PHP-and-MySQL/C2/Functions-Basic/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:10, 13 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 બેઝીક ફંક્શનના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ વિષય પરના બે ટ્યુટોરીયલોમાંનું આ પ્રથમ ટ્યુટોરીયલ છે.
0:06 આ ટ્યુટોરીયલમાં હું, ફંક્શન કેવી રીતે બનાવવું, તેની સીન્ટેક્ષ અને એક કે તેથી વધારે વેલ્યુ કેવી રીતે ઇનપુટ કરવી તે સમજાવીશ.
0:13 બીજું ટ્યુટોરીયલ વેલ્યુઓ કેવી રીતે રીટર્ન કરવી તે ઉપર છે.
0:17 ચાલો શરુ કરીએ.હું અહીં પીએચપી ટેગ્સ બનાવીશ. હું સીન્ટેક્ષથી શરુ કરીશ જે છે function.
0:23 પછી ફંક્શન નામ જે છે "myName"
0:27 અહીં મોટા અક્ષરનો ઉપયોગ કરવો સરળ છે. તેથી તમારી પાસે નાના અક્ષર છે,પછી મોટા અક્ષર અને ફરી નાના અક્ષર. અંતે,નવા શબ્દો મોટા અક્ષરથી શરુ થશે.
0:38 તેને વાંચવું ખુબ સરળ બને છે પણ હું હંમેશા નાના અક્ષર વાપરવાનું યોગ્ય માનું છું.
0:43 પછી તમારી પાસે બે કૌંસો હશે. હમણાં તેની અંદર કંઈ નથી. અહીં આપણે કોઈ ઇનપુટ નથી લઇ રહ્યા અને અંદર હું કોડ લખીશ. હું "Alex" લખીશ.
0:56 બરાબર,જો હવે આ રન કરીએ તો આપણે જોશું કે કંઈ નથી થતું.
1:05 તેના કારણે આપણે ફંક્શન જાહેર કર્યું પણ તેને હજુ કોલ નથી કર્યું.
1:11 હવે આપણા ફંક્શનને કોલ કરવા આપણને માત્ર ફંક્શનનું નામ,બે કૌંસો અને લાઈન ટર્મિનેટર લખવાની જરૂર છે.
1:18 જો આપણે આ અંદર વેલ્યુઓ મુકીએ, જેની પ્રક્રિયા કરવાની જરૂર છે, તો તેને અહીં મુકીશું.
1:24 પરંતુ હમણાં તેની ચિંતા ન કરો.આપણે ફંક્શનને કોલ કરી રહ્યા છીએ જે આ કોડના બ્લોકને અમલમાં મુકશે.
1:30 તેથી, તે રીફ્રેશ કરો. એલેક્સ એકો થયું છે .
1:36 હવે, ધારો કે, જો હું એક કરતાં વધુ લીટીનો કોડ ઉમેરવા ઈચ્છું . હું અહીં ઈચ્છું તેટલો કોડ ઉમેરી શકું છું. બ્લોક ત્યાં નવી લાઇનો સમાવવા માટે જ છે. ચાલો તે ચકાસીએ.
1:53 તે કામ કરે છે. અન્ય ઉમેરવા બાબત એ છે કે, તેને જાતે લાવવાની જરૂર રહેતી નથી. તેને ઉદાહરણ તરીકે, કહી શકાય, my name is 'my name'.
2:13 ઠીક છે, આપણે કેહવું પડશે, 'my name is', અને પછી અલગથી એકો ફન્કશન .
2:22 આ કામ ન કરવા પાછળનું કારણ એ છે કે, આ વેલ્યુ નથી. આ ફન્કશન છે, તેથી તે પહેલે થી એલેક્સ એકો કરવા જઈ રહ્યું છે .
2:36 તેથી, નવી લાઇન પસંદ કરવા માટે તે સમાન હશે, ઇકો કહી, my name is, echo Alex, બરાબર?
2:45 તેથી, જો આ અહીં મુકીએ તો તે કાર્ય ન કરશે. ઉદાહરણ તરીકે, તમારી પાસે માત્ર શાબ્દિક આઉટપુટ હશે my name is, my name, ઠીક છે?
2:57 તો, ચાલો આ પાછા અહીં નીચે લઇ આવીએ . રીફ્રેશ કરો, my name is Alex
3:03 ફક્ત ખાતરી કરવા માટે કે હું સ્પષ્ટ છું. જો હું આ કોડ સાથે બદલું, જે એક્ઝિક્યુટ કરવામાં આવી રહ્યું હતું, તો તે આ પ્રમાણે દેખાશે .
3:11 તો, આપણે તે ન કરીશું, ઠીક છે?
