C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:31, 10 October 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.11 વેરીએબલનો સ્કોપ શું છે?
00.13 ગ્લોબલ વેરીએબલ શું છે?
00.16 લોકલ વેરીએબલ શું છે?
00.19 કેટલાક ઉદાહરણો.
00.22 આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
00.27 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું,
00.30 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00.41 ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00.47 આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે.
00.54 તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે
00.59 ગ્લોબલ વેરીએબલ અને
01.02 લોકલ વેરીએબલ.
01.05 હવે આપણે, એક ઉદાહરણ જોઈશું.
01.07 મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
01.10 ચાલો હું તે ખોલું.
01.14 નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે.
01.19 ચાલો હું કોડ સમજાવું.
01.23 આ આપણી header file છે.
01.26 અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે a અને b.
01.32 અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે.
01.39 ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે.
01.44 આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે.
01.51 આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે.
01.53 અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે.
01.59 અહીં sum એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે.
02.07 લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે.
02.13 આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે.
02.16 તે લોકલ સ્કોપ ધરાવે છે.
02.19 પછી a અને b નો સરવાળો વેરીએબલ sumમાં સંગ્રહીત થશે. અહી આપણે sum ને પ્રીંટ કરીશું.
02.29 આ આપણુ મેઈન ફંક્શન છે.
02.33 add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે.
02.38 અને આ આપણું return સ્ટેટમેંટ છે.
02.40 હવે save પર ક્લિક કરો.
02.43 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.45 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
02.55 કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો,
02.56 gcc scope.c -o sco અને એન્ટર દબાવો.
03.05 એક્ઝેક્યુટ કરવા માટે
03.06 ટાઈપ કરો, ./sco, એન્ટર દબાવો
03.10 આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે.
03.13 Sum of a and b is 7
03.16 હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
03.20 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને S કી એકસાથે દબાવો.
03.31 હવે .cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો.
03.41 ચાલો હેડર ફાઇલને iostream તરીકે બદલીએ.
03.47 હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરી save પર ક્લિક કરો.
03.58 C++ માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે.
04.03 તેથી કંઈપણ બદલવાની જરૂર નથી.
04.07 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલો.
04.13 ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો
04.17 અલ્પ વિરામ રદ્દ કરો
04.19 બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
04.22 અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
04.26 અને ડબલ અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે save પર ક્લિક કરો
04.35 પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
04.39 ટર્મીનલ પર પાછા આવીએ
04.42 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1,
04.52 અહીં આપણી પાસે છે, ./sco1, કારણ કે આપણે ફાઈલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઈલ sco ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો.
05.07 એક્ઝેક્યુટ કરવાં માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે,
05.17 Sum of a and b is 7.
05.19 આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા c કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
05.31 પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ a ને ફરીથી જાહેર કરીશ.
05.41 ટાઈપ કરો int a;
05.45 save પર ક્લિક કરો. આપણે વેરીએબલ a ને મેઈન ફંક્શનની ઉપર અને add ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે.
05.57 ટર્મીનલ પર પાછા આવીએ.
06.01 હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ,
06.05 આપણને એરર દેખાય છે, Redefinition of inta, int a previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.18 a એક ગ્લોબલ વેરીએબલ છે.
06.20 તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે.
06.22 આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે.
06.27 આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે વેરીએબલ a ને જાહેર કરી શકીએ છીએ.
06.34 હવે ચાલો એરર સુધારીએ.
06.36 આ રદ્દ કરો.
06.39 save પર ક્લિક કરો.
06.41 ફરીથી એક્ઝેક્યુટ કરીએ.
06.42 ટર્મીનલ પર પાછા આવીએ.
06.45 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
06.49 હા આ કામ કરી રહ્યું છે.
06.52 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06.56 સારાંશમાં
06.58 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07.00 વેરીએબલનો સ્કોપ
07.02 ગ્લોબલ વેરીએબલ, દા.ત. : int a=5
07.07 અને લોકલ વેરીએબલ, દા.ત. : int sum
07.12 એસાઈનમેંટ તરીકે,
07.14 બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો.
07.19 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07.22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07.25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07.30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
07.32 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07.35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07.40 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07.52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08.00 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
08.04 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08.08 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble