PHP-and-MySQL/C3/MySQL-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:42, 21 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર, તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું.
0:06 આ કરવા માટે આપણે "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું.
0:11 હવે તમે અહીં જોશો કે આપણી પાસે... રેકોર્ડ છે....
0:16 હું આ ટ્યુટોરીયલ ફરી કરું છુ કારણ કે પહેલા આ કામ કરતુ ન હતું.
0:21 તો સૌપ્રથમ, હું આ ડેટાને રદ્દ કરીશ.
0:29 તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આ કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી.
0:36 આપણે જોશું કે અહીં કઈ જ નથી.
0:40 અહીં ફક્ત ફીલ્ડનાં નામો છે.
0:43 આ સાથે, શરૂ કરવા માટે, ચાલો આ પર કમેન્ટ કરીએ.
0:47 તેથી "write some data". ત્યારબાદ એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે.
0:52 તેથી... "write" અને "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું.
0:59 આ બરાબર ૧ પેરામીટર લે છે જે sql ક્વેરી છે.
1:01 આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે "INSERT" ટાઈપ કરીશું.
1:06 આપણે "INSERT INTO" લખીશું.
1:09 આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ sql કોડ છે.
1:14 જો હું કંઈપણ મોટા અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે sql કોડ છે.
1:19 જો હું નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે કોષ્ટક નામ, ડેટાબેઝ નામ કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ તે છે.
1:28 તેથી "INSERT INTO people" કારણ કે આ કોષ્ટક નામ છે.
1:34 "INSERT INTO people" ત્યારબાદ "VALUES" અને પછી કૌંસમાં દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું.
1:41 તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું.
1:46 અહીં ૫ ફીલ્ડો છે તેથી અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે.
1:52 આપણને id, firstname, lastname અને નીચે gender સુધીની જરૂર છે.
1:58 આ એક અવતરણ અંદર અથવા એક અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે.
2:06 દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આ અંતમાં મેળવ્યું છે અથવા શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે.
2:14 આપણે id અહીં દાખલ કરવાની જરૂર નથી.
2:17 આગળ firstname છે - તેથી હું "Alex" લખીશ.
2:21 lastname હું "Garrett" લખીશ.
2:25 જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે વેરિયેબલ "date" સમાન છે.
2:30 હું આ એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ.
2:34 આપણે ડેટાબેઝમાંથી જોઈ શકીએ છીએ કે જયારે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરીશું અને જોઈશું કે કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે.
2:43 તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ.
2:49 આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં.
2:51 આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ.
2:54 તેથી 2009 02 23 જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે.
3:01 તો આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે date ફંક્શનને મોટા Y m અને પછી d માં સ્ટ્રક્ચર કરીશું, વચ્ચે હાયફન વાપરીને.
3:12 તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે.
3:16 આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે.
3:20 ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને કોષ્ટકમાં અહીં દાખલ કરીશું.
3:27 અંતે gender છે અને જો કે હું પુરૂષ છું, હું પુરૂષ માટે "M" મૂકીશ.
3:33 આ કામ કરશે તે માની આપણે આ રન કરીશું.
3:37 પણ એ પહેલા, અંતમાં એક mysql error સાથે "or die" લખીશું.
3:44 હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આ ઉમેરી શકો છો..
3:49 આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ.
3:52 તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે.
3:56 આને કમેન્ટ કરીએ.
3:59 આને અવગણીએ.
4:01 આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે.
4:07 તો હાલમાં કોડ પર પાછા જઈએ અને રીફ્રેશ કરીએ.
4:14 મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે.
4:23 પણ બ્રાઉસ પર પાછા જઈ નીચે સ્ક્રોલ કરી આપણે જોશું, આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોશું કે ડેટા જે મેં હમણાં સ્પષ્ટ કર્યા તે ડેટાબેઝમાં છે.
4:35 વાસ્તવમાં મેં શું કર્યું છે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો.
4:42 હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો.
4:48 firstname ઠીક છે. lastname ઠીક છે. gender બરાબર છે.
4:52 આપણે જોશું કે આ સમયે મારી id ૬ છે અને આગળ આપણે રેકોર્ડ દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ૮ પર.
5:00 તમને આ ખબર હોવી જોઈએ.
5:03 આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી.
5:09 તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આ ફરીથી રન ન કરવું પડે.
5:14 અને હું એક નવું વેરિયેબલ બનાવીશ. આપણે આને "update data" તરીકે કમેન્ટ કરીશું.
5:19 આ વર્તમાન વેરિયેબલ "update" કહેવાશે અને તે "mysql query" ફંકશન બરાબર છે.
5:25 અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે "mysql query" કોડ જ છે.
5:32 તો અહીં "UPDATE" ટાઈપ કરીશું અને કોષ્ટકનું નામ લખીશું જે "people" છે.
5:37 પછી "SET" લખીશું અને એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે.
5:43 "d o b" હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો.
5:57 આ કમાંડ રન કરી વાસ્તવમાં આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ.
6:05 કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે.
6:09 પણ આપણે કરી શકીએ છીએ,આના પછી "WHERE id=6" લખીશું કારણ કે મારી યુનિક id ૬ છે.
6:17 અહીં એક નજર ફેરવીશું.
6:22 નહી તો આ દરેકને સુધારીત કરશે.
6:26 યાદ રાખો મેં કહ્યું હતું કે id યુનિક છે. update my id કહેવું સારું રહેશે.
6:31 એના બદલે હું શું કરીશ, "WHERE firstname equals Alex". આ એ દરેક રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું ફર્સ્ટનેમ "Alex" છે.
6:41 પણ "AND lastname equals Garrett" પણ લખી શકીએ .
6:46 જો ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ એજ જોખમ રન કરીશું.
6:54 તેથી શ્રેષ્ઠ રહેશે કે "unique" નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ "unique id" છે જે મારી માટે ૬ છે.
7:00 તો આ સમયે, તમે જુઓ છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે.
7:06 પણ આ પેજને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ.
7:11 હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોશું કે આ આપણે સ્પષ્ટ કર્યું હતું તેમાં બદલાઈ ગયું છે અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે.
7:28 તેથી જો તમને ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે તમે શું ડેટા સુધારિત કરવા માંગો છો.
7:15 મેં "dob" ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં સમાન હોય જે જરૂરી છે.
7:34 હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો.
7:36 તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે ક્યાં સુધારીત કરવા માંગો છો.
7:40 હું આ રેકોર્ડ કહીશ જે અહીં લાંબી લાઈન છે.
7:45 આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે "WHERE" id ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે.
7:55 તો તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને સુધારીત કરવી જે તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા કેટલાક ડેટાને સુધારીત કરવું જે ઘણી વખત થાય છે જયારે તમે ડેટાબેઝ સાથે કામ કરો છો.
8:10 તો ડેટાબેઝમાંથી કેવી રીતે વાંચવું અને ડેટાને વપરાશકર્તા સમક્ષ કેવી રીતે પ્રદર્શિત કરવું એ જાણવા માટે મારી સાથે આગામી ભાગમાં જોડાવો.
8:17 IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali