.
03:36 DEM ભૂપ્રદેશ વિશેની તમામ 3D information ધરાવે છે.
03:41 રસ્ટર ઇમેજ પરનો દરેક પિક્સેલ તે સ્થાન પરની સરેરાશ ઊંચાઈ દર્શાવે છે.

આ એલિવેશન મીટરમાં આપવામાં આવી છે.

03:52 ડાર્ક પિક્સેલ્સ ઓછી ઉંચાઈવાળા વિસ્તારોને દર્શાવશે.
03:57 હળવા પિક્સેલ્સ ઉચ્ચ ઊંચાઈ ધરાવતા વિસ્તારોને દર્શાવશે.
04:02 ચાલો આ નકશાનું DEM વિશ્લેષણ શરૂ કરીશું.
04:07 મેનુ બાર પર Raster મેનુ પર ક્લિક કરીશું.
04:11 ડ્રોપ ડાઉનમાંથી Analysis પર ક્લિક કરીશું.

સબ-મેનૂમાંથી DEM (Terrain models) પર ક્લિક કરીશું.

04:19 DEM ડાયલોગ બોક્સ ખુલશે.
04:22 ઇનપુટ ફાઇલ ફીલ્ડમાં ડિફોલ્ટ પસંદગી તરીકે DEM layer છે.
04:28 Output file ની બાજુમાં Select બટન પર ક્લિક કરીશું.
04:33 Save the results to ડાયલોગ બોક્સ ખુલશે.
04:37 ડાયલોગ-બોક્સમાં, ફાઇલનું નામ Hillshade.tif તરીકે આપીશું.
04:44 હું તેને Desktop પર સેવ કરીશ.
04:47 Save બટન પર ક્લિક કરીશું.
04:50 Mode વિકલ્પ તરીકે Hillshade ને પસંદ કરીશું.
04:54 અહીં મૂળભૂત રીતે Hillshade પહેલેથી જ પસંદ કરેલ છે.
04:59 Load into canvas when finished ની બાજુમાં આવેલ ચેક-બોક્સને ચેક કરીશું.
05:05 અહીં મૂળભૂત રીતે તે પહેલેથી જ પસંદ થયેલ છે.
05:09 ડિફૉલ્ટ સેટિંગ્સને જેમ છે તેમ છોડી દઈશું.
05:12 Ok બટન પર ક્લિક કરીશું.
05:15 એક પોપ-અપ બોક્સ Processing Completed મેસેજ સાથે ખુલશે.

OK બટન પર ક્લિક કરીશું.

05:22 Qgis.bin ડાયલોગ-બોક્સમાં OK બટન પર ક્લિક કરીશું.
05:27 DEM ડાયલોગ-બોક્સ પર Close બટન પર ક્લિક કરીશું.
05:32 એક નવું લેયર, Hillshade હવે Layers panel માં ઉમેરવામાં આવશે.
05:37 કેનવાસ પર તમે Hillshade મોડમાં રસ્ટર મેપ જોશો.
05:42 આ નકશો 3D ઈમેજ બનાવવા માટે લાઈટ અને શેડનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યો છે.
05:48 મોડેલને વધુ સ્પષ્ટ બનાવવા માટે, અમે ઓવરલે તરીકે Hillshade નો ઉપયોગ કરીશું.
05:54 હવે આપણે મૂળ DEM લેયરનું symbology બદલીશું.
05:59 Layers પેનલમાં srtm layer પર જમણું-ક્લિક કરીશું.
06:04 કન્ટેક્સટ મેનૂમાંથી Properties વિકલ્પ પસંદ કરીશું.
06:09 Layer Properties ડાયલોગ બોક્સ ખુલશે.
06:13 ડાબી પેનલમાંથી Style પસંદ કરીશું.
06:17 Band Rendering વિભાગ હેઠળ, Render type ને Singlebandpseudocolor માં બદલીશું.
06:24 Load minimum/maximum values હેઠળ, minimum/maximum રેડિયો બટન પર ક્લિક કરીશું.
06:33 Interpolation ડ્રોપ-ડાઉનમાંથી Linear પસંદ કરીશું.
06:37 આ અહીં મૂળભૂત પસંદગી છે.

Color ડ્રોપ-ડાઉનમાંથી Spectral પસંદ કરીશું.

06:44 નીચે સ્ક્રોલ કરીશું

ડ્રોપ ડાઉનમાંથી Continuous તરીકે Mode પસંદ કરીશું.

06:50 Classify બટન પર ક્લિક કરીશું.
06:53 5 નવા રંગ મૂલ્યો બનાવવામાં આવ્યા છે.
06:57 રંગો રસ્ટરના સૌથી નીચાથી ઉચ્ચતમ સુધીના એલિવેશનના મૂલ્યોને દર્શાવે છે.
07:04 નીચે જમણા ખૂણે Apply બટન અને OK બટન પર ક્લિક કરીશું.
07:10 Layers પેનલમાં, Hillshade લેયરને અક્ષમ કરીશું.
07:14 Hillshade લેયર સામેના ચેક-બોક્સને અનચેક કરીશું.
07:18 હવે કેનવાસ પર તમે સ્પેક્ટ્રલ રંગોમાં નકશો જોશો.
07:24 લાલ શેડ ધરાવતો ભૂપ્રદેશ ઓછામાં ઓછો એલિવેટેડ છે અને વાદળી સૌથી વધુ એલિવેટેડ છે.
07:30 Hillshade layer ને સક્ષમ કરીશું.
07:33 Layers Properties ડાયલોગ-બોક્સ ખોલીશું.
07:37 ડાબી પેનલમાંથી Transparency પસંદ કરીશું.
07:41 સ્લાઇડરને ડ્રેગ કરીને Global transparency ને 50% પર સેટ કરીશું.
07:47 Apply બટન અને OK બટન પર ક્લિક કરીશું.
07:51 નકશામાં ઝૂમ કરીશું.
07:53 કેનવાસ પર હવે આપણે લેન્ડસ્કેપની ઉન્નત ટોપોગ્રાફી જોઈશું.
08:00 ચાલો સારાંશ લઈએ
08:03 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:

SRTM ડેટા વેબસાઇટ પરથી DEM ડેટા ને ડાઉનલોડ કરતા.

08:11 DEM ની હિલશેડ બતાવતા.
08:15 અહીં અસાઇનમેન્ટ તરીકે છે.
08:17 રસ્ટર મેપ માટે Slope મોડનો ઉપયોગ કરીને ભૂપ્રદેશની કલ્પના કરો. Slope સ્તર માટે સીમ્બોલોજી બદલો.
08:27 સંકેત: Mode ને Slope તરીકે પસંદ કરો અને તેને ઓવરલે તરીકે ઉપયોગ કરો.
08:33 તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ અહીં બતાવ્યા પ્રમાણે હોવું જોઈએ.
08:38 નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.

08:45 અમે Spoken Tutorials નો ઉપયોગ કરીને વર્કશોપનું આયોજન કરીએ છીએ અને જેઓ અમારી ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપીએ છીએ.

કૃપા કરીને અમને સંપર્ક કરો.

08:54 કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો
08:58 Spoken Tutorial Project NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
09:06 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636