3:16 તો, તે માત્ર આ સ્પષ્ટ કરવા માટે હતું. હવે આપણે એ હકીકત ઉપર આવીએ કે, તમે ફન્કશનને વ્યાખ્યાયિત કરો તે પેહલા બોલાવી શકો છો. કારણ કે PHP એ પ્રમાણે કાર્ય કરે છે. તેથી જો હું કહું, આ રીફ્રેશ કરો, તમે આ અપેક્ષા કરશો કારણ કે ફન્કશન વ્યાખ્યાયિત થાય તે પહેલાં બોલાવવામાં આવ્યું છે . આ કારણ છે કે, તે ઉપર થી નીચે દ્વારા ઓળખાય છે .
3:46 જો કે, તે આ રીતે કામ કરતું નથી. તમે તેને પૃષ્ઠના તળિયે જાહેર કરી શકો જો તમને તે શ્રેષ્ઠ લાગે. હું હંમેશા ટોચ પર જાહેર કરવાનું પસંદ કરીશ, જેથી હું ટોચ શુધી ફરી શરૂ કરી શકું અથવા જોઈ શકું કે હું ક્યાં છું.
4:00 આ તે વિશે છે. હવે, આ અંદર વેલ્યુ મુકીએ, હું શું કરીશ, હું કહીશ 'your name is' name. તે એકો કરશે 'your name is' અને પછી વેરીએબલ 'name '. હું ફન્કશનનું નામ 'yourname' આપીશ .
4:14 હવે, વેરીએબલ ક્યાંથી આવશે? હું ચાહું છું કે વપરાશકર્તા આ ઇનપુટ કરવા માટે સક્ષમ થાય. મારો અર્થ છે હું ઇનપુટ વિશે વાત નથી કરી રહી, પરંતુ જો હું અહીં name મુકું અને પછી કહું your name, Alex
4:34 આ, આ પ્રમાણે કાર્ય કરે છે. yourname ફન્કશનને બોલાવે છે, આ વેરીએબલને લે છે, આ વેરીએબલને name માં મુકે છે અને પછી એકો થી વેરીએબલ ને વાંચે છે. આ છે જે હું કેહવા માંગું છું .
4:50 તેથી, આપણે મૂળભૂત રીતે your name Alex કહી રહ્યાં છે. તે સાથે આગળ વધતા, મને આ માટે એક વેલ્યુ જોઇશે, ખાસ કરીને એક સ્ટ્રીંગ વેલ્યુ. તેથી તમે અહીં ઉપર જાઓ અને જુઓ ઈનપુટ તરીકે કંઈ એન્ટર થયું છે. તમે જુઓ છો તે થયું છે. તે Alex છે. તેથી આપણને હવે your name is Alex મળવું જોઈએ .
5:17 આપણે આ Billy માં બદલી શકીએ છીએ. આમ તમે જોયું કે તે કેવી રીતે કામ કરે છે .
5:26 ઠીક છે, હવે હું શું કરવા માંગું છું, બની શકે કે હું કે મારા ફન્કશનમાં તમે આટલા વર્ષના છો તે ઉમેરવા ઈચ્છું. તેથી, હું કહી શકું, you are age years old
5:38 આપણે શું કહેવાની જરૂર છે name અને age. મૂળભૂત રીતે, આપણે બીજા વેરીએબલને જોડી દઈશું .
5:50 આપણે અહીં અલ્પવિરામ દ્વારા અલગ કરી વધારાની વસ્તુ ઉમેરીશું. અહીં આપણે અલ્પવિરામ દ્વારા વેરીએબલોને અલગ કરવાની જરૂર છે. તેથી, ફરી આ વેરીએબલ ને લે છે. તેને અહીં મુકે છે અને અહીં એકો કરે છે. વેરીએબલ ને લે છે. તે અહીં લાવે છે અને અહીં એકો કરે છે .
6:10 આ મૂળભૂત રીતે તમારા વેરીએબલનું માળખું છે. કેટલા વેરીએબલો તે લે છે અને આ રીતે તમે ફન્કશનને કોડ કરો છો .
6:19 તેથી, તે ચકાસીએ. ઠીક છે, તમને ત્યાં જગ્યાની જરૂર છે. હું આ ફરીથી Alex, 19 દ્વારા બદલીશ, અને રીફ્રેશ કરો . તો તમને આ મળ્યું છે .
6:35 તેથી, ફન્કશન સમય બચાવવા માટે લખાયેલ છે. તે મોટા બ્લોકના કોડ લે છે. તે ઇનપુટ લઇ શકે છે. તે તેને એ રીતે પ્રક્રિયામાં લેશે કે બીજી રીતે તે વધારે સમય લે છે .
6:45 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. અદ્યતન ફન્કશન માટે, જેવા કે વેલ્યુ રીટર્ન કરવી, ફન્કશન પરના અન્ય ટ્યુટોરિયલ ચકાસો.
6:56 IIT - Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું . જોડાવા બદલ આભાર .

Contributors and Content Editors

Krupali